Newsletter-cum-magazine of Oasis Movement YEAR 4 I ISSUE 93 I Oct 16, 2011

Unique Celebrations Of Opening Of Oasis Valleys Institute Continues...

Glimpses Of Symposium, Rural Leadership Development Program & Dashera Celebrations

શીખતી શાળાના શીખતા આચાર્યોની શીખતી કમ્યૂનિટી એક સૂરે કહે છે –

બાળકના સ્વતંત્ર અને નિર્ભીક વિકાસ માટેની શિક્ષણ વ્યવસ્થાની જવાબદારી આપણી છે

The symposium 'Learning Principals of Learning Schools' was headed by Revolutionary Educationists Shri Gulabbhai Jani (Founder, Sister Nivedita Educational Complex, Rajkot) & Shri Jethabhai Patel (Organizer, Jyoti Vidhyalay, Khedbhrahma) and Chief Guest was 'Children's Advocate' Shri Sukhdevbhai Patel (Ganatar, Amdavad). The symposium was coordinated by Shri Parag Shah (K Girdharlal, Surat) & Shri Sanjiv Shah (Founder, Oasis). 50-55 principals, teachers & school representatives from all over Gujarat attended the symposium.

છેલ્લાં વીસેક વર્ષથી ચારિત્ર્ય-ઘડતર ક્ષેત્રે અને છેલ્લાં બે વર્ષથી બાળકો સાથે ગાઢ રીતે કામ કરતાં કરતાં ઓએસિસ અનેક સંનિષ્ઠ આચાર્યો, શિક્ષકો અને કેળવણી-પ્રયોગોના સંપર્કમાં આવ્યું. એક વિચાર હતો કે આ સહુ જો એક મંચ પર આવે, એકબીજા સાથે પોતપોતાના અનુભવો-પ્રયોગો-શીખ વહેંચે, તો બેલાશક આ લર્નિંગ કમ્યૂનિટીનાં વલયો વધુ મોટા ફલક પર કંઈક નક્કર પરિવર્તન લાવે જ લાવે. તેથી જ શિક્ષણ ક્ષેત્રની આવી

સતત શીખતી રહેતી વ્યક્તિઓને ઓએસિસ વેલીઝ પર આવવાનું આમંત્રણ અપાયું હતું. 18મી સપ્ટે.ના વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, ખેડબ્રહ્મા, અંકલેશ્વર, સિનોર, કાપરડાથી 50-55 જેટલા આચાર્યો, શિક્ષકો કે શાળાના પ્રતિનિધિઓ આવ્યા હતા.

શિક્ષણક્ષેત્રે 5 દાયકા કરતાં પણ વધુનો, અને જાગૃત-પ્રેરણાદાયી શિક્ષક તરીકેની ઓળખ ધરાવતા ગુલાબભાઈ જાની તથા જેઠાભાઈએ કાર્યક્રમમાં મુખ્ય માર્ગદર્શકનું સ્થાન લીધું અને એકેએક બાળકનું હિત હૈયે ધરનારા,

સૌ સુધી પહોંચી વળવાની તત્પરતા રાખતા સુખદેવભાઈ પટેલે વિશેષ મહેમાનનું સ્થાન લીધું. અહીં અનુભવોનું ભાથું ધરાવતા વડીલો હતા, નિષ્ઠાપૂર્વક-ખુલ્લા મને મથતા પ્રૌઢ આચાર્યો/પ્રતિનિધિઓ હતા, અને બીજું બધું છોડીને શિક્ષણ ક્ષેત્રે કૂદી પડેલા નવા જમાનાના સાધનસજ્જ પ્રયોગવીરો હતા. આમ આ કમ્યૂનિટી આપમેળે એટલું વૈવિધ્ય ધરાવતી હતી કે એકબીજા પાસે ઘણું ઘણું પામી શકે.

પ્રયોગવીરોના વિવિધ પ્રયોગો જોઈ સાનંદાશ્ચર્ય વચ્ચે શીખવાનો સંનિષ્ઠ પ્રયાસ થયો

In the beginning, Sanjivbhai & Paragbhai made a point that there are two aspects of problem of our education system. One is, how each & every child can get education and other is, quality of education for those who are getting. Focus was on the second part. 6 schools presented their experiments and every one appreciated those pioneering efforts.

