Newsletter-cum-magazine of Oasis Movement YEAR 4 I ISSUE 82 I May 1, 2011

ગોખણપટ્ટી, તિરસ્કાર, સરખામણી, સ્પર્ધા, અવ્યાજબી મૂલ્યાંકનોથી મૂંઝાતા બાળકો

શું આપણી કેળવણી-વ્યવસ્થાની આ ગંભીર સમસ્યા ત્વરિત ઉકેલ નથી માંગતી?

ઉકેલની શોધમાં, બાળકોના અઢળક પ્રેમ વચ્ચે ૧લું વર્ષ પૂરું કરતાં લાઇફ ક્લાસની અનોખી દાસ્તાન:

‘ઓએસિસ લાઇફ ક્લાસમાં શીખતાં શીખવતાં

ઓએસિસનું નવું પ્રકાશન

New Arrival

ઓએસિસ લાઇફ ક્લાસમાં
        શીખતાં શીખવતાં

લેખક: સંજીવ શાહ

પૃષ્ઠ : ૧૧૨        કિંમત : રૂ. ૬૪/-

.................

ઓએસિસના લાઈફ કલાસના જાદુનું રહસ્ય શું છે?
ઓએસિસના લાઈફ કલાસથી વિદ્યાર્થીઓ આટલા રોમાંચિત શા માટે થાય છે?
ઓએસિસના લાઈફ ક્લાસની ફિલસૂફી, હેતુઓ અને સિદ્ધાંતો શું છે?
ઓએસિસના લાઈફ કલાસમાં કેવી કેવી પ્રવૃત્તિઓ થતી હોય છે?
ઓએસિસના લાઈફ કલાસ વિશે વિદ્યાર્થીઓની લાગણી-પ્રતિભાવો કેવાં હોય છે?
ઓએસિસના લાઈફ કલાસ વિશે કેળવણી સાથે નિસબત ધરાવનારા શું કહે છે?

“આવનારાં વર્ષોમાં તમારા વિદ્યાર્થીઓ તમે તેમને શું શીખવ્યું તે કદાચ ભૂલી જશે, પરંતુ તમે તેમને કેવી લાગણીનો અનુભવ કરાવ્યો તે તેઓ ક્યારેય નહીં ભૂલે.”

.................

આપણી શિક્ષણ-વ્યવસ્થા ક્રાંતિકારી સુધારા માગે છે...
ભારતમાં સ્વતંત્રતાનું સાચું આંદોલન કયું છે?
આ દિશામાં ઓએસિસ દ્વારા થયેલ પ્રયોગોની ઝાંખી આ પુસ્તિકામાં છે...

પ્રાપ્તિસ્થાન:

Oasis “મૈત્રીઘર”, 201, શાલિન એપાર્ટમેન્ટ, 52, હરિભક્તિ કોલોની, રેસકોર્સ, વડોદરા – 390007, ગુજરાત.
ટેલિફેક્સ નં. +91-265-2321728       email: theoasisshop@yahoo.co.in

‘જીવનવર્ગો’ (LIFE Classes) કે ભારતનું રાહ જોઈ રહેલું સ્વતંત્રતા-આંદોલન?

“મને આ બોરિંગ વિષયો ભણવા કરતાં આવા Life Classમાં બેસવું ખૂબ જ ગમે છે”

પુસ્તિકાના કેટલાક અંશો:

માનો યા ન માનો...

મને આ Life Class ખૂબ જ ગમે છે. કારણ કે અમને આ ક્લાસમાં સ્વતંત્ર રહેવાની તક મળે છે. મને આપણા આ ક્લાસના Friend સંજીવ સર બહુ જ ગમ્યા કારણ કે જો આજે ન આવત તો અમને આટલું બધું જાણવાનું ન મળત. બધાની સામે કેવી રીતે કોન્ફિડન્સ રાખીને બોલવું એ પણ અમારાથી ન બોલાત. હું આજ સુધી સ્કૂલમાં કોઈ દિવસ બધાની સામે બોલી નથી પણ સંજીવ ફ્રેન્ડે આવીને મને એટલો કોન્ફિડન્સ આપ્યો જેથી હું બધાની વચ્ચે બોલી શકું. મને આ બોરિંગ વિષયો ભણવા કરતાં આવા Life Class માં બેસવું ખૂબ જ ગમે છે. જ્યાં સુધી આ Class ચાલુ રહેશે ત્યાં સુધી આ ક્લાસમાં જઈશ. આભાર.

