Newsletter-cum-magazine of Oasis Movement YEAR 5 I ISSUE 9 I May 1, 2012

Beginning Of A New Journey As Oasis Life Camp Facilitator

Oasis Heartily Welcomes All The New Facilitators!

Praksha Desai (Surat) was the first to join the team of Life Camp Facilitators. Till date she has taken 3 Life Camps for the students of different schools. Praksha was in teaching for some time in her early days of career. When asked, how do you find yourself as Life Camp Facilitator, she promptly replied that she is very much happy being with children again but in all together a different atmosphere - atmosphere of freedom.

પ્રક્ષાબેન તથા શિબિર વિશે વિદ્યાર્થીઓના પ્રતિભાવો:

પ્રક્ષાદીદી અમને હંમેશાં સારો માર્ગ જ બતાવશે તેવું મને લાગે છે

પ્રક્ષાદીદી અમને ખૂબ વહાલ કરે છે. તેઓ અમને હંમેશાં સારો માર્ગ જ બતાવશે તેવું મને લાગે છે. કારણ કે તેઓ અમારી સાથે એવી રીતે ભળી ગયા છે કે અમે તેને ભૂલી જ ન શકીએ.

~ અક્ષર ભોયે

દુનિયામાં એવું પણ છે જ્યાં ફક્ત પ્રેમ જ મળે છે

પ્રક્ષાદીદી જોડે રમતો રમવાની ખૂબ જ મજા આવી. સૌ પ્રથમ તો દીદીએ કહ્યું કે આપણે બધા ફ્રેન્ડ છીએ અને તમારે મને દીદી કહીને બોલાવવું. પહેલી વાર અમે બધા તમારા ફ્રેન્ડ છીએ તે મને ખૂબ જ ગમ્યું કે દુનિયામાં એવું પણ છે જ્યાં ફક્ત પ્રેમ જ મળે છે.

~ જયેશ પટેલ

મારે એક મહાન વ્યક્તિ બનવું છે.

પ્રક્ષાદીદીએ અમને જે વાર્તા કહી તેનાથી મને એવું થયું કે હું પણ જેરીની જેમ હિંમતવાન, બહાદુર, હંમેશાં હસતી-ખેલતી, એકબીજાની સાથે પ્રેમથી વાતો કરીશ. પોતાની જિંદગીનો નિર્ણય જાતે જ કરીશ. મારે એક મહાન વ્યક્તિ બનવું છે.

~ હીના ઝાંઝર

પ્રક્ષાદીદી જે વાતો કહેતા એ અમને ખૂબ જ મઝા પડતી હતી.

પ્રક્ષાદીદીને પ્રશ્ન પૂછવાની પણ ખૂબ જ મજા પડી. હંમેશાં હસતાં રહેવાની અને નાટક કરવાની ખૂબ જ મજા પડી... પ્રક્ષાદીદી, પલ્લવીદીદી અમારી ખૂબ જ કાળજી રાખતા હતા. ખાસ તો એ વાત છે કે પ્રક્ષાદીદી જે વાતો કહેતા એમાં અમને ખૂબ જ એટલે કે ખૂબ જ મઝા પડતી હતી.

~ અનિલ રાઠોડ

તેઓએ અમારી સાથે અમારા મિત્ર છે એવી રીતે જ વર્તન કર્યું

અમે ઓએસિસ સંસ્થાના પ્રક્ષાદીદી, પલ્લવીદીદી અને મેહુલભાઈ ત્રણેયના આભારી છીએ. તેઓએ અમારી સાથે અમારા મિત્ર છે એવી રીતે જ વર્તન કર્યું અને અમારા દિલની વાત અમે કરી શક્યા.