“શિક્ષણ અને ભ્રષ્ટાચારને કંઈક લાગેવળગે છે તે આપણે સહુ ભૂલી જ ગયા છીએ”

સમગ્ર ચર્ચા દરમ્યાન શિક્ષકના સામાજિક સ્થાન અને તેની દાનત-નિષ્ઠા અંગેના મુદ્દાઓ, આખી પ્રક્રિયામાં બાળકનું સ્થાન ક્યાં-કેટલું જેવા મુદ્દાઓ પણ ઉઠ્યા. ગુલાબભાઈ જાનીએ શાળાઓ છે કે કેદખાનું, શિક્ષણસંસ્થાઓ કેવી હોવી જોઈએ, બાળકોની આત્મહત્યાઓ અને શાળાઓનો ભય તે અંગે ટૂંકી ટકોર કરી. આખા પરિસંવાદને એકસૂત્રે બાંધતા તેમણે કહ્યું કે દુનિયામાં જે કંઈ બદલાયું છે તે માઇક્રોકમ્યૂનિટીથી જ બદલાયું છે. શિક્ષક તરીકે આપણું કામ આંબા

વાવવાનું છે, બને કે આંબાને પાણી ન મળે અને તે સુકાઈ જાય, કે પૂરેપૂરો વિકસે નહીં- પણ એટલું તો છે કે આંબાની જગ્યાએ બાવળ નહીં જ ઊગે.

કાર્યક્રમના સહ-સંચાલક, પરાગભાઈ શાહે સૌનું ધ્યાન દોર્યું કે શિક્ષણ અને ભ્રષ્ટાચારને કંઈક લાગેવળગે છે તે આપણે સહુ ભૂલી જ ગયા છીએ. આજે વૈશ્વિક રીતે જોતાં, ઘણું અહિત ભણેલાઓએ કર્યું છે અને કરે છે. આપણું હાલનું એજ્યુકેશન આવાં પણ રિઝલ્ટ આપે છે તે આપણે વિચારવું જોઈએ.

એક દિવસના થોડા કલાકોના આ કાર્યક્રમના અંતે સહુ એકબીજાના પ્રયોગોને વધુ નજીકથી સમજવા, પોતાની મથામણમાં કશુંક ઉમેરવા આતુર બન્યા. બાળકોના લાઇફ ક્લાસની જેમ, શિક્ષકો-આચાર્યોની આ લર્નિંગ કમ્યૂનિટીને પ્લેટફોર્મ આપવાનો આનંદ પણ અનેરો હતો.

આવતા થોડા મહિનાઓમાં આ લર્નિંગ કમ્યૂનિટી, જુદા જુદા ટાસ્ક ગ્રુપ અનુસાર સ્થાનિક ધોરણે મળશે.

“આજે ઘણું પામ્યા - આટલા સારા લોકોને મળ્યા - ઢગલો શીખ્યા -
બે-ત્રણ વસ્તુઓ તો અમલમાં મૂકીશું જ”

All participated well throughout the program. Everybody reflected that so many good things are happening around us. Let's learn from it and begin with few things.

Some reflections:

નીલિમાબહેન (વડોદરા) –
“આજે ઘણું પામ્યા. આટલા સારા લોકોને મળ્યા. ઢગલો શીખ્યા. બને કે આપણે એકસાથે બધું અમલમાં ન મૂકી શકીએ. પણ આપણને સ્પર્શેલી બે-ત્રણ વસ્તુઓ તો અમલમાં મૂકીશું જ એવું નક્કી કરીએ.”

સંજીવ શાહ –
“આપણને ભણાવવું ગમે છે માટે નહીં, પણ આપણને બાળકમાં વિશ્વાસ હોય તો ખરેખર આપણે શિક્ષકનો જીવ કહેવાઈએ.”

સુખદેવભાઈ પટેલ (ગણતર, અમદાવાદ) –

“શું ભણવાનું? શું કામ ભણવાનું? કેવી રીતે? – આ પ્રશ્નો આપણે બાળકોને પૂછ્યા હોય તો બીજું કશું કરવાનું ન રહે....

આપણે આપણું પોતાનું બાળપણ, વિદ્યાર્થી તરીકેનો અનુભવ યાદ કરીને જાતને પૂછી લઈએ તો ય ઘણું. ગમ્યું હતું તેને રાખીએ અને જે નહોતું ગમ્યું તેને છોડી દઈએ.”

ગુલાબભાઈ જાની (સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલ, રાજકોટ) –
“સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે Every child is potentially divine. આપણે પણ એમ કહીએ-માનીએ છીએ. પણ એમ કહીને બેસી ન રહેવાય. કંઈક કરવું પણ પડે. તેને બહાર લાવવાની જવાબદારી આપણી છે. માબાપની પણ છે, પણ શિક્ષકોની પણ છે.”

As Part Of Inaugural Programs, People Of Neighboring Villages Visited Oasis Valleys on 28-9-11 & Participated In Rural Leadership Development Program

Families Of Oasis Friends Celebrated Dashera Differently!

By Visiting Oasis Valleys & Blessing It!!

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Jolly Madhra

Jwalant Bhatt

Kshama Kataria

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.