|
Much Awaited, New Expanded Edition
Of 'Mahan Hrudayona SaReGaMaPaDhaNi'
Is Now Available For Sale
|
|
પુસ્તકમાંના સેંકડો સિદ્ધાંતોમાંથી ચૂંટેલા કેટલાક...... |
આપણી સૌથી કીમતી મૂડી આપણે પોતે જ છીએ. |
આપણું જીવન આપણી જ જવાબદારી અને પસંદગી છે. |
આપણે વિશ્વ ખરેખર જેવું છે તેવું તેને જોતા નથી , આપણે જેવા છીએ તે રીતે જ આપણે વિશ્વને નિહાળીએ છીએ. |
જીવન એવી ઉત્કટતાથી જીવો જાણે મોત તરત જ આવવાનું હોય. જીવનનાં ધ્યેયો એવી રીતે પસંદ કરો જાણે મોત કદી આવવાનું જ ન હોય. |
આપણી પરવાનગી વિના કોઈ આપણને દુઃખ પહોંચાડી શકતું નથી. |
જયારે પણ આપણને એમ લાગે કે સમસ્યા ‘ક્યાંક બહાર’ છે, આપણી ‘અંદર’ નથી, ત્યારે તે વિચાર જ ખરેખરી સમસ્યા છે. |
નિષ્ફળ મનુષ્યોને જે કરવાનું નથી ગમતું હોતું તે કરવાની સફળ મનુષ્યોએ આદત કેળવી હોય છે. |
સંબંધોમાં પહેલાં સમજવા મથીએ, અને પછી સમજાવવા. |
સંબંધોમાં અગર બંને પક્ષ જીતી નથી રહ્યાં તો બંને પક્ષ અચૂક હારી રહ્યાં હોય છે. |
સમૂહમાં એક વ્યક્તિની પ્રતિભા કે સામર્થ્ય જયારે સમગ્ર જૂથની પ્રતિભા કે સામર્થ્ય બની જાય છે ત્યારે તેને ‘સિનર્જી’ કહે છે. |
|
પુસ્તકના સહ્સર્જકો: |
લેખન અને સંકલ્પના
સંજીવ શાહ |
|
સંજીવ શાહ, જન્મ ૧૯૬૪, ઓએસિસના સ્થાપક અને ઓએસિસ સેલ્ફ-લીડરશિપ એજ્યુકેશન ફોર કોમ્યુનિટી ડેવલપમેન્ટના અગ્રણી ફેસિલિટેટર છે. ૨૫ વર્ષની યુવાન ઉંમરે મિકેનીકલ એન્જિનિઅરની કારકિર્દી છોડી સમાજસેવામાં જોડાવા માગતા યુવાઓના નેતા બન્યા અને ‘ઓએસિસ’ની શરૂઆત થઇ. રાષ્ટ્રીય સ્તરે નામના પામેલા યુવાનેતા બનવાની સાથે સાથે એક લેખક તરીકે ધીરે ધીરે ખીલવા લાગ્યા. જુદી જુદી સંસ્થાઓ, સમુદાયો, ઉદ્યોગપતિઓ/સંસ્થાઓના વડાઓ અને અનેક કુટુંબો માટે માર્ગદર્શક બન્યા. તેમની તૈયાર કરેલી ‘ફિલોસોફી, સાયન્સ એન્ડ આર્ટ ઓફ લિવિંગ, લવિંગ એન્ડ લર્નિંગ’ શૃંખલાની સેંકડો કાર્યશાળાઓએ અત્યાર સુધીમાં હજારોને લાભ પહોંચાડ્યો છે. “લાઈફ ક્લાસ” વડે ગુજરાતના યુવાનોને ઘેલું લગાડનાર સંજીવ શાહને યુવાનોને તેમની જિંદગી વધુ સારી થાય તે માટે સમય આપવો ખૂબ ગમે છે. સંજીવ શાહે અત્યાર સુધીમાં ૫૫ જેટલાં પુસ્તક/પુસ્તિકાઓ લખેલા છે જેમાં પુસ્તકોની ૨૫૦૦૦થી વધુ નકલો અને પુસ્તિકાઓની ૬૦૦૦૦૦થી વધુ નકલો વેચાયેલી છે, જે તેમને ‘સ્વ-વિકાસના વિજ્ઞાન’ના ક્ષેત્રે મોખરાનું સ્થાન આપાવે છે. પ્રેમ, શીખવું, સંબંધો, આરોગ્ય અને આધ્યાત્મ - એ જિંદગીને ભરપૂર માણવામાં માનતા અને માણતા સંજીવ શાહના મનગમતા વિષયો છે. |
કાર્ટૂન અને શીર્ષક નિદર્શનો
જબીર કુરેશી |
|
મુખપૃષ્ઠ અને કળા
જોલી માદ્રા |
|
આકૃતિઓ અને રેખાકૃતિઓ
પદ્મકાંત સુથાર |
|
પરામર્શ અને સંયોજન
શીબા નાયર |
|
