Newsletter-cum-magazine of Oasis Movement YEAR 5 I ISSUE 5 I March 1, 2012

Oasis Facilitators' Workshop For Principals & Teachers Of Navsari

નવસારીના શિક્ષણવિદોને અદભુત અનુભૂતિ કરાવતી ઓએસિસ કાર્યશાળા

“Workshop join કર્યા પહેલાં
હું આ માનસિકતામાં જીવતો હતો...

ક્ષણે ક્ષણ ઝૂરતા મારા બાળપણને હું મારી કેમ નથી નાંખતો,
ન જલતા ન બૂઝતા જીવનદીપને હું ઠારી કેમ નથી નાંખતો?
ઠંડું પડી ગયેલું જવાનીનું લોહી જવાબ કેમ નથી માંગતું,
જર્જરિત ખોળિયાના ચીરમાં હું ચિનગારી કેમ નથી નાંખતો?
માનવતાના ચીર હરણને સહે છે કેમ આ સમાજો,
દ્રૌપદીના ચીર પૂરનાર વસ્ત્રો હવે ગિરઘારી કેમ નથી નાંખતો?

અને હવે Workshop પૂરી કર્યા બાદ...

રક્ત છે મારી રગોમાં ત્યાં સુધી લડતો રહીશ,
સાંભળી લે શત્રુ તારી જીતને નડતો રહીશ.
આ પતન મારું છે બસ ઘટના - નથી પરિણામ એ,
છો શિખર ઉત્તુંગ પડતો રહીશ, ચડતો રહીશ.
સાવ કોરી સાવ કોરી આંખ છે તું જોઇ લે,
કેમ તેં માની લીધું કે હું સદા રડતો રહીશ?
બે વિકલ્પો છે વિલયના - સડવું કે સળગી જવું,
જગ સડે છે, તોય હું તો બળતો-ભડભડતો રહીશ.

~ હેમલ ભટ્ટ

Coordinated by Shri Sayaji Vaibhav Library, Navsari, Oasis Facilitators' Workshop was organized at Oasis Valleys for some 27 selected Principals, Teachers & people related to edcuation field from Navsari, Gujarat. Oasis Valleys hosted the workshop during 19 to 21 January, 2012. It was first of the series of workshops designed for the group. The workshop was facilitated by Sanjiv Shah and Sheeba Nair of Oasis.

સો સો સલામ

જીવન પરિવર્તન માટે હૃદય પરિવર્તન આવશ્યક છે અને એ સમજી, સમજાવી સૌના હૃદયનો ઉઘાડ કરવામાં આ કાર્યશાળા અદભુત, અવર્ણનીય, અકલ્પનીય, અવિસ્મરણીય રહી. સૌનો ઉઘાડ જ નહી થયો, સૌ ખીલ્યા.

સંજીવભાઈના અને શીબાબેનના ચિંતન અને વિચારોની સ્પષ્ટતા કાર્યશાળાની શૈલી, સાંભળવાની ટેકનિક, ધીરજ, સૌનો ઉઘાડ કરી શકાવવાનું અદભુત સામર્થ્ય, વચ્ચે વચ્ચે ઉદાહરણો, વાર્તાઓ, પુસ્તકોનાં દ્રષ્ટાંતો, ફિલ્મોની પસંદગી, જૂથ ચર્ચાની પદ્ધતિ સઘળું ઉત્તમ છે.

Hats off to your Dedication and Commitment. The History will remember you all.

~ મહાદેવ ર. દેસાઈ

{શ્રી મહાદેવભાઇ દેસાઈ -

વ્યવસાયે નવસારીના સફળ આર્કિટેક્ટ પણ હૃદયથી શિક્ષકનો જીવ છે. છેલ્લાં બે દાયકાથી ગુજરાતના બાળકોમાં/યુવાનોમાં વાંચનની ભૂખ ઉઘડે તે માટે સતત પ્રયત્નશીલ છે. નવસારીના વિખ્યાત શ્રી. સયાજી વૈભવ પુસ્તકાલયના છેલ્લાં ૨૦ વર્ષથી પ્રમુખ છે તથા સમગ્ર ગુજરાતમાં વાંચનની નવી લહેરખી જન્માવતાં ‘વાંચે ગુજરાત’ અભિયાનના પ્રણેતા પણ છે.