(એશા પટેલ, શ્રી. સી. એ. પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ, મોટા ફોફળિયા)

“If we are different naturally,
then why do we study the same things in the same way?”

“I am changing… Is the Education System changing for me?”

“Questions - To Education System, To Parents, To Teachers, To Educationists, To Ministers -

Why can’t I be who am I?
Why can’t I do what I want to do?
Why the hell I am studying this crap?

Every subject is important for life but the subject LIFE is important for us as God has given us this opportunity which is as precious as gold, as we would not get such a life again. These classes teach us that life will continue but live the life to the full as if it is the last day of your life, have fun, don’t worry. And face every phase of life with courage as it is going to be full of challenges and new tasks to be performed.

(Khushali Shah, Zydus School for Excellence, Amdavad)

તમે માની શકો છો કે બાળકો શાળાના કોઈ એક વર્ગ માટે આવું લખી શકે? તમે માની શકો છો કે અઠવાડિયાના જે દિવસે ‘ઓએસિસ’ નો ‘લાઇફ ક્લાસ’ હોય તે દિવસે બાળકો બીમાર હોય તો પણ હાજર રહેવા પ્રયત્ન કરે છે? તમે માની શકો છો કે આત્મવિશ્વાસના અભાવથી પીડાતાં બાળકો આ ક્લાસ દ્વારા જિંદગીમાં પ્રથમ વખત સૌની સામે પોતાનાં સ્વપ્નો અને સંઘર્ષો કહી શકે છે અને આત્મવિશ્વાસનો નવો સંચાર અનુભવે છે? શું તમે એમ માની શકો છો કે આ ‘લાઇફ ક્લાસ’માં બાળકો ગમ્મત-મસ્તી-મઝા-ધમાલ કરતાં કરતાં જીવનના મૂળભૂત સિદ્ધાંતોની સમજણ મેળવવા માંડે છે? અઠવાડિયાના બે જ કલાક બાળકોને જીવનની ઉજળી બાબતો જોતાં શીખવે, તેમને સ્વપ્નો જોતાં કરે, સંઘર્ષ કરવાની હિંમત આપે, આત્મવિશ્વાસ અને આત્મસન્માનની લાગણી આપે, દેશપ્રેમ અને વિશ્વ-નાગરિક બનવાના પાઠ ભણાવે, તેમને સાચી મિત્રતા અને સાચા સંબંધોની પાયાની બાબતોનો અનુભવ કરાવે.... શું આ બધું તમને શક્ય લાગે છે?

માન્યામાં ન આવે, માનવું ખૂબ અઘરું લાગે પણ આ હકીકત છે અને કેટલીય શાળાઓમાં તે આકાર લઈ ચૂકી છે.

‘લાઇફ ક્લાસ’ના જાદુનું રહસ્ય

‘લાઇફ ક્લાસ’નો એવો તે શું જાદુ છે કે જેથી બાળકો આટલાં ગાંડા-ઘેલાં થાય છે?

ઓએસિસના આ અનોખા જીવનવર્ગોની ત્રણ ખાસિયતો છે. જે આ ‘જાદુ’ કરવા માટે જવાબદાર છે. એક તો, આ જીવનવર્ગો લેનાર ઓએસિસના શિક્ષકમિત્રો કોઈ પગારદાર કર્મચારીઓ નથી, પરંતુ તેઓ બાળકોને ખરેખર ચાહનારા અને તેમને કોઈક રીતે મદદરૂપ થવાની તીવ્ર, હાર્દિક ઇચ્છા ધરાવનારા સ્વયંસેવકો છે. તેમના કામમાં રહેલો પ્રેમ વિદ્યાર્થીઓ સંવેદી શકે છે. આવો પ્રેમ ધરાવનારા શિક્ષકો દરેક શાળામાં પણ મોજૂદ હોય છે જ. અમે લગભગ દરેક શાળામાં આવા શિક્ષકો કોણ છે તે (બાળકો જે રીતે તેમનો વારંવાર ઉલ્લેખ કરે છે તે પરથી) જાણી જતાં હોઈએ છીએ. કમનસીબી એટલી જ છે કે આવા શિક્ષકો લગભગ દરેક શાળામાં ખાસ્સી લઘુમતીમાં હોય છે.