ટાઇપસેટિંગ અને જોડણીશુદ્ધિ
ક્ષમા કટારિયા |
|
સૂચનો અને અભિપ્રાયો
પરામર્શકો |
|
મુદ્રણ-સંયોજન અને પ્રસાર
પલ્લવી રાઉલજી |
|
પ્રસાર અને વહીવટ
પ્રીતિ નાયર |
|
માહિતી (કાવ્ય) અને પ્રસાર
માયા સોની |
|
વેચાણ અને અન્ય
ચૈતાલી મહેતા |
|
પ્રેરણા અને શિક્ષણ
મહાન વિશ્વવિભૂતિઓ |
|
કદર અને પ્રતિભાવો
વાચકો/ કાર્યશાળા-સહભાગીઓ |
|
“જ્યારે મનુષ્ય કોઈ બાબતને પૂરતી તીવ્રતાથી ઇચ્છે છે
ત્યારે તે બાબત તેને આપવા સમગ્ર વિશ્વ કાવતરું કરે છે ” |
(વિસ્તૃત રીતે સુધારેલી નૂતન આવૃત્તિ વેળાએ લેખકની પ્રસ્તાવના) |
વિશ્વના કાવતરાની કેટલીક કડીઓ: |
ક્યારેક એમ વાંચ્યું હતું કે,
જ્યારે મનુષ્ય કોઈ બાબતને પૂરતી તીવ્રતાથી ઇચ્છે છે
ત્યારે તે બાબત તેને આપવા સમગ્ર વિશ્વ કાવતરું કરે છે.
આનો અર્થ શું થાય તેની હવે મને થોડી થોડી ખબર પડી રહી છે. નીચેનો ઘટનાક્રમ તપાસો-
૧. ૧૯૯૨: વ્યાવસાયિક કામે હું ઇન્દોર ગયો હતો. કામ પતાવી સાંજે હું શહેર જોવા નીકળ્યો. એક પુસ્તકોની દુકાનમાં પેઠો. દુકાનદાર પોતે વાંચનનો રસિયો હતો. તેને ખબર પડી કે આ ભાઈને સ્વવિકાસને લગતાં પુસ્તકોમાં રસ છે. તેણે લીઓ બસ્કેગ્લિયા, સ્ટીફન કોવી, ડૉ. સ્કોટ પેકનાં પુસ્તકો ખૂબ પ્રેમાગ્રહથી હાથમાં પકડાવ્યાં. તે વખતે આશરે રૂ. ૨૫૦૦/-નો મારો માસિક પગાર હતો ને રૂ. ૧૦૦૦/-નાં પુસ્તકો ખરીદ્યા. ઘરે પાછા ફર્યા બાદ પુસ્તકો ઉથલાવ્યાં, પણ અઘરાં લાગ્યાં. એટલે પુસ્તકો ઘરના કબાટમાં ગોઠવાઈ ગયાં.
૨. ૧૯૯૪: કુદરતી પ્રેરણાથી નોકરી-ધંધો છોડી પૂરો સમય સમાજકાર્યોમાં ઝંપલાવ્યું હતું. સંબંધો અને કાર્યક્ષેત્રની અનેક સમસ્યાઓથી હું ઘેરાયેલો, મૂંઝાયેલો હતો. તેવામાં એક રાત્રે કબાટમાં રહેલાં આ પુસ્તકો દેખાયાં. ફરી વાંચવા હાથમાં લીધાં. આ વખતે ખૂબ રસ પડ્યો. મારી સમસ્યાઓમાં છુપાયેલા અવસરો દેખાયાં. ઉકેલો માટેની દ્રષ્ટિ ખૂલવા માંડી. પુસ્તકમાંથી શીખેલી બાબતો આચરણમાં મૂકવા પ્રયત્ન કર્યો. શીખેલું મિત્રો સાથે વહેંચવાનો ક્રમ પણ ચાલ્યો. (સારાં પુસ્તકો દેખાય એટલે હંમેશાં ખરીદી લેવાં તેવું હું શીખ્યો. ભલે તરત ન વંચાય, કે ન વંચાયેલાં બીજાં પુસ્તકો ઘરમાં પડેલાં હોય!) |
૩. ૧૯૯૭: સ્ટીફન કોવીના પુસ્તક ‘સેવન હેબિટ્સ ઓફ હાઈલિ ઈફેક્ટિવ પીપલ’થી પ્રેરાઈ પુસ્તક લખવાનું શરૂ કર્યું. “ખૂબ અસરકારક મનુષ્યોની સાત આદતો” એ ખ્યાલ ગળે ન ઊતર્યો. મારાં પુસ્તકનું શીર્ષક શું રાખું? ત્રણ દિવસ-રાત ટેબલ સામે કાગળ-પેન લઈ બેઠો રહ્યો. મનમાં શોધ ચાલતી રહી. અનેક શીર્ષકો લખાયાં અને સામે ચોકડી મુકાઈ. અચાનક, એકદમ જાણે વીજળીનો ચમકારો થયો. ‘મહાન હૃદયોના સારેગમપધનિ’ શીર્ષક સૂઝ્યું. તરત જ સંતૃપ્તિની લાગણી થઈ. શોધ પૂરી થઈ. શીર્ષક કેવી રીતે સૂઝ્યું? જવાબ ખબર નથી.
