|
Newsletter-cum-magazine of Oasis
Movement |
YEAR 3 I ISSUE 65 I August 16, 2010 |
Wish You All A Very Very Happy Independence Day !! |
Oasis Movement Celebrates Independence Day Amidst Rapidly Growing Activities |
|
IYLDP (Indian Young Leadership Development Program) - LIFE Classes
Now 25 Schools, Over 2000 Students/Teachers at Gujarat-Mumbai-Bangalore!
"Learning With Fun" is Spreading Really Fast !! |
|
"જે જ્ઞાન હજારો-લાખો રૂપિયા ખર્ચતા નથી મળતું તે અમને લાઇફ ક્લાસમાં આપવામાં આવે છે" |
જિંદગીમાં મજા આવે એવું કરવું જોઈએ
"લાઈફ ક્લાસમાંથી એક વસ્તુ જાણવા મળી કે કોઈ દિવસ ડરવાનું નહીં. જિંદગીમાં મજા આવે એવું કરવું જોઈએ. આમ તો અમારી સ્કૂલમાં ઘણા બધા આવ્યા, પણ એમની સાથે એટલી મજા ન આવી જેટલી તમારી સાથે આવી."
~ પ્રિયા વાનખેડે, ગુજ. વિદ્યુત બોર્ડ વિદ્યાલય, વડોદરા
અંગત જીવનની વાત પહેલી વાર અમારા વર્ગ સમક્ષ રજુ કરી
“લાઇફ ક્લાસ અમારી અંદરના આત્મવિશ્વાસને જગાડવામાં ઉપયોગી છે. અમે અમારા અંગત જીવનની વાત પહેલી વાર અમારા વર્ગ સમક્ષ રજુ કરી અને અમારા હૃદયમાં જે ખુશી, દુઃખ હતા તે બધાની સામે રજુ કર્યા.”
~ નમ્રતા પરમાર, કોટક સ્કૂલ, રાજકોટ
|
મારા સપનાઓ મારા બધા જ ટીચર્સ સામે બોલવાની તક આપી
"પહેલીવાર આ લાઇફ ક્લાસે મને મારા સપનાઓ મારા બધા જ ટીચર્સ સામે બોલવાની તક આપી છે. તો મારી આ અધૂરી ઈચ્છા પૂરી કરવા માટે Thanks to ‘Life class’."
~ તસ્નીમ, કોટક સ્કૂલ, રાજકોટ
આ ક્લાસમાં શીખતી વખતે કોઈ પણ પ્રકારનો બોજ / ભાર કે કોઈની બીક નથી હોતા
"આ ક્લાસ એક અનોખો ક્લાસ છે. આ ક્લાસમાં અમને અમારા મનના વિચારો શું છે તે બીજાને કહેવાનો મોકો મળ્યો. આ ક્લાસમાં શીખતી વખતે કોઈ પણ પ્રકારનો બોજ / ભાર અમારા પર નથી હોતો કે કોઈની બીક નથી હોતી."
~ મૈત્રી બુચ, ગુજ. વિદ્યુત બોર્ડ વિદ્યાલય, વડોદરા
|
Introductionની આ રીત મને ખૂબ જ ગમી
“આપણી યાદગાર પળ, Best friend, આપણા પ્રેરણાદાયક વ્યક્તિ અને મોટા થઈને શું બનવું છે – આજ સુધી અમને કોઇપણ જગ્યાએ આવી Introduction નથી કરાવેલ એટલે મને આ રીત ખૂબ જ ગમી છે.”
~ રીચા દોશી, કોટક સ્કૂલ, રાજકોટ
હવે હું ગર્વથી ઊભી થઈને બોલું છું
“પહેલાં તો હું બહુ ગભરાતી કે મારે આટલા બધાની વચ્ચે બોલવાનું છે પરંતુ હવે હું ગર્વથી ઊભી થઈને બોલું છું.”
~ કોમલબા ઝાલા, કોટક સ્કૂલ, રાજકોટ
|
"આ ક્લાસ આખા દેશમાં ચાલતો હોય તો આપણા દેશની વધુ પ્રગતિ થઇ શકે" |
|
અમારું ભણતર, અમારી ચિંતા બધું જ ભૂલી ગયા
“અમે આખા weekના બે કલાક એવી રીતે ગાળ્યા કે અમે અમારું ભણતર, અમારી ચિંતા બધું જ ભૂલી ગયા. અમે અમારી વાતો share કરી તેથી મન હલકું થઇ ગયું. અમને schoolમાં share કરવાનો સમય જ નથી મળતો તે અમને મળ્યો."