શિક્ષણ વ્યવસ્થામાં ક્રાંતિકારી ફેરફારો આવે તેના ઊંચા સ્વપ્નો જોઈ નક્કર પગલાં લેવા તત્પર છે અને તે માટે ચુનંદા શિક્ષકોને તૈયાર કરવાનું પણ એમનું સ્વપ્ન છે. તેમના બાહોશ નેતૃત્વ હેઠળ ઓએસિસ સાથે ‘મહાન હૃદયોના સારેગમપધનિ’ શ્રેણીની સ્વનેતૃત્વ વિકાસ શિબિરોની શરૂઆત જાન્યુઆરી મહિનાથી થઈ ગઈ છે.

આવા શ્રી મહાદેવભાઈને ઓએસિસ તરફથી જેટલાં પણ અભિનંદન આપીએ તેટલાં ઓછાં છે.

~ મેહુલ પંચાલ}

“સુંદર સ્થળ પર, સુંદર વિચારોનો મેળો; જેમાંથી એક સુંદર માનવનું સર્જન થાય – એવી અનુભૂતિ થઈ”

કાર્યશાળા પછી સહભાગીઓની લાગણીના અંશો:

અહીં ચારેય દિશામાંથી શુભ વિચારો જ આવી શકે, બીજા વિચારોને અવકાશ જ નથી

તા. ૧૯/૧/૧૨ ના રાત્રિના સમયે ટૉર્ચના અજવાળામાં એકબીજાને સહારે પગથિયાં ચઢતાં જ્યારે ઓએસિસ વેલીઝની ભૂમિ પર પગ મૂક્યો ત્યારે એક સુંદર આયોજનબદ્ધ, હિલસ્ટેશનથી પણ અનેરા સ્થાનમાં આવી ગયાનો અહેસાસ તરત જ થઈ ગયો.

કાર્યશાળાની શરૂઆતમાં જ સ્પષ્ટ જણાઈ આવ્યું કે અહીં ચારેય દિશામાંથી શુભ વિચારો જ આવી શકે, બીજા વિચારોને અવકાશ જ નથી એવા સ્પંદનો ચોક્કસ જ થઈ ગયાં.

વ્યાવસાયિક ધોરણે તેમજ સામાજિક ધોરણે જે કાંઈ યોગદાન આપવું છે એનો બિલકુલ સફળ, વૈજ્ઞાનિક તેમજ અસરકારક રસ્તો પ્રાપ્ત થયો છે. બાળક માટે ‘શું કરવું જોઈએ’ એ ખબર હતી, પણ ‘કેવી રીતે કરવું’ એનો સ્પષ્ટ ખ્યાલ આવ્યો. કોઈને માત્ર સાંભળવાથી અન્યના જીવનમાં ધરખમ પરિવર્તન આવી શકે એની રજૂઆત એટલી સચ્ચાઈના રણકા સાથે કહેવાઈ છે કે એમાં શંકાને કોઈ સ્થાન નથી.

કાર્યશાળાના ત્રણ દિવસો થોડા જલદી પસાર થયા હોય એવું લાગે છે.

~ ડૉ. કીર્તિદા કે. વૈદ્ય

અદભુત! No words to express

Books તો મેં ઘણી વાંચેલી પરંતુ પ્રાયોગિક ધોરણે ઘડતર કોને કહેવાય તે અહીં અનુભવ્યું, જાણ્યું, સમજ્યું. સુંદર કુદરતી વાતાવરણ, ગુરુકુલ તક્ષશિલાની યાદ અપાવે એવું. હંમેશા સમાજને આપવું એવી ભાવના બાળપણથી અનુભવેલી જે બહુ સારી રીતે અમલમાં મૂકી શકીશ એવો આજે અહીં સંકલ્પ કર્યો.

~ રક્ષા આર. દેસાઈ

કાર્યશાળામાં કદાચ ન આવ્યો હોત તો જીવનમાં ઘણું બધું ખોયું હોત

• ખૂબ જ અસરકારક કાર્યશાળા. ન જાણેલી ઘણી બધી બાબતો જાણવા મળી.

