Newsletter-cum-magazine of Oasis Movement YEAR 5 I ISSUE 8 I April 16, 2012

‘Oasis Valleys’ Invites You For

चिरयौवनयोग – Oasis Health Revision Retreat

શું તમે આવું કંઇક માનો છો?
શું તમને આવા પ્રશ્નો ક્યારેક થાય છે?

• કુદરતે આપણને સુંદર જીવન આપ્યું છે. જીવનમાં આપણે ઘણું ઘણું પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરીએ છીએ. પરંતુ સ્વાસ્થ્ય એકદમ સરસ ન હોય તો બાકીની બાબતોનો કેટલો અર્થ છેવટે રહી જાય છે?

• આપણા જીવનની સૌથી મૂલ્યવાન મૂડી આપણા શરીર-મન સિવાય બીજી કોઈ હોઈ શકે ખરી? આપણે આપણા જીવનનો અડધો ભાગ સ્વાસ્થ્યના ભોગે ધન-સંપત્તિ કમાવા પાછળ ગાળીએ છીએ અને પછી એ કમાયેલા ધન-સંપતિને ગુમાવેલ સ્વાસ્થ્યને પાછું મેળવવા ખર્ચીએ છીએ, જેમાં પાછા આપણે સફળ થઈએ તેવી સંભાવનાઓ પણ ઘણી ઓછી હોય છે. શું આમાં કોઈ ડહાપણ છે?

• આપણી મોજ-મઝા અને સલામતી માટે ડરથી પ્રેરાઈને કેટલુંય આર્થિક રોકાણ આપણે કરીએ છીએ, વીમો વગેરે લઈએ છીએ. પણ આપણી ધન-સંપત્તિનો કેટલો અંશ આપણે આપણા શરીર-મનની કાળજી અને નિભાવણી માટે ખર્ચીએ છીએ? આ વિચિત્ર બાબત નથી?


આપણું આ અદભુત માનવ શરીર કેવી રીતે કામ કરે છે? જુદાં જુદાં અંગોનાં શું કાર્યો છે?

• શું કોઈ પણ ચીજવસ્તુનો અભ્યાસ કર્યા વિના આપણે તેને જાળવી શકીએ ખરા? કોઈ પણ મશીનને સર્વિસ કરાવો-ન કરાવો; તેને મન ફાવે તેમ વાપરો, તો તે મશીનની શું હાલત થાય? શું આપણે ભલભલા કોમ્પ્યુટરને પણ ટક્કર મારે તેવા આપણા શરીરની પૂરતી કાળજી રાખીએ છીએ ખરા?

આપણાં શરીર અને મનને સમજ્યા વિના આપણે સફળતાપૂર્વક તેની કાળજી રાખી શકીએ ખરા?

• એકનું વજન કૂદકેને ભૂસકે વધે તો બીજો લાખ પ્રયત્ને પણ સૂકલકડી; એકને ઠંડીમાં મજા પડે, તો બીજા માટે શિયાળો એટલે સજા; એકને મસાલેદાર ખાવાનું અનુકૂળ આવે તો બીજાને એનાથી એસિડીટી વધી જાય...આવી અસમાનતાનું કારણ શું ? એક જ માતા-પિતાનાં સંતાન, એક સરખા વાતાવરણમાં ઉછરેલા મનુષ્યોમાં પણ આટલી અસમાનતા કેમ હોય છે?

વાત, પિત્ત અને કફ શું છે? તમારી પ્રકૃતિ શું છે? કેવી રીતે તમારી પ્રકૃતિ નક્કી કરશો?

• તમારી પ્રકૃતિની તમારા જીવન પર શું અસર છે?

• રોગો શા માટે થાય છે? માનસિક તણાવ, ચિંતા વગેરેની સ્વાસ્થ્ય ઉપર કેવી, કેટલી અસર થાય છે? શા માટે? કોઈ વ્યક્તિ તીવ્ર ચિંતા અને ભયમાં જીવતી હોય તો તેના વાળ જલદી સફેદ થઇ જાય છે, તેની આંખ નીચે કાળા કુંડાળા હોય છે, ચહેરા ઉપર નૂર હોતું નથી. આવી વ્યક્તિ જો મનથી સ્વસ્થ રહેતાં ન શીખે તો કેવળ દવાઓની અસર કેટલી થઇ શકે?

