Newsletter-cum-magazine of Oasis Movement YEAR 5 I ISSUE 25  I Dec 16, 2012

SummerHill Camp At Oasis Valleys : 21-27 Nov, 2012

Rated By Children As -

The Most Innovative & Extraordinary Camp

72 children - age ranging from 7 to 17 years - all over from Gujarat took part in the SummerHill Camp organized by Oasis at Oasis Valleys during 21st to 27th November, 2012. It turned out to be the most fascinating camp they ever had.

"I have learnt to become
Independent, Confident, Selfless and More Cheerful"

Crux of Reflections from the students - What they learnt that made them very happy:

આ કૅમ્પનો એક એક દિવસ મારા માટે કશુંક નવું શીખવાનો હતો

“જે રીતે સૂર્યની રોશનીથી દિવસની શરૂઆત થાય છે તે જ રીતે આ કૅમ્પનો એક એક દિવસ મારા માટે કશુંક નવું શીખવાનો હતો. આ સમગ્ર કૅમ્પ દરમ્યાન બધાંએ જે સહકાર આપીને ટીમવર્ક કર્યું, થોડા જ સમયમાં બધાં એકબીજાના મિત્ર બની ગયા. અમારાં પર વિશ્વાસ રાખીને જે Freedom આપી, I am so happy about it.”

~ કરિશ્મા ભાટિયા

Given a chance children can prove themselves right

“I have learnt from this camp that if children are given freedom in a right way and given a chance to do something what they like, they can prove themselves right.”

~ Rohan Joshi

અહિંયાં નીડરતા, લીડરશિપ, દોસ્તી, આત્મવિશ્વાસ દરેક વસ્તુ શીખવવામાં આવે છે

“આ સમર કૅમ્પમાં હું એવું શીખી કે Friendship અને કોઈ પણ સાથ સહકાર વિના જીવનમાં આગળ વધવું મુશ્કેલ થઈ જાય છે. આ કૅમ્પ આપણને એવું પણ શીખવે છે કે સાથે રહીને, હળીમળીને કામ કરતા ગમે તેવી મુશ્કેલી હોય તો પણ આપણે તે મુશ્કેલીનો સામનો કરી શકીએ છીએ. અહિંયાં થતી બધી જ પ્રવૃત્તિઓ બાળકોને સ્વાવલંબી બનાવે છે. અહીં નાનાથી મોટા બાળકો જાતે પોતાનું કામ કરે છે. અહિંયાં નીડરતા, લીડરશિપ, દોસ્તી, આત્મવિશ્વાસ દરેક વસ્તુ શીખવવામાં આવે છે.”

~ દેવાંશી પટેલ

We can live our life ourselves

“We can live our life ourselves if we have freedom, get a chance or get an opportunity. This is the thing that makes me happy the most.”

~ Janam Vaidya

I am happy to have more courage than before

“Something that makes me really happy is learning to stand up against your best friend to bring her on the right track. Basically I am happy to have more courage than before.”

~ Riya Shah

School કે ઘરથી વધુ freedom અમને આ કૅમ્પમાં મળી

“સૌથી પહેલાં તો સાત દિવસ Parentsને યાદ કર્યા વગર અને એકલાં રહેવાનું ગમ્યું. અને અમને school અને ઘરમાં જેટલી freedom નથી મળતી તેટલી freedom અમને આ કૅમ્પમાં મળી.”

~ અનુષ્કા ગાંધી

આ કૅમ્પમાં હું નેતૃત્વના વધારે ગુણો વિકસાવી શકી છું

“આ કૅમ્પમાં હું નેતૃત્વના વધારે ગુણો વિકસાવી શકી છું. મને પાર્લામેન્ટ કરતી વખતે ખૂબ જ ગર્વની લાગણી થતી હતી.”

~ હસ્મિતા પરમાર

Children can do more than what adults think

“I have learnt from this SummerHill camp that makes me happy is the Freedom that Oasis Valleys gave me. They trust children because they believe that no child is lazy or useless. They believe that children can do more than what adults think.”

~ Vatsal Mehta

I learned not to remain shy but to be open and frank

“From this SummerHill camp I learned not to remain shy but to be open and frank. Before coming to SummerHill camp I was little shy but now I am not.”