• ફેસિલિટેટર દ્વારા એટલી વિદ્વતા સાથે અનુભવસિદ્ધતાથી બાબતોની જે છણાવટ અને તેની abilities એટલી હકારાત્મક અને જીવંત કે એને સ્વીકારવાનો અનેરો આનંદ.

• કાર્યશાળામાં કદાચ ન આવ્યો હોત તો જીવનમાં ઘણું બધું ખોયું (miss થયું) હોત એવી અનુભૂતિ થઈ. ભવિષ્યમાં આવી શિબિરમાં મારા પોતાના દીકરા-દીકરી જ નહીં પણ મારા વિદ્યાર્થીઓને પણ લાભ મળી રહે એ માટે ખૂબ જ આતુર છું.

• ચર્ચા, પ્રશ્નોતરી, ફિલ્મ તમામ બાબતો ખૂબ જ રસપ્રદ.

• Time Management શીખી લીધું કાર્યશાળા દ્વારા જ.

• બાળકને લગતું, ન જાણેલું તેમજ જીવનલક્ષી ભાથું આપવા બદલ ખૂબ ખૂબ આભાર.

~ રાજેશકુમાર ટંડેલ

આજની શિબિરથી ભાવિ બાળકોનું સારી રીતે ઘડતર કરી શકાય છે

• ધીરજ અને સામી વ્યક્તિને સાંભળવાની પ્રેરણાથી ઘણું બધું ન ધારેલું મેળવી શકીએ છીએ એવી સમજ આ શિબિર દ્વારા મળી.

• શિબિર દ્વારા બાળકોના ઘડતરમાં ઘણો ફાળો આપી શકાય છે. આજની શિબિરથી ભાવિ બાળકોને સારી રીતે ઘડતર કરી શકાય છે એમ ચોક્કસપણે કહી શકું છું.

• ભારતનું ભાવિ આવા નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કરનાર દ્વારા ઊજળું દેખાઈ રહ્યું છે અને તમારા જેવાના પ્રયત્નો નિષ્ફળ જવાના નથી એવી મને શ્રદ્ધા અને વિશ્વાસ છે.

~ ગિરીશ દેસાઈ

વિચાર પરિવર્તનની આ કાર્યશાળા છે, જે ક્રાંતિકારી છે

અદભુત કાર્યશાળા - જે ઇચ્છતી હતી તે મળ્યું તે માટે OASIS સાચા અર્થમાં અભિનંદનીય છે.

વિચાર પરિવર્તનની આ કાર્યશાળા છે, જે ક્રાંતિકારી છે – દુનિયાની દરેક વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ.

માણસને માણસ બનાવવાની યોગ્ય પ્રક્રિયામાં સાંભળવાની પ્રક્રિયા શ્રેષ્ઠ છે તે આજે જાણવા મળ્યું.

~ ડો. નિરીક્ષા જસપાલ દેસાઈ

બાળકો અને શિક્ષકો માટે હું જે શોધી રહ્યો હતો તે ખોરાક મળી ગયો

અહીં મુખ્ય વાત એ શીખવાની મળી કે આપણે આપણા બાળકોને જ નહી પરંતુ ઘણા બધાને સાંભળી, સમજી શકતા નથી. જે સાંભળવાની, સમજવાની વાત કરી તે સૌથી વઘારે સ્પર્શી ગઈ. પંચગીનીના MRA (એશિયા પ્લેટુ) જેવાં વાઈબ્રેશન અહીં મળ્યા. દરેક જગ્યાનું કંઈક ને કંઈક મહત્ત્વ હોય છે. કદાચ આ જ વાત અમારી શાળામાં આવીને કરી હોત તો આટલી અસર ન થાત.

બાળકો અને શિક્ષકો માટે હું જે શોધી રહ્યો હતો તે ખોરાક મળી ગયો છે. પરંતુ બાળકો અને શિક્ષકોને જ્યારે મળશે ત્યારે અતિ આનંદ અને સંતોષ થશે. હું મારા બાળકોના માટે ખૂબ મેળવી શક્યો છું, ખજાનો મળી ગયો છે. અહીંનું વાતાવરણ અને વ્યવસ્થા ખૂબ જ સરસ છે કારણકે મહાન હૃદયોવાળાના કામો જ મહાન હોય છે. આપની સંસ્થા MRA (એશિયા પ્લેટુ) જેવી વિશાળ બને એવી પ્રભુને પ્રાર્થના.

