આજના લવ ક્લાસમાં મને મારી સાચી ઓળખાણ થઇ
હું ખૂબ ડાહી છું. બધા સાથે સારી રીતે વર્તુ છું. હોંશિયાર છું અને સારા પુસ્તકો વાંચવા ખૂબ જ ગમે છે. મમ્મી-પપ્પા, ભાઈ-બહેનો પ્રત્યે આદર રાખું છું. શિક્ષકો સાથે માન અને આદરથી વર્તુ છું. હું બધાનું સારું ઈચ્છું છું અને મને શિક્ષક થવાનો શોખ છે.
~ તન્વી વૈષ્ણવ, મહાત્મા ગાંધી વિદ્યાલય, રાજકોટ
લવ ક્લાસમાં શીખવેલી બધી જ વાતો મને ખૂબ-ખૂબ ગમી
આજના લવ ક્લાસમાં શીખવા મળ્યું કે તમને લોકો ગમે તેવું કહે, ગમે તેવું લેબલ લગાવે, તેને આપણે મન પર લેવું નહીં. તેને ઉખાડીને ફેંકી દેવું. આપણને લોકો કહે કે તમે આ વસ્તુ કરી શકતા નથી, તો તે કરીને બતાવો; જેથી તેમને પણ ખબર પડે કે આપણે પણ કાંઈ ઓછા નથી. લવ ક્લાસમાં શીખવેલી બધી જ વાતો મને ખૂબ-ખૂબ ગમી, મારા હૃદય સુધી પહોંચી ગઈ.
~ પાયલ રાઠવા, શ્રી. સી.એ.પટેલ લર્નિંગ ઇન્સ્ટીટ્યૂટ, ફોફળિયા, જી. વડોદરા
હું તો કહું છું, લવ ક્લાસ હોય તો આવા
મને શીખવા મળ્યું કે આપણે ક્યારેય નિરાશ ના થવું જોઈએ. સામે ગમે તેવી મુશ્કેલી ભલેને આવે, આપણે તે મુશ્કેલીનો સામનો હિંમતથી કરવો જોઈએ. આપણે પહેલાં તો આપણી જાતને એટલો પ્રેમ કરવાનો કે કોઈ આપણા વિશે ગમે તેવું કહે તે ખોટું જ છે, હું સાચી છું - એવું આપણે મનમાં ૧૦ વખત બોલવાનું. હું શીખી કે આપણે બધાને એક વખત તો માફ કરી જ શકીએ છીએ.
~ પ્રિયાંશી આરદેશણા, મહાત્મા ગાંધી વિદ્યાલય, રાજકોટ |
My speaking ability & confidence improved very much
I enjoyed Love Class very much. My confidence has increased. From communication game my speaking ability & confidence improved very much. From movie I learnt that Hindu & Muslim are brothers and they should not fight with each other. We should respect elders and brothers & sisters. We should become honest. We should not label others. We should always become brave and smart. Thank you!
~ Mausam Patel, Shri. C.A.Patel Learning Institute, Fofalia, Dist. Vadodara
અમારી હિંમત વધે તેવા પ્રયત્નો કર્યા
આજના ક્લાસમાં મને ખૂબ મજા આવી. શીબાદીદીએ અમને હસાવ્યાં, ગપ્પા મરાવ્યાં, પરિચય કરાવ્યો એ બધું ગમ્યું. અમારી હિંમત વધે તેવા પ્રયત્નો કર્યા. કોઈના વિશે ખરાબ ન બોલવું, કોઈને ખરાબ ન કહેવું, કોઈને ખરાબ ન લાગે તેવું બોલવું એ બધી વાતો મને ખૂબ ગમી.
~ કિંજલ વાડોદરિયા, મહાત્મા ગાંધી વિદ્યાલય, રાજકોટ
સારા માર્ક આવવાથી આપણને સફળતા મળી જતી નથી
આજે પહેલી વાર ખબર પડી કે ભણવામાં સારા માર્ક આવવાથી આપણને સફળતા મળી જતી નથી. આપણે કાંઈક બનીને દેખાડવું જોઈએ. સફળતા વિષે જાણીને મને ખૂબ આનંદ આવ્યો.
