Newsletter-cum-magazine of Oasis Movement YEAR 3 I ISSUE 51 I Jan 16, 2010

Oasis Re-launches Indian Young Leadership Development Program

યુવાનો ઘણું બધું કરી શકે, જો ઓએસિસ જેવા કોઈ રાહબર મળી જાય

"ઓએસિસ" દ્વારા પ્રસ્તુત "ભારતીય યુવા નેતૃત્વ વિકાસ કાર્યક્રમ" અંતર્ગત "લાઈફ કલાસીસ"
સાચાં મૂલ્યોની કેળવણી આપતું શિક્ષણ એ દેશના સાચા વિકાસનો ઉકેલ છે

ભારત આર્થિક ક્ષેત્રે મહાસત્તા બનવા તરફ હરણફાળ ભરી રહ્યું છે, એ બહુ સારી વાત છે. છતાં એ પણ એટલું જ સાચું છે કે આપણો દેશ આજે પણ ભ્રષ્ટાચાર, ગરીબી, બેરોજગારી અને પ્રદૂષણ વગેરે જેવી કારમી સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. ભ્રષ્ટાચારનું જ ઉદાહરણ લઈએ. શું તમને ખબર છે કે ભ્રષ્ટાચારને લઈને વિશ્વના ૧૮૫ દેશોમાં ભારતનો નંબર ૮૫મો છે? શું આ આપણા માટે શરમજનક વાત નથી? દુનિયાના ૮૪ દેશોમાં આપણાં કરતા ઓછો ભ્રષ્ટાચાર છે!

ભ્રષ્ટાચાર છેવટે કરે છે કોણ? જો ભણેલા-ગણેલા લોકો એમાં ભાગીદાર ન બને તો ભ્રષ્ટાચારની સમસ્યા સંભવી શકે ખરી, પાંગરી શકે ખરી? જે લોકો કર્તાહર્તા છે, સત્તાસ્થાને છે, તે જ લોકો ભ્રષ્ટાચારને ઉત્તેજે છે અને તેમાં ભાગીદારી નોંધાવે છે ને? પ્રશ્ન એ છે કે આ લોકો ભ્રષ્ટાચાર કેમ કરતા હશે? કદાચ તેઓ જલ્દી જલ્દી ધનવાન થઇ જવા માંગે છે. આ માટે તેઓને કોઈના હક્કનું છીનવી લેવામાં કોઈ સંકોચ થતો નથી. તેઓ કેમ લાંચ લીધા વિના પોતાની ફરજ બજાવતા નથી? કદાચ તેઓ પોતાનું ઘર ભરવાને જ સફળતા માને છે.

ભ્રષ્ટાચાર એટલે વળી છે શું? એ જ ને કે મારું અને મારા કુટુંબનું ભલું થવું જોઈએ, ભલે પછી તેમાં દેશનું ને દેશના નાગરિકોનું જે થવાનું હોય તે થાય! જે દેશમાં મોટા ભાગના લોકો આવા સ્વાર્થને સફળતા માનતા હોય તે દેશ પછી કેવો હોય?

જો ભણેલા લોકો પણ આમ જ વિચારતા હોય તો ચોક્કસ જ આપણી શિક્ષણ વ્યવસ્થામાં કંઈક ગંભીર રીતે ખોટું છે જે સફળતાની આવી સ્વ-કેન્દ્રિત સમજણને શીખવે છે.

દેશ પરત્વે આપણી બહુ મોટી ફરજ છે તે આપણને સમજાતું કેમ નથી? શું આપણે સૌ નાગરિક તરીકેની ભૂમિકામાં ઉણા નથી ઉતરતા?

"ઓએસિસ" એમ માને છે કે આપણી આવતી પેઢીઓમાં સાચાં મૂલ્યો કેળવાય તેવું શિક્ષણ આપવું તે જ આપણા દેશને સાચા અર્થમાં વિકસાવવાનો એક માત્ર ઉપાય છે.

 

We cannot always build the future for our youth,

But we can build our youth for the future.

~ Franklin D. Roosevelt

"ઓએસિસ" યુવાનોના વિકાસ માટે સક્રિયપણે કામ કરતું સંગઠન છે. આ ક્ષેત્રે ૨૦ વર્ષોના સમૃદ્ધ અનુભવ પછી હવે ઓએસિસે આવતાં વર્ષોમાં એક લાખ યુવાનોને જીવનના સાચા, શક્તિશાળી સિદ્ધાંતોનો પરિચય કરાવવાનો એક પ્રોજેક્ટ હાથ ધર્યો છે. યુવાનોમાં જવાબદારીની અને નાગરિકભાવના કેળવાય તે માટે આ કાર્યક્રમ ઉપરાંત નિયમિત "જીવન વર્ગો" (Life classes) પણ શરૂ કરવામાં આવશે. આ વર્ગોમાં જીવનમાં સાચી સફળતા એટલે શું અને તે કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે માટે અત્યંત વૈજ્ઞાનિક અને પધ્ધતિસર માર્ગદર્શન આપવામાં આવશે.