૪. ૧૯૯૮: પુસ્તક લખાયું અને પ્રકાશિત થયું. શુદ્ધ દાનત હોવા છતાં ઈર્ષાળુઓએ વિવાદ ઊભો કર્યો. ‘જીતો/હરાવો’ વલણ ધરાવતા લોકો સાથે પહેલીવાર પનારો પડ્યો. હાર માનવાનો મિજાજ હતો નહીં. પરિણામે પુસ્તકની નવી આવૃત્તિ વધુ સૂઝબૂજ સાથે પ્રકાશિત થઈ. એટલું જ નહીં, પુસ્તક આધારિત કાર્યશાળાઓ પણ શરૂ થઈ.
૫. ૨૦૦૩: પુસ્તક અત્યન્ત લોકપ્રિય બન્યું. તેના પરથી કાર્યશાળા-શૃંખલાઓનું અને છેવટે ચારિત્ર્ય-ઘડતરના અભ્યાસક્રમનું આયોજન થયું. સમાજના બધાં જ વર્ગોની કસોટીની એરણેથી આ કાર્યક્રમો સફળ ઊતર્યાં. પુસ્તકની સોંઘી, લોક્સુલભ આવૃત્તિ પણ પ્રકાશિત કરી, જેથી વધુ ને વધુ લોકો આનો ફાયદો ઉઠાવી શકે. કેટલાય શુભેચ્છકો/દાતાઓએ આ અભિયાનમાં સ્નેહભર્યું યોગદાન આપ્યું.
૬. ૨૦૦૮: પુસ્તકની આવૃત્તિ પુન: સુધારવાનો સંકલ્પ કર્યો. કેટલીય વાર પ્રયત્નો શરૂ કર્યા, પણ કોઈ ને કોઈ કારણસર બર આવ્યા નહીં. શા માટે? જવાબ ખબર નથી. |
૭. ૨૦૧૧: છેવટે ચારિત્ર્ય-ઘડતર માટેની એક અનોખી સંસ્થા ‘ઓએસિસ વેલીઝ’નાં ઉદ્ઘાટનના સમયની સાથે સાથે જ આ વિસ્તૃત આવૃત્તિનું પ્રકાશન થઈ રહ્યું છે. ૨૦૦૮માં આ ગુણવત્તાની સુધારણા કદાચ ન થઈ શકી હોત.
બોલો, વિશ્વના કાવતરાની આ કડીઓ છે કે નહીં? હવે ઈરાદો એ છે કે આની હજારો નકલો લોકો સુધી પહોંચે અને લાખો લોકો તેમાંથી શીખી પોતાના જીવનને સાર્થક બનાવતા રહે, જેમ હું અને અનેકો આજ સુધી કરી ચૂક્યા છે. ઈરાદો એવો પણ છે કે આ પુસ્તકનું સત્ત્વ અને સાર આપણા દેશના ભવિષ્ય – આપણાં લાખો બાળકો/કિશોરો/યુવાનો સુધી પણ પહોંચે. છેલ્લાં પંદર વર્ષમાંથી હું એ શીખ્યો છું કે મારે મારા ઈરાદાને એટલા તીવ્ર અને શુદ્ધ કરવા પર ધ્યાન આપવાનું છે કે વિશ્વના આ કાવતરાની કડીઓ આગળ વધે. મૂળભૂત રીતે આ પુસ્તકનું લેખન તેના લેખક માટે સાધનાનું નિમિત્ત બની રહ્યું છે. એટલે કે લેખક આ પુસ્તકનો પ્રથમ વાચક/શિષ્ય બની રહ્યો છે. આ પુસ્તકના પ્રકાશન વેળાએ લેખકનું હૈયું કૃતજ્ઞતા, સંતોષ અને આનંદથી ઊભરાઈ રહ્યું છે.