~ આનંદ હળપતિ

ત્યારે હું એટલી બધી ખુશ થઈ હતી કે તમને ધન્યવાદ કેવી રીતે આપું

પ્રક્ષાદીદી પોતાની ટીચરની નોકરી છોડીને આ સંસ્થામાં જોડાયા એ મને બહુ ગમ્યું. તમે અમને ફ્રેન્ડ તરીકે માન્યા અને આઝાદીની જેમ રહેવા કહ્યું. કોઈ પણ દિલની વાત, કંઈ પણ હોય તે કહેવા કીધી. ત્યારે હું એટલી બધી ખુશ થઈ હતી કે તમને ધન્યવાદ કેવી રીતે આપું.

~ રવિના રાઉત



The Life Camp organized on 3,4 March'12 at Oasis Valleys for some 57 students of Std. 8, GEB School, Vadodara, was also a platform to learn for the new Life Camp Facilitators. Mayuri Gohil (Vadodara), Renu Parikh (Mumbai) and Bina Gandhi (Ahmedabad) were the trainee facilitators. Shashwat Barbhaya (Rajkot), Student of Engineering Collage, was also there to observe & to learn to be Life Camp facilitator in future. It turned out to be a great experience for all of them.

“It Was A Mind Blowing Experience!” - Says Mayuri Gohil

Reflections by Facilitators & Observer:

Everything was exceptionally great! Loved every bit of it...

This was my first experience at Oasis Valleys as a facilitator for Children's Life Camp. It was a mind blowing experience!

Initially as started I thought it would be a little tough to communicate with the kids as they were from Gujarati medium and I am still learning how to speak the language well! However, that wasn't an issue at all as the kids fully understood. ... The modules were excellent. Mehulbhai and Pallaviben gave good introductions and created a beautiful platform for them to be free, bring out their best and enjoy! ...Everything was overall outstanding and I had an amazing experience with such beautiful gifts of God. Would love to do more of this.

~ Mayuri Gohil

More than what I think I taught them I think I learnt

It was a wonderful experience to be with children for one and half days and make them do the activities. Being with them and making them do something creative which will help them for life was a real test for my knowledge, creativity and the love for children.

More than what I think I taught them I think I learnt. I would like to continue having such experiences and giving my best to them.

~ Bina Gandhi

બાળકોની જિજ્ઞાસા જોઈને હું તો દંગ જ રહી ગયો

નિરીક્ષક તરીકે મારો આ અનુભવ ખૂબ જ સારો રહ્યો. જ્યારે મેં ઓએસિસ વેલીઝનું પર્યાવરણ જોયું ત્યારે એવું લાગ્યું કે હું કુદરતી સ્વર્ગમાં છું. ઘણું જ શીખવા મળ્યું. બાળકો આવ્યાં ત્યારે તો જાણે લાગ્યું કે રાજા ભોજનો દરબાર- કોઈ ગાય સારું, તો કોઈ નાચે સારું. કોઈ હસાવે સારું તો કોઈ મજાક કરે. હું તો મારા બાળપણમાં ખોવાઈ ગયો અને મહત્ત્વની વાત તો એ કે એ લોકોની જિજ્ઞાસા જોઈને હું તો દંગ જ રહી ગયો. બહુ જ સુવર્ણ રહ્યો આ અનુભવ. આવો અનુભવ ફરી મળે એવી જ આશાસહ.

~ શાશ્વત બારભાયા

The modules are very interesting

When we realized we have to deal and take session for Life Class for std. VIII students – I got a big shock. I did not know what I would do, how I would handle all these kids. Mehulbhai and Pallaviben made this job very easy for me. They explained us the entire module, what we needed to do with the kids, how should we explain – everything. The modules are very interesting. For the first timers (students), it would be good to have fewer activities as they need to understand the importance of it.

Oasis Valleys - place, location, construction, planning – is absolutely out of the world. It can be seen a lot of effort has gone to make this institute.

