Newsletter-cum-magazine of Oasis Movement YEAR 6  I ISSUE 11  I June 16, 2013

Special Summerhill Camp II For Vatsalyadham (Kukeri) Children

A Platform That Transformed Life Of Many Children

“સમરહિલ કૅમ્પ અમારા માટે ખૂબ મોટું વરદાન છે;

અમારે અમારા જેવા બીજા વિદ્યાર્થીઓ માટે આવી ઓએસિસ વેલીઝ ખોલવી છે”

Collage above: Highlights of the Special Summerhill Camp Part II for Vatsalyadham Children at Oasis Valleys in May'13.

113 students of ' Vatsalyadham', part of Shantaba Vidyalaya, Kukeri, Dist. Navsari, participated in the 2nd special Summerhill Camp organized at Oasis Valleys during 14th May to 21st May 2013. Oasis has undertaken a project to make ‘Vatsalyadham’ a Home full of Love, Life & Friendship for their children. Intensive processes for Character Building Education are going on for the last one and half years with these children.

SummerHill Camp II was very important to give big thrust to the growing confidence of Vatsalyadham children.

Some of the highlights of the camp are
• When asked for their choice, 100% children chose to have parliament in the camp after understanding
   the true value of ‘સ્વ-અનુશાસન’ (Self-governance) and their faith in parliament system was rebuilt in the process.
• Many of girls and boys stood up on their own initiative for becoming a jury member.
• 100% active participation in Parliament by girls & boys (which was very low during their 1st SH Camp).
• They resolved couple of issues in an excellent & a very mature way; whole community became one.
• Girls’ active and thoughtful participation in all parliament issues was very much admirable.
• Confidence level of majority kids had gone high.
• 100% Kids thoroughly enjoyed and participated in all sessions, which was not the case in last SH Camp.
• Elder children became more sensitive towards their younger brothers & sisters and love flourished.

સંપૂર્ણ સ્વતંત્રતા અને મસ્તીના માહોલમાં જીવન ઘડતરની પ્રક્રિયા એકદમ સરળ બને છે

“આ સમગ્ર કૅમ્પમાં મને સૌથી પહેલો ફાયદો એ થયો કે હું પોતાની જે હિંમત છે તે બહાર કાઢી શક્યો”

Collage above: Photo highlights of various activities of the camp.

સમગ્ર કૅમ્પમાંથી શું શીખ્યા? - એ વિશે વિદ્યાર્થીઓના પ્રતિભાવોના અંશો:

આ સમરહિલ કૅમ્પમાં હિંમત અને ધગશ રાખવાનું શીખ્યા, જેનાથી હું બહુ ખુશ છું

“આ સમરહિલ કૅમ્પમાંથી હું એવું શીખી છું કે આ દુનિયામાં કેટલી એવી વ્યક્તિઓ છે જે કેટલી બધી ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ છે અને તેઓએ કેટલી તકલીફ ઉઠાવી છે. તો પણ તેમણે હિંમત તો ન જ હારી અને આગળ ને આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો આપણી પાસે શું નથી, આપણને કેટલી બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તો આપણે કેમ આગળ ન વધી શકીએ?”

~ શિલ્પા તુમડા

મને એ ગમ્યું કે આ કૅમ્પ આપણે જાતે ચલાવવાનો છે અને અહીંનું શાસન પણ આપણે જ કરવાનું છે

“આ સમગ્ર કૅમ્પમાં મને પહેલા તો એ ફાયદો થયો કે હું પોતાની જે હિંમત છે તે બહાર કાઢી શક્યો. હું પોતે કેવો છું, મારામાં કેવા ગુણો છે તે પણ જોઈ શક્યો અને મને મારી તકલીફો પણ સમજાઈ. મને મારા પ્રત્યે ખૂબ જ પ્રેમ છે અને મને અંગત રીતે ઘણો ફાયદો થયો. મને એ ગમ્યું કે આ જે સમગ્ર કૅમ્પ છે તે કૅમ્પ આપણે જાતે ચલાવવાનો છે અને અહીંનું શાસન પણ આપણે જ કરવાનું છે. આવું તો ભાગ્યે જ કોઈક વાર મળે છે, તેથી આ બાબત મને ખૂબ અને ખૂબ જ ગમી.”

