Newsletter-cum-magazine of Oasis Movement YEAR 5 I ISSUE 14 I June 19, 2012
    'SummerHill' At Oasis Valleys - Special Series - Part 4


In the atmosphere of complete freedom where children thrive and grow beautifully, children at the Summer Camp had plenty of choices for daily learning activities/sessions. The Camp was designed in such a way that the hidden talents of a child would come out naturally. A brilliant balance of indoor & outdoor activities, subjects & sessions, facilitators & faculties – all were chosen and planned very carefully to give children a grand experience of learning.

Indoor activities included Art & Craft, Leadership Development, Creative Drama Writing, Journalism, Environment & Science, Soft toys making, Folk Songs & Singing, Portraits & Painting, Fundamentals of Acting, Self-defense Techniques, Architecture appreciation, Being Beautiful, Caricatures & Cartoons making, Cooking, Art appreciation, Movies…… and so on.

But, apart from subject learning, children learnt so many things related to their life and that’s what makes the whole camp and experience so important and meaningful.

Let's read what they learnt from the camp:

“The drastic change you all see in my confidence...
... is due to this camp only”

What children learnt that made them happy:

હું શીખી કે કોઈ પણ કામમાં ખૂબ ઊંચી સફળતા મેળવવા પોતાની ક્રિએટિવિટી ખૂબ જ ઉપયોગી છે

હું આ સમર કૅમ્પમાંથી ખૂબ બધી વસ્તુઓ શીખી છું. મેં જે સેશન ભર્યાં છે તે દરેક સેશનમાં મને એક મુખ્ય પાયો જોવા મળ્યો કે કોઈ પણ કામમાં ખૂબ ઊંચી સફળતા મેળવવા પોતાની ક્રિએટિવિટી ખૂબ જ ઉપયોગી છે. કોઈ પણ કાર્ય તેના દ્વારા કરી શકાય છે. લીડરના ગુણ, બિઝનેસ કઈ રીતે કરવો, આર્કિટેક્ચરના સેશનમાં મકાન બાંધવાની પોતાની ક્રિએટિવિટી, પ્રોટ્રેટ, કાર્ટૂન, સ્વતંત્રતાનો પાછળનો મુખ્ય પોઇન્ટ, પાર્લામેન્ટ કઈ રીતે ચલાવવી, સમયસર કઈ રીતે બનવું, સ્વબચાવ કઈ રીતે કરવો...

~ રિદ્ધિ ચૌહાણ

I become a different but real Shama

I have learnt many things from this camp like, how to make soft toys, to cook different types of food, how to act etc. All these things made me very happy. Before coming to this camp I was very shy but I am not anymore and hence tomorrow I will go home and tell my parents that now I am not shy and have become a different but real Shama.

~ Shama Patel

આ સમર કૅમ્પમાં હું લીડરશિપના ગુણો કે જે લીડરમાં હોવા અનિવાર્ય છે તે શીખીને, તેને અપનાવીને હવે હું મારી જાતને જવાબદારી ઉઠાવવા માટે capable માનીને ખૂબ ધન્ય અનુભવું છું

~ ખુશી આહિર

મને જિંદગીમાં મારા ક્ષેત્રમાં મહાન નિર્ણયો લેવામાં અને મહાન કાર્યો કરવામાં મદદ કરશે

આ સમર કૅમ્પમાંથી હું લીડરશિપના પાઠ શીખ્યો કે જે મને જિંદગીમાં મારા ક્ષેત્રમાં મહાન નિર્ણયો લેવામાં અને મહાન કાર્યો કરવામાં મદદ કરશે. આ ઉપરાંત આ સમર કૅમ્પમાં હું આર્કિટેક્ચરને એ રીતે જોતા શીખ્યો છું કે જે રીતે કદી શીખી શક્યો ન હતો. આ બાબતોનો મને આનંદ છે.

