Newsletter-cum-magazine of Oasis Movement YEAR 5 I ISSUE 23  I Nov 1, 2012

Unveiling at Navsari …

A Pioneering Challenge In The Field Of Education –

Awakening 10000 Teachers Of Gujarat Towards Swadharma

'Let Us Be The Torch-Bearers'

A Campaign For Awareness And Fulfillment Of Teacher’s Swadharma

The Campaign For Awareness And Fulfillment Of Teacher’s Swadharma has been initiated by Shri Sayaji Vaibhav Public Library, Navsari, Shri Narendra Hiralal Parekh Gyandham, Navsari and Oasis, Vadodara. The campaign has already commenced from 29th July 2012 from Navsari.

‘જ્યોતિર્ધર બનીએ’

શિક્ષક સ્વધર્મ જાગૃતિ અને પાલન અભિયાન

શા માટે આ અભિયાન? – પૂર્વભૂમિકા, હેતુ અને ઉદ્દેશ્ય

જીવનનો અને આપણા અસ્તિત્વનો મૂળભૂત હેતુ શોધી એ સાધ્ય કરવો એ જ શિક્ષણનું અંતિમ ધ્યેય હોવું જોઈએ. ભારતીય સંસ્કૃતિ આ મૂળભૂત પાયા ઉપર જ રચાયેલી છે. આજની શિક્ષણ પ્રણાલી બાહ્ય કેળવણીને વધારે મહત્ત્વ આપે છે. મનુષ્યની ક્ષમતાઓને સર્વાંગી વિકસાવવા બાહ્ય અને આંતર એમ બંને કેળવણીની જરૂર પડે છે. બાહ્ય કેળવણીમાં હુન્નર ઉદ્યોગ, યાંત્રિક-શિક્ષણ, વૈદ્યકીય-શિક્ષણ તથા વિજ્ઞાન, ખગોળ વગેરે શાસ્ત્રોનો સમાવેશ થાય છે. આંતરિક કેળવણીમાં નૈતિકતા, સુઘડતા, સૌંદર્યદ્રષ્ટિ, મંગલમય ભાવ, ધ્યાન, સેવાભાવ, કળા, આદર્શવાદ વગેરેનો સમાવેશ થાય છે.

મહર્ષિ અરવિંદના મતે આજની શિક્ષણપ્રણાલી અધૂરી અને ખોટી છે. તેઓ માનતા કે પ્રાચીન ભારતીય આશ્રમ પદ્ધતિ વધારે પરિપૂર્ણ અને સાચી હતી; પણ તેને આજના યુગ અનુસાર મઠારવાની જરૂર છે. શિક્ષણ અક્ષરજ્ઞાનમાં કે મહિતીજ્ઞાનમાં સીમિત નથી, પરંતુ એક સંસ્કાર પ્રક્રિયા છે.

મેકોલે પદ્ધતિ આધારિત વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં વિવિધ માહિતીને મગજમાં ભરી દેવા ઉપર જ ભાર મૂકવામાં આવ્યો છે; જીવન જીવવાની કળા પર નહીં. આદર્શ રીતે કેળવણીનું કેન્દ્રબિંદુ વિદ્યાર્થી છે અને શિક્ષક સતત એની આસપાસ ફરતો રહી વિદ્યાર્થીને સંપૂર્ણપણે વિકસવામાં મદદ કરતો રહે છે. શિક્ષક કે આચાર્યના શિક્ષણ, વ્યવહાર તથા ચારિત્ર્યમાંથી જ બાળક જીવન જીવવાની રીત શીખે છે.

આજે આપણા શિક્ષકો વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમ પ્રમાણે શિક્ષણ આપે છે, પરંતુ સૌથી મહત્ત્વપૂર્ણ એવું જીવનનિર્માણનું વ્યવહારિક શિક્ષણ આપવામાં આવતું નથી. તેથી જ આજનો વિદ્યાર્થી ઑફિસર કે હોશિયાર વકીલ, ડૉક્ટર કે એન્જિનિયર બની શકે છે, પરંતુ સારો મનુષ્ય બની શકતો નથી. વિદ્યાર્થી ઊંચી ડિગ્રી તો લે છે પણ તેનામાં પ્રામાણિકતા, સદાચાર, રાષ્ટ્રપ્રેમ, સંવેદના, હિંમત, કરુણા વગેરેનો સદંતર અભાવ દેખાય છે.