~ Shama Patel

We never realize that God has gifted us so beautiful nature

“I have learnt to become independent, confident, selfless, more cheerful etc. And I was happy that I learnt all these by doing ‘Masti”. I thought God has gifted us so beautiful nature which includes mountains, rivers etc. But we people - busy with our study, tuition & other work - never realize this. So now onwards I’ll try to visit my village at least once in month to experience the beauty of nature.”

~ Vipasha Naik

“I have learnt how to face difficult challenges of life and also learnt not to run away from them.”

~ Rajvee Shah

I learnt to make new friends

“Making new friends even if old friends exist is hard that is one thing I learnt here which makes me happy. Adaptability is another thing which I learnt here which makes me really happy inside.”

~ Vedant Sumant

I have learnt to be independent and self disciplined

“Giving freedom to children makes me happy. I have learnt a lot from this camp. I have learnt to be independent enough and to be self disciplined.”

~ Pratik Dhandre

The thing you told us makes us stronger

“The thing you told was an inspiration for us and it helped me in different ways like makes us stronger, help us to prove the peoples that they are wrong.”

~ Heily Chhatiawala

Children's Parliament : Fantastic System To Learn To Be Responsible
In The Environment Of Complete Freedom

The children's parliament is a unique feature of Oasis SummerHill Camps. Children elect their representatives like Members of Parliament and form a body called Jury. The jury is given the authority for taking any decision regarding the camp - starting from Menu for daily food, about special things they want to do in the camp to time they want to sleep at night. At Oasis we believe that given complete freedom and opportunity, children become more responsible and solve their problems by themselves. A Suggestion/Complain Box is put and children drop their problems, complains, suggestions in it during the day. All these are resolved in the night parliament session by the Jury. The night sessions become the most fascinating and the way children solve their problems amazes elders very much.

"This, in real way, made us feel that
'We have Freedom', 'We have Power'..."

Crux of Reflections - what children felt about Children's Parliament:

પોતાની જાતને સમજવા માટે, સરખો ન્યાય આપવા માટે સારું માર્ગદર્શન મળી રહે છે

“આ અદાલત દ્વારા બાળકોની સમસ્યા સમજવી, તે લોકો સાથે મિત્રતા કરવી અને બધાની સામે પોતાની ભૂલ સ્વીકારી બીજીવાર એવું નહિ કરવાની પ્રતિજ્ઞા લેવી એ સહેલું નથી. પરંતુ આ અદાલત દ્વારા મને આ વસ્તુ ખૂબ જ સારી રીતે સમજવા મળી છે. આ અદાલતની સૌથી સારી વસ્તુ મને એ ગમી કે ઓએસિસના સંચાલક પણ જ્યૂરી મેમ્બર્સનું જ કહેલું માનતા હતા. જ્યૂરી મેમ્બર્સ અને બધા જ સદસ્યો આખી સંસદ જેવું કાર્ય કરતા હતા અને આખા કૅમ્પને હેન્ડલ કરતા હતા એ મને સૌથી વધારે ગમ્યું.”

~ હિરલ સોની

The Children’s Parliament System was fantastic

“This is very different camp from other camps where children take their own decisions. I was not elected as a jury member but I learned to take decisions wisely, to be patient, not to be partial from jury’s debates and decisions. For a while, I thought I am sitting in the India’s Parliament. The Children’s Parliament System was fantastic.”

~ Shama Patel

જો ભારતની પાર્લામેન્ટ આવી હોત તો તે આજે ખૂબ જ આગળ રહેત

“ભારતની જે અદાલત છે તેના કરતા અમારી આ અદાલત ખૂબ જ સારી હતી. ભારતની અદાલતમાં જે જ્યુરીઝ હોય છે તે એકબીજાને નીચે પાડવાનો અને બધા સામે પોતાનો વટ પડે એવું કામ કરે છે પણ અમારી આ પાર્લામેન્ટમાં એવું કાંઈ પણ ન હતું. તેઓ ખૂબ જ હળીમળીને કામ કરતા હતા. તેઓ જે નિર્ણયો લેતા હતા તે પણ ખૂબ જ સમજી વિચારીને તેમજ એવી સજા આપતા કે જેથી ભૂલ કરનાર એવી ભૂલ ફરી ક્યારેય પણ ના કરે. તેથી જો ભારતની પાર્લામેન્ટ આવી હોત તો તે આજે ખૂબ જ આગળ રહેત.”

~ દિપાલી માળી

Even teachers were also called to parliament

“It is done by children so we got a new experience and they were fair in their decisions. They did not do partiality with other. Sometimes even teachers were also called because someone had complaint about them.”