~ મંત્રરાજ નાયક

મેં જીવનમાં કદી આટલો મોટો (લાંબો) કૅમ્પ કર્યો ન હતો તેથી મને ખૂબ જ આનંદ થયો

આ સમર કૅમ્પમાંથી હું ટાઇમને કઈ રીતે મૅનેજ કરવાનો તે શીખ્યો. બીજી વાત એ છે કે મને ફ્રેન્ડ્ઝ બનાવતા ન આવડતા પણ અહીં આવ્યો ત્યારથી મારા ઘણા બધા ફ્રેન્ડ્ઝ બન્યા, તેથી હું ખુશ થયો. મેં જીવનમાં કદી આટલો મોટો (લાંબો) કૅમ્પ કર્યો ન હતો તેથી મને આ કરીને ખૂબ જ આનંદ થયો. મારી એક ઈચ્છા એ હતી કે મારે માઉન્ટેન જોગિંગ કરવું હતું, તે અહીં આવીને પૂરી થઈ તેથી મને ખૂબ મઝા પડી.

~ ઋત્વિક શાહ

From the star assembly I learnt about where I need to improve.

~ Nishitha Modi

મારી અંદર જે ટેલેન્ટ છે એ હું બહાર લાવી શકું છું

આ સમર કૅમ્પમાંથી હું એવું શીખ્યો છું કે મારી અંદર જે ટેલેન્ટ છે એ હું બહાર લાવી શકું છું. મને એવું હતું કે હું મારાથી અલગ મિત્રો સાથે એકદમ સારી મિત્રતા નથી કરી શકતો પણ મેં એકદમ સારી રીતે અને એકદમ ગાઢ મિત્રતા બનાવી છે.

~ નિહાર રાજપૂત

સ્વતંત્રતાની સાથે જવાબદારી અદા કરતાં શીખી

• અંગ્રેજી ભાષાને વાતચીતમાં અમલમાં મૂકતાં શીખી.
• માઉન્ટેન જોગિંગ શીખી.
• સ્વતંત્રતાની સાથે જવાબદારી અદા કરતાં શીખી.
• બીજાની મદદ કરતાં શીખી.
• મારા વિચારો રજૂ કરતાં શીખી.

~ સુકૃતિ શાહ

Due to this camp I got a chance to boost up my self confidence

The best thing which I learnt from this camp was confidence. I always lacked confidence. But from the time I was elected as a representative and since then itself, my self-confidence started boosting up. I had very little faith in me, but due to this camp I got a chance to boost up my self-confidence. All my friends and facilitators helped me to boost my self-confidence and motivated me in the whole camp, so now if I go in the outer world, I can proudly say that "the drastic change you all see in my confidence, is only due to this camp." Such great things I have learnt from this camp and it makes me feel very happy.

~ Vatsal Shah

આ સમર કૅમ્પમાંથી હું એવું શીખ્યો કે આપણે કોઈને પણ નાના સમજવા ન જોઈએ અને તેની અને બધાની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના લોકો સાથે સારી રીતે વાત કરવી જોઈએ.

~ સિદ્ધાર્થ મકવાણા

મોટા હોય કે નાના, બધાને સમાન ગણવાનું શીખીને મને બહુ ખુશી થાય છે

આ સમર કૅમ્પમાંથી મને એવું શીખવા મળ્યું કે જે હું ઘરે નથી શીખી શક્યો. એકબીજા પ્રત્યે પ્રેમ રાખવાનું શીખ્યા. હું તે જોઈને ખૂબ જ ખુશ છું. અહીંથી મોટા હોય કે નાના, બધાને સમાન ગણવાનું શીખીને મને બહુ ખુશી થાય છે.

~ તુષાર પરમાર

અહીં પૂર્ણ સ્વતંત્રતાને લીધે બધાં જ બાળકો પૂર્ણ વિકસી શક્યાં છે

આ સમર કૅમ્પમાં એવી ઘણી બધી ચીજો છે જેમાં અમે ઘણું બધું નવું શીખ્યા. પહેલી, મૂવી કુંગ-ફૂં પાન્ડામાંથી એવો સંદેશ મળતો હતો કે હિંમત હારવી જોઈએ નહીં. ડ્રામા રાઇટિંગના સેશનમાં હું ડ્રામા લખતા શીખી. ડ્રામા લખતા શીખીને હું ખૂબ જ ખુશ છું.

