Newsletter-cum-magazine of Oasis Movement YEAR 5 I ISSUE 21  I Oct 1, 2012

SummerHill Camp For Surat Municipal Corporation School Children

Festival Of Fun, Learning & Happiness At Oasis Valleys

સમરહિલ કૅમ્પનું હાર્દ એટલે બાળકોની અદાલત; એટલે –

સ્વતંત્રતા, જવાબદારી, વિશ્વાસ, બોલવાની હિંમત, સચ્ચાઈનો સામનો કરવાની હિંમત...

“બાળકોની અદાલતમાં ન્યાય આપવાનું અને ન્યાય મેળવવાનું શીખ્યા;

ડર્યા વિના ભૂલ કબૂલ કરવાનું શીખ્યા...”

બાળકોની અદાલત વિષે બાળકોના અભિપ્રાયો, એમના જ શબ્દોમાં (સંકલિત)-

બાળકોની અદાલત ખૂબ ગમી

અહીં શું કરવું તે અમારે નક્કી કરવાનું હોય છે. અમે જ જજ હતાં, અમે જ આરોપી હતાં... સાચો ન્યાય મળતો હતો. સ્પીકર શિવાની અને જ્યૂરી મેમ્બર જે બોલ્યા તેમની હિંમત મને બહુ ગમી. સાચી અદાલતની જેમ અમને લાગતું હતું... દરેક બાળકે, બધાએ ખૂબ મહેનતથી અને ઉત્સાહથી કામ કર્યું છે... જે બાળકો ભૂલ કરે છે તેને સજા કાંઈ મોટી નથી મળતી, એને સજા માપની જ આપે છે. અને જે ભૂલ નથી કરતાં તેને ન્યાય અપાવે છે... જે ભૂલ કરે છે તેને સજા આપે છે અને જે પહેલીવાર ભૂલ કરે છે તેને માફ કરી દે છે...

અદાલતમાં ન્યાય આપવાનું અને ન્યાય લેવાનું શીખ્યા. ડર્યા વિના ભૂલ કબૂલ કરવાનું શીખ્યા...

આવી બાળકોની અદાલત ક્યાંય નથી જોઈ અને અહીં આવીને જોઈ. અને બીજું કે જે સાચો જવાબ આપતાં હતાં તેને ન્યાય પણ મળતો હતો... એમાં અંદર-અંદર થતા ઝઘડા કે કોઈને કંઈ ફરિયાદ હોય તો અદાલતમાં દૂર થાય છે ને બધાને સરખો ન્યાય મળે છે... અમે બાળકોની અદાલત પહેલીવાર જોઈ છે. પણ અદાલતનો પ્રયત્ન ખૂબ સરસ હતો. અમને પલ્લવીમેમ અદાલતમાં મદદ કરતાં હતાં... સાચું બોલતા શીખ્યો જે મને અદાલતમાંથી શીખવા મળ્યું...”

બાળકોની અદાલત ના ગમી

“અદાલતમાં ન્યાય નહીં આપે તેના માટે ના ગમી અને અદાલતમાં સાચું શું છે તે શોધી નથી આપતા તે માટે. આ કૅમ્પમાં અદાલતમાં નિર્દોષને દોષી કહે છે, ન્યાય લાવતા નથી. ખોટી ખોટી ચિઠ્ઠીઓ લખે છે, ખોટી ચિઠ્ઠીઓ લખવી જોઈએ નહીં. કૅમ્પની અદાલત નથી ગમતી કેમ કે બધાને અન્યાય મળે છે, ન્યાય નથી મળતો. કોઈ સજા નથી મળતી. ખાલી ખાલી બીજા પર આરોપો મૂકે છે... ખોટાંને સજા નહીં આપે અને વોર્નિંગ આપીને છોડી દે છે...”

What Facilitators have to say about Children's Parliament -

ઝુંબિશ ટીમ મેમ્બર ભાવેશા શાહ તથા તન્વી ઉમરીગર પોતાનો અનુભવ વર્ણવતાં કહે છે...

“પાર્લામેન્ટનો વિષય ખૂબ જ સરસ છે. બાળકને પોતાની જાતે જ, પોતે બનાવેલા નિયમોનું પાલન કેવી રીતે કરવું એ શીખવવું ખૂબ જ સારું છે. SummerHill – સ્વતંત્રતા અને જીવનનો સાત્ત્વિક અનુભવ. બાળકો માટે સ્વતંત્રતા અને વિશ્વાસ તો ખૂબ જ જરૂરી છે. સ્વતંત્રતા એ હંમેશાં આપણને ઊંચાઈ પર લઈ જાય છે. બાળકો પર વિશ્વાસ મૂકતાં શીખીએ તો આપણને સારું પરિણામ મળે છે.”