~ આનંદ હળપતિ

કૅમ્પમાંથી હું એવું શીખી કે બીજા પ્રત્યે પ્રેમ કેવી રીતે રાખવો

“આ સમરહિલ કૅમ્પમાંથી હું એવું શીખી કે બીજા પ્રત્યે પ્રેમ કેવી રીતે રાખવો અને કેવી રીતે એકબીજા સાથે વર્તાવ કરવો; અને તેનાથી હું ખૂબ ખુશ છું. જે ત્રણ મહેમાનો આવ્યા હતા અને પોતાના બાળપણની વાતો કરી ત્યારે મને એમ થયું કે એ આટલી બધી મુશ્કેલીમાંથી પસાર થયા હોય તો હું પણ હિંમત હારીશ નહીં અને મુશ્કેલીઓને દૂર કરી આગળ વધીશ.”

~ શ્રેયા કોંકણી

અમને જીવનમાં ગમે તેટલી ખરાબ મુશ્કેલીઓ આવે, અમે હિંમતથી અને હળીમળીને સામનો કરીશું

“આ સમગ્ર કૅમ્પમાં અમને અંગત રીતે ફાયદો થયો કે અમને જીવનમાં ગમે તેટલી ખરાબ મુશ્કેલીઓ આવે, અમે હિંમતથી અને હળીમળીને એ મુશ્કેલીઓનો સામનો કરીશું. અમે એકબીજાને મદદ કરતા રહીશું. અમે ખૂબ જ અને ખૂબ જ પ્રેમથી નાનાં બાળકોને સમજીશું અને આગળ વધીશું.”

~ જયેશ પટેલ

શું હું આ થઈ શકીશ?- આ પ્રશ્નનો ઉકેલ મને આ સમરહિલ કૅમ્પમાંથી મળી ગયો.”

~ સંજય રાઠોડ

કૅમ્પમાંથી અમને એવું શીખવાનું મળ્યું કે આપણે હંમેશાં આગળ વધતાં રહેવું જોઈએ

“સમરહિલ કૅમ્પમાંથી અમને એવું શીખવાનું મળ્યું કે આપણે હંમેશાં આગળ વધતાં રહેવું જોઈએ. આપણે આગળ આવીને આપણો ડર બહાર કાઢી નાખવો જોઈએ, દિલ અને દિમાગથી આપણું કામ કરવું જોઈએ. આપણે આપણા વાત્સલ્યધામ માટે કંઈક કરવું જોઈએ. આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ કે આપણી હોસ્ટેલને જોવા માટે દેશ-વિદેશના માનવીઓ આવે.”

~ જીજ્ઞા નાયકા

આ સમરહિલ કૅમ્પમાં મને સૌથી વધારે એ ગમ્યું કે અહીં ઊંચ-નીચ, કાળા-ગોરાનો કોઈ ભેદભાવ નથી

“આ સમરહિલ કૅમ્પમાં મને સૌથી વધારે એ ગમ્યું કે અહીં ઊંચ-નીચ, કાળા-ગોરાનો કોઈ ભેદભાવ નથી અને શિક્ષકો બધા મિત્રોને જે સરખો પ્રેમ કરે છે તે મને બહુ ગમ્યું. એક ક્ષણ માટે મને એમ લાગ્યું કે હું હંમેશાં માટે અહીં જ રહું તો કેટલું સારું.”

~ મહિમા ગાંગોડા

“અમે સ્કૂલમાં આગળ જઈને કંઈક બોલવામાં પણ ખૂબ ડરતા હતા. સમરહિલ કૅમ્પમાં આવીને આગળ આવીને બોલવા માટેની હિંમત આવી. તે અમને બહુ ગમ્યું.”