અહીં પૂર્ણ સ્વતંત્રતાને લીધે બધાં જ બાળકો પૂર્ણ વિકસી શક્યાં છે. માઉન્ટેન જોગિંગમાં થાકી જવા છતાં હું પર્વત ચઢવાનું શીખી તેથી ખૂબ ખુશ છું.

~ તેજસ્વિની પટેલ

એક વાત સૌ પ્રથમ શીખવા મળી કે જો તમે જવાબદારી લીધી હોય તો વ્યવસ્થિત અને સમયસર પૂરી કરવી

આ કૅમ્પમાંથી મને એક વાત સૌ પ્રથમ શીખવા મળી કે જો તમે જવાબદારી લીધી હોય તો વ્યવસ્થિત અને સમયસર પૂરી કરવી. સૌ સાથે હળીમળીને રહેવું. બધા સાથે વ્યવસ્થિત અને શાંતિથી વર્તાવ કરવો. દરેક વસ્તુનો વ્યવસ્થિત ઉપયોગ કરવો. બધા હળીમળી અને કોઈને પણ આપણા કરતાં મોટા કે નાના ન સમજતાં સૌ સાથે સમાન વર્તાવ કરવો. કોઈમાં પણ ભેદભાવ ન કરતાં તેને સમજવો. બધાની ભાવનાનો ખ્યાલ રાખીને વર્તવું. હંમેશાં કોઈ પણ કાયદાનો ભંગ ન કરવો.

~ અમી પટેલ

આપણા ફ્રેન્ડ આપણા ગમે તેટલા બેસ્ટ ફ્રેન્ડ હોય, પરંતુ તેઓ જ્યારે ખોટા રસ્તે જતા હોય તો તેમને રોકવા જોઈએ

આ કૅમ્પમાંથી હું અમુક અભિનયની મૂળભૂત બાબતો શીખી જે મને ખૂબ જ ગમ્યું. કારણ કે મારું સપનું મોટી થઈને અભિનેત્રી બનવાનું છે. અને સંગીતના ક્લાસમાંથી પણ ખૂબ શીખી. આ કૅમ્પમાં હું એ પણ શીખી કે આપણા ફ્રેન્ડ આપણા ગમે તેટલા બેસ્ટ ફ્રેન્ડ હોય, પરંતુ તે જ્યારે ખોટા રસ્તે જતા હોય તો તેને રોકવા જોઈએ. પછી ભલે આપણે તેની વિરુદ્ધ જવું પડે તો પણ ગમે તેમ કરીને તેને પાછા વાળવા જોઈએ. તે કદી ખોટા હોય તો આપણે તેને તેની સામે લાવવું જોઈએ અને તેમને સુધારવા જોઈએ.

~ ચાર્મી રાજવીર

મને આખું ઓએસિસ ખૂબ ગમ્યું છે

આ સમર કૅમ્પમાંથી હું ઘણું બધું નવું શીખી છું. પણ મને ખાસ કરીને અહીંનું શિડ્યૂલ ખૂબ ગમ્યું. અને ટાઇમ ટુ ટાઇમ કામ કરવાનું મને ખૂબ ગમ્યું અને હું પણ ઘરે આ રીતે ટાઇમટેબલ બનાવીને ટાઇમ ટુ ટાઇમ કામ કરીશ. બીજું મને આર્કિટેક અને ક્રાફ્ટનાં સેશન ખૂબ ગમ્યાં. અને હું ક્રાફ્ટમાં જે પણ કાંઈ બનાવતાં શીખી છું તે હું ઘરે જઈને બનાવીશ અને બીજા મારા મિત્રોને પણ શીખવીશ. અહીં, જે બધાને ફ્રીડમ આપીને બધાને એકસમાન ગણવામાં આવે છે તે મને ખૂબ જ ગમ્યું અને મને આખું ઓએસિસ ખૂબ ગમ્યું છે.

