“દુનિયાના તમામ ગુનાઓ, તમામ નફરત, તમામ યુદ્ધોનું મૂળ છેવટે ‘નાખુશી’ પર આવીને અટકી જાય છે.”
~ એ. એસ. નીલ |
ઓએસિસનું એક બેનમૂન પ્રકાશન...
કેળવણી ક્ષેત્રે થયેલા એક સફળ, અનોખા અને ક્રાંતિકારી પ્રયોગની વાત:“સમરહિલ” |
જેઓ બાળકોને સાચો પ્રેમ અને સાચી કેળવણી આપવા ઈચ્છે છે તેવા
સૌ શિક્ષકો, કેળવણીકારો અને વાલીઓ માટે વાંચવું અત્યંત આવશ્યક તેવું પુસ્તક |
|
સમરહિલ
મૂળ લેખક: એ. એસ. નીલ
અનુવાદ માર્ગદર્શન/સંપાદન : સંજીવ શાહ
અનુવાદક ટીમ : અમી હાથી, અલ્કેશ રાવલ,
માયા સોની, સંજીવ શાહ, ક્ષમા કટારિયા
કિંમત : રૂ. ૩૨૫ પૃ. ૩૮૪
.................
શું તમે આવી શાળાની કલ્પના કરી શકો છો?
જ્યાં બાળકોને વર્ગમાં જવું ફરજિયાત ન હોય
જ્યાં બાળકો જે કરવું હોય તે કરવા સ્વતંત્ર હોય
જ્યાં બાળકો પર કોઈ પણ જાતની શિસ્ત થોપાતી ન હોય
જ્યાં બાળકો જાતે જ સૌ માટે શાળાના નિયમો બનાવતાં હોય
જ્યાં નિયમો તોડનારનો દંડ પણ બાળકો જાતે જ નક્કી કરતાં હોય.... |
માનો કે ન માનો – આવી શાળા વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે – અને તેનું નામ છે સમરહિલ, જેના સ્થાપક અને આ પુસ્તકના લેખક, એ. એસ. નીલને વિશ્વના સૌથી મોખરાના ૧૦ કેળવણીકારોમાંથી એક ગણવામાં આવે છે.
જેઓ બાળકોને સાચો પ્રેમ અને સાચી કેળવણી આપવા ઇચ્છે છે તેવા સૌ શિક્ષકો, કેળવણીકારો અને વાલીઓને જરૂર આ પુસ્તક વિચારતા કરી મૂકશે. |
પુસ્તક પ્રાપ્તિસ્થાન:
Oasis
“મૈત્રીઘર”, 201, શાલિન એપાર્ટમેન્ટ,
52, હરિભક્તિ કોલોની, રેસકોર્સ,
વડોદરા – 390007, ગુજરાત.
ટેલિફેક્સ નં. +91 – 265 - 2321728
email: theoasisshop@yahoo.co.in |
વળતર યોજનાઓ:
નકલ |
કુલ કિંમત (રૂ.૩૨૫/નકલ લેખે) |
તા. ૧૦મી એપ્રિલ સુધી વિશેષ વળતર યોજના |
તા.૧૦મી એપ્રિલ બાદ સામાન્ય વળતર યોજના |
૫૦ નકલ માટે |
રૂ. ૧૬૨૫૦ |
રૂ. ૧૧૦૦૦ (@ ૩૦% વળતર) |
૧૫% વળતર – રૂ. ૧૦૦૦૦ થી ૨૪૯૯૯ સુધીની ખરીદી ઉપર |
૧૦૦ નકલ માટે |
રૂ. ૩૨૫૦૦ |
રૂ. ૨૦૦૦૦ (@ ૪૦% વળતર) |
૨૦% વળતર – રૂ. ૨૫૦૦૦ થી ૪૯૯૯૯ સુધીની ખરીદી ઉપર |
|
|
સમરહિલ આપણને આપણા સૌના બાળપણને તપાસવા મજબૂર કરે છે |