બીમારીનાં મૂળ મનમાં હોય તો ફક્ત શારીરિક બાબતોમાં ફેરફાર કરવાથી બીમારી મટી શકે ખરી?

• આવી અસંખ્ય અસમાનતા ધરાવતા બધા જ મનુષ્યો માટે એક સરખો આહાર ‘સ્વાસ્થ્યપ્રદ’ કેવી રીતે હોઈ શકે? અને મારે કેવી રીતે નક્કી કરવું કે મારા માટે સ્વાસ્થ્યપ્રદ આહાર કયો?

એ જ રીતે, શું બધાએ એક સરખો સમય, એક જ પ્રકારનો વ્યાયામ કરવો જોઈએ?

• તમારી પ્રકૃતિ અનુસાર તમારા માટે ‘સ્વાસ્થ્યપ્રદ’ આહાર શું હોઈ શકે?

સ્વાસ્થ્ય જાળવવા માટે ઋતુના ફેરફાર, વ્યવસાયના ફેરફાર, ઉંમરના ફેરફાર અનુસાર જીવનશૈલીમાં કયા ફેરફાર કરવા જોઈએ?

• વૃદ્ધત્વ શું છે? ઘણા મનુષ્યો અકાળે ઘરડા થઇ ગયા લાગે છે, તો ઘણા જીવનના અંત સુધી તરોતાજા અને સક્રિય રહી શકે છે.

મનની ચિરયૌવન અવસ્થા પ્રાપ્ત કરવી સૌને માટે સંભવ કેવી રીતે બની શકે?


આપણે ગંદુ ટોઇલેટ સહન નથી કરી શકતા. આપણા આંતરડામાં એથી પણ વધુ ગંદકી હોય છે, પણ આપણને દેખાતી નથી તેટલું જ. શરીરને આંતરિક રીતે કેવી પદ્ધતિઓથી સ્વચ્છ રાખી શકાય?

• આંતરિક સ્વચ્છતાની જુદી જુદી પદ્ધતિઓનો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ? એ દરમિયાન શું શું કાળજી રાખવી જોઈએ?

જો તમે આવા અનેક સવાલોનાં વૈજ્ઞાનિક જવાબ શોધવા ઇચ્છુક હો, જો તમે હરહંમેશ યુવાન, સ્ફૂર્તિલા, જીવંત રહેવા ઇચ્છુક હો,

તો આપના માટે ‘ઓએસિસ વેલીઝ” ખાતે યોજાનાર चिरयौवनयोग - Health Revision Retreat

ખૂબ મહત્ત્વનો અનુભવ બની રહી શકે છે..

તો હવે, શાની રાહ જુઓ છો?........

Venue:      Oasis Valleys, Juna Mandava Road, Near Chanod, Ta: Dabhoi, Dist: Vadodara

Duration:  3 days, Residential Retreat

Next Retreat Dates:    20,21,22 April, 2012

Investment:

     • For professionals: Rs.12,500 per person

     • For senior citizens: Rs. 5000.00 per person

     • Cost includes sessions at retreat, some study material, stay and food expenses. Travel expense to venue is
        excluded from the above investment.

     • Discounts: 50% for group of 20 or more

     • Payment in f/o: Oasis Self Leadership Education for Community Development

For registration: Contact Dr. Ami Desai – 9924343089 / Preeti Nair - 9924343087

Highlights Of The First Residential Oasis Health Revision Retreat In March'12


સહભાગીઓના પ્રતિભાવો:

I am feeling so healthy

ત્રણ દિવસમાં આટલો ફેર પડી શકે તો જો રોજિંદાક્રમમાં અમલમાં મૂકવામાં આવે તો ઘણો જ ફાયદો કરાવી શકશે. માનસિક રીતે ઘણી પોઝિટિવનેસ આવી છે. લોકોને જોવાનો અને પોતાની જાતને સમજવાનો દૃષ્ટિકોણ બદલાયો. મેં જે મેળવ્યું છે એ હું કદાચ શબ્દોમાં વર્ણવી શકું એમ નથી.