~ જેક્વિલિના મેકવાન

હું એમ માનતો હતો કે આખી દુનિયાનો સૌથી શ્રેષ્ઠ લેખક હું જ છું

હું આ સમર કૅમ્પમાંથી નાટક લખવાનું શીખ્યો અને હું તેનાથી ખૂબ જ ખુશ છું. આ નાટક લખતી વખતે મારા મનમાં એટલી બધી ખુશી વ્યક્ત થતી હતી કે હું એમ માનતો હતો કે આખી દુનિયાનો સૌથી શ્રેષ્ઠ લેખક હું જ છું.

~ પાર્થ પટેલ

Everybody is equal and everybody has the right and freedom to express their feelings

My learning from this camp is that everybody is equal and everybody has the right and freedom to express their feelings. The thing which gives me inspiration is that there is no need to be shy because everyone living on Earth is after all, only a human.

~ Ansh Madhra


The outdoor activities included morning exercise, in which children had choices like Mountain Jogging, Farming, Free Exercise and Farm Tour. Due to hot summer days, afternoon sessions were all indoors except for Environment & Sciences and Landscape Painting classes, which were taken outdoors. In the evening, Football Meditation Session was an attraction for a few children.

“A child without freedom is a cloud without water”

What Children liked the most and Why:

હું માનું છું કે દરેક સ્કૂલમાં કે હોસ્ટેલમાં અદાલત હોવી જ જોઈએ

આખા સમર કૅમ્પ દરમ્યાન મને સૌથી વધુ બાળકોની અદાલત ખૂબ જ ગમી હતી, બાળક દ્વારા ચાલતી અદાલત. એવી અદાલત બીજે ક્યાંય ન હોય, સ્કૂલમાં પણ ન હોય અને અહીં અદાલતમાં એટલી ફ્રીડમ આપી હતી. હું માનું છું કે દરેક સ્કૂલમાં કે હોસ્ટેલમાં અદાલત હોવી જ જોઈએ, જેથી કરીને જે ગુનો કરે એને સજા થાય અને પછી એને પસ્તાવો પણ થાય.

~ હીના ઝાંઝર

અહીંનું જે વાતાવરણ છે તે ખૂબ જ ગમ્યું

આખા સમરકૅમ્પ દરમ્યાન મને સૌથી વધુ અહીંનું જે વાતાવરણ છે તે ખૂબ જ ગમ્યું. મને અહીંની ચોકસાઈ પણ ખૂબ જ ગમી. આવું વાતાવરણ બહાર ક્યાંય નથી જોયું જે મને અહીં જોવા મળ્યું. અહીં જેટલી ચોખ્ખાઈ છે અથવા જેટલું અહીં સાફ છે તેવું સાફ મેં પહેલીવાર અહીં જોયું. આવી સફાઈ ક્યારેય ક્યાંય નથી જોઈ.

~ કિરણ એસ. એચ.

It's really mind blowing!!!

આખા સમર કૅમ્પ દરમ્યાન મેં જે આર્ટ એપ્રિશિએશનનો જે પરાગભાઈનો સેશન ભર્યો અને એમાં જે અમને જાણવા મળ્યું કે કળા શું છે? અને તે કેવી રીતે એક ચિત્રમાં કે કવિતામાં પોતાની વાત રજૂ કરી શકે તે ખૂબ જ ગમ્યું. એમાં અમે the most famous Artistનાં ચિત્રોને જોઈને અમે જે માણ્યું- It's really mind blowing!!! જો આ સેશન મિસ કર્યો હોત તો જે માહિતી અમને મળી તે કદાચ અમે ક્યારેય ન શીખી શકત.

~ કરિશ્મા ભાટિયા

I learnt something new which generally is not a subject of interest for boys

I enjoyed the soft toy making session because I learnt something new which generally is not a subject of interest for boys and it was unique and creative. The stitching part was the most difficult yet most enjoyable.