~ Megh Sadhani

Children’s parliament system is an excellent idea

“Keeping Children’s parliament system is an excellent idea so that even children can get to know how to solve minor and even major problems.”

~ Rohan Joshi

બાળકો જાતે પોતાનો પ્રૉબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન કરે છે

“ઓએસિસ સમરહિલ કૅમ્પમાં બાળકોની અદાલતની વ્યવસ્થા દ્વારા બાળકોમાં ન્યાયનો વિકાસ થાય છે. અને ખબર પડે છે કે અસલી ન્યાયાલયમાં શું અને કેવી રીતે થતું હશે. આના દ્વારા બાળકોમાં Self-Discipline પણ આવે છે અને બાળકોમાં દરેક વસ્તુ જાતે કરવાની ભાવના પ્રગટ થાય છે. આ સેશનમાં બાળકો પોતાના વિચારો વ્યક્ત કરીને જાતે પોતાનો પ્રૉબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન કરે છે.”

~ દેવાંશી પટેલ

નાના બાળકો પર વિશ્વાસ રાખીને એમની પર મોટી જવાબદારી સોંપી

“આટલા નાના બાળકો પર વિશ્વાસ રાખીને એમની પર આટલી મોટી જવાબદારી સોંપવાનું કામ ગમે તેવાં માણસનું નથી. પરંતુ ઓએસિસનો પાર્લામેન્ટનો સેશન એવો હતો કે દરેક બાળકમાં પોતાની તર્કયુક્ત દલીલ કરવાનો confidence આવતો હતો. કોઈ સાચી અદાલતમાં જેટલાં જલદી નિર્ણયો ન લેવાતા હોય, એટલાં જલદી બાળકોની અદાલતમાં નિર્ણયો લેવાતા હતા. પોતાના જ મિત્રોને પોતે જ સજા આપીને પ્રતિનિધિઓએ જે કાર્ય કર્યું તે બહુ જ પ્રસંશાને પાત્ર છે.”

~ કરિશ્મા ભાટિયા

Crazy complaints, funny answers and fair decisions

“Crazy complaints, funny answers and fair decisions made it all just perfect. This in real way made us feel that ‘We have Freedom’, ‘We have Power’!”

~ Riya Shah

સજા ભોગવનારને અંદરથી લાગતું અને ભૂલને સુધારી શકતા

“અદાલતમાં આપણા ફ્રેન્ડ્સ કે ભાઈબહેન હોય એવું જોવામાં ન આવતું અને અદાલતમાં ખૂબ સચ્ચાઈથી સજા પણ આપી. એ સજા જે આપી તેનાથી સજા ભોગવનારને અંદરથી લાગતું અને ભૂલને સુધારી શકતા હતા.”

~ આકાશ કાઢી

I understood responsibilities of organizers

“By being in the parliament I realized the responsibility upon the shoulders of the adults who organized this camp. For the first time I felt myself in their shoes and learnt & understood that what would their condition be. In the end I actually felt very happy about the children’s parliament session.”

~ Vendant Sumant

“આ અદાલતમાં બાળકો સ્વતંત્રતા અને જવાબદારીની ભૂમિકા જીવનમાં શું છે તે સમજે છે. તેઓ જાતે નિર્ણયો લેતા અને જાતે જ પોતાના આદર્શો બનાવતા શીખે છે. મિત્રતા અને પ્રેમ જેવાં સંબંધો સાથે ગાઢ રીતે સંકળાઈને બાળકો જ્યારે ન્યાય કરે ત્યારે સાચે જ તે ન્યાય ફળનારો હોય છે અને ખાસ કરીને હિંમત આપે છે, એકબીજાની લાગણીને માન આપતા શીખવે છે.”

~ હસ્મિતા પરમાર

અદાલતની વ્યવસ્થાથી કૅમ્પ ખૂબ જ શિસ્તબદ્ધ ચાલ્યો

“બાળકોની અદાલતની વ્યવસ્થાથી કૅમ્પ ખૂબ જ શિસ્તબદ્ધ ચાલ્યો. હું તો એમ કહું છું કે દરેક સ્કૂલે પણ આવી વ્યવસ્થા કરવી જોઈએ.”