~ દિપ્તી

અમે એક નવા ઉત્સાહ અને જોમ લઈને ઘેર જઈએ છીએ

પોતાના માનસિક અભિગમને બદલીને મનુષ્ય પોતાની સમગ્ર જિંદગીને બદલી નાખવા માટે સક્ષમ છે – આ વાત ખરેખર અહીં આવીને જાણી અને અનુભવી પણ. શારીરિક માંદગીનું મૂળ મનમાં હોય છે તે જાણ્યું. પ્રકૃતિ પ્રમાણે મનોવ્યાપારની પણ અહીં આવ્યા પછી જ સમજ પડી... આખા પ્રોગ્રામથી અમારી જીવનશૈલી જાણે કે બદલાઈ ગઈ છે. અહીં રહેવા-જમવાની સગવડ ફાઈવસ્ટાર હોટલ કરતાં પણ ઘણી ઘણી સરસ હતી.

~ મંજુ પટેલ

સૌથી વધુ ફાયદોઃ સેલ્ફ-અવેરનેસ

શરીરને સ્વચ્છ રાખવાની એક નવી રીતે વિશે જાણવા મળ્યુ અને લાંબા અને સારા જીવન માટે શરીરનાં બધાં જ અંગોનું મહત્ત્વ સમજાયું. શંખપ્રક્ષાલન, નેતિ, સૂત્રનેતિ, વમન, એનિમા, અભ્યંગ- દરેક રીતથી પોતાની જાતને અને શરીરને કેટલી સારી રીતે સ્વચ્છ અને સરસ રાખી શકાય છે તેવું તીવ્રપણે સમજાયું જે મને હવેથી ખૂબ જ મદદરૂપ થશે.

~ વૈભવ પરીખ

શરીરની અંદરનો અહેસાસ થયો. Healthinessનો અનુભવ થયો

The programme was very Self provoking and gave better understanding of life. Feeling very relaxed. Carrying different feeling for the coming life. સમયસર મારી પ્રકૃતિ જાણી શકી અને મારી હેલ્થને સાચવવાના રસ્તા અને વિશ્વાસ વધુ દ્રઢ થયા.

All facilities are more than expectations. કેમ્પસના વાતાવરણને એન્જોય કરવાની ખૂબ મજા આવી.

~ નિક્ષિતા પરીખ

વધુ લાંબું-તંદુરસ્ત જીવવા માટે ખૂબ મદદ મળશે

મન કઈ રીતે શરીર સાથે સંકળાયેલું છે તે જાણીને ખૂબ જ સારું લાગ્યું. મનથી શરીર પર કઈ રીતે કંટ્રોલ થાય છે તેની પણ જાણ થઈ... આખા પ્રોગ્રામથી હવે અમારી જીવન જીવવાની શૈલી બદલાઈ ગઈ છે અને એક નવા યુગની શરૂઆત થઈ છે... આ પ્રોગ્રામના આધારે પોતાની જાતને ઓળખવામાં આનંદ આવ્યો.

~ હરીશકુમાર વાઘેલા

જીવનના 61 વર્ષ બાદ પ્રકૃતિ જાણી તે મુજબના ઉપાય કરવા માટે પ્રેરણાદાયી પ્રોગ્રામ

પ્રોગ્રામ એટેન્ડ કર્યા બાદ મનોબળ ખૂબ વધ્યું. હવે હું 100 વર્ષ સુધી સ્વસ્થ રીતે જીવીશ એવી ખાતરી છે, કારણ કે પ્રકૃતિ જાણી અને બધી જ દિનચર્યા બદલવાનું જ્ઞાન મળ્યું, અનુભવ થયો.

~ જયંતિભાઈ લાડ

નવું શીખ્યાનો આનંદ

સ્ફૂર્તિમાં દિવસ ગયા. થાક વર્તાયો નહીં. આળસ નહીં. પેટમાં બળતરા-ઍસિડિટી નહીં. તણાવમુક્ત. નવું શીખ્યાનો આનંદ.

~ લલિતા

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Jolly Madhra

Jwalant Bhatt

Kshama Kataria

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in
 Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.