~ પરિમલ પરમાર

ઓએસિસની કાર્યશાળા દરમ્યાન મનમાં ઊંડે ધરબાયેલી લાગણીઓ સ્વયંભૂ પ્રગટી

માનવજીવનની એક સૌથી મુખ્ય સમસ્યા છે અભિવ્યક્તિની. ઓએસિસની કાર્યશાળા દરમ્યાન મનમાં ઊંડે ધરબાયેલી લાગણીઓ સ્વયંભૂ પ્રગટી. અભિવ્યક્ત થયા પછી કેવું હળવુંફૂલ થવાય છે એ અનુભવ અદભુત હતો. મુક્ત મને રડવું ને ખડખડાટ હસવું એ બંને અંતિમોનું સુભગ સાયુજ્ય રચાયું. જેની રોશનીમાં ખુદને પારદર્શક બનતા જોઈ આપોઆપ સત્ય સમજાયું કે બાળકોને સ્ફટિકશાં નિર્મળ રાખવા માટે એમની ભાવનાઓને પ્રગટવાની તક આપવી પડે, એમને સાંભળવા, સમજવા પડે.

~ સ્વાતિબેન

ત્રણ દિવસની કાર્યશાળામાં જીવનના પરિચયથી શરૂ થયેલી યાત્રા ધ્યેય સુધી પહોંચી

~ - ધર્મવીર એમ. ગુર્જર

મનુષ્ય પોતે બોલવાનું ઓછું કરી બીજાને ધ્યાનથી સાંભળવાનું શરૂ કરે તો અડધું જગત ખીલી જાય

Valley area Workshop માટેનો આદર્શ માહોલ પૂરો પાડે છે. કુદરતે આપણને જે આપ્યું છે આપણે એને પાછું આપવાનું છે એ સિદ્ધાંત Valley – Morning Tourથી જ શરૂ થઈ જાય છે.

ધૂમકેતુનું વાક્ય “મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જીવવાનું શરૂ કરે તો અડધું જગત શાંત થઈ જાય” એ સ્પર્શી ગયેલી બાબત આજ સુધી યાદ હતી, એને Parallel જિંદગીનું અગત્યનું વિધાન મળી ગયું - “મનુષ્ય પોતે બોલવાનું ઓછું કરી બીજાને ધ્યાનથી સાંભળવાનું શરૂ કરે તો અડધું જગત ખીલી જાય.”

~ ઉમા હરેશ ભટ્ટ

સૌના હૃદયનો ઉઘાડ કરવામાં આ કાર્યશાળા અદભુત, અવર્ણનીય, અકલ્પનીય, અવિસ્મરણીય રહી

• જીવન પરિવર્તન માટે હૃદય પરિવર્તન આવશ્યક છે અને એ સમજી, સમજાવી સૌના હૃદયનો ઉઘાડ કરવામાં આ કાર્યશાળા અદભુત, અવર્ણનીય, અકલ્પનીય, અવિસ્મરણીય રહી. સૌનો ઉઘાડ જ નહી થયો, સૌ ખીલ્યા.

• માત્ર બાળકો સાથે કામ કરવાના સિદ્ધાંતો જ નહીં પરંતુ જીવન અને જીવનમાં આવતા દરેક સંબંધ માટે જરૂરી ચેતનાને સંકોરી.

• કાર્યશાળાનું આયોજન અદભુત એ રીતે કે, હું જીવન ધ્યેય વિશે વિચારતો થાઉં, એના માટે આયોજન, વિચાર અને અમલમાં મૂકવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરું એ રીતનું એનું પ્રોગ્રામિંગ સુંદર રહ્યું.

• કાર્યશાળાની પધ્ધતિ group discussion અને પ્રશ્નોતરી દ્વારા - સંવાદ દ્વારા વિચારવું અને જીવવું એ સ્તુત્ય છે.