~ લય નાયક

બાળકોના પ્રૉબ્લેમનું સોલ્યુશન મળે છે

“મોટેભાગે બાળકને કંઈ પ્રૉબ્લેમ હોય તો એ કોઈને કહી શકતા નથી. પણ અહીં એને એ પ્રૉબ્લેમનું સોલ્યુશન મળે છે.”

~ માલવી પરમાર

બાળકોમાં ઘણા ગુણો વિકસે છે

“આ વ્યવસ્થામાં બાળકોના ઘણા બધા ગુણોનો વિકાસ થાય છે જેમ કે નેતૃત્વ, ઈમાનદારી, પ્રામાણિકતા, fairness, courage વગેરે.”

~ ફારૂક પઠાણ

હિંમત હાર્યા વગર સચ્ચાઈનો સામનો કરી લડવું તે શીખવા મળે છે

“જો જિંદગીમાં સાચે જ કોઈ ગુના વગર અદાલતમાં જવું પડે તો આપણે હિંમત હાર્યા વગર સચ્ચાઈનો સામનો કરી કેવી રીતે લડવું તે આ બાળકોની અદાલતમાં શીખવા મળે છે.”

~ દામિની બાગડે

"You gave us the right thing we need -
the Freedom and the Happiness"

Freedom to children is a core value of SummerHill Camp. And in the atmosphere where children feel complete freedom, they become more responsible and self-disciplined. They give their opinions freely, work together happily, do their duties without inspection and help each other solve personal problems.

"I liked the most the respect you gave us;
That makes me feel that I am not useless, lazy or careless"

Crux of Reflections - what children liked the most in the camp:

બધાએ બહારનું વાંચન કરવું જ જોઈએ

“આ સમગ્ર કૅમ્પમાં બધા સેશનમાં ખૂબ જ મજા આવી પણ મારો પ્રિય સેશન મહાદેવસરનો ‘પુસ્તકો મને કઈ રીતે બદલી શકે?’ હતો. આ સેશનમાં જાણવા મળ્યું કે વિદ્યાર્થીના જીવનમાં એકલા તેના ભણવાના પુસ્તકોનું જ મહત્વ નથી. બધાએ બહારનું વાંચન કરવું જ જોઈએ જેથી કેટલી બધી નવી જાણકારી મળે છે. અને દરેકે પોતાના ઘરમાં એક લાઇબ્રેરી રાખવી જ્યાં આપણે પુસ્તકોનો સંગ્રહ કરી શકીએ. જેટલું બને તેટલું વધુ ને વધુ બહારનું જ્ઞાન મેળવવું જોઈએ જેથી Lifeની Examમાં ક્યારેય Fail નહીં થઈએ.”

~ અનુષ્કા ગાંધી

I have the abilities to become a Journalist

“I liked English Confidence and Journalism class because I got a feeling after the sessions that I have the abilities to become a Journalist. I have the quality that every Journalist should have. I got all this feelings only from this class and I got opportunity through this camp.”

~ Janam Vaidya

બધાની સામે વક્તવ્ય રજૂ કરવા માટે આત્મવિશ્વાસ મને મળ્યો

“ડ્રામાના સેશનમાંથી બધાની સામે વક્તવ્ય રજૂ કરવા માટે આત્મવિશ્વાસ મને મળ્યો છે. ડાયલૉગ કેવી રીતે યાદ રાખવા, પોતાનું જે પણ કૅરેક્ટર છે એમાં પૂરે પૂરા સામિલ થઈ જવું અને પછી નાટકની રજૂઆત કરવી; કયો ડાયલૉગ કેવી રીતે બોલાય તેની માટે મોઢાના હાવભાવ, દુઃખ વગેરે કેવી રીતે લાવવું એ બધું જ મને ડ્રામાના સેશનથી જાણવા મળ્યું છે. પોતાની જાતને સાબિત કરવી, આત્મવિશ્વાસપૂર્વક અને નિર્ભય બનીને કામ કરવું એ બધું જ ડ્રામાના સેશનથી મને શીખવા મળ્યું છે.”

~ હિરલ સોની

પુસ્તકને વાંચીને સારા ગુણ લઈ તેનો જીવનમાં અમલ કરવો જોઈએ

“મારો સૌથી પ્રિય સેશન ‘પુસ્તકો મને કેવી રીતે બદલી શકે’ તે હતો. પુસ્તકો વાંચીએ તો ખાલી દેખાવ ખાતર નહિ વાંચતા તેમાંથી સારા ગુણ લઈને અને તેમને જીવનમાં ઉતારીને અમલ કરવો જોઈએ. તે મારા માટે ખૂબ જ મહત્વનું છે કારણ કે આજ સુધી મેં ઘણાંય પુસ્તકો વાંચ્યા પરંતુ તેમાં ખૂબ જ ઓછું ધ્યાન આપીને વાંચતો હતો. હવે હું વાંચવામાં પણ ધ્યાન રાખીશ.”

