હસાવતા રહેજો, અમારામાં આત્મવિશ્વાસ વધારતા રહેજો
"લાઈફ કલાસમાં તમે અમને એવી ઘણી વાતો કહી જે અમારા ભણતરમાં પણ નથી આવતી... મેં પોતે કદી એવું વિચાર્યું પણ નહોતું કે મારું સ્વપ્ન હું ૧૦૦ વિદ્યાર્થીઓની વચ્ચે કહીશ. પણ તમારા સાથે મને એ કહેવાનો મોકો આપ્યો. તે માટે તમને Thank You... તમે દર મહિને આવતા રહેજો, અમને હસાવતા રહેજો, અમારામાં આત્મવિશ્વાસ વધારતા રહેજો."
~ માર્ગી, ન્યુ ઈરા સ્કૂલ, રાજકોટ
ઘણીવાર હસવાની મજા પડી તો કયારેક રડવાની!
"અમને બધાની ભાવનાઓ, તેમનો પ્રેમ તેમજ બીજા પ્રત્યેની લાગણી વિષે સાંભળીને ખુબ જ આનંદ થયો... ઘણીવાર હસવાની મજા પડી તો કયારેક રડવાની!"
~નિકિતા રાઠોડ, મહાત્મા ગાંધી વિદ્યાલય, રાજકોટ
|
આ કલાસના દિવસો અમને યાદગાર રહી જશે
"જયારે અમને અમારો પરિચય આપવાનું કહયું ત્યારે ઘણા મિત્રોએ પરિચય આપ્યો અને જયારે ઘણા મિત્રો પરિચય આપતા રડયા ત્યારે સંજીવભાઇએ તેમને સપોર્ટ આપ્યો. અને અમને અમારા સપના પુરા થાય તેવા આશિર્વાદ આપ્યા.
આ કલાસમાં અમે ખુબ જ મજા કરી. આ કલાસના દિવસો અમને યાદગાર રહી જશે."
~ ગોપી વાંક, મહાત્મા ગાંધી વિદ્યાલય, રાજકોટ
ઘણાં ભારત પ્રત્યે ઘણું માન દાખવે છે અને ભારત દેશ માટે કંઈક કરવા ઈચ્છે છે
"મારા મિત્ર વિશાલની સાથે ૩ વર્ષથી સાથે છીએ પરંતુ આજે ખબર પડી કે તે પોલીસ ઇન્સ્પેક્ટર બનવા માગે છે. સ્મીત એન્જીનીઅર થવાં અને મારો મિત્ર મીત દાનવીર કર્ણની જેમ એક દાનવીર બનવા ઈચ્છે છે.
આમ, ઘણાં ભારત પ્રત્યે ઘણું માન દાખવે છે અને ભારત દેશ માટે કંઈક કરવા ઈચ્છે છે. ઘણાં વિદ્યાર્થીઓના આવા વિચારથી બીજા પણ શીખી શકયા કે આપણે પણ ભારત દેશ માટે કંઈક કરવું જોઈએ."
~ રોહિત જેઠવા, ન્યુ ઈરા સ્કૂલ, રાજકોટ
|
We promised him that we will do our best to achieve our goals
“We came to know some of the things of our friends very precious to them and also came to know about their ideals. Our new friend, Sanjivbhai, has promised us that he will help us to achieve our goals and we also promised him that we will do our best to achieve our goals.
I like & love this class very much. I will never forget this class.”
~ Dharika, Shree C. A. Patel Learning Institute, Mota Fofalia
મારી ચિત્રકાર બનવાની આશાને વધારે મજબુત કરી દીધી
"લાઇફ કલાસ ખુબ જ ગમ્યો. મારી ચિત્રકાર બનવાની આશાને વધારે મજબુત કરી દીધી. મને આ કલાસથી ખુબ જ ઉમંગ જાગી છે. ચિત્રકાર બનવું એ મારું સ્વપ્ન છે. જેમાં મને સફળતા જરૂર મળશે એમ મને લાગે છે."
~ ધ્રુવન, શ્રી સી. એ. પટેલ લર્નિંગ ઇન્સ્ટીટ્યુટ, મોટા ફોફળિયા
|