Newsletter-cum-magazine of Oasis Movement YEAR 5 I ISSUE 18 I Aug 16, 2012

Oasis Life Camp Creates ‘Awe-Inspiring’ Feeling In Students


8th Std. students of Swaminarayan School, Surat had their first Life Camp at Oasis Valleys during 13th to 15th July, 2012. 48 students participated in the camp. The camp was facilitated by Mayuri Gohil, Oasis Life Camp Facilitator. The students had great fun and joy while learning life's greatest lesions. Let's look at the crux of what they reflected after the camp...

“The camp was very good, awesome!”

It affected my personal life

We liked the camp because it highlighted our dreams and encouraged us to explore our skills and knowledge. The things in self-development will help me the most. It affected my personal life.

~ Samarth Mehta

It will stay with me throughout the life

The camp was very good, awesome! It will indeed help me not only at home but it will stay with me throughout the life. And we want camp again; every year two times.

~ Deepshikha Mandal

It enlightened our abilities to do something

I liked camp because it enlightened our abilities to do something (in life). I think Mayuri Di is the best facilitator. She behaved with us as our friend. She is awesome.

~ Ruchit Bhagwekar

We feel like it is a forest adventure

This place is very nice. We feel like it is a forest adventure. I enjoyed the camp very much. I am giving you 80 crore stars.

~ Jeet Gandhi

She always gives them confidence

Mayuri didi is very good in all the activities. I love her one thing that when students come and share their views, she always gives them confidence.

~ Himani Patel

It was a unique camp than others

The camp was superb! Every activity taught us a new lesson. We got to learn how our life is in the forward way. It was really a good experience. It was a unique camp than others. Oasis Valleys is really a nice training centre for the Life.

~ Bakuli Chavan

The camp was perfect for learning

The farm tour was the best as we got to know many things from it. It will also help me in studies by learning new methods of farming. The camp was perfect for learning. Both the teachers were very good and friendly. I enjoyed very much and so wanted to stay a little more.

~ Roohee Patel

Oasis MHS (Mahan Hrudayona SaReGaMaPaDhaNi) Workshop For Teachers

Teaching The Teachers The Art Of Living Life Fully

On 5th July to 7th July 2012, Oasis MHS Workshop was held at Oasis Valleys for the teachers of Shantaba Vidyalaya, Kukeri, Ta. Chikhali, Dist. Navsari, Gujarat. Snehal Shah (Architect & Urban Designer, Properitor S.Team Design Services, Surat; And the chief architect of Oasis Valleys Institute) facilitated the workshop. He was assisted by Hiral Patel. 16 Teachers participated in the workshop.

“આ કાર્યશાળા લોકોને જીવન જીવવાની સાચી રીત શીખવે છે”

કાર્યશાળાના સહભાગીઓના કેટલાક પ્રતિભાવો:

આજ દિન સુધી નહોતી કરી એવી પોતાના જીવનની બધી વાત અહીં કરી

આ કાર્યશાળા ખૂબ સરસ છે. એક અલગ અને યોગ્ય દિશા આપી છે. જે આજ દિન સુધી નહોતી કરી એવી પોતાના જીવનની બધી વાત અહીં કરી; આનંદ થયો. આ કાર્યશાળામાં આવીને પોતાના જીવનને ધન્ય માનું છું. કાર્યશાળાના સંચાલકે અમારું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું અને ખૂબ પ્રેમથી અમને રાખ્યા, દરેક બાબતમાં કાળજી રાખી એ બદલ ખરા દિલથી એમનો આભાર માનું છું.