એ. એસ. નીલ દ્વારા સ્થાપિત ‘સમરહિલ’ શાળા યુ.કે.માં લંડન શહેરની નજીક ઈ.સ.૧૯૨૧ના વર્ષથી કાર્યરત છે. કોઈ પણ મહાન વિચાર અમલમાં મુકાય ત્યારે તેના સ્વીકાર પહેલાં તેને અવગણના, હાંસી અને વિરોધના તબક્કાઓમાંથી પસાર થવું રહે છે. સમરહિલ આ સઘળા તબક્કાઓમાંથી પસાર થયેલ એક ફિલસૂફી અને એક શાળાની વાત છે. આ પુસ્તકના ગુજરાતી અનુવાદના પ્રકાશનના સમયે ‘વિશ્વની સૌથી જૂની, બાળકો માટેની લોકશાહી ઢબે ચાલતી શાળા’ તરીકે વિખ્યાત સમરહિલ તેના જન્મની ૯૦મી વર્ષગાંઠ મનાવી રહી છે. બ્રિટનની સરકાર તરફથી આ શાળાને બંધ કરાવવાના પણ પ્રયત્નો થયા. સમગ્ર વિશ્વમાં પથરાયેલા સમરહિલના ભૂતપૂર્વ તથા હયાત વિદ્યાર્થીઓએ સરકારના આ પગલા સામે દેખાવો કર્યા, ધરણા કર્યા અને છેવટે ઈ.સ.૨૦૦૦ની સાલમાં સમરહિલ શાળાએ કાયદાકીય જીત પણ હાંસલ કરી. |
આ પુસ્તક કેવળ શાળા વિશે નથી. એ ફકત બાળકોની કેળવણી વિશે પણ નથી. તે આપણને આપણા સૌના બાળપણને તપાસવા મજબૂર કરે છે. તે આપણને શિક્ષકોની અને વાલીઓની ભૂમિકાએ તો ઘણું શીખવે જ છે, પરંતુ તે આપણા પોતાના જીવનમાં આપણે કેટલા મુક્ત અને ખુશ છીએ તે માટે પણ આત્મચિંતન કરવા પ્રેરે છે.
અલબત્ત, આ પુસ્તકમાંના ઘણા વિચારો આપણને સ્વીકારવા અઘરા લાગશે. જે વિચારો સમજાય તેમને અમલમાં મૂકવા તો એથી પણ વધારે આકરા લાગશે. ઘણી બાબતો સાથે આપણને સ્વસ્થ મતભેદો પણ હોઈ શકે છે. જેમ કે એરિક ફ્રોમે તેમના નિવેદનમાં લખ્યું છે તેમ, આપણી બધી જ વર્તણૂકોનાં મૂળમાં આપણી જાતીય વૃત્તિઓ હોય છે તેવી સિગમન્ડ ફ્રૉઈડની એક માન્યતા પ્રત્યે લેખકનો ઝોક વધારે પ્રભાવિત લાગે છે. છતાં પણ પોતાના વિચારોને અમલમાં |
મૂકવાની એ. એસ. નીલની હિંમત અને બાળકોના હિત માટે તેમણે કરેલ વાસ્તવિક અને પ્રામાણિક ચિંતન દાદ માંગી લે તેવું છે.
ભારતના ઇતિહાસમાં કેળવણીના ક્ષેત્રે શ્રી રવીન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ, શ્રી અરવિંદ, જે. કૃષ્ણમૂર્તિ કે ગાંધીજી જેવા મહાનુભાવોના પ્રયોગોથી આપણે માહિતગાર છીએ. આ સૌએ મનુષ્યોના કેવળ બૌદ્ધિક નહીં, પણ સર્વાંગી વિકાસ, ચારિત્ર્ય - ઘડતર અને મૂલ્ય - શિક્ષણ પર ભાર મૂકયો જ છે. એ. એસ. નીલનો સમરહિલ ખાતેના પોતાના અનુભવોનો પ્રમાણિક ચિતાર આપણને પુનઃ સાચી દિશા તરફ જવામાં મદદ કરશે તેમાં કોઈ શંકા નથી.
~ સંજીવ શાહ
Email: sanjivoasis@yahoo.co.in |
“ઘરમાં બાળક સાથે કરવામાં આવતો ખોટો વર્તાવ જ લગભગ હંમેશાં
એક ‘મુશ્કેલ’ બાળકને ખરેખર મુશ્કેલ બનાવતું હોય છે” |
લેખક તરફથી પરિચયના બે શબ્દો: |
એક મુશ્કેલ બાળક એ છે જે બાળક ખુશ નથી. તે પોતાની જાત સાથે યુદ્ધે ચડ્યું છે; અને તેના પરિણામે, તે આખા વિશ્વ સાથે પણ યુદ્ધે ચડ્યું હોય છે.