Drama Teacher Sapna Shah expressed her feeling as…

“हम चाणोद पहोंचे और पहेले दिन जब सभा हुई तो दिल धड़क कर रह गया ये जानकर कि बच्चे स्वतंत्र हैं अपने फैसले लेने के लिए और हमें उन्हें कोई भी सलाह नहीं देनी, जब तक वे लोग खुद जरूरत महसूस ना करे. पर जैसे जैसे समय बिता सब आसन और मजेदार होता चला गया.”

Music Teacher Gargi Jain & Computer Teacher Mayank Jain said…

“The parliament was wonderful and the speaker too... It was a superb experience and Shivani, the leader was exemplary.”

ઓએસિસના ટ્રસ્ટી તથા ક્રાફ્ટનાં શિક્ષક ડૉ. નેહા વખારિયા બાળકોની પરિપક્વતાની પ્રશંસા કરતાં કહે છે...

“કૅમ્પ પૂરો થવાના આગલા દિવસની પાર્લામેન્ટમાં સમયસર સૂવાના નિયમમાં સતત ભંગ થવાના મુદ્દાને લેવામાં આવ્યો હતો. પાર્લામેન્ટના સ્પીકર સહિત મોટા ભાગના મિત્રોને છેલ્લી રાતે મોડા સુધી જાગવા, ગરબા કરવા, વાતો કરવાની ખૂબ ઇચ્છા હતી. આવે વખતે પાર્લામેન્ટના બધા જ સભ્યોએ અને આખી સભાના બધાં જ બાળકોએ ખૂબ પરિપક્વતાથી બધી બાબતોને ધ્યાનમાં લઈ, વિચાર કરીને નિર્ણય લીધો કે તેમનું રાત્રે મોડા સુધી જાગવું યોગ્ય નથી, અને તેઓ સમયસર સૂઈ જશે. આ નિર્ણયને દિલથી, સમજપૂર્વક પાળ્યો એ બાબત સાચે જ ખૂબ અભિનંદન આપવા લાયક છે.”

ઓએસિસના સ્વયંસેવક બિનીત શાહ કહે છે...

“સમરહિલ કૅમ્પમાં બાળકોની અદાલત થાય છે તે બાળકો માટે ખૂબ સારો અનુભવ છે. તેનાથી તેમની જવાબદારી, તેમનો વિશ્વાસ, તેમનું સાચાપણું, તેમની બોલવાની હિંમત અને સચ્ચાઈનો સામનો કરવાની હિંમત વધે છે. જે રીતે આપણા દેશમાં ભ્રષ્ટાચાર ચાલે છે તે રીતે જોતા જો આપણે બાળકોને સચ્ચાઈ માટે લડવાની હિંમત આપીએ તો તે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની સારી પહેલ છે.”

Camp Facilitator Pallavi Raulji shared her feelings…

“There was a remarkable change in the performance of Shivani, the speaker of parliament from 1st day to 6th day. Initially, she was not able to take right stand at right moment but slowly she gained confidence and started facilitating parliament with courage & clarity.”

What Children Liked The Most… What They Learnt…

નવી નવી રમતો, ડુંગર જોગિંગ, સંગીત, ચેસ, સોફ્ટ ટોય્સ, કસરતો અને ગીતો... ખૂબ બધું શીખ્યા

સમરહિલ કૅમ્પમાં રોજ સવાર, બપોર અને સાંજ એમ ત્રણ સેશન રાખવામાં આવતા. ક્રાફ્ટ, સોફ્ટ ટોય્સ, વાર્તા લેખન જેવાં રોજિંદાં સેશન ઉપરાંત પર્યાવરણ, ખેતીવાડી, લીડરશિપ, સ્વબચાવ, એરોબિક્સ, કમ્પ્યૂટર અને email જેવા સ્પેશિયલ વિષયોના ક્લાસ પણ રાખવામાં આવ્યા હતા. ઉપરાંત, લૅન્ડસ્કેપ પેઇન્ટિંગ, ડ્રામા, સંગીત, સલાડ કાર્વિંગ જેવાં ક્લાસ દ્વારા તેમની સર્જનાત્મકતા બહાર આવે તેવા ઘણા અવસર આપવામાં આવ્યા. બાળકોને મીઠી મૂંઝવણ હતી કે કયો વર્ગ પસંદ કરીએ અને કયો ના કરીએ? બાળકોને તેમની પસંદગી જાતે કરવા દેવામાં આવી હતી.