જો તમારું સંગઠન યુવાનોના આવા વિકાસને ટેકો આપવામાં રસ ધરાવતું હોય તો સૌ પ્રથમ તમે તમારા સંગઠનના યુવાનો માટે એક પ્રાથમિક પરિચય માટેનું સેશન ગોઠવી શકો છો. આ સેશન/સત્ર ૧ થી ૩ કલાકના સમયગાળાનું હોઈ શકે. આ સેશન પછી જો તમને વધુ રસ પડે, તો તમે વાર્ષિક ધોરણે, ઓએસિસ જે નિયમિત અઠવાડિક/માસિક "જીવન વર્ગો" આયોજે છે તેમાં તમે તમારી સંસ્થાનું સભ્યપદ લઇ શકો છો. ગુજરાતની સૌ શૈક્ષણિક સંસ્થાઓને આ કાર્યક્રમનો લાભ લેવા ઓએસિસ હૃદયપૂર્વક નિમંત્રણ પાઠવી રહ્યું છે.

આગામી મહિનાઓમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત તથા રસ ધરાવતી કેટલીક ગ્રામીણ સંસ્થાઓમાં આ કાર્યક્રમ યોજાશે. ગુજરાત ઉપરાંત મુંબઈ અને બેંગલોર ખાતે પણ આવાં કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે.

રાષ્ટ્ર-ઘડતરના ઓએસિસના આ પ્રયત્નમાં સૌનો હકારાત્મક પ્રતિભાવ તથા સહકાર જોડાશે એવી અમે આશા રાખીએ છીએ.

વિદ્યાર્થીઓ અને શિક્ષકો, સૌને માટે ખૂબ પ્રેરણાદાયી પ્રવચન, આહલાદ્ક અનુભવ

રાજકોટના વિવિધ શહેરીજનોનો પ્રતિભાવ :

"જિંદગી, પ્રેમ, મિત્રતા" જચી ગયા

આ પ્રવચન વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી હતું. યુવાનોને સાચો રાહ બતાવવામાં ખૂબ જ મદદરૂપ! ખાસ કરીને જિંદગી, પ્રેમ, મિત્રતા શબ્દો જચી ગયા. આપણા જીવનના સાચા રાહબર આપણે જ છીએ તેમ વિદ્યાર્થીઓને લાગ્યું. યુવાનો ઘણું બધું કરી શકે... જો આવા કોઈ ઓએસીસ જેવા રાહબર મળી જાય...

ડો. બાનુબેન ધકાણ, પ્રિન્સીપાલ,
એમ. જે. કુંડલીયા કોલેજ, રાજકોટ

Must reach to more students

It must reach to more and more students as it helps them to understand concept scientifically. So they can implement and get benefited in real sense.

Dr Varsha Sonwani, Rajkot

Wishing you God speed

The depth & clarity of your thoughts were appealing for the budding generation as also contemporaries like us.

The idea of "CHARACTER BANK" touched me beyond everything. Please do something in this direction which would redefine the societal values by refining personal moral.

Wishing you God speed in your earnest endeavour and assuring all possible support at our end in whatever humble way we can extend at all times.

Shri Ashok Bhatt,
AGM, SBI, Rajkot

 

શિક્ષકોને ખૂબ સુંદર માર્ગદર્શન મળ્યું

આવા કાર્યક્રમ વારંવાર ગોઠવવાથી શિક્ષકોની ચેતના જાગૃત રહી શકે, તેઓ ચૈતાન્યસભર રહી શકે! શ્રી સંજીવભાઈએ વાતના મૂળ સુધી પહોંચી ખૂબ સુંદર અને સરસ રીતે શિક્ષકોને માર્ગદર્શન આપ્યું. તેમની સાથે સંવાદ સાધ્યો. આગામી મહિનાઓમાં નિયમિત ધોરણે માર્ગદર્શન મેળવવાનું ગમશે. બધા શિક્ષકોએ પણ માણ્યું.

શ્રી હેમલત્તા રૂપાણી, પ્રિન્સીપાલ,
શ્રી એ. વી. જસાણી વિદ્યામંદિર, રાજકોટ

ખૂબ જ આહલાદ્ક અનુભવ!!

ખૂબ જ આહલાદ્ક અનુભવ!! આજના ભાગદોડીના સમયમાં જીવનના નવા આયામને જાણવાનો મોકો મળ્યો.

શ્રી ચેતન કોઠારી, એડવોકેટ, રાજકોટ

Much education today is monumentally ineffective. All too often we are giving young people cut flowers when we should be teaching them to grow their own plants.