અભિયાનના હેતુ:

• ગુજરાતના ૧૦,૦૦૦ શિક્ષકોના સ્વવિકાસ, ચારિત્ર્ય-ઘડતર અને વ્યવસાયિક સજ્જતા માટેનું અભિયાન.
• આ શિક્ષકોના સહિયારા પ્રયાસ અને સાધના દ્વારા વિદ્યાર્થીઓનું ચારિત્ર્ય-ઘડતર કરવું, આદર્શ નાગરિકનું ઘડતર કરવું અને એ દ્વારા રાષ્ટ્રનિર્માણ અને સમાજઘડતર થકી ગુજરાત અને ભારતને નવી દિશા આપવી.
• ભારત પુન: બહુરત્ના વસુંધરા બને અને નર-નારી રત્નો વિશ્વ અને માનવજાતની સેવામાં સમર્પિત થાય તેવા નાગરિકો તૈયાર કરવા માટે શિક્ષકોનું ઘડતર કરવું. આ શિક્ષકો હાલની શિક્ષણ વ્યવસ્થામાં રહીને આવનારા સમયમાં દેશમાં આમૂલ ક્રાંતિકારી પરિવર્તન આવે તે માટે ઉદ્દીપક બને.
• આવા નવનિર્મિત શિક્ષકો જ્યોતિર્ધર બની આ યજ્ઞને આગળ ધપાવે.

પરિણામે દેશમાં આજે ઉત્કૃષ્ટ મનુષ્યોનો દુકાળ છે; ચારિત્ર્યવાન નાગરિકોની કમી વર્તાય છે. જો શિક્ષક જ ચારિત્ર્યના ઊંચા ગુણો નહીં ધરાવતો હોય તો તે બાળકોને ચારિત્ર્યવાન કેવી રીતે બનાવી શકે?

કમનસીબે વર્તમાન સમયમાં શિક્ષકો રાષ્ટ્રનિર્માણમાં પોતાની પવિત્ર જવાબદારીને સમજી શક્યા નથી. તેઓ એક વેતનભોગી સરકારી કર્મચારી જેવા બની ગયા છે અને થોડું અક્ષરજ્ઞાન આપવું, નિશ્ચિત સમય સુધી વર્ગખંડમાં હાજર રહેવું, કશુંક ‘ભણાવી દેવું’ એટલી જ પોતાની જવાબદારી છે એમ સમજે છે. અને એટલે જ આજના જમાનામાં શિક્ષકોનું ગૌરવ ઘટ્યું છે, એમણે આદર ગુમાવ્યો છે.

શિક્ષક તો ચારિત્ર્ય નિર્માણનું બીબું છે; વિદ્યાર્થીઓ માટે એક આદર્શ છે અને વિદ્યાર્થીઓ એમનું અનુકરણ કરે છે. જ્યાં ઊંચું ચારિત્ર્ય હોય, વિચાર, વાણી, અને કર્મની એકસૂત્રતા હોય ત્યાં સન્માન, પ્રેમ અને આદર મળે છે. પરિશુદ્ધ વ્યક્તિત્વનો સચોટ પ્રભાવ પડે છે. આથી જ રાષ્ટ્રનિર્માણ, સમાજ-ઘડતરનો ભાર મોટા ભાગે શિક્ષકોના શિરે જ છે. શિક્ષક પોતાના સ્વધર્મે જાગૃત થાય અને એનું પાલન કરે એ વર્તમાન સમયની માંગ છે, દિવ્ય પડકાર છે. આપણે સૌ શિક્ષકો ભેગા મળી એક શુભારંભ કરીએ અને શરૂઆત પોતાની જાતને ચારિત્રવાન બનાવવાથી કરીએ.

