|
Newsletter-cum-magazine of Oasis
Movement |
YEAR 5 I ISSUE 6 I Mar 16, 2012 |
Special Issue : Summer Camp At Oasis Valleys
(for details in English, please click here) |
|
કલ્પના કરો- એવી કોઈ શાળા હોઈ શકે..
• જ્યાં સ્વતંત્રતા એ જ એક માત્ર નિયમ હોય?
• જ્યાં શાળા બાળક માટે હોય અને બાળકે શાળા સાથે બંધબેસતાં ન
બનવાનું હોય?
• જ્યાં બધા જ શીખનારા હોય અને બધા જ શિક્ષકો હોય?
• જ્યાં જીવનની ફિલસૂફી જાણવા-શીખવામાં નાનાં બાળકોને સુદ્ધાં
રસ હોય?
• જ્યાં પ્રેમ, જિંદગી અને મિત્રતાના પાઠો સરળતાથી એકબીજા સાથે
ગૂંથાઈને આપોઆપ શીખાતાં હોય? |
|
|
|
અથવા-કલ્પના કરો- એવો કોઈ પરિવાર હોઈ શકે...
• જેમાં કુટુંબના તમામ સદસ્યો એકબીજાનો આદર કરતાં હોય અને
જેમાં વડીલોની સરમુખત્યારી ન ચાલતી હોય?
• જેમાં ઘરના સૌથી નાના સદસ્યને પણ સૌથી મોટા સદસ્ય જેવો અને
જેટલો જ મત આપવાનો અધિકાર હોય?
• જેમાં દરેકજણ એકબીજાને પોતપોતાના અનન્ય મિશનને શોધવામાં
મદદરૂપ થતું હોય અને તે માટે એકબીજાને પોષતું હોય?
• જેમાં ભૂલમાંથી માત્ર શીખવાને જ અગત્યતા અપાતી હોય અને એ
સિવાય ખરેખર ભૂલોની કોઈ ગણના ન થતી હોય?
• જેમાં વય અને અન્ય તફાવતોને ધ્યાનમાં ન લેતાં દરેકજણ નેતૃત્વ
પૂરું પાડી શકે તેમ હોય? |
|
મોટા ભાગના લોકોને આ કદાચ આદર્શલોક (કાલ્પનિક રામરાજ્ય) લાગી શકે. પણ આવી કમ્યૂનિટીઓ રચાઈ શકે તે માટે વિશ્વભરમાં પ્રયોગો થઈ રહ્યા છે. ઇંગ્લૅન્ડની સમરહિલ શાળા આવી જ એક હયાત કમ્યૂનિટી છે, જે છેલ્લી એકાદ સદીથી ટકી રહી છે.
આ ઉનાળામાં, મે મહિનામાં, ઓએસિસ માત્ર એક અઠવાડિયા માટે એ 'સમરહિલ'ના મોડલને અહીં ઊભું કરવાનો પ્રયાસ કરવા ધારે છે, અલબત્ત ઓએસિસની પોતાની મૌલિકતાઓ સાથે! |
|
આ ઉત્સવમાં કઈ કઈ પ્રવૃત્તિઓ થશે?
આ ઉત્સવમાં તમામ પ્રકારના વર્ગો હોઈ શકે છે, જેનો આધાર વિદ્યાર્થીઓના રસ, શિક્ષકો અને અન્ય સ્રોતોની પ્રાપ્યતા પર રહેશે. અહીં વિજ્ઞાન અને કળાના, શરીરરચના અને ખગોળશાસ્ત્રના, સાહસ અને ફિલસૂફીના, પર્યાવરણ અને પક્ષી-દર્શનના, ભાષા અને રસોઈકળાના, નૃત્ય અને સંગીતના, એમ કેટલાય સમાંતર વર્ગો એકસાથે હોઈ શકે છે. કેટલાક વિશેષ મહેમાનોનાં સેશન પણ હોઈ શકે, જેમાં બહારથી આમંત્રિતો આવે અને પોતાની નિપુણતા અંગે વાત કરે. અહીં માત્ર એક જ બાબત ફરજિયાત રહેશે – કસરત. અને ફિલ્મો જોવાનો દિવસમાં માત્ર એક જ સેશન મર્યાદિત રહેશે.