~ નિધિ રૂપારેલીયા, કોટક સ્કૂલ, રાજકોટ |
મારું સ્વપ્ન સાકાર કરવાની મને પ્રેરણા મળી
"હું હંમેશા એવા મોકાની રાહ જોતી હતી જેમાં હું મારી કેટલીક ઈચ્છાઓ જણાવી શકું અને સાચી ‘પૂજા’ની ઓળખાણ કરાવી શકું. આ મોકો મને લાઈફ ક્લાસમાં મળ્યો. મારું સ્વપ્ન સાકાર કરવાની મને પ્રેરણા મળી. થેન્ક્યુ."
~ પૂજા ઠકરાણી, ગુજ. વિદ્યુત બોર્ડ વિદ્યાલય, વડોદરા |
આ વર્ગમાં મારી લાગણીઓને જીવંત કરી છે
“આ સેમિનારથી મારું મન હળવું થઇ ગયું. મેં વિચારેલું પણ નહોતું કે મારા મિત્રોએ આટલું સુખ કે દુઃખ પોતાનામાં સંતાડેલું છે. હું આ લાઇફ ક્લાસથી મારા જીવનને નવો વળાંક આપી શકીશ અને તમારાં જેવા મિત્રો પણ બનાવી શકીશ. ‘જીવન-વર્ગ’ નામના આ વર્ગમાં તમે મારી લાગણીઓને જીવંત કરી છે.”
~ કોમલ રામાણી, કોટક સ્કૂલ, રાજકોટ |
ધોરણ ૮, કોટક સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા પત્ર
પ્રિય સંજુભાઈ,
“લાઈફ ક્લાસ”માં ખૂબ જ મજા આવી. ઘણું જાણવા મળ્યું. તમે અમને હસાવ્યા. તમે સુખ, દુઃખ વહેંચાડ્યા તે ખૂબ જ ગમ્યું. જે નિર્ણય લો છો તે બધાંને પૂછીને લો છો તે, જીવન વિશેની અમને વાતો કરી તે ખૂબ જ ગમ્યું. આપણી અંદર જે શક્તિ છે તેને બહાર લાવવાના પ્રયત્ન થાય છે. નબળામાં નબળા બાળકમાં પણ કંઇક શક્તિ છે તેનો અહેસાસ કરાવ્યો. કોમેડી પણ કરાવી. ૨ કલાકમાં એટલું શીખવાડ્યું તે કોઈ દિવસ નહીં ભૂલાય. યાદ રાખતાં શીખવાડ્યું. જુદી રીતે ઓળખાણ આપતાં શીખવાડ્યું. લાઈફ ક્લાસ એ સ્વતંત્રતાનો ક્લાસ છે તે ગમ્યું. જયારે કોઈ સ્વતંત્રતા આપે ત્યારે તેને વિશ્વાસ મુક્યો હોય તે વિશ્વાસ તોડવો ન જોઈએ. અમને ડર લાગતો હતો તો તે દૂર કર્યો.
લિ. તમારા પ્રિય મિત્રો. |
|
|
What Teachers And School Authorities Have To Say.. |
" 'લાઇફ ક્લાસ' એ શિક્ષણ જગતનો નવો અભિગમ છે; વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને જગાડે છે" |
(લાઈફ ક્લાસ) વિદ્યાર્થીઓમાં વૈચારિક સ્તરે ઘણું મોટું પરિવર્તન લાવવા સક્ષમ છે
લાઇફ ક્લાસ થકી વિદ્યાર્થીઓની અંદર મૂલ્યોનો વિકાસ થાય, તેઓ નવા વિચારો કરતાં થાય તેવું ચોક્કસ જ જણાયું. સંજીવભાઇ શાહના પુસ્તકો, વિચારો વિદ્યાર્થીઓમાં વૈચારિક સ્તરે ઘણું મોટું પરિવર્તન લાવવા સક્ષમ છે. આ પ્રવૃત્તિનો જેટલો પ્રચાર અને પ્રસાર થાય તેટલું ફાયદાકારક છે. તેનાથી આપણા પ્રાચીન મૂલ્યો ફરીથી શિક્ષણ જગતમાં સ્થાપિત થશે.
મારા વિદ્યાર્થીઓને આ ક્લાસમાં ખૂબ જ મજા આવે છે. અને તેમને મજા આવે છે એટલે હું ખુશ છું.