કેવી રીતે ઘડીશું પોતાની જાતને? - શ્રેષ્ઠ વ્યક્તિત્વ કેવી રીતે ઢળાશે? શ્રેષ્ઠ ચારિત્ર્ય કેવી રીતે ઘડાશે?

ઓએસિસ સંસ્થા (વડોદરા) એ આદર્શ રાષ્ટ્ર અને સમાજનિર્માણ તથા સમાજઘડતર માટે બે દાયકાથી વધુ સમયથી પ્રવૃત્ત સંસ્થા છે. સંસ્થા દ્વારા છેલ્લાં ૧૨ વર્ષોથી ‘ચારિત્ર્ય-ઘડતર’ની પ્રશિક્ષણ કાર્યશાળાઓનું સફળતાપૂર્વક આયોજન થઈ રહ્યું છે. જેનો લાભ અનેક વ્યક્તિઓ, સંસ્થાઓ, શાળાના આચાર્યો, શિક્ષકો, બાળકો તેમ જ “એક્સેલ ઇન્ડસ્ટ્રી”, “માઇન્ડટ્રી” જેવી કોર્પોરેટ સંસ્થાઓએ પણ લીધો છે. સંસ્થાના સૂત્રધાર શ્રી સંજીવ શાહે ચારિત્ર્ય-ઘડતર અંગે ૫૦થી વધુ નાનાં-મોટાં પુસ્તક-પુસ્તિકાઓ લખ્યા છે.

ઓએસિસ સંસ્થાએ ૨૦૦૧માં “સ્વ સાથે સફળતા” નામે બે દિવસની કાર્યશાળાઓ શરૂ કરી, જે તુરત જ ૩ દિવસની કાર્યશાળામાં પરિણમી. ભાગ લેનારાઓના ઉત્સાહ અને માંગને લઇ એમાંથી “સંબંધોમાં સફળતા” અને “Stress Vision Retreat” જેવી શિબિરોની નવી શૃંખલાઓ પણ ઉદ્ભવી. આ તમામ શૃંખલાઓની વ્યવસ્થિત ગૂંથણી કરી એમાંથી “મહાન હૃદયોના સારેગમપધનિ” નામની કુલ ૧૦ દિવસની

કાર્યશાળાનો ઉદ્ભવ થયો, જેને વ્યાપક આવકાર મળ્યો એટલું જ નહીં, જેમણે એ અભ્યાસક્રમ પૂરો કર્યો, એમના જીવનમાં નવો પ્રાણ પુરાયો અને નવી દિશા મળી.

ઘણા બધા તાલીમ શિબિરો બે-ત્રણ દિવસ માટે થતા હોય છે. જે થોડા સમય સુધી – બેથી ત્રણ મહિના – આપણા પર અસર કરતા હોય છે, પરંતુ સાંપ્રત જીવનના વિશિષ્ટ પ્રવાહોને કારણે પછી એ અસર ભૂંસાઈ અને ભૂલાઈ જતી હોય છે અને આપણે પાછા હતા એવા અને એવા જ બની જતા હોઈએ છીએ.

કાર્યશાળાઓ અને જીવનના અનુભવે એવું સમજાયું કે વર્ષોનાં પૂર્વગ્રહો, સંસ્કારો, મનાંકનો, માન્યતાઓને અતિક્રમી સ્વમાં પરિવર્તન લાવવું એ ૨/૩ દિવસ કે એક વર્ષની ૧૦ દિવસની શિબિર દ્વારા શક્ય નથી અને આ પાઠમાંથી શીખી ઓએસિસ દ્વારા “The Philosophy, Art and Science of Living, Loving & Learning” નામની ૪૦ દિવસની ચાર વર્ષ ચાલે એવી ક્રાંતિકારી અને તમને તમારામાં પરિવર્તન લાવવા મજબૂર કરે એવી કાર્યશાળા આકાર પામી.