~ કિરણ હળપતિ

I learnt so many qualities that the real leader should have

“My favourite session from the whole camp was Leadership Development, because I learnt so many qualities that the real leader should have. I will try to develop all that qualities in me to become a good leader. Thanks to Sheebadidi & Sanjivbhai. And I promise that after 10 years I’ll be back as a faculty & teach the young talented minds.”

~ Vipasha Naik

મેં મિડનાઇટ ટ્રૅકિંગ કર્યું તેનાથી હું ખૂબ ખુશ છું

“આ સમરહિલ કૅમ્પમાં મેં મિડનાઇટ ટ્રૅકિંગ કર્યું તેનાથી હું ખૂબ ખુશ છું. પહેલાં હું ભૂતથી બહુ બીતો હતો પણ મેં મારા મગજમાં બેસાડ્યું કે જો આપણે એકવાર ભૂતની સાચી હકીકત જાણીએ ત્યારે જ આપણને ખબર પડે. હવે હું એક વખત ત્યાં (સ્મશાનમાં) જઈ આવ્યો એટલે હું હવે ભૂતથી બીતો નથી. અને ભૂતથી ન બીવાને કારણે હું ખૂબ જ ખુશ છું.”

~ કુંજ ડોડીયા

અલગ-અલગ રીતે Drawing શિખવાડતા હતા

“Landscape Painting એ મારો સૌથી પ્રિય અને સૌથી વધારે યાદગાર સેશન હતો કારણ કે મારે મોટા થઈને આર્ટિસ્ટ બનવું છે અને તેમાં અલગ-અલગ રીતે Drawing શિખવાડતા હતા તેથી મને આ સેશનમાં ખૂબ મજા આવી.”

~ અકીબ કાદરી

I learned taking fair decisions, choosing the best

“The Parliament session was the most favourite session from the whole camp because taking fair decisions, learning priority and choosing the best of all was learned in this session.”

~ Riya Shah

આજના યુગમાં છોકરીઓએ સેલ્ફ ડિફેન્સ શીખવું જરૂરી છે

“સમગ્ર કૅમ્પમાંથી મારો સૌથી પ્રિય સેશન જ્વલંતસરનો સેલ્ફ ડિફેન્સ હતો કેમ કે આજના યુગમાં છોકરીઓએ સેલ્ફ ડિફેન્સ શીખવું જરૂરી છે અને મેં આ જ વિચારો ધ્યાનમાં રાખી આ સેશન્સ એટેન્ડ કર્યા અને મને નવું શીખવા અને જાણવા મળ્યું.”

~ મેહા પટેલ

પૃથ્વી આપણી એકલાંની નથી પણ સૌની છે

“મારો પ્રિય વિષય પર્યાવરણ હતો કારણ કે તેમાં શીખવાનું મળે છે કે વૃક્ષો આપણને જિંદગીમાં ખૂબ જ ઉપયોગી હોય છે અને આ પૃથ્વી પર એકલાં માનવ જ નહિ પણ પ્રાણી-પક્ષી, જીવ-જંતુઓ વગેરે પણ રહે છે. પૃથ્વી આપણી એકલાંની નથી પણ સૌની છે. એટલે બધા ધરતીને ધરતી માતા કહે છે.”

~ ક્રિષ્ના શિંદે

“૨૬ નવે.ના દિવસે સાંજે થયેલું સ્ત્રી-ભ્રૂણહત્યાનું નાટક મારા હૃદયને ખૂબ સ્પર્શી ગયું. તે જ સમયે દિલથી મેં મારા મમ્મીને થેંક્યુ કહ્યું અને પોતાને પ્રૉમિસ આપ્યું કે મારી નજર સમક્ષ સ્ત્રી-ભ્રૂણહત્યા કદી નહીં થવા દઉં.”