~ રાજુભાઈ પરીખ, પ્રમુખ, મહાત્મા ગાંધી શૈક્ષણિક સંકુલ, રાજકોટ
Life Class is an opportunity for Girls to open their wings
જીવનના દરેક તારને છેડવા માટે, એક સુરમય melody રચવા માટે, જીવનના દરેક પ્રકારના સૂર-તાલ સાથે લય મેળવવા માટે વિદ્યાર્થીઓને ઉપયોગી એવો આ “લાઇફ ક્લાસ” છે.
Here (Life Class) is an opportunity for Girls to open their wings & fly high in the sky.
~ દુર્ગા પરમાર, શિક્ષક, કોટક સ્કુલ, રાજકોટ |
“હું કોઈ બાળકને શબ્દોથી ઉતારી નહીં પાડું”
વિદ્યાર્થીઓને ઉપયોગી એવી ઘણી પ્રવૃત્તિઓ અમે શાળામાં ચલાવીએ છીએ, પરંતુ એક તબક્કે એવું લાગ્યું કે વિદ્યાર્થીના મનના વિચારો જાણવા; તેને આપણે કહીએ તે વસ્તુ કરે તેમ નહીં, પરંતુ તે જાતે અમુક બાબત પોતાનામાં વિકસાવે (જેમ કે આત્મવિશ્વાસ, જવાબદારી) તે હેતુ માટે “લાઇફ ક્લાસ” ખૂબ ઉપયોગી બન્યાં. “લાઇફ ક્લાસ” વિદ્યાર્થીઓની શક્તિ બહાર લાવે છે. અમુક એવી વસ્તુ કે જેની વિદ્યાર્થીએ કોઈ સાથે ચર્ચા કરી ન હોય તેવી વાતો તે લાઇફ ક્લાસમાં ખુલ્લા મનથી કહે છે. સંજીવભાઇએ કહેલ કે, “બાળકોને સમજવા આપને સૌ પ્રથમ તેમને સાંભળવા પડશે. તેમને આગળ લાવવા પ્રોત્સાહિત કરવા પડશે, તે પોતાને Best માને તેવું વાતાવરણ ઊભું કરવું પડશે” – આવી ચર્ચા બાદ મેં ખુદ મારી જાતને કહ્યું કે, “હું કોઈ બાળકને શબ્દોથી ઉતારી નહીં પાડું”- તે મારું સ્વપ્ન ને સાથે લક્ષ્ય છે.
~ નિધિ ઠાકર, હેડ, માધ્યમિક વિભાગ, ગુજરાતી માધ્યમ, પાઠક સ્કુલ, રાજકોટ
આ ક્લાસ પ્રેરક બળ પુરું પાડે છે
લાઇફ ક્લાસ દરેક પાસાને આવરી લે છે. સંજીવભાઇ અને પલ્લવીબેન ખૂબ જ પ્રેમાળ હોવાથી વિદ્યાર્થીઓને આનંદ આવે છે અને તેઓ હોંશે હોંશે બીજા ક્લાસની રાહ જુએ છે. આ ક્લાસ તેઓને પ્રેરક બળ પુરું પાડે છે.
~ સરોજબેન ભટ્ટ, શિક્ષક, મહાત્મા ગાંધી શૈક્ષણિક સંકુલ, રાજકોટ |
|
Teachers & Students Of PTC College, Surat, Listening Intently to Sanjiv Shah During Life Class |
|
Sheeba Nair Singing A Song With Students In Life Class At Swami Vivekanand Vidhyalaya, Vadodara |
|
Session for Parents At Sanskar Balmandir, Mumbai, by Sheeba Nair |
|
|
OASIS Movement Photo News |
Manisha Mehta Takes Up Responsibility As Chief Project Coordinator, ASHA, Bangalore On 29th July, 2010 |
|
"In my work with Oasis I have learned that if I want to grow I must take responsibilities and be willing to come out of my comfort zones. In nature everything grows. Like a plant if we take the path of growth we are saying yes to life," said Manishaben during the function (29th July, 2010) when she took over the responsibility as Chief Project Coordinator, ASHA, Bangalore. All members of ASHA Bangalore team welcomed her with much affection. |
Hygiene Education Training For Volunteers From Andiaman College, Hosur & Employees Of Titan By Dr. Harsha Sodha, ASHA, Bangalore |
|
Oasis Workshop For Sr. Management Of Excel Crop Care, Mumbai By Sheeba Nair On 29, 30th July |
|
Few Reflections....
"Workshop was conducted in a very intelligent manner & I am extremely happy about it. It is unique regarding both, the contents as well as the process."