~ Renu Parikh

“શિબિરમાં એવું જાણવા મળ્યું જે મને આજ સુધી માતાપિતા કે ગુરુજનોએ શીખવ્યું નથી”

શિબિર અને શિબિરના સંચાલકો વિશે વિદ્યાર્થીઓના પ્રતિભાવો:

તમે બધાએ મળીને આ શિબિરને ખૂબ જ સરસ બનાવી છે

આ શિબિરની સંસ્થાનું મકાન ખૂબ જ સુંદર અને પ્રકૃતિ સૌંદર્યથી ભરપૂર જગ્યાએ આવેલું છે. આ શિબિરમાં અમને જીવનનાં ધ્યેયોને કઈ રીતે પ્રાપ્ત કરવા, આત્મવિશ્વાસ કઈ રીતે વધારવો, સફળ થવા માટે કયા ગુણો જરૂરી છે વગેરે બાબતો શીખવવામાં આવી. મને આ શિબિરમાં એવું જાણવા મળ્યું જે મને આજ સુધી મારાં માતાપિતા કે મારા ગુરુજનોએ શીખવ્યું નથી.

હા, મને અહીંની એક બાબત બહુ ગમી. આ શિબિરની સંસ્થાના બધા જ સંચાલકો અમારી સાથે ખૂબ જ પ્રેમથી વર્ત્યા. અમે ખૂબ જ મસ્તી કરી છતાં પણ તેઓ ગુસ્સે થયા નહીં. તમારામાં નાનાં બાળકોને સમજવાની શક્તિ છે. ...મારી ઇચ્છા તો આવી હતી કે આ શિબિર બે દિવસને બદલે અઠવાડિયાની હોય. હું તમને બધાને ખૂબ યાદ કરીશ અને ફરીવાર અહીં આવવા જરૂર ઇચ્છીશ.

~ પ્રિયાંશી પટેલ

જે જીવનમાં ઉપયોગી છે તે અમને નવું નવું જાણવા મળ્યું

આ શિબિર અમને બીજી શિબિર કરતાં ઘણો સારો અને શ્રેષ્ઠ લાગ્યો. જે જીવનમાં ઉપયોગી છે તે અમને નવું નવું જાણવા મળ્યું. આ કૅમ્પની સ્વચ્છતા, સારા શિક્ષકો, ભોજન વ્યવસ્થા, સૂવાની વ્યવસ્થા ખૂબ સારી હોવાથી અમને અહીં રહેવાનું ખૂબ જ પસંદ પડ્યું. અમે આ બાબતો ધ્યાનમાં રાખીશું કે આપણે સ્વચ્છ વાતાવરણમાં રહેવું, સારા ગુણો વિકસાવવા જોઈએ અને ઓએસિસ સંસ્થાની જેમ બીજાને મદદરૂપ પણ થવું જોઈએ. ...અમારા કૅમ્પના બધા જ શિક્ષકો ખૂબ જ સારા સ્વભાવના છે. તેમાં મયૂરીબેન, રેણુબેન અમને વિવિધ વિષયનું જ્ઞાન આપે છે. તે અમને આ કૅમ્પ દરમ્યાન ખૂબ જ મદદરૂપ થયા છે. અમને એ જીવનમાં હંમેશાં યાદ રહેશે.

~ પ્રાચી પટેલ

મારા જીવનમાં આ કૅમ્પ પછી ખૂબ પરિવર્તન આવવાની શક્યતાઓ છે

આ શિબિર મને ખૂબ ગમ્યો. મારા જીવનમાં આ કૅમ્પ પછી ખૂબ પરિવર્તન આવવાની શક્યતાઓ છે. અહીં ખૂબ મજા આવી. અહીંયાં એકબીજા પ્રત્યેનો વ્યવહાર તથા સમર્પણ ખૂબ ગમ્યા. અહીંયાં લોકો ખૂબ જ પ્રેમાળ છે. તેઓએ ખૂબ જ્ઞાન આપ્યું છે જે કોઈ આપતું નથી. ...અમારા ટીચર રેણુબેન હતા. તેઓ ખૂબ પ્રેમાળ અને સરળ સ્વભાવના છે. આ ટીચરે મારામાં કૉન્ફિડન્સ લાવી દીધો છે તથા મને સપોર્ટ કર્યો છે.