શું શીખ્યા અને શું ગમ્યું એના વિશે બાળકોના અભિપ્રાયો (સંકલિત)-

“નવી નવી રમત-દંડાવાળી, દોરીવાળી, ખુરશી પરથી કૂદવાની, ફ્રીઝબી, ચેસ, નાટક કરવાનું શીખ્યા. એકલા ડુંગર જોગિંગ કરવા ગયેલા તેમાં બહુ મજા આવી... ગૌશાળા ગમી કારણ કે અમને દૂધ કાઢવાનું શીખવ્યું... અમને સમરહિલ કૅમ્પમાંથી સંગીત, ચેસ, સોફ્ટ ટોય્સ, કસરત અને ગીતો એમ જાતજાતનું શીખવા મળ્યું... સમરહિલ કૅમ્પમાં અમે ખૂબ જ ખુશ છીએ. ક્રાફ્ટ, સોફ્ટ ટોય્સ બનાવતાં શીખ્યાં, વાજાપેટી વગેરે વસ્તુઓમાં ખૂબ મજા આવી. આ કૅમ્પમાં મને ડ્રામા સૌથી વધુ ગમ્યો... સાબુમાંથી ગુલાબ બનાવવાનું, કાગળનું ગુલાબ બનાવવાનું, ટેડીબેર બનાવવાનું અને ટાઈમ મૅનેજમેન્ટ ગમ્યું...

પર્યાવરણ અને પર્યાવરણની જાળવણી કઈ રીતે કરવી તે શીખ્યા; પરાગસરના ક્લાસમાંથી મને શીખવા મળ્યું કે ટાઈમ પર બધું કરવું. અમને અહીંનું વાતાવરણ, ખેતી કરવાનું અને સ્વતંત્રતામાં શું કરી શકાય તે શીખવાનું ગમ્યું...

અમને સંગીત ખૂબ જ ગમ્યું કેમ કે અમને દરરોજ નવાં નવાં ગીત શિખવાડે છે માટે અમને સંગીત ખૂબ ગમે છે અને અમે ખૂબ ખુશ છીએ. આ કૅમ્પમાં અમને ખૂબ મજા આવી કેમ કે અમે ઘરમાં જે સોચેલું તે બધું જ અહીં થયું. અમે જે કરવા માગીએ છીએ તે બધું જ કરવાની છૂટ છે...

ડુંગર પર ચડ્યાં હતાં તે અમે સૌથી વધારે યાદ કરશું કેમ કે અમે કોઈ દા'ડો ડુંગર પર ચડ્યાં ન હતાં અને આજે ચડ્યાં. આ સમરહિલ કૅમ્પમાં અમે બાળગીત, સિતાર શીખ્યા, ઇંગ્લિશ સ્પીકિંગ, નવી નવી પ્રાર્થના, પ્રકૃતિ ગીત અને સમૂહ ગીત શિખવાડ્યું તેથી અમે બહુ ખુશ છીએ... અમને હોલ શણગારવામાં ખૂબ જ મજા આવી... આ કૅમ્પમાં અમને સૌથી વધુ એરોબિક્સ, ગરબો, ડાન્સ, નવી નવી રમતો, ડુંગર જોગિંગ, એક્સરસાઈઝ ગમ્યાં... અમે ગણિતની ગેમ શીખ્યાં જેનાથી અમે ખુશ છીએ. હું ચિત્રકામ અને વોલીબોલની રમત યાદ કરીશ.”

What Facilitators felt for their classes - Some Reflections :

કૅમ્પના કાર્ડ-મેકિંગ, સ્ટોરી-રાઇટિંગનાં શિક્ષક નિમિષા અગ્રવાલ પોતાનો અનુભવ વર્ણવતાં કહે છે...