~ કાજલ પરમાર

મેં જે કામ ઘરે ન કર્યું હોય અને મને આવડતું પણ ન હોય તે હું અહીં આવીને શીખી છું

“આ કૅમ્પમાં મને જે ડ્યુટી નિભાવવાની હતી તે સેશન ખૂબ ગમ્યો કારણ કે મેં જે કામ ઘરે ન કર્યું હોય અને મને આવડતું પણ ન હોય તે હું અહીં આવીને શીખી છું.”

~ દામિની બાગડે

એક સોફ્ટ ટોય માટે ઘણી બધી મહેનત જોઈએ તે મને આ કૅમ્પમાં ખબર પડી

“મારો સૌથી પ્રિય સેશન સોફ્ટ ટોય્સનો હતો કારણ કે જે પોચાં-પોચાં રમકડા - ઢીંગલાઓ અને પ્રાણીઓ અમે અમારાં હાથથી બનાવ્યા અને મને તો ખૂબ જ મજા પડી. મને પહેલાં સીવતા આવડતું હતું પણ સીવણકામની આટલી બધી રીતો હોય તે ખબર નહોતી તેથી મેં અહીં ઘણી બધી રીતો શીખીને સસલું બનાવ્યું, તો મને એટલો બધો આનંદ થયો કે હું તે શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી. એક સોફ્ટ ટોય માટે ઘણી બધી મહેનત જોઈએ તે મને આ કૅમ્પમાં ખબર પડી. આની માટે હું પ્રક્ષાદીદીનો આભાર માનું છું. Thank you Prakshadidi.”

~ દેવાંશી પટેલ

I got a lot of help from this camp

“Leadership development was one of my most favourite session from the whole camp because I always visualized myself as a leader and I secretly wish to lead a political empire in India which would change it completely and forever and for this I got a lot of help from this camp.”

~ Vedant Sumant

"I will miss my friends - new buddies the most
because they taught me how to live..."

Community living is also one of the chief objectives of SummerHill Camp. Children from different area and backgrounds come to the camp and stay like a big family. Without cast, creed, gender or religious bias they become friends. The bond of friendship becomes so strong that with wet eyes, they almost refuse to depart on the last day.

“મને અહિંયાં ખૂબ ગમે છે, ખૂબ મજા આવે છે;
મને આ કૅમ્પ છોડીને જવાનું મન જ નથી થઈ રહ્યું”

Crux of Reflections - what children will miss after the camp:

અહીં જે ફ્રૅન્ડ મળ્યા છે તેવાં ફ્રૅન્ડ મને બીજે ભાગ્યે જ મળતા

“અહીંથી પાછા ગયા પછી હું સૌથી વધુ ફ્રૅન્ડસને મિસ કરીશ કારણ કે મને અહીં જે ફ્રૅન્ડ મળ્યા છે તેવાં ફ્રૅન્ડ મને બીજે ભાગ્યે જ મળતા. અહીંના ફ્રૅન્ડ એટલાં બધા હેલ્પફૂલ હતા કે કઈ રીતે એમનો આભાર માનું તે જ સમજ નથી પડતી.”

~ મોનિકા પટેલ

“I will remember all my 71 friends because studies or report card is not important than all friends.”

~ Harit Khadepaw

“ભૂતકાળના શહેરમાં પાછા તો ફરો,
તમારી અને અમારી યાદો તાજી થશે!
ફરી જાશું નિજ ઘર પાસે,
શહેર આપણું ખંડેર થશે!
આવજો ફરીને ફરીને શહેર દીપાવવા,
તમારી કમી સૌને મહેસૂસ થશે!”

~ હસ્મિતા પરમાર

સૌથી વધુ અહીંયાંના શિક્ષકોને ખૂબ miss કરીશ

“અહીંથી પાછા ગયા પછી હું સૌથી વધુ અહીંયાંના શિક્ષકોને ખૂબ miss કરીશ કારણ કે આ બધા શિક્ષકોએ અમને ઘણું બધું નવું શિખવાડયું છે જે અમને સ્કૂલમાં પણ જાણવા નહોતું મળ્યું. અહીંયાંના શિક્ષકોને અમારા પ્રત્યે અને અમને તેમના પ્રત્યે ખૂબ લાગણી થઈ ગઈ છે.”

~ જયદીપ વકીલ

અમે બધા એક પરિવારની જેમ હતા

“અમે આટલાં દિવસ સાથે રહ્યા તેથી અમે બધા એક પરિવારની જેમ હતા અને જ્યારે પરિવારના સદસ્યો દૂર હોય ત્યારે આપણે તેમને મિસ કરીએ છીએ.”