~ John W. Gardner

વિદ્યાર્થીઓને આવું જીવનલક્ષી માર્ગદર્શન મળવું જ જોઈએ
(Students of Late Smt. M. J. Kundaliya College, Rajkot, attentively listening during the youth session on 19th Dec'09.)

"Excellent & Effective, Practical & Applicable, Helpful & Inspiring"

Feedbacks from Students:

આત્મવિશ્વાસુ બનવાની વ્યાખ્યા મળી

અત્યાર સુધી આત્મવિશ્વાસ શબ્દ જાણતો હતો, પરંતુ સંજીવભાઈના સેશનમાં ભાગ લીધા પછી આત્મવિશ્વાસુ બનવાની વ્યાખ્યા મળી. આ પ્રકારના કાર્યક્રમો વધુને વધુ યુવાનો માટે થવા જોઈએ.

હર્ષિલ ભટ્ટ,
૪થું વર્ષ, હોમિયોપથી કોલેજ, રાજકોટ

આવું માર્ગદર્શન મળવું જ જોઈએ

વિદ્યાર્થીઓને આવું જીવનલક્ષી માર્ગદર્શન મળવું જ જોઈએ. જયારે સમૂહમાં બધા ભેગા મળીને આ રીતે શીખે ત્યારે દરેક મનુષ્ય એક બીજા પાસેથી પણ ઘણું શીખી શકે છે.

માનસી નંદાની,
એસ. એન. કણસાગરા કોલેજ, રાજકોટ

He is an inspiring person

Excellent & effective communication! He also tells that every person has inner strengths and that is why we have to know our strength and develop our area(niche) in that way so we can get a success. He is an inspiring person who is capable to give a booster to the youths.

Sumant Raychura,
V. V. P. Engg. College, Rajkot

Very very helpful & inspiring

It was very practical & applicable. It was very very helpful & inspiring!! We should have such sessions regularly.

Tanvi Gadoya,
F Y, Marwadi College, Rajkot

ગજબનો આત્મવિશ્વાસ મળ્યો

સંજીવભાઈને સાંભળ્યા પછી મારામાં હકારાત્મક શક્તિનો સંચાર થયો છે. પહેલા આત્મવિશ્વાસનો જે અભાવ હતો, તેના બદલે લેકચર સાંભળ્યા પછી ગજબનો વિશ્વાસ અનુભવું છું. હવે મને લાગે છે કે હું કોઈપણ મંજિલ મેળવી શકું છું. તેમના શબ્દો આપણને એક સ્ત્રી તરીકે જીવન માં ખુબ ઉપયોગી બને તેમ લાગે છે.

ભાનુ મારડિયા,
૩જુ વર્ષ, એમ. જે. કુંડલીયા કોલેજ, રાજકોટ

All got self-confidence

It has helped all of us in realizing & knowing our own selves. All the students got some self-confidence & the feeling that their dreams can be made true.

Neha Nirmal,
11th Science, Pathak Schools

  
(Students and members of Rotary Midtown Library, Rajkot are engrossed into the subject (photo on left) while Teachers of Shri. A. V. Jasani Vidyamandir attentively listening to Sanjiv Shah (photo on right) during the introductory sessions on 19th Dec'09.

IYLDP Sessions by Sanjiv Shah
A session was organised for members of Rotary Midtown, Rajkot on 18th Dec'09.
A Session for youths of Saurashtra Patel Youth Foundation, Mumbai on 5th January'10.

Media Reflections

The Youth of a Nation are the trustees of posterity.

~ Benjamin Disraeli

  IYLDP

What is IYLDP?

To make Indian Youths socially sensitive, responsible & contributive citizens and through them make India a great nation is the mission of Oasis. Indian Young Leadership Development Program (IYLDP) is the key activity to realise this tall dream.

After the launch of IYLDP, introductory sessions are being organized for many educational institutes all over Gujarat and cities like Mumbai & Banglore.

Oasis plans to start weekly "Life Classes" at various colleges/institutions to guide youths continuously throughout the year under IYLDP.

What are "Life Classes"?

"Life Classes" are weekly self developmental & learning classes for 2 to 3 hours duration. There will be monthly topics like - Responsibility, Dreams & Goals, Self-confidence, Patriotism, etc.

Weekly schedule will be like 1st week: topic introduction, 2nd week: group discussions/panel discussions, 3rd week: learning from famous people/celebrity or watching an inspiring movie and 4th week: out-door visits to sensitize youths for making them socially responsible.

Oasis wishes to reach thousands of youths in the coming months. Help us to carry out this mission by recommending this revolutionary idea of "Life Classes" to the institutes known to you.

~ Mehul Panchal    Mehul

  Inspiring quote

Education without values, as useful as it is,
seems to make a man more clever devil.

~ C S Lewis

 

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in.
© Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.