~ હની પાદરીયા, ન્યૂ ઈરા સ્કૂલ, રાજકોટ |
દીદીએ જે વાતો કરી એ અમારા હૃદયને સ્પર્શી ગઈ
આજનો દિવસ હું ક્યારેય નહિ ભૂલું. આજે મને ઘણું બધું જાણવા મળ્યું. આત્મવિશ્વાસ હોય તો આપણે ઘણું બધું કરી શકીએ. હું બહાદુર છું. હું જીવનમાં ક્યારેય નિરાશ નહિ થાઉં. હું આત્મવિશ્વાસ રાખીને સંકટો સામે લડીશ. આજે અમને દીદીએ જે વાતો કરી એ અમારા હૃદયને સ્પર્શી ગઈ.
~ મોનિકા કામાણી, મહાત્મા ગાંધી વિદ્યાલય, રાજકોટ
હું શીખી કે બીજાને મુશ્કેલીના વખતે સાથ આપવો, હંમેશા બહાદુર રહેવું
લવ ક્લાસમાં કરેલી બધી જ પ્રવૃત્તિઓ મને ખૂબ જ ગમી. હું શીખી કે આપણે આપણા જીવનમાં ભેદભાવ ના રાખવો, કોઈના પ્રત્યે અણગમો ના રાખવો, બીજાને મુશ્કેલીના વખતે સાથ આપવો, કદી જુઠું બોલવું નહીં. હંમેશા બહાદુર રહેવું. જીવનમાં બધી જ આવડતો શીખવી જોઈએ કે જે કઠિન સમયે આપણને મદદરૂપ થઇ પડે.
~ હિમાની રાઠવા, શ્રી. સી.એ.પટેલ લર્નિંગ ઇન્સ્ટીટ્યૂટ, ફોફળિયા, જી. વડોદરા
હું મારા મનની વાત કહી શક્યો અને બીજાના મનની વાત જાણી શક્યો
લવ ક્લાસમાં મને બહુ મજા આવી. મને બહુ ગમ્યું. હું મારા મનની વાત કહી શક્યો અને બીજાના મનની વાત જાણી શક્યો. આપણા મનમાં જે વાતોથી આપણે ગભરાઈ જઈએ છીએ તે લવ ક્લાસમાં કહી શકીએ છીએ. આપણે તેમાં સાચું બોલતા શીખીએ છીએ.
~ વિનોદ વસીટા, પ્રકાશ હાયર સેકન્ડરી સ્કૂલ, અમદાવાદ |
કોઈના કહેવાથી, મળેલા લેબલથી હિંમત ન હારવી જોઈએ
આજે અમને બહુ જ મજા આવી અને ઘણું બધું શીખવા મળ્યું. કોઈને લેબલ ન આપવા જોઈએ જેનાથી મિત્રોને દુઃખ થાય. આપણે આપણા મિત્રોની મુશ્કેલીમાં મદદ કરવી જોઈએ. આપણને મળેલા લેબલથી મનથી હારી ન જવું જોઈએ અને આપણી જે રીઅલ ઓળખાણ છે તેની પર અડગ રહેવું જોઈએ. .
~ વિષ્ણુ વસાવા, શ્રી. સી.એ.પટેલ લર્નિંગ ઇન્સ્ટીટ્યૂટ, ફોફળિયા, જી. વડોદરા
સફળ થવું હોય તો ત્રણ સૂત્ર યાદ રાખવા પડે
આજના ક્લાસમાં સફળતા વિષે શીખ્યા. સફળ થવું હોય તો ત્રણ સૂત્ર યાદ રાખવા પડે.
૧. ક્યારેય હતાશ થવું જોઈએ નહીં.