પુખ્ત વયની મુશ્કેલ વ્યકિત પણ એ જ નાવમાં સવાર હોય છે. કોઈ ખુશ માણસ કદી સભામાં ખલેલ પહોંચાડતો નથી કે યુદ્ધનો ઉપદેશ આપતો નથી, કે કોઈ હબસી પ્રત્યે મનસ્વી હિંસાચાર આચરતો નથી. કોઈ ખુશહાલ સ્ત્રી કદી પોતાના પતિની અથવા તેનાં બાળકોની પાછળ પડી જઈ તેમના દોષો જ કાઢ્યા કરતી નથી. ક્યારેય કોઈ ખુશ માણસે કોઈનું ખૂન કર્યાનું કે ચોરી કર્યાનું જાણમાં નથી. કોઈ ખુશ માલિક કદી પોતાના કર્મચારીઓને ડરાવતો નથી. |
તમામ ગુનાઓ, તમામ નફરત, તમામ યુદ્ધોનું મૂળ છેવટે નાખુશી પર આવીને અટકી જાય છે. નાખુશી કઈ રીતે ઉદ્ભવે છે, કઈ રીતે એ મનુષ્ય જીવનને ખતમ કરી નાખે છે, અને બાળકોને એવી કઈ રીતે |
ઉછેરવાં જેથી આટલી નાખુશી કદી પણ તેમનામાં ઊભી થાય નહીં તે દર્શાવવાનો આ પુસ્તકનો પ્રયાસ છે.
આ બધા કરતાં વધુ, આ પુસ્તક એ એક જગ્યાની - સમરહિલની વાર્તા છે, જ્યાં બાળકોમાં દેખાતી નાખુશીનો ઉપચાર કરવામાં આવે છે અને, વધુ અગત્યનું એ કે જ્યાં બાળકોને આનંદભર્યા વાતાવરણમાં ઉછેરવામાં આવે છે.
~ એ. એસ. નીલ |
Founded In 1921 Summerhill School Is Still Ahead Of Its Time |
Email from Zoё Readhead - Principal, Summerhill School & daughter of A. S. Neil: |
Dear Sanjiv,
I am very happy that the new Gujarati edition of Summerhill is published and I hope that my father's writings will inspire teachers and parents in your country to look at childhood and learning in a new way.
In 2011 Summerhill is 90 years old, the oldest, and most famous, |
children's democracy in the world.
Founded in 1921 it is still ahead of its time and leads education into a new era of understanding the strength and wisdom of children and of sharing responsibility and decision making between teacher and pupil. |
I wish the book the very best of luck.
Best Wishes
~ Zoё Readhead |
“બાળકને શાળા સાથે બંધબેસતું બનાવવાની જગ્યાએ,
બાળક સાથે બંધબેસે તેવી શાળા બનાવવી” |
‘સમરહિલ’ પુસ્તકના કેટલાક રસપ્રદ અંશો: |
છાપાંઓ આ શાળાને ‘મન - ફાવે - તેમ - વર્તવાની શાળા’ કહે છે અને એમ કહીને તેઓ એવું કહેવા માગે છે કે આ શાળા જંગલી આદિમાનવોને સંઘરી રહી છે, જેમને કોઈ કાયદા - કાનૂનની ખબર નથી અને જે કોઈ શિષ્ટાચાર કે સભ્યતા જાણતા નથી.
એટલે જ, જેટલી બને તેટલી પ્રામાણિકતાથી સમરહિલની વાર્તા લખવાનું મને જરૂરી લાગ્યું. મારું લખાણ પૂર્વગ્રહિત હોય એ સ્વાભાવિક છે; છતાં સમરહિલનાં સબળાં પાસાંઓ સાથે સાથે મારે સમરહિલનાં નબળાં પાસાંઓ દર્શાવવાની કોશિશ કરવી જોઈએ. ડર અને નફરતથી જેમનાં જીવન ડહોળાયાં નથી એવાં સ્વસ્થ, સ્વતંત્ર બાળકોનાં ગુણો જ સમરહિલનાં જમા પાસાં છે.
“સમરહિલમાં ભણવું – વર્ગો ભરવા વૈકલ્પિક છે. બાળકો ઇચ્છે તો વર્ગો ભરી શકે છે અથવા ન ઇચ્છે તો વર્ષોનાં વર્ષો સુધી વર્ગોથી દૂર રહી શકે છે. અહીં સમયપત્રક છે – પણ માત્ર શિક્ષકો માટે.” |
સ્વાભાવિક રીતે, ચેતનવંતા બાળકોને પાટલી પર બેસાડી રાખીને મોટા ભાગનો સમય નકામા વિષયો ભણાવતી શાળા એ એક ખરાબ શાળા છે. એ માત્ર એવા લોકો માટે જ સારી શાળા ગણાય જેઓ એવી જ કોઈ શાળામાં માનતા હોય - એવા બિનસર્જનાત્મક નાગરિકો, જેમને તેમની માત્ર પૈસાને સફળતાનો માપદંડ ગણતી સભ્યતામાં બંધબેસે એવાં કહ્યાગરાં, બિનસર્જનાત્મક બાળકો જ જોઈએ છે. |
સમરહિલ એક પ્રાયોગિક શાળા તરીકે શરૂ થઈ હતી. પણ હવે એ પ્રાયોગિક રહી નથી; હવે એ એક નિદર્શન શાળા છે, કારણ કે સ્વતંત્રતા કારગત રહે છે એનું તે વાસ્તવિક નિદર્શન કરે છે.
