લાઇફ ક્લાસમાં જીવન કેવી રીતે જીવવું તે શીખવા મળે છે
“રેલ્વે સ્ટેશન પર અમે પોલીસ, ટ્રાફીક પોલીસ, કૂલી, ભિખારી, સફાઈ કામદાર, મુસાફર વિ. નો પરિચય કર્યો. એક ભિખારીને પૂછ્યું કે કેમ ભીખ માંગે છે તો કહ્યું કે ઘરમાંથી કાઢી મુક્યો એટલે. રેલ્વે સ્ટેશન પર ગરીબ મા-બાપ ખુદ નાના બાળકોને અભણ રાખી મજૂરી કરાવતાં હતાં. મને આ દિવસ જિંદગીભર યાદ રહેશે. ખરેખર લાઇફ ક્લાસમાં જીવન કેવી રીતે જીવવું તે શીખવા મળે છે. મને આ લાઇફ ક્લાસ ખૂબ જ ગમ્યો.”
~ શિવમ
We learnt how to behave with patients
“We went to Sayaji hospital & interviewed patients there. In surgical ward, we met Munafbhai. He came from poor family and had accident when he was going on his cycle. In our life we have never experienced such interview with patients. We learned how to behave with patients and we enjoy it very much.”
~ Parthiv & Krishna |
નાના બાળકોને મજૂરી કરવા મોકલતાં અટકાવવા જોઈએ
“આજે અમે ટેક્સીવાળા અને રીક્ષાવાળાના ઇન્ટરવ્યુ લીધાં.રીક્ષાવાળા ભાઈ ગરીબીમાં જીવતા હતાં. મને સમજાયું કે ઘણા બધાં લોકો જયારે ગરીબીમાં જીવતાં હોય ત્યારે સમૃધ્ધ વ્યક્તિઓએ પૈસા વેડફવા ના જોઈએ. ઓછું ભણતર એમની મજબુરી હોય છે. માટે જ આપણે ભણવું જોઈએ. અને જે વ્યક્તિઓ પોતાનાં નાના બાળકોને મજૂરી કરવા મોકલતાં હોય છે તેમને અટકાવવા જોઈએ.”
~ વૃશાલી
મને અનુભવ થયો કે બીજા લોકો કેવી રીતે પોતાની જિંદગી ગુજારે છે
“આજે રેલ્વે સ્ટેશન પર મને અનુભવ થયો કે બીજા લોકો કેવી રીતે પોતાની જિંદગી ગુજારે છે. હું એક દુકાનદારને મળી. તેમની પરિસ્થિતિ જાણીને મને ખૂબ દુઃખ થયું. તેમનું કુટુંબ મોટું હતું અને તેમના કુટુંબમાંથી કમાનાર તેઓ એકલા હતાં. તેમને મહિને માંડ રૂ. ૫૦૦ મળતા હતા.”
~અનેરી
Help the people who are helpless
“From the hospital experience we learn that we have to be careful while using things. We also leant that we have to go to hospital (frequently) and help the people who are helpless. ”
~ Preksha |
આપણે નોકરી માટે, દેશસેવા માટે આપણા કુટુંબને પણ છોડી દેવા પડે
“મારો દિવસ ખૂબ જ સરસ રહ્યો. મે રેલ્વે સ્ટેશન પર આર્મીના એક સૈનિકની મુલાકાત લીધી. તેમને આ સર્વિસ ખૂબ ગમતી હતી. તેઓ જમ્મુના છે પરંતુ નોકરી માટે વડોદરામાં રહે છે. અહીં તેઓ એકલા જ રહે છે. તેમને આ નોકરી માટે ખૂબ જ મહેનત કરી છે. એમના જીવનમાંથી મને પ્રેરણા મળી કે આપણે નોકરી માટે, દેશસેવા માટે આપણા કુટુંબને પણ છોડી દેવા પડે.”
~ રાહુલ
Thanks a lot to Life Class members and also to school
“We met one patient named Jasubhai, who was injured by a car when he was just walking on the road. He does labor work in the fields. He was 50 years old. He was in hospital for last 2 months. There were many such patients and we felt pain for them. I will thank a lot to Life Class members and also to school.”
~ Deep |