~ કીર્તિ દેશમુખ

નવું-નવું જાણવા તથા શીખવા માટે સૌથી સારું માધ્યમ છે

આ કાર્યશાળા એ નવું-નવું જાણવા તથા શીખવા માટે સૌથી સારું માધ્યમ છે. અહીં કાર્યશાળામાં આવ્યા બાદ મનમાં સહેજ પણ કંટાળો કે અયોગ્ય બાબત આવી નથી. સૌથી મહત્ત્વની વિગત એ છે કે જીવનમાં કોઈ પણ વસ્તુને શીખવા માટે મનમાં દ્રઢ સંકલ્પ કરી તેને અનુસરવાનું માર્ગદર્શન જે અહીં આપવામાં આવે છે તે મારા જ નહીં પણ અહીં આવનાર તમામના જીવનમાં ખૂબ જ ઉપયોગી નીવડશે.

~ હીના પટેલ

જીવનને રંગમય અને પ્રફુલ્લિત બનાવવું હોય તો આ કાર્યશાળામાં ભાગ લેવો જોઈએ

કાર્યશાળા ખૂબ જ સરસ છે. જીવનને રંગમય અને પ્રફુલ્લિત બનાવવું હોય તો આ કાર્યશાળામાં ભાગ લેવો જોઈએ. મારા જીવનમાં વિચારીને બોલવાની ટેવ ઓછી હતી જે હવે હું સારી રીતે સુધારી, તેનો નિયમિતપણે અમલ કરીશ.

~ અજય ચૌધરી

આ કાર્યશાળા લોકોને જીવન જીવવાની સાચી રીત શીખવે છે

આ કાર્યશાળા લોકોને જીવન જીવવાની સાચી રીત શીખવે છે. આ કાર્યશાળામાંથી જે શીખવા મળ્યું એ હું બીજાઓને પણ થોડું શીખવું એવી ભાવના જાગી. આ કાર્યશાળાથી જીવનમાં ઘણું પરિવર્તન આવી શકે છે. અંગત તથા વ્યાવસાયિક જીવનમાં પણ તેની ખૂબ અસર જણાઈ. વિદ્યાર્થીઓ પર ગમેતેમ ગુસ્સો ના કરવો, તેમનો આત્મવિશ્વાસ ઓછો ન થવા દેવો એ જવાબદારી ખરેખર એક શિક્ષકની છે.

કાર્યશાળાના સંચાલક ખૂબ જ સારા સ્વભાવના અને હસમુખા છે. અમારા મનમાં ઉદ્ભવતા પ્રશ્નોના નિવારણ માટે જે ઉદાહરણો આપતા એ મને ખૂબ ગમ્યું. એમનો આગ્રહ કે તમારાથી કેમ ન થાય, કરો તો થાય – એ બાબત પણ ખૂબ ગમી.

~ સવિતા ગવળે

આ કાર્યશાળા દરેકે દરેક વ્યક્તિએ કરવી જોઈએ

આ કાર્યશાળામાં આવ્યા પછીનો અનુભવ ખૂબ જ સરસ રહ્યો. હું માનું છું કે આ કાર્યશાળા દરેકે દરેક વ્યક્તિએ કરવી જોઈએ. અત્યાર સુધીના જીવનમાં જે બાબતોનો ક્યારેય વિચાર કર્યો નહોતો તે બધી બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો.

~ હિતેન્દ્ર ચાંપાનેરી

આ કાર્યશાળાનું આયોજન ખૂબ જ કાળજીપૂર્વક થયેલું છે

આ કાર્યશાળા ખૂબ જ અદભુત છે. તેની રચના જેમણે પણ કરી છે એ વ્યક્તિ પણ અદભુત છે. આ કાર્યશાળાનું આયોજન ખૂબ જ કાળજીપૂર્વક થયેલું છે. એમાંથી મને ખૂબ જ અગત્યની અને બાળકો સાથેના વ્યવહારની વાતો જાણવા મળી. આ કાર્યશાળા દ્વારા મને ખૂબ આનંદ અને નિખાલસતા મળી છે.