~ કશ્યપ પટેલ

આ કૅમ્પ બીજા કૅમ્પ કરતાં ઘણો શ્રેષ્ઠ હતો

આ કૅમ્પમાં મને બધું જ ગમ્યું પણ અહીં કરેલી એક્ટિવિટીઝમાં મને ઘણી મજા આવી. અહીં મૂવી જોવાની ઘણી મજા આવી. ...આ કૅમ્પમાં મને ઘણું જોવા-જાણવા મળ્યું. અહીંની બધી જ એક્ટિવિટીઝ રમતમાં હતી પણ દરેકમાંથી કંઈ ને કંઈ શીખવા મળે છે. એ બધી જ વાતને જીવનમાં ઉતારવાથી જીવનમાં સફળતા મળે છે... મયૂરીદીદી ઘણાં સારાં છે. તે અમારી બધી જ વાત સાંભળે છે અને તે બધાને ઘણી મસ્તી કરાવે છે. તેમનું ભાષા પરનું પ્રભુત્વ ઘણું સારું હતું.

~ ધરતી દેસાઈ

આ કૅમ્પ મારા જીવનમાં ઘણી જ રીતે ઉપયોગી થશે

મને આ કૅમ્પ ખૂબ જ સારો લાગ્યો. અને હું ફરીથી આ કૅમ્પમાં આવીશ. મને આ કૅમ્પની બધી જ બાબતો ગમી પણ એમાં મને ડિબેટ અને જ્યારે અમે ફાર્મમાં ફરવા ગયા હતા તે મને ખૂબ જ વધારે ગમ્યા. આ કૅમ્પ મારા જીવનમાં ઘણી જ રીતે ઉપયોગી થશે. આમાં શીખવેલી બધી જ વાતોથી હું મારા જીવનમાં જરૂરી હોય તેવા સુધારા કરીશ... મને મારા ટીચર ખૂબ જ ગમ્યા. અને એમની સાથે રહીને મને ઘરે જવાનું મન પણ નહોતું થતું.

~ કિંજલ રાણા

આ કૅમ્પ મારા જીવનનો સર્વશ્રેષ્ઠ કૅમ્પ છે

ટીચરો સાથે અમને વાતચીત કરવાની ખૂબ મજા આવી. તેઓ અમને જીવનમાં ઉપયોગમાં આવે તેવી બાબતો શીખવાડતા હતા. જેવી કે આત્મવિશ્વાસ, જીવનની બાબતોમાં કઈ રીતે નિર્ણય લેવો. તેમણે અમને વાર્તાઓ પણ કહી. આ કૅમ્પ મારા જીવનનો સર્વશ્રેષ્ઠ કૅમ્પ છે.

~ મીત સેંજલિયા

આ શિબિરમાં જેવી રીતે બધી એક્ટિવિટી કરાવી તે ખૂબ જ ગમી

આ શિબિર અમને ખૂબ સારો લાગ્યો. તેમાં જેવી રીતે બધી એક્ટિવિટી કરાવી તે ખૂબ જ ગમી. અને આ જંગલ ખૂબ ગમ્યું. કારણ કે આ જંગલમાં કોઈ જાતનું પ્રદૂષણ નથી. હવેથી અમે પ્રદૂષણ થતું અટકાવીશું અને અમે ખૂબ રક્ષણ કરીશું પર્યાવરણનું.

કૅમ્પના ટીચર અમને ખૂબ ગમ્યા. મને તો એ ટીચરોને છોડીને જવાનું મન નથી થતું. તેમણે અમને ખૂબ મસ્તી કરાવી, ગેમ રમાડી અને જુદી જુદી એક્ટિવિટી કરાવી.