ચારિત્ર્ય-ઘડતર અને જીવન જીવવાની કળા માટે ખૂબ જ ઉપયોગી એવી આ કાર્યશાળા અનેક કાર્યશાળાઓના અનુભવે બનેલી વિવિધ પ્રક્રિયાઓ, સીધા વ્યક્તિગત સંપર્ક અને સંવાદ આધારિત વિશિષ્ટ અભ્યાસક્રમ વડે બનેલી છે.

આ કાર્યશાળાને કેન્દ્રમાં રાખી, શિક્ષણ અને શિક્ષકો માટે આવશ્યક પરિમાણોની ગૂંથણી કરી શિક્ષકોના સ્વવિકાસ અને પરિવર્તન માટે આ અદ્ભૂત કાર્યશાળા દ્વારા એક અભિનવ અભિયાન શરૂ થઈ રહ્યું છે. આપણી અંદર છુપાયેલા મહાન વ્યકિતત્વને જાગ્રત કરવું એ જ આ અભિયાનનો મૂળ ઉદ્દેશ્ય છે.

આત્મચિંતન, આત્મસુધાર, આત્મશુદ્ધિ અને આત્મવિકાસ – આ ચાર ચરણોને પૂરાં કરી આપણા સ્વનો વિકાસ કરી એવા વ્યક્તિત્વનું નિર્માણ કરીએ, જે ભારતમાતાના ચરણોમાં આવા અસંખ્ય સુગંધિત વ્યક્તિત્વ સમર્પિત કરવા માટે એક બીબાં જેવું કાર્ય કરી શકે.

કાર્યશાળાનો કુલ સમયગાળો:

            • ચાર વર્ષ
            • કુલ ૪૦ દિવસ
            • દર વર્ષે ૧૦ દિવસ
            • દર બેથી ત્રણ મહિને ૨/૩ દિવસની
              શિબિરો
            • વચ્ચે – વચ્ચે ફોલો-અપ બેઠકો

આ અભિયાનમાં કોણ જોડાઈ શકે?

આ અભિયાનમાં કોઈ પણ શિક્ષક જોડાઈ શકે – પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, ખાનગી કે સરકારી. ખાસ રસ ધરાવનાર કૉલેજના અધ્યાપકો, બી.એડ.ના વિદ્યાર્થીઓને પણ સામેલ કરવામાં આવશે.

અભિયાનમાં જોડાવા માટે ખાસ નિમંત્રણ:

1. જે શિક્ષક શિક્ષણકાર્યને નોકરી કે વ્યવસાય તરીકે નહીં પરંતુ એક પવિત્ર ફરજ તરીકે ગણતો હોય.
2. જે શિક્ષક દેશ માટે, સમાજ માટે, પોતાના વિદ્યાર્થીઓના હિત માટે કંઈક કરી છૂટવાની બળબળતી ઇચ્છા ધરાવતો હોય.
3. જેના દિલમાં પોતાના વિદ્યાર્થીઓ ભાવિ સમાજના શ્રેષ્ઠ નાગરિકો બને એવી તીવ્ર આગ હોય.
4. જે પડકાર ઝીલવા, સંઘર્ષ કરવા તૈયાર હોય, જેને જીવનમાં કંઈક કરી છૂટવાની તમન્ના હોય.
5. જે રોજ-બરોજના જીવનમાં આવતી નાની-મોટી તકલીફો, મુસીબતો, સામાજિક-કૌટુંબિક સંજોગો અને પરિસ્થિતિ સામે ઝઝૂમી પોતાના અને વિદ્યાર્થીઓના
    ચારિત્ર્ય-ઘડતર અને એ દ્વારા સમાજઘડતર તથા રાષ્ટ્રનિર્માણને પોતાનું જીવન કાર્ય ગણતો હોય.
6. ‘સમય નથી’નું બહાનું ન કાઢતા, વ્યવસ્થિત સમય આયોજન કેવી રીતે કરવું એ શીખી, પોતાના અને બાળકોના જીવનમાં પરિવર્તન લાવવા કટિબદ્ધ હોય.

