મારા જીવનનું સાચું ઘડતર અહીંથી શીખ્યો
આ કાર્યશાળામાં આવીને હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. હું અહીં ઘણું શીખ્યો છું. મારા જીવનનું સાચું ઘડતર અહીંથી શીખ્યો. હું ખૂબ ખુશ છું.
~ પ્રફુલ સાંગાણી
આ બે દિવસે મારા જીવનમાં ખૂબ પરિવર્તન આણ્યું
મેં મારી લાઈફમાં ક્યારેય પણ જે નહોતું જાણ્યું તે મને અહીંયા આવીને જાણવા મળ્યું. હું બે દિવસમાં એટલી ખુશ થઈ કે મારી લાઈફમાં ક્યારેય નથી થઈ. આ બે દિવસે મારા જીવનમાં ખૂબ પરિવર્તન આણ્યું છે.
~ દિવ્યા જાદવ
મારામાં શું પડેલું છે, તેને કેમ બહાર કાઢવાનું તેની સંપૂર્ણ માહિતી મળી
આ કાર્યશાળામાં આવવાનો મને જે લાભ મળ્યો છે તે ખરેખર હું ભગવાનની એક મોટી ભેટ જ માનું છું. આમાં આવવાથી મારામાં શું પડેલું છે અને મારે તેને કેમ બહાર કાઢવાનું છે તેની સંપૂર્ણ અને સચોટ માહિતી મળી છે.
~ અશ્વિન તેરૈયા |
કાર્યશાળાના અનુભવો મારા જીવનના શ્રેષ્ઠ અનુભવોમાંના એક છે
હું આ કાર્યશાળા સાથે સતત જોડાઈ રહેવા માગું છું. આ કાર્યશાળાએ મને જે કંઈ આપ્યું છે તે મારા માટે અતિમૂલ્યવાન છે. આ કાર્યશાળાના અનુભવો મારા જીવનના શ્રેષ્ઠ અનુભવોમાંના એક છે. તેની દરેકેદરેક બાબત મારા જીવનમાં ઉપયોગી થશે એની મને ખાતરી છે.
~ કાજલ ચાચાપરા
મને મારી જિંદગીની ૧૦ બેસ્ટ ગિફ્ટ મળી
અહીં આવીને મને મારી જિંદગીની ૧૦ બેસ્ટ ગિફ્ટ મળી છે. અહીંયાનું વાતાવરણ ખૂબ જ સુંદર હતું, મને ખૂબ જ ગમ્યું. હું આ પહેલાં પણ ઘણા સેમિનાર, શિબિર કરી ચૂકી છું. પણ Oasis is the best. આનાથી વધુ શબ્દો નથી મારી પાસે.
~ હીના ઠકરાર
અમને જીવનની ઘણી બધી બાબતોનું ભાન થયું
આ કાર્યશાળામાં આવીને અમે ઘણો બધો આનંદ અનુભવીએ છીએ. જીવનની ઘણી બધી બાબતોનું ભાન થયું.
~ મોતી વિઠ્ઠલાપુરી |
આ કાર્યશાળાએ મને જિંદગીમાં કંઈક કરી શકવાની આશા આપી છે
પહેલાં હું ખૂબ જ નર્વસ હતો. આ કાર્યશાળાના કારણે મને નવી આશા મળી છે. Very very thanks to all of Oasis Members.
~ ગૌતમ જેપર
કાર્યશાળા મારી આખી લાઈફ બદલી નાખે એવી છે
જો આવી કાર્યશાળા ઠેર ઠેર કરવામાં આવે તો એક પણ વ્યક્તિ એવી ન રહે કે જે બદલાઈ ન શકે અને આપણો દેશ પણ આગળ વધે. મારે જીવનમાં કંઈક કરવું જોઈએ અને કોઈ પણ મુસીબતમાં હાર ન માનવી જોઈએ - કાર્યશાળાની આ બાબત મારી આખી લાઈફ બદલી નાખે એવી છે. અને આપણી લાઈફ એ આપણી જવાબદારી છે.
~ રિદ્ધિ સાંઘાણી
આ કાર્યશાળામાં બીજીવાર આવવાનું મન છે
અમને આ કાર્યશાળામાં બીજીવાર આવવાનું મન છે. આ કાર્યશાળા ખૂબ લાગણીસભર અનુભવો આપી રહી છે.
~ હેતલ દેસાઈવાડા |
કંઈક કરી બતાવવાની લાગણી પ્રગટ થઈ
આ કાર્યશાળામાં આવ્યા પછી ઘણો આત્મવિશ્વાસ આવ્યો. સંજીવસરે જે ૧૦ ગિફ્ટ અમને આપી છે એ ફક્ત વ્યાવસાયિક જીવનમાં જ નહીં પરંતુ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી પ્રગતિના પંથને સાકાર કરાવશે.
~ કુલદીપસિંહ ડાભી |
આ કાર્યશાળા ઘણાના જીવનને અને આપણા દેશને પણ બદલી શકશે
આ કાર્યશાળા આમને આમ જ પ્રગતિ કરતી રહેશે તો તે ઘણાના જીવનને અને આપણા દેશને પણ બદલી શકશે. આ કાર્યક્રમથી મારા મનમાં ધ્યેયો દ્રઢ બન્યાં છે અને હું જરૂરથી પ્રયત્નો કરવા માગું છું.
~ મોનાલિસા |
મારો સ્ટેજ ફિયર દૂર થયો; મારામાં કોન્ફિડન્સ વધ્યો તે મુખ્ય વાત છે
અહીંયા અમે જે અનુભવો કર્યા તે શ્રેષ્ઠ છે. મારો સ્ટેજ ફિયર દૂર થયો. મારામાં કોન્ફિડન્સ વધ્યો તે મુખ્ય વાત છે. અને આ વાતો મને ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થશે.