“બન્ને દિવસ Card makingના classમાં બાળકોએ તો એન્જોય કર્યું જ પણ તેથી વિશેષ મેં એન્જોય કર્યું. બાળકો સાથે કામમાં ખોવાઈ જતી… Story writing માટે પહેલાં તો કોઈ ઊભું નહી થયું પછી ૧-૨ કરતાં ૫ બચ્યાં થઈ ગયાં. પહેલા દિવસનું session બહુ સરસ ગયું. દરઅસલ મહત્ત્વ પણ પહેલા દિવસનું જ હતું. મારે તેમના વિચારો ખોલવાના હતા અને પ્રેરિત કરવાના હતા. પાંચમાંથી એક બાળકે કહ્યું કે તે લખશે નહીં ફક્ત જોશે, સાંભળશે, વિચારશે અને તેને કહેવું હશે તો મોઢે કહેશે. હું આ જગ્યાની (સમરહિલ કૅમ્પની) બહાર હોત તો કદાચ મેં તેને લખવા માટે પ્રેરિત કર્યો હોત પણ અહીં તો મને પણ મારા સિદ્ધાંતોમાંથી, મારી માન્યતાઓમાંથી બહાર નીકળવાની સ્વતંત્રતા હતી.”

Music Teacher Mrs. Raj Sharma shared his experience…

“It was wonderful to see so much eagerness in children to learn. They appreciated me so many times that was very touching. It was a wonderful experience.”

સલાડ કાર્વિંગનાં શિક્ષક અનિતા મિસ્ત્રી બાળકોની શીખવાની ધગશ વિશે કહે છે...

“મારી કળા દર્શાવવાનો ચાન્સ મળ્યો. બાળકોને બૅઝીક શિખવાડ્યાનો આનંદ મળ્યો અને બાળકોએ પણ મને અપ્રીશિએટ કરી અને મારી કળાને બિરદાવી. બાળકો પણ ખૂબ જ આતુરતાથી શીખતાં હતાં કે હવે પછી મેમ શું બનાવવાનાં છે. મારા સલાડ કાર્વિંગનાં ક્લાસમાં જેમ જેમ હું એક પછી એક વસ્તુઓ બનાવતી ગઈ તેમ તેમ બાળકો તાળીઓના ગડગડાટથી મારી કળાને પ્રોત્સાહન આપતાં ગયાં. તેનાથી મારામાં વધુ ને વધુ જોમ આવતું ગયું. આ મસ્તી કી પાઠશાલામાં જે રીતે મારા અને તેમના શિક્ષણનો - બૌદ્ધિક તેમજ ભાવનાત્મક બન્નેનો - વિકાસ થયો તેનો મને ખૂબ આનંદ છે.”

Drama Teacher Sapna Shah expressed her feeling as…

“बच्चों के साथ नाटक के अनुभव से मैंने सीखा कि कोई भी काम नामुमकिन नहीं हैं, कठिन हो सकता हैं. श्रद्धा रखने पर कठिन से कठिन काम पूर्ण होता है. कभी भी किसी भी व्यक्ति के लिए उसके बाह्य कर्मो से धारणा मत बनाएं, उनमें विश्वास रखें और ये विश्वास ही आपकी जीत है.“

ક્રાફ્ટનાં શિક્ષક ડૉ. નેહા વખારિયા બાળકોની involvement વિશે કહે છે...

“જ્યારે અમે બાળકોને landscape painting માટે બહાર કુદરતી વાતાવરણમાં લઈ ગયા ત્યારે એક જુદો જ અનુભવ રહ્યો. આ દરમ્યાન મારા આશ્ચર્ય વચ્ચે એક પણ બાળકને અમારે કંઈ જ કહેવું ન પડ્યું. તેઓ જે આનંદ, તલ્લીનતા અને રસ લઈને કામ કરતાં હતાં તે સાચે જ બેહદ સુંદર અનુભવ રહ્યો. અમારા ગ્રૂપના સૌથી નાના અને મસ્તીખોર વિપુલે તેણે પસંદ કરેલ દૃશ્યનું બરોબર રીતે નિરીક્ષણ કરવા અને તેનું પેઇન્ટિંગ કરવા તડકામાં એક પણ વાર તેની જગ્યાએથી ઊઠ્યા વગર, પરસેવાથી રેબઝેબ હાલતમાં ખૂબ જ તન્મયતાથી આખું પેઇન્ટિંગ પૂરું કર્યું.”

સોફ્ટ ટોય્સનાં શિક્ષક પ્રક્ષા દેસાઈ બાળકો દ્વારા આપવામાં આવેલ પ્રેમને યાદ કરે છે...

