Oasis Family - 80 Patrons/Friends from Surat, Amdavad, Vadodara, Mumbai; who were instrumental in creating Oasis Valleys, came together for the first time and informally inaugurated Oasis Valleys on 11th Sept, 2011 by visiting/walking/talking/trekking/eating/learning/enjoying together. |
ચોમાસા પછી ઓએસિસ વેલીઝ પર પ્રકૃતિ તેના સૌથી સુંદર રૂપમાં છે, અને સાથે સાથે ઓએસિસ વેલીઝ ઇન્સ્ટિટ્યૂટનું પ્રથમ ચરણનું બાંધકામ પણ પૂરું થવાના આરે છે. એટલે ઓએસિસ વેલીઝને જોવા-જાણવા માટે સૌથી વધુ હકદાર એવા સુરત-અમદાવાદ-વડોદરા-રાજકોટ તથા મુંબઈના કેટલાક મિત્ર-શુભેચ્છક CEOsને અમે 11 સપ્ટે.ના સપરિવાર ઓએસિસ વેલીઝની મુલાકાત માટે આમંત્ર્યા. ઓએસિસ વેલીઝના સ્વપ્નથી લઈને નક્કર બાંધકામ સુધીના કોઈ ને કોઈ તબક્કે આ મિત્રોએ ભાગ ભજવ્યો છે.
“It was a lovely day and we were touched by the whole Oasis team by personally serving the food with love and care. Special thanks to Mayaben, Sanjivbhai, Sheebaben who gave a force to come to Oasis Valleys. Lovely efforts you all have put to get Oasis Valleys up. It's excellent.”
~ Krina Shah, Surat |
પોતપોતાના શહેરથી વહેલી સવારે નીકળીને બાળકોથી લઈને વડીલો સુધી અને CEOsની સાથે ઘરની CEOs એવી ગૃહિણીઓ એવા બહુવિધ 70-75 જણ ઓએસિસ વેલીઝ પહોંચ્યા. નજર પહોંચે ત્યાં સુધી હરિયાળી જ હરિયાળી હતી, ક્યાંય કોઈ બિલ્ડિંગ નજરે ચઢતું નહોતું. કોતરોમાં નીચે ઊતરતી ને પછી ઉપર ચઢતી પગદંડીઓ છેવટે તેમને એક કોતરની વચ્ચે સમાયેલા લાંબા બિલ્ડિંગ સુધી લઈ આવી. આહાહા... બિલ્ડિંગ જમીનથી ચાર માળ ઉપર છે પણ કોતરમાં સમાયેલું હોવાથી તેની રચના એ પ્રકારની છે કે તેમાં ચાર માળ નીચે ઊતરવા પડે!
ઓએસિસની ચારિત્ર્ય-ઘડતરની પ્રક્રિયાનો જાત-અનુભવ લઈ ચૂક્યા હોવાથી તેમને સૌને આ ચારિત્ર્ય-ઘડતરની પ્રક્રિયાને વધુ ને વધુ ફેલાવવા માટેના કેન્દ્ર સમી આ ઇન્સ્ટિટ્યૂટ કેવી હશે તેની ઇંતેજારી તો હશે જ, અને અમે પણ તેમને ઓએસિસ વેલીઝની અનુભૂતિ આપવા ઇચ્છતા હતા. અહીં બિલ્ડિંગ કહો કે પ્રકૃતિ- કુદરતની સાથે તાલ મેળવીને સ્વવિકાસની પ્રક્રિયાને સૌથી વધુ બળ મળે તે જ ખરો હેતુ છે. ઓએસિસ વેલીઝ માત્ર એક ઈમારત નથી. તેની આજુબાજુ કુદરત સાથે તાલ મેળવીને વિકસાવાયેલું 'આયોજિત જંગલ' છે - છતાં તે કોઈ રિસોર્ટ કે પ્રકૃતિ ઉદ્યાન નથી. |
કુદરત આપણને મહત્તમ શીખવાડી શકે છે- એ બાબતને કેન્દ્રમાં રાખીને અમે અહીં કુદરત સાથે મહત્તમ સાયુજ્ય સાધવા કોશિશ કરી છે. ચાર માળ ઉપર નહીં, પણ ચાર માળ નીચે હોય તેવી બાંધકામ શૈલી ધરાવતા અનોખા બિલ્ડિંગ ઉપરાંત મિત્રોને સમગ્ર ઓએસિસ વેલીઝનો પરિચય મળે તે જરૂરી હતું. એટલે શરૂઆતના આવકાર પછી મિત્રોને બે જૂથોમાં વહેંચી દેવામાં આવ્યા અને ઓએસિસના મેનેજિંગ ટ્રસ્ટી મેહુલ પંચાલ અને અલ્કેશ રાવલની આગેવાનીમાં ઓએસિસ વેલીઝની ઘડીમાં ઉપર ચઢતી તો ઘડીમાં ઊતરતી- આડીઅવળી પગદંડીઓ પર ટ્રેકિંગ શરૂ થયું. શીબાબહેન, માયાબહેન, અમીબહેન અને સંજીવભાઈ પણ સહુ સાથે જોડાયા. જુદાં જુદાં 5000 વૃક્ષો, એક ગૂંઠા જમીનમાંથી એક માણસ પોતાની સમગ્ર જરૂરિયાતો મેળવી શકે તેનું નિદર્શન આપતું ગંગામા ચક્ર, વર્મીકમ્પોસ્ટ યુનિટ, ગૌ શાળા અને પ્રકૃતિનું સહ-અસ્તિત્વનું રહસ્ય સૌએ જોયું માણ્યું. કોઈકે જંગલી શબ્દ સાથેના નકારાત્મક ભાવની ગેરસમજણ દૂર કરી તો કોઈકે તાજા ભીંડાને તોડીને ખાવાની મજા લીધી.