કાર્યશાળાનો અભ્યાસક્રમ:

કાર્યશાળાના અભ્યાસક્રમમાં મુખ્યત્વે નીચેની બાબતોનો સમાવેશ થશે. પરંતુ અનુભવે આપણે સૌ સહયાત્રીઓ જેમ જેમ શીખતાં જઈશું, તેમ તેમ એમાં ઉત્ક્રાંતિ પણ થતી રહેશે. સાથે સાથે ગુજરાત તેમજ સમગ્ર રાષ્ટ્રના શિક્ષણપ્રેમીઓ અને શિક્ષણવિદોનાં સલાહ-સૂચન અને પરામર્શ દ્વારા સમયની માંગને અનુસાર આપણાં હેતુ અને ધ્યેયને સિદ્ધ કરવા એને વધારે સબળ અને હેતુલક્ષી બનાવતા જઈશું.

• What is conditioning; Life is series of
  choices
• Goals of Life; Time Leadership
• Life Management; Self Management
• The Dimensions of Self Development
• The Foundation of Relationships &
  Sarvodaya State-of-Mind
• The Art of Listening
• What is Love & The Art of Loving;
  Problems of Life
• The Concepts of Anti-Love & Love
• The Road Map of Marriage
• The Secrets of Parenting
• Building an Ideal Family
• Developing People Around You
• The Magic of Being
• Psycho-Spirituality of Transformation
• The Life Style in 21st Century
• The Secrets of Ever Youthfulness

• Transactional Analysis
• How to have real Confrontation in
  Marriage
• Suffering as The Essence of Life
• Healing Each Other
• The Role of Parents in Career of Children
• Empowerment of Women
• Living The Old Age in a Great Way
• Democracy & Community in
  Organizations
• How to Think
• Observing Self
• The Practice of Self Control
• The Art of Delegation
• From Ego to Awareness
• What is Sadhana
• What is Death
• What is God
• What are Religions
• What is Spirituality
• Responsibilities of Being Human
• Celebrating Life

અભિયાન શિક્ષકો માટેનું હોઈ શિક્ષકો માટે અત્યંત આવશ્યક એવા નીચેના મુદ્દાઓનો પણ અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

• શિક્ષણનું દર્શન અને સ્વ-વિકાસના સિદ્ધાંતો
  સાથેનો અનુબંધ
• શિક્ષણના ઉદ્દેશ્યો, સિદ્ધાંતો અને પદ્ધતિઓ
• શિક્ષણનું મનોવિજ્ઞાન
• સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, જે. કૃષ્ણમૂર્તિ,
  મહાત્મા ગાંધી, રજનીશ જેવા ઋષિઓની શિક્ષણ
  અંગેની ફિલસૂફી અને વર્તમાન પડકારોનો ઉકેલ
• શિક્ષણ શાસ્ત્ર અને અધ્યાપન
• શિક્ષક હોવાનો અર્થ, શિક્ષકનો સ્વધર્મ, મહત્ત્વની
  ભૂમિકાઓ અને જવાબદારીઓ

