The students of Bachelor of Rural Studies (BRS) from Shri Narmada Gram Vidhyapith, Mangrol (Near Rajpipala, Gujarat) were the first to have a residential camp at Oasis Valleys after it was opened in January 2012. 16 Students with their two teachers participated in the camp, organized on 2-3 January, 2012. Apart from learning about Sustainable Agriculture & Organic farming, they also went through unique self-developmental processes of Oasis Workshops. Oasis aspires to see rural youths stand tall along with their counterparts in cities. The workshop was facilitated by Mehul Panchal, Managing Trustee, OASIS. |
જે હું જાણતો ન હતો તેવી જાણકારી મળી
નવી નવી જાણકારી અમને મળી. જે હું જાણતો ન હતો તેવી જાણકારી મળી. અહીં સજીવ ખેતીમાં ફળ, ઔષધિઓ, વૃક્ષો, મસાલા વગેરે સારા પ્રમાણમાં વિકસાવ્યા છે. જો એ પડતર જમીનમાં સારા એવા પાકો લઇ શકતા હોય તો આપણે પણ કેમ ના લઇ શકીએ? હવેથી હું પણ અમારી પડતર જમીનમાં વૃક્ષો, ફળ, મસાલાના પાકો સારા પ્રમાણમાં કરીશ; અળસિયા ખાતર પણ બનાવીશ. રોગો સામે રક્ષણ મેળવવા ગાયનું મૂત્ર અને સીતાફળ-લીમડાના પાંદડાં નાખી હું પણ દવા બનાવીશ અને રોગોનો નાશ કરીશ.
~ શિરીશ ચૌધરી
અમારા ગામના લોકોને આ પ્રયોગ સમજાવી તેમને પણ જાગૃત કરીશું
આ મોડેલ ફાર્મ ઘણું બધું શીખવે છે. ઘણી બધી ઔષધિઓમાંથી કઈ કઈ દવાઓ તથા પાઉડરો બનાવવામાં આવે છે તે જાણવા મળે છે અને ઘણાં બધાં ખાતરો તથા દવાઓની માહિતી મળી છે તેનો પ્રયોગ અમે પણ કરીશું.
અમારા ગામના લોકોને આ પ્રયોગ સમજાવી તેમને પણ જાગૃત કરીશું.
~ નિર્મલસિંહ ગોહિલ |
જંગલ વિસ્તારમાં સજીવ ખેતી કરવામાં આવી છે તે ખૂબ જ બુદ્ધિશાળી કાર્ય છે
આ જગ્યા ખૂબ જ સરસ છે. આ સ્થળની જે પસંદગી કરવા આવી તે ખૂબ જ મહત્વનું લાગ્યું. જે જંગલ વિસ્તારમાં આ મોડેલ ફાર્મ સ્થાપી ત્યાં સજીવ ખેતી કરવામાં આવી છે તે ખૂબ જ બુદ્ધિશાળી કાર્ય છે.
આ મોડેલ ફાર્મમાં જે વૃક્ષો, ફળવાડી વગેરે છે, તે તમામ જૈવ-વિવિધતા રૂપે ઉગાડવામાં આવ્યાં છે તથા ઔષધિઓ પણ ઉગાડવામાં આવી છે - આ તમામ માહિતી ખૂબ જ ઉપયોગી અને ફાયદાકારક છે.
સૌથી અગત્યનું તો મને એ લાગ્યું કે સજીવ ખેતીમાં સજીવો જેવા કે જીવ-જંતુ, બેક્ટેરિયા, પશુ-પક્ષી વગેરેને પણ જીવન આપવામાં આવે છે.
~ મેહુલ વસાવા
અમારા ગામમાં આવું મોડેલ ફાર્ ઊભું કરીશું
આ મોડેલ ફાર્મમાં મને સજીવ ખેતી ગમી અને તે કઈ રીતે થાય તેનો ખ્યાલ આવ્યો અને ઘણાં બધાં વૃક્ષ્રો વિશે જાણકારી મળી. અમે પણ અમારા ગામમાં આવું મોડેલ ફાર્મ ઊભું કરી શકીએ તેવી કોશિશ કરીશું.