“I am very much happy to see an Institute as our dream has been fulfilled. Paragbhai, Snehalbhai and their entire team did a good job. Sheebaben, Alkeshbhai and Mehulbhai really worked very hard. It was a pleasure for me to attend the function. ”
~ Pravin Shah, Surat |
એક-સવા કલાક ઓએસિસ વેલીઝને ખૂંદ્યા પછી મિત્રો બિલ્ડિંગ પર પાછા ફર્યા. હવે શરૂ થયો બીજો તબક્કો- ઓએસિસ વેલીઝ બિલ્ડિંગની ડિઝાઈનથી માંડીને તેના ઉપયોગ અને તેમાં ટીમે અનુભવેલા પડકારોની વાત. સંજીવભાઈએ ઓએસિસ વેલીઝ બિલ્ડિંગ ડિઝાઈન અને કંસ્ટ્રક્શનની ટીમને આમંત્રણ આપ્યું. આર્કિટેક્ટ મિત્રો- સ્નેહલ-સલૌની શાહ, અપૂર્વ-નૈનિતા, અને અલ્કેશ રાવલ આગળ આવ્યા. સ્નેહલભાઈએ સૌને આખું કામ કેવી રીતે કેવી રીતે થયું તે સમજાવ્યું. તેમણે ભારપૂર્વક કહ્યું- માત્ર એક રૂપકડું મકાન નહોતું બાંધી દેવાનું- અમે જાણતાં હતાં તેવાં તમામ મૂલ્યોને અમલમાં મૂકવાનાં હતાં- સિનર્જી, પ્રામાણિકતા, ટકાઉપણું, પ્રકૃતિ સાથેનો તાલમેલ, અને તેની ઉપયોગિતા. ઓએસિસ વેલીઝ કેવી રીતે ખરા અર્થમાં સહસર્જન છે તે સ્નેહલભાઈની વાતથી સહુને સમજાયું. |
હાજર રહેલા મિત્રોમાંથી કેટલાક એકબીજાને જાણતા હતા તો કેટલાક એકબીજાથી અજાણ્યા હતા – પણ તેમની સૌની વચ્ચે સામાન્ય કડી હતું ઓએસિસ અને કોઈક ને કોઈક ક્ષેત્ર માટેની તેમની નિસબત. છતાં બપોરના વિશિષ્ટ કેરાલિયન ભોજન લીધા પછી તેમની વચ્ચેની ઓળખાણ થોડી વધુ પાકી કરવા અમે એક ઓળખાણનું સેશન રાખ્યું. સહુએ સપરિવાર આગળ આવીને પોતાની ઓળખાણ આપી. નામથી આગળ વધીને પોતાની નિસબત કે સ્વપ્નો વિશે મિત્રોએ ખૂલીને વાત કરી – અને સહુ સાથે કોઈક ને કોઈક રીતે જોડાયેલા શીબાબહેન-સંજીવભાઈએ તેમાં ખૂટતાં પાસાં ઉમેર્યાં. હવે સૌ એકબીજાને નવી જ દૃષ્ટિએ જોતાં થયાં.
“We need not have to learn meditation. Be at Oasis Valleys, meditation will happen automatically.”
~ Siddharth Mehta, Surat |
યોગાનુયોગ આ જ દિવસે એક બીજું અનૌપચારિક વિમોચન પણ શક્ય બન્યું. ઓએસિસ કાર્યશાળાઓ અને તે થકી ચારિત્ર્ય-ઘડતરની અમારી ઝુંબેશને પ્રેરનાર અમારું મુખ્ય પ્રકાશન 'મહાન હૃદયોના સારેગમપધનિ'ની નવી, વિસ્તૃત આવૃત્તિ સંજીવભાઈએ પહેલવહેલી સૌ સમક્ષ મૂકી. મોટા ભાગના મિત્રો ઓએસિસ કાર્યશાળાના સહભાગીઓ હતા- એટલે આ પુસ્તકના મૂલ્યની પ્રતીતિ ધરાવનારા આ મિત્રો સમક્ષ તેની નવી, વિસ્તૃત આવૃત્તિ મૂકતાં લેખક/ફેસિલિટેટર સંજીવભાઈને અનહદ આનંદ થાય જ તે સ્વાભાવિક હતું. ઓએસિસ વેલીઝના ઉદ્ઘાટનની સાથેસાથે 'મહાન હૃદયોના સારેગમપધનિ'ની વિસ્તૃત આવૃત્તિ – ચારિત્ર્ય-ઘડતરની ઝુંબેશને મહત્તમ વ્યાપ આપવા માટેની સજ્જતા અને પ્રતિબદ્ધતાને હાજર રહેલા મિત્રોએ વધાવી તો ખરી જ સાથે તેનો હિસ્સો હોવા બદલ આનંદ અને ગર્વ પણ અનુભવ્યા.
"આજે અહીં આવવા માટે તમે આગ્રહ કર્યો તે બહુ સારું થયું... અહીં ઝડપથી પાછા આવીશું અમારા ગ્રૂપને લઈને... ખરે જ, આપણું સ્વપ્ન સાચું થયું..." એવાં ઉદ્ગારો સાથે સાંજે સાડા ચારની આસપાસ સહુ વિખેરાયા.
~ ક્ષમા કટારિયા |