~ મહાદેવ ર. દેસાઈ

૧૮ વર્ષની શિક્ષકની કારકિર્દી દરમ્યાન જે બધું ન શીખી શક્યો હતો એવી કેટલીક બાબતો શીખવા મળી

આ કાર્યશિબિરમાં આવતાં પહેલાં અને આવ્યા પછીના સમય વચ્ચેના મનોવલણોમાં આભ-જમીનનો ફેર જણાયો. આ કાર્ય-શિબિર દરમ્યાન નાની નાની વાતો ને ખૂબ જ ધ્યાનથી સમજી શક્યા. અત્યાર સુધી ખૂબ જ પારંગત છીએ એવા વહેમમાં કે એવી કલ્પનાઓમાં હતા જેમાંથી બહાર આવીને સ્વને ઓળખી શકયા. ૧૮ વર્ષની શિક્ષકની કારકિર્દી દરમ્યાન જે બધું ન શીખી શક્યો હતો એવી કેટલીક બાબતો શીખવા મળી અને વિદ્યાર્થીઓ તથા અન્ય વ્યક્તિઓ સાથેના વ્યવહાર અંગેનું પૂરતું જ્ઞાન મેળવી શક્યો. ખૂબ જ લાગણીશીલ અને ભાવનાત્મક વાતાવરણમાં interaction દ્વારા એકબીજાના હૃદય સુધી પહોંચી શક્યો છું જે આ કાર્યશિબિરની જ ફલશ્રુતિ છે.

~ દર્શન ભરતભાઈ દેસાઈ

We expressed ourselves & became better human being

• Workshop was too good as per expectation.

• All the sessions went step wise. દરેક પગથિયું પાર કરીને બીજા પર પહોંચ્યા એટલે છેલ્લે દિવસે top પર પહોંચ્યા ત્યારે workshopની સફળ ફળશ્રુતિનો એહસાસ થયો.

• We expressed ourselves & became better human beings; we confessed, we cried, we shared. And that is the success of workshop.

• Vision cleared for what and how to achieve the goal in a very joyful, satisfied manner.

~ માધવી શાહ

ઉંમર નવું જાણવા-નવું શીખવા માટે મર્યાદા ન બની શકે – તે નવેસરથી શીખ્યો

• ખૂબ ઊંડાં મનાંકનો પણ સૂકાં પર્ણોની જેમ ખરતાં થયા.

• દ્રષ્ટિ બદલીને જોવાની ટેવ પાડવી જોઈએ (out of box) તે અનુભવ્યું.

• Thank God! અજાણ્યે પણ બાળઉછેર / બાળ માવજતના કેટલાક સિદ્ધાંતો અનુસરાયા તે તીવ્રપણે અનુભવ્યું.

• ઉંમર નવાં કામો સ્વીકારવા માટે / નવું જાણવા-નવું શીખવા માટે મર્યાદા ન બની શકે – તે નવેસરથી શીખ્યો.

~ જયપ્રકાશ મહેતા

“આ કાર્યશાળાએ મને મારી જ સાથે મારો પુનઃ પરિચય કરાવ્યો છે; Thank you very much”

“Hats Off To Your Dedication And Commitment;
The History Will Remember You All”

ફેસિલિટેટર્સ અંગે પ્રતિભાવો:

સંજીવભાઈ very spontaneous, ભારે આત્મવિશ્વાસુ અને સફળ સંચાલનકર્તા છે

• પૂર્વગ્રહયુક્ત વલણ એ ઝેર સમાન છે. તેમાંથી મુક્ત થઈ પૂર્વગ્રહરહિત વલણ - જે શ્રી સંજીવભાઈ અને શીબાબેન પાસે છે - તે દરેક પાસે હોવું જરૂરી છે અને તો જ આપણે સાંભળવાની પ્રક્રિયામાં સંપૂર્ણ સફળ થઈ શકીએ.

• સંજીવભાઈનો, “દરેકનો દરેક શબ્દ સાંભળવો, સમજવો અને સાચવવો” એ અભિગમ ખૂબ જ હૃદય સ્પર્શી બની ગયો.

~ ડો. નિરીક્ષા જસપાલ દેસાઈ

સંજીવભાઈ ખૂબ જ પ્રભાવક રહયા

સંજીવભાઈ ખૂબ જ પ્રભાવક રહયા; આત્મવિશ્વાસથી ભરપૂર ખૂબ સંભાળ્યા; એમની વાતો હૃદય વલોણામાંથી નવનીત થઈને આવતી હતી એવી અનુભૂતિ થઈ.