“સમરહિલ કૅમ્પમાં બાળકો તોફાન સાથે જે શીખતાં હતાં તે મારો પહેલો અનુભવ હતો. બાળકો તોફાન કરતાં તેથી હું થોડી નર્વસ થઈ હતી, પરંતુ જ્યારે બાળકો જે પ્રેમ, મસ્તીથી બોલતા તો હું ખૂબ જ ખુશ થઈ ગઈ. હું જે કંટાળાથી કરતી તેને મસ્તીથી કેવી રીતે લેવું એ હું શીખી. તેઓ જે નિર્દોષતાથી ભળી જતાં હતાં તે ખૂબ ગમ્યું. સૌથી વધારે બાળકોનો પ્રેમ યાદ આવશે કે જેના ભણકારા વાગ્યા કરશે.”

“મને આ કૅમ્પમાં સાત દિવસમાં મમ્મી-પપ્પાની યાદ પણ ન આવી એટલી મને મજા આવી”

અહીંથી પાછા ગયા પછી સૌથી વધારે શું યાદ કરશો? – તેના જવાબમાં બાળકો લખે છે.... (સંકલિત)-

“મને આ કૅમ્પમાં સાત દિવસમાં મમ્મી-પપ્પાની યાદ પણ ન આવી એટલી મને મજા આવી... આ સમરહિલ કૅમ્પમાંથી અમે નવું-નવું બનાવતાં શીખ્યાં, નવાં નવાં ગીતો શીખ્યાં, અમને નવી નવી ગેમ શિખવાડી. હંમેશાં એકબીજાને મદદ કરવી, તેની સાથે સારા મિત્ર બની રહેવાનું શિખવાડ્યું. તેથી હું બહુ ખુશ છું... સુખ અને દુઃખમાં કેવી રીતે રહેવાનું તે અમને ખબર પડી. તેથી હું બહુ ખુશ છું... હું બીમાર હતી ને એ લોકોએ સારી રીતે સંભાળ રાખી.

આ કૅમ્પને અમે ઘર માની રહ્યા છીએ આટલું બી અમને કંઈ થાય તો અમારી બહુ કાળજી રાખે છે... અમે બીજી વાર પણ અહીંયાં આવીશું અને ખૂબ જ મજા કરશું એવી મારી ઇચ્છા છે.

અહીંથી પાછા ગયા પછી અમે સૌથી વધારે અહીંના ભાઈઓને અને બહેનોને યાદ કરશું, કારણ કે અમને સવારે ઉઠાડે છે અને જોગિંગ પર લઈ જાય છે. અને દિવસમાં છ-છ વખત ખાવાનું આપે છે તે કારણે યાદ કરશું...

પલ્લવી દીદીએ જે સમજણ આપી તેમજ જે સ્ટાર મળ્યા તે મને ખૂબ જ ગમ્યું. અહીંથી પાછા ગયા પછી બધાં જ મૅડમ અને સરને ખૂબ જ યાદ કરીશ, બધાં બાળકોની સાત દિવસ સુધી જે સગવડ કરી પ્રેમ આપ્યો તેથી.

આ કૅમ્પ મેં પહેલીવાર જોયો અને મને બહુ જ ગમ્યો... આજુબાજુ જંગલ અને તેની વચ્ચે અમારી મસ્તી કી પાઠશાલા છે. અમને અહીં બહુ મજા આવે છે. અહીંથી પાછા જઈને અમે જંગલને યાદ કરશું.”

“અહીંના અનુભવ પછી તો જાણે એમ લાગે છે કે બધી જ શાળાને સમરહિલ બનાવી દઈએ”

“I really feel lucky to be a part of this program”

Jumbish Team Members : From left - Bhavesha Shah, Meeta Shah, Sapna Shah, Nimisha Agrawal, Tanvi Umarigar

What Jumbish Team Members have to say about the camp :

ભાવેશા શાહ પોતાનો અનુભવ વર્ણવતાં કહે છે...

“બાળકને જો ગમતી પ્રવૃત્તિ મળી જાય તો એ ક્યારેય કોઈને ખલેલ પહોંચાડતું નથી, એને ક્યારેય કોઈ સૂચનની જરૂર પડતી નથી. તે ખૂબ જ સરસ રીતે અવલોકન કરીને, અનુભવ કરીને શીખી લેતાં હોય છે. દરેક બાળકને જો સાચું વાતાવરણ મળે તો તે ખૂબ જ સરસ રીતે આગળ આવી શકે. અહીંના અનુભવ પછી તો જાણે એમ લાગે છે કે બધી જ શાળાને સમરહિલ બનાવી દઈએ. જાણું છું કે અમે જે શાળામાં કામ કરીએ છીએ ત્યાં પણ આખા દિવસ માટે ન બનાવી શકાય પરંતુ એટલું તો ચોક્કસ થઈ જ શકશે કે જે અમારી ઝુંબિશ ટીમ એક કલાક બાળકોને આપે છે તે એક કલાક માટેની સમરહિલ તો જરૂર બની જ શકશે.”