~ Ansh Madhra

આ કૅમ્પ પહેલાં ખૂબ careless હતો – શીખ્યો કે ટાઇમને મૅનેજ કરવા માટે ખૂબ જ struggle કરવું પડે છે

આખા સમરકૅમ્પ દરમ્યાન અમને સૌથી સારું ટાઇમ મૅનેજમેન્ટ, સેલ્ફ ડિફેન્સ, ECO, પણ મને સૌથી વધુ ટાઇમ મૅનેજમેન્ટ કરવાનું ગમ્યું. કેમ કે હું આ કૅમ્પ પહેલાં ખૂબ careless હતો પણ હવે મને એ અહેસાસ થાય છે કે ટાઇમને મૅનેજ કરવા માટે ખૂબ જ struggle કરવું પડે છે. તેથી મને સૌથી વધુ ટાઇમને મૅનેજ કરવાનું શીખવાનું ગમ્યું.

~ નેહલ પરમાર

Star Assembly – encouraged us to do more and more good things

The thing which I liked the most during Summer camp was the Star Assembly. I liked it very much because it gave everyone encouragement that, they should always do good things. And if stars were given they would be happy and will be encouraged to do more and more good things. So, their qualities would be improved.

~ Aasnil Shah

'If there is a will there is a way.'

I liked 'Kungfu Panda' during the whole summer camp. I enjoyed and learned many things from it. I learnt from it that 'If there is a will there is a way.' You have to do “that” thing in which your passion lies, 'Try and try until you succeed.' It was a very funny movie but there was an inspiration in it.

~ Shama Patel

મેં એન્વાયરન્મેન્ટ એન્ડ સાયન્સ માણ્યું

આખા સમર કૅમ્પ દરમ્યાન મેં એન્વાયરન્મેન્ટ એન્ડ સાયન્સ માણ્યું કારણ કે તે અમને સમજાવતા હતા કે જમીનની એક ચો.મી.માં પણ આપણને એટલી બધી વસ્તુઓ મળે છે તો આખી દુનિયામાં કેટલી વસ્તુ હોઈ શકે છે.

તેમણે અમને સમજાવ્યું કે કચરો એ સોનું છે. આ દુનિયામાં બધી વસ્તુઓની ક્યાંક જરૂર છે, તે ન હોય તો આપણી પૃથ્વીનું ચક્ર તૂટી જાય છે.

~ આકાશ રાજવીર

અહીં જે ફ્રીડમ આપવામાં આવે છે તે મને ખૂબ જ ગમ્યું

આખા સમર કૅમ્પ દરમ્યાન મને સૌથી વધારે મજા એન્વાયરન્મેન્ટ એન્ડ સાયન્સના સેશન વખતે આવી હતી. ખાસ કરીને જ્યારે વૃક્ષનાં નામ, ફળ, ફૂલ વગેરેનો ભાગ લઈ તેનું પ્રેઝન્ટેશન બનાવવાનું હતું તે મને ખૂબ ગમ્યું. અહીં જે ફ્રીડમ આપવામાં આવે છે તે મને ખૂબ જ ગમ્યું. મેં અહીં દરેક સેશનને ખૂબ જ માણ્યા છે અને હું અહીં ફરી આવવા માગું છું.

~ જેક્વિલિના મેકવાન

મને સૌથી વધારે રાત્રે ભરાતી અદાલત ગમી

મને સૌથી વધારે રાત્રે ભરાતી અદાલત ગમી કારણ કે અમે તેમાં અમારો અવાજ ઉઠાવી શકીએ છીએ અને અમને તેમાંથી કશુંક શીખવા મળ્યું. સાથે સાથે મને સવારે સ્ટાર સેશન, ડ્રામા સેશન, સેલ્ફ ડિફેન્સ સેશન ખૂબ જ ગમ્યા અને ખાસ કરીને માઉન્ટેન જોગિંગ ગમ્યું હતું.

~ નિહાર રાજપૂત

મને જોગિંગ કરતાં નથી આવડતું પણ શીખી ગયો

આખા સમર કૅમ્પ દરમ્યાન માઉન્ટેન જોગિંગ ગમ્યું અને તેમાં મને ખૂબ જ મજા આવી. મને જોગિંગ કરતાં નથી આવડતું પણ શીખી ગયો. તેમાં સવારે મોર, કોયલ, કૂકડાનો અવાજ પણ સાંભળવા મળ્યો.