 

ઓએસિસના જીવનવર્ગોની બીજી ખાસિયત એ છે કે તે કેળવણીના મૂળભૂત સિદ્ધાંતોથી સંચાલિત થાય છે. અહીં બાળકોને પૂરી સ્વતંત્રતા આપવામાં આવે છે, બાળકોને જવલ્લે મળતું સન્માન મળે છે, બાળકોને સમજવાની, બાળકોની પ્રતિભાઓને પારખવાની અને તેમને પ્રોત્સાહન આપવાની અહીં સહ્રદયતાપૂર્વકની કોશિશ થાય છે. બાળકોને ખુશી મળે, તેઓ ખુશ રહેતાં શીખે, તેઓમાં આત્મવિશ્વાસ અને આત્મગૌરવની ભાવના બળવત્તર બને.... આ બધા પર જીવનવર્ગોમાં ખાસ્સો ભાર મૂકવામાં આવે છે. બાળકો પર ગુસ્સે થવાની, એક પણ બાળકને કશું પણ નકારાત્મક કહેવાની, બાળકોને શિક્ષા કરવાની સહેજ પણ પરવાનગી ઓએસિસના ફેસીલીટેટર્સને હોતી નથી. બાળકો ગમે તેટલું ‘ગેરવર્તન’ કરે, ઓએસિસના વર્ગ સંચાલક મિત્રોએ પ્રેમભરી સમજાવટનો જ રાહ અપનાવવાનો હોય છે.

 

અને ત્રીજી ખાસિયત એ છે કે ઓએસિસના વર્ગો હંમેશા રસાળ-આનંદભર્યા અને હેતુપૂર્ણ, આ બે લાક્ષણિકતા ધરાવતા હોય છે. અને બાળકોને માત્ર ખુશ રાખવા તેમનું સસ્તું મનોરંજન કરતા નથી. ઓએસિસના વર્ગો હસી-ખુશીથી ભરપૂર હોય છે, પરંતુ દરેક સમયે બાળકો શીખતાં શીખે તેવો પણ અમારો પ્રયાસ હોય છે. સાથે સાથે જ શીખવાની પ્રક્રિયા શુષ્ક, અરસિક અને ઉપદેશાત્મક ન થઈ જાય તેનો પણ અમે એટલો જ ખ્યાલ રાખીએ છીએ.

જીવનવર્ગોની ડાયરીમાંથી...

પરિચયનો પ્રથમ વર્ગ:

આજના ક્લાસમાં અમારી સાથે ભણતા વિદ્યાર્થીઓના મોઢા ઉપર ખિલખિલાતી હસી જોવા મળી. એમના આ મોઢા મને બહુ ગમ્યા કેમ કે ઘણા દિવસો પછી આવો પિરીયડ આવ્યો છે.

(ઉદય આડેદરા, અભિજાત વિદ્યાવિહાર, અમદાવાદ)

I am studying since last 10 years. No teacher has ever asked us about our best friend, role model, aim etc.

(Yash, Kothari, Swaminarayan School, Surat)

 

હોસ્પિટલની મુલાકાતે:

અમને ઓડીટોરિયમ રૂમમાં ડોક્યુમેન્ટરીમાં બતાવ્યું હતું કે મોઢામાં કંઇક મશીન રાખી, તેને બેભાન કરી તેની છાતી ચીરતાં હતા. તે માણસ બહુ જ ગુટખા ખાતો હતો. ત્યારે મને થયું કે ગુટખા અને તમાકુ ન ખાય તો ન ચાલે? ભગવાને આપણને કેવું સરસ શરીર આપ્યું છે, તેનો સદુપયોગ કરવો જોઈએ. ગુટખા કે તમાકુ ખાઈને શરીરનો દુરુપયોગ ન કરવો જોઈએ. મને થાય છે કે મારા પપ્પા અને મારા મામા, નાના – આ બધું (ગુટખા ખાવાનું) બંધ કરી દે તો કેવું સારું!