~ હિરેન્દ્ર વસાવા |
ગંગામા ચક્ર બનાવવામાં આવ્યું છે તે મને ખૂબ જ અદભુત લાગ્યું
ઓએસિસ વેલીઝ પર મુખત્વે જે અળસિયાનું ખાતર અને પશુઓનાં મળ-મૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે તે ખૂબ જ સરસ છે. ખેડૂતોને ઓછા ખર્ચ ખેતી કરી શકે તે માટેની સમજણ આપે છે તે સરસ છે.
આ ખેતરમાં જે ગંગામા ચક્ર બનાવવામાં આવ્યું છે તે મને ખૂબ જ અદભુત લાગ્યું છે. ગંગામા ચક્રમાં એક જ ગુંઠાની જમીનમાં વિવિધ જાતની શાકભાજી વાવવામાં આવી છે જે એક ખૂબ જ વિચારવાનો વિષય છે. એમાંથી મને ખૂબ જ સમજવાનું મળ્યું છે.
~ દિવ્યેશ તડવી
આજુબાજુના લોકોને પણ આના વિશે માહિતી આપી તેમને પણ સજીવ ખેતી તરફ વાળીશું
અમને આ મોડેલ ફાર્મથી એ ફાયદો થયો કે અમે જયારે ખેતી કરીશું ત્યારે કુદરતી દવાઓનો ઉપયોગ કરીને સારો પાક મેળવીશું. જીવનમાં આપણા આજુબાજુના લોકોને પણ આના વિશે માહિતી આપી તેમને પણ સજીવ ખેતી તરફ વાળીશું. આપણા દેશમાં ખેતી રસાયણમુક્ત થાય અને ખેડૂતો સજીવ ખેતી કરતાં થાય તેવું મંતવ્ય છે.
~ ધવલ પ્રજાપતિ |
ઘણા બઘા પ્રશ્નોનો ઉકેલ મળ્યો અને એમાં અમારા મગજનો પણ વિકાસ થયો
આ કાર્યશાળા મને ખૂબ જ ગમી. આ કાર્યશાળાના નિયમો અને એમાંની વાતચીતથી ઘણા બઘા પ્રશ્નોનો ઉકેલ મળ્યો અને એમાં અમારા મગજનો પણ વિકાસ થયો. કાર્યશાળામાં અમને એક એવો અહેસાસ થયો છે કે અમારે પણ એવું એક મોડેલ ફાર્મ ઊભું કરવું જોઈએ.
~ જયદીપ તડવી
અમારા ગામમાં આવું મોડેલ ફાર્મ ઊભું કરીશું
આ કાર્યશાળા અમને પ્રગતિના પંથે લગાવે છે અને આનાથી આગળના સમયમાં સજીવ ખેતી વધારે પ્રમાણમાં જોવામાં આવશે. રાસાયણિક ખેતીથી આપણાં ખેતરો બગડી જાય છે. માટે, હવેથી આપણે સજીવ ખેતી પાછળ લાગી જવું પડશે. આ ફાર્મ અમને એક માર્ગદર્શન આપતું સ્થળ લાગ્યું જેનાથી વિશેષ ફાયદાઓ જોવા મળે છે અને જીવનમાં ઘણું બધું શીખવા મળે છે અને તેનાથી આપણે આગળ વધી શકીએ છીએ.
~ હિરેન્દ્ર વસાવા |
આ કાર્યશાળા અમને સારામાં સારી લાગી
આ કાર્યશાળા અમને સારામાં સારી લાગી. અને ખેડૂત મિત્રનો સારો વિકાસ થઈ શકે તે માટે અહીં બનાવેલી પદ્ધતિ અને આયોજન અમને બહુ જ સારાં લાગ્યાં.
