Every Child is Good without
exception.
The School & theTeacher is
for the child;
the child is not for
the teacher or school.
(It is a failure of the school if
a child doesn't want to go to
school or attend classes.)
The Goal of Life, and
so Education, is
to work happily and find joy.
Learning is always a
voluntary choice;
one cannot force children
to learn in a creative way.
Education should not just be
development of the intellect,
but the development of
emotional intelligence, too.
Also, education is to bring out
what is already hidden
within children, and not to stuff
or cram things.
Children thrive and grow
the most in an environment of
complete freedom.
Imposed discipline and guilt
make children fearful and
dishonest about their feelings.
The role of a Teacher is
to enjoy and affirm children,
to create an environment of
freedom and to support and
fulfill children's requirements
for growth.
Given freedom & opportunity,
children are capable to sort out
their problems on their own
and that too, creatively.
A Very vital responsibility
of parents is to nurture
independence of a child and
actually believe that child is
capable of doing his/her own
things. |
|
|
અહીંની સ્વતંત્રતાને હું સૌથી વધારે miss કરીશ
અહીંથી ગયા પછી હું સૌથી વધુ આપવામાં આવેલી સ્વતંત્રતા અને જે સ્વતંત્રતાને આધારે અમે નાનાથી મોટા દરેક કામ ખૂબ મહેનતથી કર્યા અને મળેલી સ્વતંત્રતાથી ખુશ થઈ, ખૂબ ખુશ થઈ દિલથી કામ કર્યું અને દરેક કામ કોઈ પણ મુશ્કેલી કે ધાકધમકી વગર શીખ્યા છીએ તેથી સ્વતંત્રતાને હું સૌથી વધારે મિસ કરીશ. તે સિવાય ઓએસિસના પ્રેમાળ સભ્યો, નવા મિત્રો તેમ જ અમને આપેલા આદરને પણ હું ખૂબ યાદ કરીશ.
~ તસ્નીમ ભારમલ
We could take our decisions ourselves
The thing which makes me happy there is freedom. Every time at school, at home or at other places, elders rule us. But this time we could take our decisions ourselves.
~ Ansh Madhra
અમારામાં હિંમત છે તમારા જેટલું કામ કરવાની
અહીંથી પાછા ગયા પછી અમે લોકોને સમજાવીશું કે અમે પણ નાના નથી, અમારામાં હિંમત છે તમારા જેટલું કામ કરવાની.
~ વિનય સોલંકી |
બધા ટીચર્સ પાસેથી જે રિસ્પેક્ટ (આદર) મળ્યો છે તે ઘણું જ ગમ્યું
આખા સમર કૅમ્પ દરમ્યાન મને બધા ટીચર્સ પાસેથી જે રિસ્પેક્ટ (આદર) મળ્યો છે તે ઘણું જ ગમ્યું. કારણ કે, મૅનેજમેન્ટના જે મેમ્બર્સ છે અને બીજા પણ જે ફેસિલિટેટર્સ છે તેમાં હું સૌથી નાની છું. તે જાણવા છતાં પણ તેઓ મને એ રીતે જ treat કરતા હતા કે હું એમની ageની જ છું. તેમણે મને ઘણું માન આપ્યું છે જે મેં કદી પણ expect કર્યું ન હતું. So, thank you all teachers.
~ શિવાની ચાહવાલા
અઘરા કામ માટે અમને કાંઈ ઓછા ન સમજતા
આખા સમર કૅમ્પ દરમ્યાન મને સૌથી વધુ એ ગમ્યું કે આ કૅમ્પમાં અમારાથી બહુ જ મોટા હોય, તો પણ તે અમને માનથી બોલાવે. તે લોકો બધા અઘરા કામ માટે અમને કાંઈ ઓછા ન સમજતા હતા.
~ પ્રશાંત મેકવાન
અમારા પર ભરોસો કરીને અમને આપેલી freedom સૌથી વધુ miss કરીશું
અહીંથી પાછા ગયા પછી તમે અમારા પર ભરોસો કરીને અમને આપેલી freedom સૌથી વધુ મિસ કરીશું; કારણ કે બહારની દુનિયામાં કદી પણ અમે આવી ફ્રીડમ મેળવી શકવાના નથી.
~ મંત્રરાજ નાયક |
અહીં મારી પસંદગીને સમજવામાં આવી
સૌથી પહેલાં આ સમર કૅમ્પમાં મને સ્વતંત્રતા મળી. મેં મારા વિષય અને ટીચર જાતે જ પસંદ કર્યા તે માટે હું ખૂબ જ ખુશ છું. અહીં મારી પસંદગીને સમજવામાં આવી. મને માન આપવામાં આવ્યું. મારા સારા કાર્ય માટે મને સ્ટાર મળ્યો. તેથી મારા દિલને ખૂબ જ ખુશી મળી.
~ કાજલ પરમાર
કોઈ જ માર્ગદર્શકોએ અમારા પર દબાણ ન કર્યું કે આણે આમ જ કરવું જોઈએ
આખા સમર કૅમ્પ દરમ્યાન કોઈ જ માર્ગદર્શકોએ અમારા પર દબાણ ન કર્યું કે આણે આમ જ કરવું જોઈએ. તે ઉપરાંત બધા જ લોકોથી ભૂલ થતી હતી, સેશન દરમ્યાન બધી જ ભૂલો માફ કરાતી હતી. બધાં જ સેશન હંમેશાં મજા જ આવે તે રીતે ગોઠવાયાં હતાં.
~ તેજસ્વિની પટેલ
સૌથી નાના બાળકને પણ મોટા જેવું માન આપતા
આ સંસ્થાના બધા સ્ટાફના લોકોનો સ્વભાવ બહુ પ્રેમાળ હતો. તેઓ સૌથી નાના બાળકને પણ મોટા જેવું માન આપતા. તેઓ બાળકોની તકલીફોને સમજીને દુઃખ દૂર કરતા. તેઓ બાળકના વિવિધ પ્રશ્નોને યોગ્ય ન્યાય આપતા. તેઓ બાળકોની ભૂલને નકારી તેને ફરીથી ન કરવાનું સૂચન આપતા.
~ અલી હુસેન ભારનેલ |