કાર્ડ-મેકિંગ અને સ્ટોરી-રાઇટિંગનાં નિમિષા અગ્રવાલ કહે છે...

“Oasisને ચલાવનારા મિત્રોનો અભિગમ અને વ્યવહાર બહુ જતનથી તૈયાર થયો હશે તે મને ખબર છે. તેમનો દ્રષ્ટિકોણ દરેક વાતમાં ઝલકી પડે છે. કદાચ તે બધા માટે આ સામાન્ય વસ્તુ હશે પણ અમારા જેવા જે બહારની દુનિયાના એકબીજા સાથે વાતચીત કે વ્યવહારમાં બહુ વિચાર્યા વગર કાંઈ પણ કહેતા/કરતાં હોઈએ છીએ, મને ખરેખર મારા પ્રત્યે સ્વભાન બનાવવાની દિશામાં લઈ જઈ રહ્યું છે.”

એરોબિક્સનાં મિનલ મોદી કહે છે...

“હું જ્યારે અહીં આવી ત્યારે મને જરા પણ Idea ન હતો કે હું શું લઈને જવાની છું. સાચી રીતે તો કંઈક આપ્યા કરતાં ઘણું બધું મેળવીને જાઉં છું. એક નાનો રોલ કરતાં કરતાં કંઈક મોટું achieve કર્યું છે અને તે છે મેં મારો ડર દૂર કર્યો તે. બાળકોને કંઈક ગ્રૂપમાં શીખવવું એ મારા માટે challenge હતી. મને crowd fear હતો જે અહીં આવી બાળકોની સાથે રહી દૂર થયો. અહીંનો સ્ટાફ ખૂબ જ મહેનતુ, પ્રેમાળ, helpful અને enthusiastic છે. I really feel lucky to be a part of this program.”

Drama Teacher Sapna Shah expresses…

“यहाँ पर पल्लवीदीदी, नेहा, चैताली, माया, प्रक्षा, मेहुलभाई, अशोकभाई और बिनितभाई के साथ रह कर अपने जीवन के अमूल्य पलों में से यह एक एक पल मैं अपने साथ लेकर जा रही हूँ, जो मैं ताउम्र भूला नहीं पाऊँगी. इन पलों में आनंद प्राप्ति के साथ साथ जीवन जीने के गुणों को भी सिखकर जा रही हूँ. सबसे विशेष टीमवर्क और गुस्सा ना करना.

विशेषत: मैं मीता को जिंदगी भर भी आभार प्रकट करूं तो वह कम होगा - मुझे यहाँ "चाणोद" लाने के लिए.”

તન્વી ઉમરીગર કૅમ્પ ફેસિલિટેટ૨ પલ્લવીબેન અને કૅમ્પ વિશે વાત કરતાં કહે છે કે...

“શું કહું એમના માટે... શબ્દ નથી મારી પાસે. હંમેશાં ગુલાબના ફૂલની જેમ હસમુખ. આપણે ઉદાસ હોઈએ તો એવું થાય કે એકવાર પલ્લવીમેમને જોઈ લઈએ, કારણ કે એમને જોતાંની સાથે આપોઆપ ચહેરા પર હસી આવી જશે. બાળકો માટે એટલું જ્ઞાન છે એમની પાસે કે ન પૂછો વાત. એટલી સહજતાથી સમજાવે છે કે બાળકને તરત પોતાનું બનાવી દે છે. એમની પાસે જે સમજ છે, જે જ્ઞાન છે એ જોઈને હું અચંબામાં મુકાઈ ગઈ.

જે બાળકો પ્રત્યે મને એવું હતું કે આ બાળક કંઈ ન કરી શકે એ મારી ખોટી માન્યતાઓને બાળકોએ દૂર કરી છે. મારાં બાળકો અહીંયાં એટલું બધું શીખ્યાં છે જે મારા ખ્યાલથી એમને એમના જીવનમાં ક્યારેય શીખવા નહીં મળે. હું કહીશ કે એમની સાથે હું પણ મારા જીવનમાં આ બધી બાબતો અહીંયાં શીખી છું.”

Love Received... Love Returned, Heartfull...

Guest faculties were showered with Love by children.

Jumbish & Oasis Team Facilitators received love in tons.

Management Team members also received plenty of love from students.

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Jolly Madhra

Kshama Kataria

Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.