~ રવિન્દ્ર તડવી
કાર્યશાળાનું વાતાવરણ અદભુત અને પૂરેપૂરું કુદરતી લાગ્યું
આ સ્થળ રમણીય અને સુંદર લાગ્યું.
આ કાર્યશાળાનું વાતાવરણ અદભુત અને પૂરેપૂરું કુદરતી લાગ્યું.
આ કાર્યશાળામાં અવનવું શીખવાનું મળ્યું અને કાર્યશાળા આત્મ-વિશ્વાસ વધારનારી લાગી.
~ વિપુલ પ્રજાપતિ
ખૂબ જ સુંદર કાર્યશાળા
આ કાર્યશાળા ખૂબ જ સુંદર લાગી કારણ કે આ કાર્યશાળામાં દરેક વ્યક્તિને નવું નવું જાણવાનું મળે છે. અને આના દ્વારા ખેડૂતો, વિદ્યાર્થીઓને નવું જ્ઞાન મળે છે; તેથી આ કાર્યશાળા મને ખૂબ જ પસંદ છે.
સજીવ ખેતીની જાણકારી તો ખરી જ, સાથે વ્યક્તિત્વ-વિકાસ અને ગ્રામ-વિકાસની પણ કેટલીક માહિતી લોકોને પહોંચાડે છે તેથી ખૂબ જ સુંદર કાર્યશાળા છે.
~ ધર્મેન્દ્રસિંહ પરમાર, શિક્ષક |
જીવન જીવવામાં અમને હિંમત આપી
આ કાર્યશાળામાં અમને જીવન ઘડતર વિશે ખૂબ જાણવા મળ્યું. પોતાનું જીવન કેવી રીતે જીવવું અને જીવનમાં દુ:ખદ પ્રસંગો આવે તો કેવી રીતે હલ કરી શકાય એવી અમને માહિતી આપી અને જીવન જીવવામાં અમને હિંમત આપી. આ કાર્યશાળાના સાહેબના મોઢામાંથી બોલાયેલા શબ્દોનું અમને પાલન કરીશું તો અમને જીવનમાં કોઈ મુશ્કેલી પડશે નહીં.
~ અજય રાઠવા
સંચાલકે અમને વિપુલ પ્રમાણમાં માર્ગદર્શન આપ્યું
કાર્યશાળામાં સંચાલકે અમને વિપુલ પ્રમાણમાં માર્ગદર્શન આપ્યું અને અમારે માટે રહેવાની- ખાવાની સગવડો પૂરતા પ્રમાણમાં આપી હતી. એમનો સ્વભાવ અમને ખૂબ જ ગમ્યો. સંચાલકની જેટલી તારીફ કરીએ એટલી ઓછી છે.
~ શિરીશ ચૌધરી |
On 10th of January, 2012, some 48 farmers from nearby villages got together at Oasis Valleys to learn more about Organic Farming and Marketing Organic Produces. The chief guest was Shri. Kapil Shah, Managing Trustee, Jatan Trust, Vadodara. Kapilbhai, who has been actively working in spreading Organic Farming for more than two decades and has been succeeded in inspiring thousands of farmer across Gujarat, informally interacted with farmers about Why to go for Organic Farming, Advantages & Disadvantages of Organic Farming, How farmers can initiate Organic Farming, What is market & how to market Organic Produces. Kapilbhai shared his experiences with farmers. Some 20 farmers from Shinor Taluka (Vadodara Dist.) who are doing Organic Farming for last 13-15 months formed a group of Organic Farmers. The program was coordinated by Mehul Panchal, Managing Trustee, OASIS, who has been instrumental in creating Model Organic Farm at Oasis Valleys. |
On 5th of January, 2012, @ 40 women of nearby Mandva village visited Oasis Valleys. They discussed their role in rural development & about problems they face. They also visited the Model Farm and learned about Organic Farming. The program was conducted by Dr. Pallavi Raulji (Trustee, OASIS). |