દાયકાઓની ખોટી કેળવણી વિશે જોરદાર અભિયાનોની જરૂર છે. આ પુસ્તક આવાં અભિયાનોને પ્રેરણા અને પીઠબળ પૂરું પાડશે તેવી એક આશા છે.
~ સંજીવ શાહ
Email: sanjivoasis@yahoo.co.in |
મિત્રોની ઉપસ્થિતિમાં પુસ્તક વિમોચન વેળા, તા. ૧૧-૦૯-૨૦૧૧ |
|
જેમણે ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્રે પોતાનું ક્રાંતિકારી યોગદાન આપ્યું છે તેવા જ્ઞાન-વૃદ્ધ શ્રી ગુલાબભાઈ જાની (સ્થાપક - સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલ, રાજકોટ)ના હસ્તે પુસ્તક વેચાણમાં મુકાયું,
તા. ૧૮-૦૯-૨૦૧૧ |
|
|
“મહાન હૃદયોના સારેગમપધનિ”ની નૂતન આવૃત્તિની લાક્ષણિકતાઓ |
નૂતન આવૃત્તિ કુલ પૃષ્ઠ : ૪૨૦
(પ્રથમ આવૃત્તિ:૧૯૯૮ પૃષ્ઠ : ૩૨૦)
નૂતન આવૃત્તિમાં –
• સભાનતાપૂર્વક, વૈજ્ઞાનિકતાથી
પસંદ કરેલી મુદ્રણશૈલી
• ફોન્ટની જુદી જુદી સાઈઝનો
આકર્ષક રીતે ઉપયોગ
• કાર્ટૂન/કેરીકેચર અને શીર્ષક
નિદર્શનોનો ખૂબ સુંદર ઉપયોગ
• વિષયને સારી રીતે સમજાવવા
સંસ્કૃત શ્લોક, કાવ્યો, પંક્તિઓ,
સુભાષિતોનો પ્રથમવાર ઉપયોગ
• ચૂંટેલી સારી સારી વાર્તાઓનો
ખજાનો
• સેંકડો સિદ્ધાંતો, નકશાઓ,
અવતરણો
• દરેક વિલક્ષણતાને અંતે તેને વધુ
ઉજાગર કરતી ફિલ્મો, પુસ્તકો,
સુવાક્યો, કહેવતોની વિસ્તૃત સૂચિ
• દરેક વિલક્ષણતાને અંતે સારગ્રહણ
અને સ્વાધ્યાય માટે વિસ્તૃત
સહાયકારી સૂચનો
• ઉત્તમ કાગળ ઉપર ઉત્કૃષ્ટ
છાપકામ
• ડબલ કવર પેજનો ગુજરાતી
સાહિત્યમાં પ્રથમ વાર ઉપયોગ |
|
દરેક વિલક્ષણતાના સાર માટે ચોટડુક ચિત્રવાર્તા |
|
“ઈરાદો બુલંદ છે - લાખો લોકો તેમાંથી શીખી પોતાના જીવનને સાર્થક બનાવતા રહે!” |
ખાસ નોંધ: ‘મહાન હૃદયોના સારેગમપધનિ’ની હાલ ફક્ત ૩૦૦૦ નકલો જ છાપી છે; જેમાંથી મોટા ભાગની નકલો વેચાઈ ચૂકી છે. ગુજરાતી સાહિત્યના આવા અનોખા પુસ્તકની તમારી પોતાની નકલ તાત્કાલિક મેળવી લેશો.
‘મહાન હૃદયોના સારેગમપધનિ’ની નવી આવૃત્તિ પર વળતર યોજનાઓ:
(છૂટક કિંમત: રૂ. ૫૦૦/- પ્રતિ નકલ)
નકલ |
૧૦ થી ૪૯ |
૫૦ થી ૯૯ |
૧૦૦ થી ૫૦૦ |
૫૦૦ થી વધુ |
વળતર |
૧૦% |
૧૭.૫% |
૨૫% |
ખાસ વળતર માટે સંપર્ક કરો |
સંપર્ક:- પ્રીતિ નાયર - 09924343087, પલ્લવી રાઉલજી - 09924343088 |
|
Team Alive |
Alive Archives |
Alkesh Raval
Jolly Madhra |
Jwalant Bhatt
Kshama Kataria |
Mehul Panchal
Sanjiv Shah |
Sheeba Nair
Umesh Patel |
To View Alive Archives, Please Click here>>> |
|