~ અકીબ કાદરી

સમરહિલ શાળાના અહેસાસને માણ્યો

આખા સમરકૅમ્પ દરમ્યાન મને બીજાની કાબેલિયતને ઓળખી તેને સ્ટાર આપવાની રીત ગમી. બીજાની અંદરની ઓળખને બહાર લાવવી...તે મને ખૂબ જ ગમ્યું. અને સમરહિલ શાળાના અહેસાસને માણ્યો.

~ કાજલ પરમાર

In the whole camp I enjoyed the star assembly very much; because it improved our work and made us think better.

~ Drashti Jhaveri

“આ કૅમ્પમાં સેશન માટે એટલી બધી ચોઇસ હતી કે ઘણું બધું મારું રહી ગયું તેનો મને રંજ છે”

What Children did not like in the Camp:

મારે શું એટેન્ડ કરવું કે શું એટેન્ડ ન કરવું તે ખૂબ મોટું કન્ફ્યુઝન હતું

આ કૅમ્પમાં સેશન માટે એટલી બધી ચોઇસ હતી કે મારે શું એટેન્ડ કરવું કે શું એટેન્ડ ન કરવું તેના માટે ખૂબ મોટું કન્ફ્યુઝન હતું. મારે તો ડ્રામા, ક્રાફ્ટ, સોફ્ટ ટોય, જર્નાલિઝમ, કુકિંગ, સ્ટોરી ટેલિંગ, મોનોએક્ટિંગ ઘણું બધું મારું રહી ગયું તેનો મને રંજ છે. પણ હા, હું જેટલું, જે રીતે શીખી છું તેનો સંતોષ છે.

~ ખુશી કે. આહિર

Sleep time should be more

I liked everything in this camp except the sleeping time of this camp. That was a little less.

~ Vedant Desai

બધાં જ સેશન એટલાં જબરજસ્ત હતાં કે એક પણ છૂટે તો ખૂબ અફસોસ થાય

એમ તો આ કૅમ્પમાં કશું પણ ન ગમાડવા જેવું હતું જ નહીં. પણ જે સેશનની અમારે પસંદગી કરવાની રાખી હતી તે ન ગમી. કારણ કે, બધાં જ સેશન એટલાં જબરજસ્ત હતાં કે એક પણ છૂટે તો ખૂબ અફસોસ થાય.

~ કરિશ્મા ભાટિયા

It was too hot in the Foyer

There was only one thing which I didn't like. It was too hot in the Foyer and it was not convenient. However, there was a solution for that also.

~ Pratik Doshi

કોઈક દિવસ અમને અમારા ફ્રેન્ડ્સ સાથે આખા દિવસની વાત કરવા ન મળી

મને આ કૅમ્પમાં ખાસ તો બધું જ ગમ્યું. પરંતુ અમે જો અમારો નાસ્તો લાવ્યા હોત તો.... અમને સૌને સાથે મળીને તે શેર કરવાનો પણ મોકો આપવો જોઈએ. કોઈક કોઈક દિવસ અમને અમારા ફ્રેન્ડ્સ સાથે આખા દિવસની વાત કરવા ન મળી તેનું દુઃખ છે.

~ રિદ્ધિ ચૌહાણ

તોફાન, મજાક કરવાનો ટાઇમ ન મળ્યો

મને આ કૅમ્પમાં મારા મિત્રો સાથે પૂરતી વાત કરવાનો કે તોફાન, મજાક કરવાનો ટાઇમ ન મળ્યો તે મને ન ગમ્યું. કારણ કે આખો દિવસ સેશન લેવાતાં હતાં.

~ અલી હુસેન ભારનેલ

For eight days of Summer Camp, children were as if they were at a 'Wonderland' called Oasis Valleys. In the most conducive atmosphere they learnt life's very important lessons. Many had tears while departing and they promised to come again and again for such experience. Oasis promised them more and more such camps in coming times.

Not only children, but the teachers, facilitators and faculties also had a great time.

The next issue is on Facilitators' Reflections. Wait to read...

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Jolly Madhra

  Kshama Kataria

  Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.