જયારે મેં અને મારી પહેલી પત્નીએ મળીને આ શાળા શરૂ કરી, ત્યારે અમારા મનમાં એક મુખ્ય ખ્યાલ હતોઃ બાળકને શાળા સાથે બંધબેસતું બનાવવાની જગ્યાએ, બાળક સાથે બંધબેસે તેવી શાળા બનાવવી.
“જીવનમાં શીખવું એ તેના પોતાનામાં એટલું અગત્યનું નથી જેટલું વ્યક્તિત્વ અને ચારિત્ર્ય છે.” |
મેં વર્ષો સુધી સામાન્ય શાળાઓમાં ભણાવ્યું છે. એ બીજી બાજુનું મને સારી પેઠે જ્ઞાન છે. મને ખબર છે કે એ સદંતર ખોટી પદ્ધતિ છે. એ ખોટી છે કારણે કે તે બાળકે શું હોવું જોઈએ અને બાળકે કેવી રીતે શીખવું જોઈએ તે બાબતોની વયસ્કોની કલ્પના પર આધારિત છે. મનોવિજ્ઞાન જ્યારે હજુ એક અજાણ્યું વિજ્ઞાન હતું ત્યારથી આ બીજી પદ્ધતિ ચાલી આવે છે.
હવે અમે એક એવી શાળા બનાવવા નીકળી પડ્યાં હતાં જેમાં અમે બાળકોને બાળકો બની રહેવાની સ્વતંત્રતા આપી શકીએ. આમ કરવા માટે, અમારે તમામ શિસ્ત, તમામ હુકમો, તમામ સૂચનો, તમામ નૈતિક તાલીમ અને તમામ ધાર્મિક આદેશોને ફગાવી દેવાં જરૂરી હતાં. અમને બહાદુર કહેવામાં આવ્યાં, પણ એમાં બહાદુરીની કોઈ જરૂર નહોતી. તેના માટે એક માત્ર આવશ્યક્તા હતી - ‘દરેક બાળક મૂળભૂત રીતે સારું હોય છે, ખરાબ નહીં’, એવી ઊંડી માન્યતાની, જે અમારી પાસે હતી. |
લગભગ ચાળીસ વર્ષોથી, બાળકના સારાપણામાંનો અમારો વિશ્વાસ કદી ડગમગ્યો નથી; બલકે તે અટલ શ્રદ્ધામાં પરિણમ્યો છે.
મારી દ્રષ્ટિએ, એક બાળક સહજ રીતે શાણું અને વાસ્તવદર્શી હોય છે. જો તેને કોઈ પણ પ્રકારની પુખ્તોની દોરવણીઓ કે સૂચનાઓ વિના, તેના પોતાના પર છોડી દેવામાં આવે, તો તે તેની વિકસવાની સંભાવના હશે ત્યાં સુધી જાતે વિકસશે. તાર્કિક રીતે, સમરહિલ એક એવી જગ્યા છે જ્યાં જેમની પાસે એવી જન્મજાત ક્ષમતા છે અને જે વિદ્વાન બનવા માગે છે, તે વિદ્વાન બની શકે છે; અને જેઓ માત્ર સફાઈ કામદારો બનવાની યોગ્યતા ધરાવતા હોય તે સફાઈ કામદારો બની શકે છે. પણ અમે હજી સુધી કોઈ સફાઈ કામદાર પેદા કર્યો નથી. અલબત્ત, આ કંઈ હું મિથ્યાભિમાનના ભાવથી નથી લખી રહ્યો; ઊલટાનું મને એ જોવું ગમશે કે એક ન્યુરોટિક (માનસિક રોગી) વિદ્વાનની જગ્યાએ મારી શાળાએ એક આનંદિત સફાઈ કામદાર બનાવ્યો. ....................................
(પુસ્તક મેળવવા આજે જ ઓએસિસનો સંપર્ક કરો.) |
Team Alive |
Alive Archives |
Alkesh Raval
Jolly Madhra |
Jwalant Bhatt
Kshama Kataria |
Mehul Panchal
Sanjiv Shah |
Sheeba Nair
Umesh Patel |
To View Alive Archives, Please Click here>>> |
|