~ આસ્થા પટેલ

હું આ પ્રવાસ જિંદગીમાં કદી ભૂલું નહીં

ઓએસિસના લાઇફ કૅમ્પમાં મને જાણવા મળ્યું કે માણસને જીવનમાં આગળ વધવા માટે આત્મવિશ્વાસ, મનોબળ, લગન, જે કામ શરૂ કર્યું છે તેને પતાવીને જ રહેવું (જરૂરી છે). વાર્તા પરથી જાણવા મળ્યું કે કોઈના પર વગર કારણે ગુસ્સો કરવો નહીં. જિંદગીમાં હંમેશાં હસતાં રહેવું અને બીજાને પણ હસતાં રાખવું. ત્યાં લાઈફ ક્લાસ ચલાવતાં દીદીઓએ અમને ખૂબ લાડ અને પ્રેમથી રાખ્યા. મને ત્યાં ગેમ્સ રમવાની ખૂબ જ મજા આવી. ...હું આ પ્રવાસ જિંદગીમાં કદી ભૂલું નહીં.

~ હિરેન પરમાર

અમને સમજણ ન પડે તો અમને સારી રીતે સમજાવતા હતા

આ કૅમ્પ મને બહુ ગમ્યો. કારણ કે આ કૅમ્પમાં મને નવી નવી એક્ટિવિટીઝ શીખવા મળી. અહીંનું ફાર્મહાઉસ, ખેતીવાડી, ફળવાડી, શાકભાજીવાડી અને ગંગામાની યુક્તિ પણ સારી લાગી. અમને રમતો ગમી, રહેવાની જગ્યા અને ભોજન તેમ જ અમારા ગ્રૂપશિક્ષક પણ ખૂબ સારા હતા. અમને સમજણ ન પડે તો અમને સારી રીતે સમજાવતા હતા અને અમારી મદદ કરતા હતા.

~ યશ્વી વાઘેલા

કૅમ્પની બાબતોથી મનોબળ વધ્યું છે

આ કૅમ્પમાં અમને બધી જ બાબતો ગમી, તે બાબતો અમને જીવનમાં અનેક રીતે ઉપયોગી છે. ઉ.દા. આ બાબતોથી મનોબળ વધ્યું છે, આત્મશક્તિ વધી છે. કૅમ્પના સંચાલક ખૂબ સારા છે અને તેમની લીડરશિપ ખૂબ સારી છે.

~ કુનાલ રાજપૂત

ઘણું બધું જે અમે જીવનમાં શીખ્યા નથી તે શીખવાડ્યું છે

આ કૅમ્પમાં અમને નેચરલ રહેવાની છૂટ, સુવિધાઓ વગેરે બધું જ ગમ્યું. આ બાબતો અમને જીવનમાં બહુ યાદ આવશે...

અમારા ટીચર બીનાદીદી જોડે અમને ખૂબ જ મજા આવી. એમણે અમને ઘણું બધું જે અમે જીવનમાં શીખ્યા નથી તે શીખવાડ્યું છે. એટલે તેમને અમારા તરફથી થેન્કયૂ.

મેહુલભાઈએ પણ સારી વસ્તુનું માર્ગદર્શન આપ્યું છે, અમને જીવનમાં શીખવાનું ઘણું શીખવાડ્યું છે.

~ હેત્વી પટેલ

“નિપુણભાઈએ અમને એટલું સારું ભણાવ્યું કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ”


On 5,6 March'12, 20 students of Std. 8 & 9, Swami Vivekanand Highschool, Vadodara participated in their first Life Camp at Oasis Valleys. This camp was facilitated by Shri Nipun Shah, Businessman from Surat & very close friend of Oasis Movement. It was his first Life Camp as Oasis Life Camp Facilitator.

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Jolly Madhra

Jwalant Bhatt

Kshama Kataria

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.