થોડીક વાતો જમાના સાથે મેળ પડી શકે કે કેમ એવી, કરવી ન ગમે એવી શંકા ઉપજાવતી હતી. પણ કદાચ ભવિષ્યમાં એમની ઝુંબેશનો પરિપાક આવનારી પેઢી માણી શકે એવી દ્રઢ આશા. એમનું સમૃદ્ધ વાંચન અને એમના પુસ્તકો આ પેઢીના વાલીઓને સાચી દિશા બતાવનાર છે એ ચોક્કસ.

~ કેતકી રાવલ

બહુ થોડા વ્યક્તિત્વથી હું impress થાઉં છું જેમાંના તમે એક છો

Sanjivbhai,

You are a very good human being. I learnt from you how to be a good listener. I appreciate your patience, your knowledge, your leadership chararteristics and your smiling face which brings others close to you.

You always encourage others for their good values & never discourage for negative things. Your sense of humour lights the atmosphere.

તમે sessionને જે દિશામાં લઈ જવા માંગો, તેને સફળતાથી લઈ જઈ શકો છો. Subject side track થતો હોય તો બહુ જ સમજદારીથી એને વાળી શકો છો. And it’s only due to experience. I am very happy to come in contact with you.

~ માધવી શાહ

આપનું સમાજવિકાસ માટેનું કમિટમેન્ટ અમને અચૂક સહાયરૂપ બનશે

• ટાઈમ મૅનેજમેન્ટ આપોઆપ સમજી શકાય એ માટે આપનું કાર્ય, દેખરેખ, સંભાળ, માર્ગદર્શન, સૂચન, પ્રોત્સાહન, ભવિષ્યનું આયોજન બોલતું હતું.
• આપનું સમાજવિકાસ માટેનું કમિટમેન્ટ અમને થોડા કદમ આગળ વધવામાં અચૂક સહાયરૂપ બનશે જ.
• પ્રિન્સિપલની બાબતમાં આપ ક્યારેય, ક્યાંય બાંધછોડ કરતા નથી તેનું ઉદાહરણ પૂરું પાડ્યું, જે અત્યંત પ્રભાવી ઘટના મારા માટે બની.
• જે ક્ષેત્રમાં, કુટુંબમાં છીએ ત્યાં જીવવા સાથે વિકાસની પ્રક્રિયાઓથી આ કાર્યશાળા જ નહીં, ભવિષ્યમાં વધુ સમય આપની સાથે ગાળી, વધુ આગળ કાર્ય કરવાની પ્રેરણા આપના તરફથી મળી.

~ મગનભાઈ એસ. પટેલ

વિચારોને અમારા સુધી પહોંચાડવાની આપની સાહજિકતા અદભુત

શ્રી સંજીવભાઈ તથા શીબાબહેન,

સૌપ્રથમ તો આપ બન્નેના હાસ્યનો હું કાયલ થઈ ગયો. સંજુભાઈ, આપની સાથેની રૂબરૂ વાતચીતમાં કહેવાઈ ગયું છે પરંતુ આપનું ટાઈમ મૅનેજમેન્ટ ગજબનું રહ્યું. આપના વિચારો અને એ વિચારોને અમારા સુધી પહોંચાડવાની આપની સાહજિકતા અદભુત. ખરેખર ખૂબ જ અભિનંદન.

આપની લાગણીશીલતા અને આપની હૂંફને એક સંભારણું બનાવીને જઈએ છીએ.

~ દર્શન દેસાઈ

સંજીવભાઈ અને શીબાબહેનનો હસતો ચહેરો કહ્યા વિના ઘણું શીખવી ગયો

~ હેમલ પી ભટ્ટ

જીવનની ક્ષણે ક્ષણને જીવવાની પ્રેરણા ઓએસિસમાંથી મળી છે

સ્નેહી મિત્ર સંજીવભાઈ,

• કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જે તમારી સામે આવીને ઊભી રહે ને તમને આપોઆપ પોતાની લાગે. એના હદયમાં તમારી લાગણીનું પ્રતિબિંબ પડતું લાગે. આડંબરના આવરણો આપોઆપ ઊતરે ને આપણે જેવા છીએ એવા પ્રગટ થઈએ. તમે આવી જ એક ઉમદા વ્યક્તિ છો.