(એક વિદ્યાર્થિની, મહાત્મા ગાંધી સ્કૂલ, રાજકોટ)

 

બનવું છે, બનીશ.....

પ્રિય વૃશાલી,

તારામાં હિંમત, આદર, વિશ્વાસ, નીડરતા જેવા સારા ગુણો છે. તું બધાની સાથે પ્રેમભાવ રાખીને સારી રીતે વર્તે છે.
મને ખબર છે કે ડૉક્ટર બનીશ એવું તારું સ્વપ્ન છે. તારું આ સ્વપ્ન ખૂબ જ સરસ છે. તેના દ્વારા લોકોની સેવા પણ કરી શકાય છે.
મને એ પણ ખબર છે કે જો તારું આ સ્વપ્ન પૂર્ણ કરવામાં તને ગમે તેવી મુશ્કેલી આવશે તો પણ તું હિંમતપૂર્વક અને આત્મવિશ્વાસ રાખીને આગળ વધીશ અને તે સ્વપ્ન પૂર્ણ કરીશ. તને કોઈ પણ એવું કહે કે તું ડોબી છે, તારાથી આ ન કરી શકાય, તને આવું ન આવડે – તો તું તારા મનમાં એવું વિચારે છે કે તેને આ કરીને જ બતાવીશ.

લિ. તારી વૃશાલી

ખૂબ ખૂબ આભાર અને અભિનંદન...

ઓએસિસે ઈ.સ. ૧૯૯૧માં યુવા-સંગઠન ‘ઓએસિસ – અ યુનિવર્સિટી ઑફ લવ, લાઇફ એન્ડ ફ્રેન્ડશિપ ફોર યૂથ’ની સ્થાપના કરી હતી. સેંકડો યુવાનો આ સંગઠનની પ્રવૃત્તિઓનો લાભ પામ્યા અને સમાજ-વિકાસના કાર્યક્રમોમાં જોડાયા.

ગત વર્ષે ઓએસિસ દ્વારા તેના સઘળા અનુભવોના નિચોડરૂપે કેટલીય શાળાઓમાં ‘ઓએસિસ લાઇફ ક્લાસ’ શરૂ કરવામાં આવ્યા. આ પ્રયોગને અભૂતપૂર્વ સફળતા મળી. ગુજરાત-મુંબઈ-બેંગ્લોરની બે ડઝન ઉપરાંત શાળાઓમાં આશરે ૩૫ જેટલા

‘લાઇફ ક્લાસ’ શરૂ થયા અને તેમાંના મોટાભાગના આખું વર્ષ નિયમિત રીતે ચાલ્યા. આ બિલકુલ સહેલું નહોતું. શાળાઓ તરફથી અમને જે સહકાર, સહયોગ અને નિરંતર હકારાત્મક પ્રતિભાવ મળ્યા, તે વિના આ પ્રયોગ સફળ ન થયો હોત.

ઓએસિસની યુવાપ્રવૃત્તિ સંગઠનના જન્મને આ વર્ષે બે દાયકા પૂરા થશે. આ મહત્ત્વના વર્ષે ઓએસિસ યુવાનેતૃત્વને પોષવા તેની સંસ્થા ‘ઓએસિસ વેલીઝ’ને પણ સમર્પિત કરવા જઈ રહ્યું છે.

અમને ઊંડી શ્રદ્ધા છે કે ગુજરાતના અનેક દ્રષ્ટિવંતા કેળવણીકારો, આચાર્યો, શિક્ષકો અને કિશોરો-યુવાનોના વિકાસ પ્રત્યે નિસબત ધરાવતા અન્ય સૌ સંવેદનશીલ નાગરિકોનો આવો જ પ્રેમ અને સહયોગ અમને મળતો રહેશે.

~ સંજીવ શાહ
Email: sanjivoasis@yahoo.co.in

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Jolly Madhra

Jwalant Bhatt

Kshama Kataria

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.