~ યુક્તા ભાવસાર

હું આવા friendsને કદી નહિ ભૂલું

“અહીંથી પાછા ગયા પછી હું સૌથી વધુ મારા Friends અને અહીંના ફેકલ્ટીના સભ્યોને યાદ કરીશ. કારણ કે અહીંના ફેકલ્ટીના સભ્યો એટલાં સરળ સ્વભાવના છે, બધા લોકોથી જુદા તરી આવે છે અને દરેક બાળકને મદદ કરે છે. અહીંના જુદાજુદા શહેરમાંથી આવતા Friendsની ભાષા અલગ, રીતભાત અલગ પણ દરેક friend બીજા સાથે મળી જવાની ખૂબ કોશિશ કરે છે. તેથી હું આવા friendsને કદી નહિ ભૂલું.”

~ દેવાંશી પટેલ

“I will miss the freedom because we can’t get it anywhere else except Oasis Valleys.”

~ Saumya Shah

Reflected by one of the teachers -

“After my parents, children here gave me unlimited love”

As many as 30-40 subjects taught during SummerHill camps. 20-25 faculties/teachers from all over Gujarat and outside come to teach children various subjects which are usually not taught at their schools. Normally it turns out that more than teaching to children, teachers learn from them. In fact, the love these teachers receive from children is something so powerful that they wish to come to camps again and again.

“ખરો આનંદ શું છે એવું અહીં આવીને અનુભવ્યું છે, Thank you very much”

Crux of Reflections by couple of teachers:

આ મારો first camp હતો કે જેમાં નાના બાળકો પાસેથી ઘણું શીખી

“First of all, આ સમરકૅમ્પમાં હું એક Teacher તરીકે આવી હતી, તો મારે તો અહીં બધાને શીખવવાનું હોય. પણ ના, આ મારો first camp હતો કે જેમાં હું મારાથી એકદમ એટલે એકદમ નાના બાળકો પાસેથી ઘણું શીખી.

આ બાળકો પોતાના વિચારો જેમ બધાની સામે રજૂ કરે કે આપણને એવું થાય કે મેં આવું તો કશું વિચાર્યું પણ ન હતું અને આ લોકો આટલાં નાના થઈને આટલું સરસ રીતે વિચારી શકે અને તેને analyze કરે અને પછી પોતાના વિચારોને અમલમાં મૂકે છે. પોતાના નિર્ણયો હંમેશા આપણે જાતે જ સારી રીતે વિચારીને લેવા જોઈએ, આ એક વિચારથી બહુ ખુશ થઈ.

I LOVE THIS CAMP. અહીંથી પાછાં ગયા પછી હું આ બધા નાના બાળકો અને મારા માટે જે Respected persons છે તેમનો પ્યાર મિસ કરીશ. મારી lifeમાં મારા parents પછી તમે છો જેમણે મને આટલો બધો means unlimited પ્યાર આપ્યો.”

~ Shivani Chahwala, Teacher of Drama & Acting

જે રીતે એમણે અદાલત ચલાવી છે તે ખરેખર પ્રસંશાને લાયક છે

“સમરહિલ કૅમ્પમાં ઘણાં નવા બાળકો હતા છતાં પણ જે રીતે એમણે અદાલત ચલાવી છે તે ખરેખર પ્રસંશાને લાયક છે. ઘણા ઇમોશનલ કેસો હતા પણ એમણે જે રીતે હેન્ડલ કર્યા તે જાણીને થાય છે કે કદાચ હું પણ આ નિર્ણય ના લઈ શકું. સૌને પોતાની વાત કહ્યાની આઝાદી મળી તો એમણે એનો ઉપયોગ સરસ રીતે કર્યો.

આ કૅમ્પમાં ઘણા બધા મિત્રો બન્યા. ઘણા બધા સાથે એવો પરિચય થયો કે જે ઘણા નજીક આવી ગયા. હું ઓએસિસનો જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. મને જે પ્લેટફોર્મ આપ્યું છે એ કદાચ અત્યાર સુધી મને કોઈએ પણ નથી આપ્યું, જેનાથી હું આનંદથી કામ કરતી થઈ. ખરો આનંદ શું છે એવું અહીં આવીને અનુભવ્યું છે.”

~ પ્રક્ષા દેસાઈ, સોફ્ટ ટોય્સના શિક્ષક

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Jolly Madhra

Kshama Kataria

Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.