• શિક્ષણ કૌશલ્ય
• અભ્યાસક્રમ નિર્ધારણના સિદ્ધાંતો
• શાળા એ સામાજિક ચેતનનું કેન્દ્ર કેવી રીતે
  બની શકે
• આદર્શ શાળાની વિભાવના; શાળાના ધ્યેય-
  મિશન-વિઝન અને દસ વર્ષનું આયોજન
• બાળકો-કિશોરો અને યુવાનોની અપેક્ષાનાં /
  ઝંખનાનાં માર્ગદર્શન ક્ષેત્રો
• બાળકોના વિકાસમાં શિક્ષકોની ભૂમિકા
• બાળ ઉછેર તેમજ સંતાન ઉછેરના સિદ્ધાંતો
• બાળકોની સમસ્યાઓ
• વાલીપણું અને વાલીઓની તાલીમ,
  માતાપિતાની સમસ્યાઓ
• વિશ્વના અને ભારતના શ્રેષ્ઠતમ અને મહાન
  શિક્ષણ પ્રયોગો અને મૉડેલો
• ભારતની મહાન શાળાઓની મુલાકાત
  અને/અથવા એના સંચાલકો/શિક્ષકો સાથે એની
  દ્રષ્ટિ, આંતરિક પરિમાણો અને કાર્ય પદ્ધતિને
  સમજવા મુલાકાત, પરિસંવાદ
• સ્વમૂલ્યાંકન – શાળાના શૈક્ષણિક કાર્યનું ઓડિટ
• વિચાર-વાંચન શિબિર માટે પ્રશિક્ષણ
• વાલી-સંવાદ અને સંપર્ક માટે પ્રશિક્ષણ
• શિક્ષણમાં આધુનિક માધ્યમો અને ટેકનોલૉજીનો
  વિવેકયુક્ત ઉપયોગ
• દીવાદાંડી સમાન વિષય નિષ્ણાતો દ્વારા વિષય
  અને વિષય-શિક્ષણ અંગે માર્ગદર્શન
• ચારિત્ર્ય-ઘડતર અને સ્વ-વિકાસ માટે પ્રેરણા
  આપતી ફિલ્મો, એનો અભ્યાસ અને જૂથ ચર્ચા
• પ્રેરણારૂપ સાહિત્ય, પુસ્તકો અને મહાન પુરુષોના
  જીવનનો અભ્યાસ
• સમાજ પરિવર્તન, સમાજ ઘડતર અને શિક્ષણ
  ક્ષેત્રે ક્રાંતિ માટે પ્રશિક્ષણ, શિક્ષકની ભૂમિકા અને
  જવાબદારી

(સ્વધર્મ અભિયાનના રિપોર્ટમાંથી સંકલિત)

"The Philosophy, Art & Science of Living, Loving & Learning", known as Oasis L3 Course is seen under progress.

અભિયાનના તબક્કા:

• શુભારંભ તા. ૨૯/૦૭/૨૦૧૨ નવસારીથી
• પ્રાયોગિક શરૂઆત નવસારી જિલ્લાથી – ડિસેમ્બર ૨૦૧૨થી ૧૦૦થી ૨૦૦ શિક્ષકો માટે
• શૈક્ષણિક વર્ષ ૨૦૧૩થી ગુજરાતના દરેક ઝોનમાં આરંભ
• શૈક્ષણિક વર્ષ ૨૦૧૪થી ગુજરાતના દરેક જિલ્લામાં આરંભ (જિલ્લા/મહાનગરોમાં ૨૦૦-૨૫૦ શિક્ષકોને પ્રશિક્ષિત કરવામાં આવશે)

રજિસ્ટ્રેશન અને માહિતી માટે સંપર્ક:

શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી. નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ,
ચીમનાબાઇ રોડ, નવસારી.
શ્રી રામચંદ્ર નામજોશી : ૯૪૨૭૫ ૧૬૬૩૧
E mail: shreesayaji_library@rediffmail.com

શ્રી મહાદેવ દેસાઈ : ૯૮૨૫૧ ૨૭૧૩૦
E mail: mrd_mdev428@yahoo.com

શ્રી જયપ્રકાશ મહેતા : ૯૪૨૭૯ ૪૮૭૬૯
E mail: jayprakashmehta1188@yahoo.in

ઓએસિસ
બીજો માળ, શાલિન એપાર્ટમેન્ટ, ૫૨, હરિભક્તિ સોસાયટી, રેસકોર્સ, વડોદરા – ૩૯૦ ૦૦૭.
ફોન નં. (૦૨૬૫) ૨૩૨૧૭૨૮
E mail: oasisworshops@yahoo.com
શ્રી પલ્લવી રાઉલજી : ૯૯૨૪૩ ૪૩૦૮૮

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Jolly Madhra

Kshama Kataria

Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.