~ તેજલ પટેલ

આ કાર્યશાળા જીવનના દરેક પાસામાં ઉપયોગી થશે

આ કાર્યશાળા જીવનના દરેક પાસામાં ઉપયોગી થશે; સંબંધોમાં અને વ્યવસાયમાં. વ્યસ્ત જીવનમાં માનવી પોતાને ભૂલી ગયો છે. એ ક્યાં છે એનો ખ્યાલ નથી, ત્યાં આ બાબત વાસ્તવિકતા બતાવે છે. આવી સંસ્થા જો દરેક ગામોમાં, અર્થાત્ ભારતભરમાં હોય તો દરેક વ્યક્તિ જીવન જીવવાનું મૂલ્ય સમજી શકે.

~ હર્ષના ટંડેલ

અમારા સપનાને મેળવવા શું કરવું એ અહીંથી શીખ્યા છીએ

આ કાર્યશાળામાં આવીને મને ખૂબ જ સારું લાગ્યું. જે વાતો આજ સુધી કોઈની સાથે share ન કરી હતી એ અમે અહીં કરી. અમારા સપનાને મેળવવા શું કરવું એ અહીંથી શીખ્યા છીએ. અહીંથી અમને જીવન કેમ જીવવું, બીજા સાથે કેવી રીતે વર્તન કરવું, કોઈને વગર કારણે ઈજા નહીં પહોંચાડવી... એ બધું જાણવા અને શીખવા મળ્યું.

~ પ્રવીણા લાકડાવાલા

આ કાર્યશાળા અમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ

આ કાર્યશાળા અમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ. સૌ પ્રથમ તો બધાની વચ્ચે બોલવાની હિંમત ન હતી એ હિંમત આવી ગઈ. માઈક પકડતાં ડર લાગતો હતો એ દૂર થયો. વ્યવસાયમાં ઉપયોગી થાય એવું ઘણું બધું જાણવા મળ્યું. ટીચિંગ લાઇફમાં ઉપયોગી એવું ઘણું બધું ભાથું બાંધીને જઈ રહ્યા છીએ.

~ ગીતા માહલા

Learning To Love In The Oasis Love Camp At Oasis Valleys

Students of Std. 8, 9 & 10 of Shantaba Vidyalaya, Kukeri, Ta. Chikhali, Di. Navsari, Gujarat came again to Oasis Valleys during 9th July to 11th July 2012 to attend the 2nd part of Oasis Freedom Courses. It was their Love Camp, which was attended by 35 students. The camp was facilitated by Dr. Pallavi Raulji, Trustee, OASIS. Students learnt what is Love & what is not Love and enjoyed the beautiful monsoon season at oasis valleys.

“જિંદગીને પૂરેપૂરી જીવવા પ્રેમ જરૂરી છે”

વિદ્યાર્થીઓના પ્રતિભાવોના અંશો:

પ્રેમની વાત પરથી મને મારામાં આત્મવિશ્વાસ આવ્યો

મારામાં પ્રેમ જેવું કંઈ ન હતું. હું એકલો હતો. શિબિરમાં મને થયું કે આપણે જીવન જીવવા પ્રેમની જરૂર છે. પ્રેમ વિનાની જિંદગી ખાલી લાગે છે. પ્રેમ હોય તો આપણને ખૂબ સારું લાગે છે. જિંદગીને પૂરેપૂરી જીવવા પ્રેમ જરૂરી છે. મારામાં આત્મવિશ્વાસ ન હતો. પ્રેમની વાત પરથી મને મારામાં આત્મવિશ્વાસ આવ્યો. હું એક વાત યાદ રાખીશ કે ભલે નાનો છું પણ મોટા કામ કરી શકું છું. પલ્લવીદીદીને મારા તરફથી Thank you. હું કહીશ કે ઝાડ વિના પાન નહીં, પ્રેમ વિના જિંદગી નહીં.