• હું અંતર્મુખી વ્યક્તિ છું અને જાહેરમાં કશુંય ન બોલવું નક્કી કર્યું હોવા છતાં એ કવચ તૂટ્યું અને આંતરિક ભાવો વહી નીકળ્યા. જીવનની ક્ષણે ક્ષણને જીવવાની પ્રેરણા ઓએસિસમાંથી મળી છે અને દુનિયાની નજરે નિરર્થક લાગે એવા આપણા હૃદયને ગમતાં કામ કરવાની ઇચ્છાને તમે બળ આપ્યું છે.

• જીવનમાં કોઈ ક્ષણે જ્યારે કાચી પડું ત્યારે તમે સલાહ અને પીઠબળ આપશો જ એવી ખાત્રી છે. તમે જેવા છો તેવા જ રહો.

~ સ્વાતિબેન

શિબિરાર્થીની નાનામાં નાની વાતનું ધ્યાન અને દોરવણીમાં સતત પ્રેમની સરવાણીનો અનુભવ થયો

શ્રી સંજુભાઈ અને શીબાબેન,

અમારી સામે સંજુભાઈ બોલતા હોય એવું ક્યારેય નથી લાગ્યું, હૃદય ઠલવાઈ રહ્યું હોય એવું સતત લાગ્યું છે. શિબિરાર્થીની નાનામાં નાની વાતનું ધ્યાન અને દોરવણીમાં સતત પ્રેમની સરવાણીનો અનુભવ ચોક્કસ જ થયો છે.

કેટલાયે જીવનમાં દીવાદાંડીરૂપ બની રહેલા આપ બંનેની આંતરચેતના અને આંતરઉર્જા લાંબા સમય સુધી અકબંધ રહે એવી જ પ્રાર્થના.

સંજુભાઈ આપમાં કોઈવાર ‘મા’ના દર્શન તો કોઈવાર ‘પિતા’ના, કોઈવાર ‘ભાઈ’ના દર્શન થયા, પરંતુ એમાં સતત એક સહૃદયી છવાયેલા રહયા.

~ ડૉ. કીર્તિદા કે. વૈદ્ય

આપની તમામ બાબત ખૂબ જ પ્રિય લાગી

આપની તરફ મળેલો પ્રેમ, વચનબદ્ધતા, શિસ્ત, હૃદયથી સાંભળવું, હાસ્યથી રજૂઆત, કોઈપણ મુદ્દાની છણાવટ, આપનું ઊંડું, વિશાળ, ગહન વાંચન અને લેખન જેવી તમામ બાબત ખૂબ જ પ્રિય લાગી.

આપનો અંત:કરણપૂર્વક આભાર માનું છું.

~ ધર્મવીર એમ ગુર્જર

નવા ભારતના નવા તપસ્વીઓને સલામ!

Oasis valley શાનદાર તો છે જ – જાનદાર પણ છે.

ઘણીવાર સંજીવભાઈની દાદાગીરી લાગે. પણ એવી દાદાગીરી હું ક્યાં નથી કરતો?

East is East & West is West એ ઉક્તિમાં હું નથી માનતો પણ આપણા શિક્ષણશાસ્ત્રીઓ-શિક્ષણવિદો-ઋષિઓનું કામ સારું હોય તો documentise નથી થયું?

પલ્લવીબેન – મા અન્નપૂર્ણાએ wholesome food નો સુપેરે પરિચય કરાવ્યો. ‘મા’ ને Thanks કેમ કહેવાય?

અલ્કેશભાઈ - મેહુલભાઈ સંસ્થામાં ધબકતા અનુભવાય છે.

શીબાબેન – સંજીવભાઈ સંસ્થાના પ્રાણતત્ત્વરૂપ છે. સંસ્થા પ્રાણવાન હંમેશ-સતત રહો પ્રભુને એવી પ્રાર્થના.

~ જયપ્રકાશ મહેતા

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Jolly Madhra

Jwalant Bhatt

Kshama Kataria

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.