~ Dr. Jyotsna Kapadia, D.G.M. (I.P.), Mumbai
"Eye opening experience… The process of understanding things from heart is more or less lost but today’s workshop opened areas where heart came first."
~ Dr. Susanta Kundu, G.M. (Business Development)
"Refreshingly different with a mass appeal."
~ R. Hariharan, Vice President (Int. Business), Mumbai |
|
Editor's Note |
Teaching is the best way of Learning and vice versa. Participants of Oasis L3 Graduation workshop series at Surat were invited to conduct the course for the school teachers of Surat and thereby volunteer their time and energy for the cause of propagation of character education in the society. Around a dozen friends have volunteered to become honorary facilitators and we warmly welcome them all with gratitude.
Let's make a resolution on 64th Independence Day of our country to free our children from the burden of 'getting educated' and make learning a very joyous experience.
At the end, congratulations and our best wishes to Smt. Manisha Mehta for joining as the Chief Project Coordinator- ASHA, Bangalore.
~ Mehul Panchal |
News In Nutshell |
As part of Character Building movement, series of 10 workshops based on Mahaan Hrudayona SaReGaMaPaDhaNi for school teachers have been initiated by a team of new facilitators in Surat. From last month, 4 facilitators, Nipun Shah, Minal Shah, Dr. Divya Sachdev, Pinal Shah, have begun their year long project in the schools of Little Love, Ratnasagar Vidyalaya, Nalanda and Hasta Phool school, respectively. Minal Shah has also started a series for the staff of Dr Sachdeva Eye Hospital at Surat. (News in detail will follow in our next newsletter.)
On 8th August, Dr. Harsha Sodha of ASHA, Bangalore, conducted Hygiene Education training program for some 14 volunteers of Titan (Jewellery division) and Andiaman College, Hosur. She conducted the training in amazingly humorous, creative and effective way. All participants enjoyed the training which will definitely help them to propagate Hygiene education in more systematic and effective way. |
Oasis Valleys : Visitors' Diary |
આપની સંસ્થાની મુલાકાત લઇ અમને બહુ જ ખુશી થઇ. આપનો નવો જ અભિગમ જાણી એમ થયું કે નવા જમાનાને જે ભાથાની જરૂર છે તે માટે તમારો પ્રયાસ બહુ જ સારો છે. ચારિત્ર્ય ઘડતર અને માનવને કુદરતની નજીક લઇ જવાનો પ્રયાસ બહુ જ સુંદર છે.
~ વસંત જે. પટેલ
વિશ્વમાનવ સેવા ટ્રસ્ટ, વડોદરા
તમારા ફાર્મની અંદર કુદરતને જોઈ, કુદરતનો અનુભવ કર્યો. આવા કોતરોની જમીનમાં કુદરતી ઔષધિઓ અને ફળ-ફળાદીનું ઉત્પાદન કુદરતી ખાતર અને ઔષધોનો ઉપયોગ કરીને કર્યું છે તે જોનારને જ ખ્યાલ આવે તેમ છે. તમને સફળતા મળે તેવી શુભેચ્છા.
~ જી. સી. બારોટ (યુ.એસ.એ.)
આ કોતરોની જમીનમાં ખેતી અને રચનાત્મક કાર્ય એક અનોખી સફળતા છે. આવડું મોટું બિલ્ડીંગ જે વેલીની અંદર બનાવ્યું છે તે એક બહુ જ સુંદર સર્જન છે. આપની સંસ્થાના ઉદ્દેશો બહુ જ સારા અને સમાજને ઉપયોગી થઇ પડે તેવા છે. તમે સફળ થાઓ તેવી ઈચ્છા સહ શુભકામના આપીએ છીએ.
~ એસ. જી. બારોટ (યુ.એસ.એ.)
|
Quotable Quotes |
“While we try to teach our children all about life, our children teach us what life is all about.”
~ Angela Schwindt
“Do not train children to learning by force and harshness, but direct them to it by what amuses their minds, so that you may be better able to discover with accuracy the peculiar bent of the genius of each. ”
~ Plato
|
Oasis Valleys Update |
Adding more trees to the "Planned Forest" at Oasis Valleys. Presently we have more than 4100 trees consisting 102 species. |
Alive Archives |
To View Alive Archives, Please Click here>>> |
Team Alive |
Alkesh Raval
Jolly Madhra
Jwalant Bhatt
Kshama Kataria
Mehul Panchal
Sanjiv Shah
Sheeba Nair
Umesh Patel |
|
You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details. |
To unsubscribe from this group, reply with
"Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self
Leadership Education for Community Development, Vadodara, Gujarat,
India.
|
|