~ સંતોષ ચુડાસમા

બીજા સાથે કેવો પ્રેમ રાખવો અને કેવું વર્તન કરવું એ શીખવા મળ્યું

પ્રેમની શિબિરમાં બીજા સાથે કેવો પ્રેમ રાખવો અને કેવું વર્તન કરવું એ શીખવા મળ્યું. સાચો પ્રેમ કેવી રીતે કરાય તે મૂવી પરથી શીખ્યા. વળી, જીવનમાં આપણે જે ધ્યેય નક્કી કરીએ તે ક્યારેય ન છોડીએ અને મુશ્કેલીનો સામનો કેવી રીતે કરીએ એ શીખ્યા.

~ અનિલ રાઠોડ

મુશ્કેલીના સમયે કામ આવીએ એ જ આપણી ખરી હિંમત

‘Love’ની શિબિર મને ખૂબ જ ગમી. આ ત્રણ દિવસમાં અમને બતાવેલાં બંને મૂવી ખૂબ ગમ્યાં. હું શીખ્યો કે આપણે મુશ્કેલીના સમયે કામ આવીએ એ જ આપણી ખરી હિંમત છે. મુશ્કેલીના સમયે કદી પાછા ન પડવું. જીવનમાં એક ચીજ જરૂર ઉતારી લેવી કે જ્યારે આપણે જન્મ્યા ત્યારે આપણે રડ્યા અને જગત હસ્યું; તો જ્યારે આપણે મરણ પામીએ ત્યારે એવું જીવીને ગયા હોઈએ કે આપણે હસીએ અને જગત રડે. અહીં આવીને મેં ખૂબ મસ્તી કરી અને ખૂબ આનંદ મળ્યો. I love Oasis Valleys and I will come back here.

~ અભિ પટેલ

પ્રેમની શિબિરમાં મને ઘણું બધું શીખવા મળ્યું

પ્રેમની શિબિરમાં મને ઘણું બધું શીખવા મળ્યું. મને અહીં આવવાની તક મળી તેથી હું ખૂબ જ ખુશ છું. મને આ કેમ્પમાં મૂવી જોવાની ખૂબ મજા પડી. ઘણું બધું નવું નવું જોવાનું મળ્યું અને ફરવાની પણ મજા આવી.

~ વિરલ ચૌધરી

અમને પ્રેમ એટલે શું અને પ્રેમ કેવી રીતે નિભાવવો એ શીખવ્યું

હું ઓએસિસ વેલીઝ પર આવી એ મારું નસીબ છે કારણ કે અહીં સારું જીવન કેવી રીતે જીવવું તે સમજાવ્યું. મને મૂવી, ગેમ્સ.. બધું જ ગમ્યું. અમને શીખવા મળ્યું કે ગરીબ કે અમીર, પશુ કે પંખી સૌ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, નહીં કે કોઈ એક વ્યક્તિ પ્રત્યે. પલ્લવી દીદીનો ખૂબ આભાર કે એમણે અમને પ્રેમ એટલે શું અને પ્રેમ કેવી રીતે નિભાવવો એ શીખવ્યું.

~ રવિના રાઉત

Love Campમાં અમે ઘણું બધું શીખ્યા, તે અમે જીવનભર યાદ રાખીશું

Love Campમાં અમે ઘણું બધું શીખ્યા. અને તે અમે જીવનભર યાદ રાખીશું. કેવળ યાદ જ નહીં રાખીએ, પણ તેને પોતાના જીવનમાં ઉતારીશું. Love Campમાં પ્રેમ કેવી રીતે થાય છે તે શીખ્યા અને ફિલ્મોનાં કયાં ગીતો ખોટી રીતે પ્રેમ અભિવ્યક્ત કરે છે અને કયાં ગીતો સાચી રીતે પ્રેમ અભિવ્યક્ત કરે છે તે શીખ્યા. આના પરથી એ પણ શીખવા મળ્યું કે બધાં જ ફિલ્મી પ્રેમગીતો સાચો પ્રેમ અભિવ્યક્ત કરતાં નથી.

~ અક્ષય ભોયે

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Jolly Madhra

Kshama Kataria

Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.