અવર્ણનીય પ્રયોગો છે, સાચા પ્રયોગો છે
આ પુસ્તક વાંચી હું ખૂબ પ્રભાવિત થયો છું. અવર્ણનીય પ્રયોગો છે, સાચા પ્રયોગો છે. માણસને જે ઇચ્છા હોય તેમાં જ તે આગળ વધી શકે. ઇચ્છાને કચડીને કંઈ ના થઈ શકે. પુસ્તક મેળવી ખૂબ આનંદ થયો.
~ શ્રી. જેઠાભાઈ પટેલ, કચ્છ કડવા પાટીદાર કેળવણી મંડળ, ખેડબ્રહ્મા
બાળકની કોઈ પણ ક્રિયા પાછળ ચોક્કસ કારણો હોય છે
પુસ્તકમાં શિક્ષણ પદ્ધતિનું માળખું રજૂ કર્યું છે તે ખૂબ જ સુંદર છે. બાળકોને સમજવાની તાકાત જોઈએ જે આ પુસ્તકમાંથી મળે છે. શિક્ષકો અને વાલીઓએ સમજવું જોઈએ કે બાળકની કોઈ પણ ક્રિયા પાછળ ચોક્કસ કારણો હોય છે. પુસ્તક ગમ્યું. અમારા અન્ય શિક્ષક મિત્રોને પુસ્તક મેળવવા કહ્યું છે.
~ શ્રી. નાગજીભાઈ દેસાઈ, મૈત્રી વિદ્યાપીઠ, સુરેન્દ્રનગર
|
ભાવી શિક્ષકો સુધી આ વિચાર લઈ જવાની ઇચ્છા છે
ખૂબ સરસ પુસ્તક થયું છે. અમારા ‘સમન્વય’ ગ્રુપના મિત્રોમાં ચર્ચાનો વિષય બન્યું છે. પીટીસીના ભાવી શિક્ષકો તથા ગામડાંના શિક્ષકો સુધી આ વિચાર લઈ જવાની ઇચ્છા છે.
~ શ્રી. સંજયભાઈ દેસાઈ, ભાવનગર
Thanks a lot for such a master class
Having gone through some of the pages of Summerhill, I feel it’s a wonderful book. It has a lot to be learnt from. Thanks a lot for giving such a master class.
~ Shri. Mitul Dholakia, Dholakia School, Rajkot
Got absorbed into the book immediately
Wonderful book! I gave it to my daughter who is running playhouse for children. She got absorbed into the book immediately.
~ Shri. Rajendra Shah, Harsha Engg., Amdavad |
All the Educational Institutions should (must) follow SummerHill
SummerHill tells about the Education without Boundaries and the Education of one's own choice. All the Educational Institutions should (must) follow SummerHill, one or the other way. I, myself, believe that if a student is given a rope to think about himself/herself, he/she can think better because it is, we, who think that a student is a blank slate; in fact it is not so.
I wish you to continue with such ideas for the betterment of education.
~ Shri. Bharatbhai Gajipara,
Chairman, Sarvodaya Edu. Network, Rajkot
|
શું કોઈ પણ પ્રકારની જોર જબરજસ્તી વગરના શિક્ષણ અંગેનો ખ્યાલ ખોટો છે?
હું માનું છું કે બાળક માટેની સ્વતંત્રતાનો ખ્યાલ ખોટો નથી, પરંતુ સ્વતંત્રતા વિશેનો વિચાર લગભગ હંમેશા વિકૃત જ કરવામાં આવ્યો છે.
એ. એસ. નીલની પદ્ધતિ બાળકના ઉછેર માટેનો ક્રાંતિકારી અભિગમ છે. મારા મત પ્રમાણે તેમનું આ પુસ્તક એટલા માટે બેહદ મહત્વનું છે, કારણ કે તે ભયમુકત શિક્ષણના સાચા સિદ્ધાન્તોનું પ્રતિનિધિત્વ કરે છે. સમરહિલ શાળામાં સત્તાધીશો કોઈ અદશ્ય રીતે બાળકોનું સંચાલન કરતા નથી.
સમરહિલ કોઈ પણ સિદ્ધાન્તને ઠોકી નથી બેસાડતી. પણ તેમાં લગભગ ચાલીસ વર્ષના વાસ્તવિક અનુભવનો નિચોડ વર્તાય છે. પુસ્તકના લેખકનું માનવું છે કે સ્વતંત્રતા ખરેખર કારગત નીવડે છે.
નીલની પદ્ધતિના પાયારૂપ સિદ્ધાન્તો આ પુસ્તકમાં સાહજિક અને સ્પષ્ટ રીતે રજૂ કરેલા છે. તે બધાનો સારાંશ અહીં આપેલ છે.
૧. નીલને દરેક બાળકની સારાઈમાં દઢ વિશ્વાસ છે. તેઓ માને છે કે એક સરેરાશ બાળક જન્મથી જ પાંગળું, ડરપોક અથવા આત્માહીન યંત્ર જેવું હોતું નથી, પરંતુ તે જિંદગીને ચાહવાની અને તેને માણવાની સંપૂર્ણ ક્ષમતાઓ ધરાવતું હોય છે.