~ મયુર વાઢેર |
એમની પાસે બધું છે પણ પ્રેમ અને હૂંફ નથી
હું પહેલીવાર હોસ્પિટલની મુલાકાતે ગઈ. દર્દીઓને મળીને જે અનુભવ કર્યો એ કંઈક અલગ જ છે. એમની પાસે બધું છે પણ પ્રેમ અને હૂંફ નથી. એક વોર્ડમાં જયારે એક દાદા વાત કરતાં રડી પડ્યા ત્યારે દિલમાં જે અનુભવ થયો તે અવર્ણનીય છે.
~ અમોલા ઝીંઝુવાડિયા
નાના બાળકો તમાકુ ન લે તે માટે પ્રચાર કરીશ
હું તમાકુનું સેવન નાના બાળકો ન કરે તે માટે પ્રચાર કરીશ અને જે લોકો આ વ્યસનનો ભોગ બન્યા છે તેને છોડાવવાની કોશિશ કરીશ.
~ પ્રફુલ સંઘાણી
|
કેન્સર સામે રક્ષણ મેળવવા જે પણ કરવું પડે તે કરીશ
અમે કેન્સર હોસ્પિટલમાં જોયું કે ઘણાં લોકો કેન્સર નામના રાક્ષસને કારણે કેટલા દુઃખી થયા છે અને થાય છે. જો મારી જિંદગીમાં દુનિયા માટે હું કંઇ કરવા ઇચ્છીસ તો તે કેન્સર સામે રક્ષણ મેળવવા જે પણ કરવું પડે તે કરીશ.
~ હીના ઠકરાર
શરીરમાં કેટલું દુઃખ હોવા છતા સ્વસ્થ હતા
કેટલાક દર્દીઓ શરીરમાં કેટલું દુઃખ હોવા છતા સ્વસ્થ હતા. દર્દનો હસતા મુખે તેઓ સામનો કરતા હતા.
~ ભૂમિકા છાવડિયા
|
દરેક વ્યક્તિ સુખ અને ખુશી શોધવા માટે ખાસ્સી મહેનત કરે છે
આજે ખબર પડી કે દુનિયામાં દરેક વ્યક્તિ સુખ અને ખુશી શોધવા માટે ખાસ્સી મહેનત કરે છે. જયારે દર્દીની આંખમાં આંસુ જોયા ત્યારે અમારી આંખમાં પણ આંસુ આવી ગયા. બધા જ દર્દીઓ માટે અમે ભગવાનને પ્રાર્થના કરી.
~ પાયલ ડોડિયા
થોડી જ વારમાં લાગણીથી બંધાઈ ગયા
હોસ્પિટલમાં દર્દીઓ ખૂબ દુઃખી હતા. અમને જોઈને ખૂબ જ ખુશ થયા. થોડી જ વારમાં એવી લાગણી બંધાઈ ગઈ કે છૂટતી વખતે અમને એમનાથી દુર જવું ગમતું નહતું.
~ રિદ્ધિ કુદીવન
|
અમને ખૂબ જ વ્યવસ્થિત જ્ઞાન આપ્યું
કાર્યશાળાના સંચાલક ખૂબ જ સારા હતા. તેમણે અમને ખૂબ જ વ્યવસ્થિત જ્ઞાન આપ્યું, જે અમારા જીવનને સ્પર્શી જાય તેવું હતું. અમારા જીવનમાં તેથી ઘણો સુધારો થયો.
~ કિંજલ અકબરી
સંજીવભાઈ શાહ એટલે કંઈ કહેવાનું જ ના આવે
મેં તેમના થોડાં પુસ્તકો પણ વાંચ્યા છે. He is the best writer.
~ પ્રશાંત યાદવ |
કાર્યશાળાના સંચાલક મુસીબતોમાં મા-બાપની જેમ સાથે ઊભા રહેતા
કાર્યશાળાના સંચાલક ખૂબ જ ફ્રેન્ડલી હતા. જલદીથી અમારી લાગણી સમજતા અને અમારા અંગત દુઃખો, મુસીબતોમાં મા-બાપની જેમ સાથે ઊભા રહેતા.
~ રિદ્ધિ કુદીવન
સંજીવભાઈએ એક સગા ભાઈ કરતાં પણ સારી રીતે માહિતી આપી
સંચાલક શ્રી સંજીવભાઈએ અમને એક વિદ્યાર્થી તરીકે નહીં પણ એક સગા ભાઈ કરતાં પણ સારી રીતે અમને જોઇતી માહિતી આપી તે લાગણી બહુ ગમી ગઈ.
~ વિનોદ મેવાડા
અમારી સાથે તમે સદા રહો અને તમારા વિચારો પણ સાથે રહો
~ વિમલ કાશીયાણી |
સંચાલક માટે મારી પાસે કોઈ શબ્દ નથી
કાર્યશાળાના સંચાલક માટે મારી પાસે કોઈ શબ્દ નથી, છતાં પણ કહું છું કે આ કાર્યશાળાના સંચાલક સંજીવભાઈ ખૂબ જ પ્રેમાળ છે.
~ ગૌતમ જેપર
સંજીવભાઈ એક સારા મિત્ર લાગ્યા
સંજીવભાઈ તો એક સારા મિત્ર હોય અને ઘણાં વર્ષોથી આપણા મિત્ર હોય તેવું આ બે દિવસમાં લાગે છે. (તેમના સંચાલનના કારણે) મનમાંથી ડર નીકળી ગયો.
~ ધાર્મિકા લશ્કરી |