બાકીનો તમામ સમય, દરેકજણ પોતપોતાના રસ અનુસાર સમય પસાર કરવા મુક્ત રહેશે. અહીં વ્યક્તિગત અને જૂથ કાઉન્સેલિંગ પણ મળશે. છેલ્લા ત્રણ દિવસ, જેમને ઇચ્છા હોય તેમને માટે નેતૃત્વ તાલીમ પણ રાખવામાં આવશે. રજિસ્ટ્રેશન કરાવતી વખતે, સહભાગીની શીખવા માટેની પહેલી પાંચ પસંદગીઓ પૂછવામાં આવશે અને તે અનુસાર આ ઉત્સવનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ, સહભાગીઓ જે મુજબ પસંદગી કરતા રહેશે તેમ તેમ ઉત્સવનું સ્વરૂપ બદલાતું - વિકસતું રહેશે. |
|
બાળકો અને યુવાનોને જોડાવા માટે આમંત્રણ છેઃ
જેમને ઘણું બધું શીખવાની ઇચ્છા હોય; જેમને પોતાની જાત સાથે અને અન્યો સાથે મજા આવતી હોય, જેઓ સ્વાવલંબન અને પરસ્પરાવલંબન શીખવા માગતા હોય તેમનું સ્વાગત છે. જો કે, અત્યારે અમે પ્રવેશ માટે માત્ર 50 જણની મહત્તમ સંખ્યા નિશ્ચિત રાખી છે. એટલે જલદી કરો! વયમર્યાદા 7-17 વર્ષની છે, પણ જો આકાંક્ષાઓ મળતી આવતી હોય તો અપવાદ થઈ શકે છે.
શિક્ષકોને પણ જોડાવા માટે આમંત્રણ છેઃ
કોઈ પણ ક્ષેત્રમાં અન્યો સાથે વહેંચવા, શીખવવા કે તાલીમ આપવા ઇચ્છતી કોઈ પણ વ્યક્તિનું સ્વાગત છે. અહીં માત્ર એક જ મૂલ્ય છે- વિદ્યાર્થીઓ કોઈ પણ ચોક્કસ વર્ગમાં જો તેમને આવવું હોય તો જ અને જેટલો સમય આવવા ઇચ્છતા હોય તેટલો સમય જ આવશે. અહીં માતાપિતાઓને જોડાવાની કે હાજર રહેવાની છૂટ નથી. માત્ર જેઓ કોઈ પણ બાબતના સ્વયંસેવક તરીકે યોગદાન આપવા ઇચ્છતા હોય તેમને જ માત્ર રહેવાસી શિક્ષકો તરીકે રહેવાની પરવાનગી આપવામાં આવશે. અહીં કોઈ વયમર્યાદા નથી પરંતુ પ્રવેશનો આધાર ઓએસિસ દ્વારા નિશ્ચિત કરાયેલાં માપદંડો પર રહેશે. |
સ્થળઃ ઓએસિસ વેલીઝ, જૂના માંડવા રોડ, ચાણોદ, ગુજરાત.
તારીખોઃ
• 30 એપ્રિલ, 2012ના બપોરના 12થી 4 વાગ્યા દરમ્યાન સ્થળ પર રિપોર્ટિંગ કરવાનું રહેશે.
• ઉત્સવની તારીખો છે 1લી મેથી 8મી મે, 2012.
• 8મી મે, 2012ના બપોરના 12 પછી સ્થળ પરથી છુટા પડવાનું શરૂ થશે.
રોકાણઃ
• રૂ. 12000/-, 8 દિવસ/રાત માટે.
• રૂ. 4000/-, જેમને માત્ર ખર્ચ આપવો જ પોસાય તેમ હોય તેમના માટે.
• નબળી આર્થિક સ્થિતિ ધરાવતા સહભાગીઓ માટે ઓએસિસ સહર્ષ સ્પોન્સર્સ શોધવામાં મદદરૂપ થશે.
• તમામ શિક્ષકો-સહભાગીઓ ખર્ચની રકમ આપે તે ઇચ્છનીય છે.
• જે શિક્ષકોને જોઈતું હોય તેમને માનદ વેતન આપી શકાશે.
• પેમેન્ટ “Oasis- a university of Love, Life and Friendship for youth”ના નામે કરવું.
રજિસ્ટ્રેશન માટે સંપર્કઃ પલ્લવી રાઉલજી - 9924343088 અને અલ્કેશ રાવલ - 9924343084 |
|
|
Team Alive |
Alive Archives |
Alkesh Raval
Jolly Madhra |
Jwalant Bhatt
Kshama Kataria |
Mehul Panchal
Sanjiv Shah |
Sheeba Nair
Umesh Patel |
To View Alive Archives, Please Click here>>> |
|
You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details. |
To unsubscribe from this group, reply with
"Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self
Leadership Education for Community Development, Vadodara, Gujarat,
India.
|
|