૨. શિક્ષણનું ધ્યેય - એટલે કે હકીકતમાં જિંદગીનું ધ્યેય - એ છે કે ઉત્સાહથી કામ કરવું અને આનંદ શોધવો. નીલના મતે આનંદિત હોવું એટલે કે જીવનમાં રસ લેવો; અથવા હું એમ કહીશ કે જીવન સાથે ફકત બૌદ્ધિકતાથી નહીં પરંતુ પોતાના સમગ્ર વ્યક્તિત્વથી જોડાવું. |
૩. શિક્ષણમાં માત્ર બૌદ્ધિક વિકાસ જ પૂરતો નથી. શિક્ષણમાં બૌદ્ધિક તેમ જ ભાવનાત્મક, બન્ને વિકાસ થવા જ જોઈએ. આધુનિક સમાજમાં બુદ્ધિ અને લાગણી વચ્ચેનું અંતર ક્રમશઃ વધતું જાય છે.
૪. શિક્ષણ બાળકોની માનસિક જરૂરિયાતો અને સામર્થ્ય માટે હોવું જોઈએ. બાળક પરોપકારી હોતું નથી. એક પુખ્ત વયની વ્યક્તિ જેવો વિકસિત પ્રેમ તે હજી આપી શકતું નથી. બાળક પાસેથી એવી કોઈ પણ અપેક્ષા રાખવી એ ભૂલ છે જે પૂરી કરવાનો તે ફકત ઢોંગ જ કરી શકે છે.
૫. જબરજસ્તીથી લાદવામાં આવેલી શિસ્ત અને શિક્ષા/દંડ ડર ઉત્પન્ન કરે છે અને ડરથી વેરભાવ ઉત્પન્ન થાય છે. બાળક પર વધુ પડતી શિસ્ત લાદવી એ ખૂબ નુકસાનકારક છે અને તેના માનસિક વિકાસને આડે રસ્તે ચઢાવી દે છે.
૬. સ્વતંત્રતાનો અર્થ સ્વચ્છંદીપણું નથી. નીલ જે સિદ્ધાન્ત ઉપર ખાસ્સો ભાર મૂકી રહ્યા છે તે એ છે કે આદર એ અરસપરસ અપાતી બાબત છે - તે એકતરફી ન હોઈ શકે.
૭. આ સિદ્ધાન્તને સૌથી વધુ સંલગ્ન બાબત છે તે શિક્ષકની પોતાની સહૃદયતા. લેખક કહે છે કે સમરહિલમાં ચાલીસ વર્ષની તેમની કારકિર્દીમાં તે કદી બાળક સામે જુઠ્ઠું બોલ્યા નથી. જે આ પુસ્તક વાંચશે તેને ખાતરી થશે કે તેમનું આ વિધાન બડાશ જેવું લાગી શકે છે, પરંતુ તે એક સાદીસીધી સચ્ચાઈ છે. |
૮. તંદુરસ્ત માનવવિકાસ માટે એ જરૂરી છે કે બાળક સમયાંતરે પોતાનાં માતાપિતા અને પાછળથી સમાજ સાથે જોડતાં, તેનાં પ્રાથમિક ગઠબંધનોથી અળગું થાય અને સાચા અર્થમાં સ્વતંત્ર બને. તેણે એક સ્વતંત્ર વ્યકત તરીકે દુનિયાનો સામનો કરતાં શીખવાનું છે.
૯. અપરાધભાવ મુખ્યત્વે બાળકને સત્તા સાથે જોડવાનું કામ કરે છે. સ્વતંત્રતાના રસ્તામાં અપરાધભાવ આડે આવે છે. અપરાધની ભાવના બાળકમાં એક એવા વિષચક્રની શરૂઆત કરે છે કે જેમાં બાળક બંડખોરી, પસ્તાવો, શરણાગતિ અને એક નવા બંડ વચ્ચે જ અટવાયા કરે છે.
૧૦. સમરહિલ શાળા કોઈ પણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપતી નથી. તેનો અર્થ એવો પણ નથી કે જેને માનવતાનાં નૈતિક મૂલ્યો કહેવાય તેની સાથે સમરહિલને કોઈ પણ સંબંધ નથી. નીલ સચોટતાથી આલેખે છે - "આ યુદ્ધ ‘આધ્યાત્મિકતામાં માનનારા’ અને ‘ન માનનારા’ વચ્ચે નથી. તે ‘વ્યક્તિની સ્વતંત્રતામાં માનનારા’ અને અને ‘વ્યક્તિની સ્વતંત્રતાને કચડી નાખનારા’ વચ્ચે છે.
આ પુસ્તક વાંચીને હું ઘણો ઉત્તેજિત અને પ્રોત્સાહિત થયો છું. હું આશા રાખું છું કે બીજા વાચકો પણ આમ અનુભવશે. એનો અર્થ એવો પણ નથી કે લેખકના દરેક વિચાર સાથે હું સહમત છું. મોટા ભાગના વાચકો આ પુસ્તકને ‘ધર્મોપદેશ’ની જેમ નહીં જ વાંચે. અને મને ખાત્રી છે કે બીજું કોઈ નહીં તો લેખક તો આમ ઇચ્છશે જ.
~ એરિક ફ્રોમ |