૨. આપણે આપણી અંદરની ટેલેન્ટ શોધવી જોઈએ.
૩. અથાગ પરિશ્રમ કરવો જોઈએ.
સફળતા વિશેની આ રમતથી અમને ખૂબ જ મજા પડી.
~ સિદ્ધાર્થ ટોળિયા, ન્યૂ ઈરા સ્કૂલ, રાજકોટ |
લવ ક્લાસનો પહેલો દિવસ ખૂબ સારો લાગ્યો
લવ ક્લાસનો પહેલો દિવસ ખૂબ સારો લાગ્યો. હું શીખ્યો કે concentration એ આપણી જિંદગીમાં ખૂબ ઉપયોગી ગુણ છે. હારુન-અરુણ ફિલ્મમાંથી શીખ્યો કે મુશ્કેલીના સમયે બુદ્ધિથી કામ લેવાથી મુશ્કેલી ટળી જાય છે. જીવનમાં બહાદુરીથી અને ટેન્શન વગર કામ લેવું જોઈએ. આ બધી વાતો જિંદગીમાં ઉતારીએ તો ખૂબ જ લાભ થાય તેવું છે.
~ ધ્રુવ પટેલ, શ્રી. સી.એ.પટેલ લર્નિંગ ઇન્સ્ટીટ્યૂટ, ફોફળિયા, જી. વડોદરા
હું મારા જીવનમાં કદી પાછળ પડીશ નહીં
આજના લવ ક્લાસમાં ઘણી ગેમ્સ રમ્યાં અને ખૂબ શીખવા મળ્યું. હું મારા જીવનમાં કદી પાછળ પડીશ નહીં. તેમજ મારી સામે મુશ્કેલી આવે તો તેની સામે લડીશ. હંમેશા બહાદુરીથી કામ લઈશ. મારા જીવનમાં આવતા કુરિવાજો અને અંધશ્રદ્ધાઓ પર સહેજ પણ વિશ્વાસ નહિ રાખું અને એકબીજા પ્રત્યે ભેદભાવ તેમજ ખોટો વિચાર પણ નહિ રાખું, જેથી મારી જિંદગી એકદમ સારી બને.
~ શિવાની ચૌધરી, શ્રી. સી.એ.પટેલ લર્નિંગ ઇન્સ્ટીટ્યૂટ, ફોફળિયા, જી. વડોદરા |
નિષ્ફળ થઈએ તો દુઃખી થવું જોઈએ નહીં અને ખૂબ મહેનત કરી સફળતા મેળવવી જોઈએ
મને આજે ખબર પડી કે ખાલી સારા માર્ક્સ લાવવા જરૂરી નથી. જીવનમાં આપણે આપણી રીતે સફળતા મેળવી શકીએ છીએ. નિષ્ફળ થઈએ તો દુઃખી થવું જોઈએ નહીં અને ખૂબ મહેનત કરી સફળતા મેળવવી જોઈએ.
~ રિદ્ધિ પંચાસરા, ન્યૂ ઈરા સ્કૂલ, રાજકોટ
આજનો લવ ક્લાસ ખૂબ જ રસપ્રદ રહ્યો
આજનો લવ ક્લાસ મને ખૂબ જ સારો લાગ્યો. અમે શીખ્યાં કે આપણને કોઈ ચીડવે તો આપણને ખરાબ લાગે છે, તો બીજાને પણ ખરાબ લાગે જ ને. આથી આપણે કોઈને ચીડવવાં જોઈએ નહીં. લોકો મારા વિશે શું કહે છે તે જાણવા મળ્યું. આ ક્લાસના કારણે અમને અમારા સારા ગુણો વિશે વાત કરવાની ખૂબ જ મજા આવી. આજનો લવ ક્લાસ ખૂબ જ રસપ્રદ રહ્યો.
~ આશીની રામી, પ્રકાશ હાયર સેકન્ડરી સ્કૂલ, અમદાવાદ |