~ કલાવતી પટેલ

બાળકોની અદાલત: સ્વ-શાસનથી સ્વતંત્રતાનો પૂરો અહેસાસ

“રોજ જુદી જુદી ફરિયાદો, રોજ નવા નવા પ્રશ્નો, તેના પર થતી ચર્ચા અને પછી તેનો ઉકેલ –
મને ખૂબ મજા આવતી”

Collage above: Highlights of the Children's Parliament during the special Summerhill Camp Part II.

બાળકોની અદાલત વિશે વિદ્યાર્થીઓના પ્રતિભાવોના અંશો:

“મને અહીંનો પાર્લામેન્ટ સેશન ખૂબ જ ગમ્યો કારણ કે એમાં જે લોકો ખૂબ જ ઓછું બોલતા હતા તેઓ વધારે બોલવા લાગ્યા હતા. જે લોકોને ન્યાય મળતો અને જે લોકો પોતાની ભૂલ સ્વીકારતા તે સરખી રીતે ખુશ થતા, એકબીજા પ્રત્યે વેરભાવ રાખતા ન હતા.” ~ હેતલ પટેલ

“સમરહિલ કૅમ્પમાં બાળકોની અદાલત મને ખૂબ જ ગમી કારણ કે એ અદાલતમાં એટલા બધા ગંભીર મુદ્દા આવતા હતા કે તેને સોલ્વ કરવા મુશ્કેલ બની જતા હતા. પરંતુ જ્યૂરી મેમ્બર્સ અને બધા સભ્યો સાથે રહીને એ મુદ્દાઓ સોલ્વ કરી દેતા હતા.” ~ પ્રિયંકા પટેલ

“અમે પહેલા કૅમ્પમાં આવ્યા હતા ત્યારે બાળકો અદાલતમાં બોલતાં પણ ન હતાં પણ આ વખતે બધાં બાળકો અદાલતમાં સારું બોલતાં હતાં એટલે મને આ અદાલત ખૂબ ગમી.” ~ યોગિતા સરનાયક

“મને બાળકોની અદાલત ગમી કેમ કે બોલવાની પણ મજા આવી, હસવાની પણ મજા આવી. બાળકોએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી એટલે ગમ્યું.” ~ પૂજા પટેલ

‘શીખવું એ હંમેશાં અંગત પસંદગી છે; બળજબરીથી બાળકોની રચનાત્મકતા મરી પરવારે છે’

સમરહિલ કૅમ્પમાં દરરોજનાં સેશન - ખૂબ મસ્તી, ખૂબ મજા અને ખૂબ શીખવાના અવસર

Collage above: Glimpses of regular sessions.

પોતાના મનગમતાં સેશન્સ વિશે બાળકો કહે છે:

“આ કૅમ્પમાં મારો સૌથી પ્રિય સેશન લીડરશિપનો હતો. એમાં મારો ડર ભાગી ગયો અને (આગળ હું) એવી જ રીતે ડરને ભગાડતી રહીશ. તેમાંથી મને થોડી ઘણી હિંમત આવી છે અને હું હવે આગળ જઈને કંઈ પણ બોલવા કહે તો હું બોલી શકું છું અને એ જોઇને મને બહુ ખુશી થાય છે, અને હું હજી વધારે હિંમત આવે એવો પ્રયત્ન કરીશ.” ~ લક્ષ્મી તળાવિયા

“સુંદર હોવાની કળામાં અમે શીખ્યા કે આપણે બહારથી ભલે કેટલા પણ ગોરા (સુંદર) હોઈએ પણ જો તે વ્યક્તિ ગુસ્સાવાળી હોય તો સુંદર હોવાનો કોઈ અર્થ નથી. અને ભલે આપણે બહારથી શ્યામ (કાળા) હોઈએ પણ આપણું મન જો અંદરથી કોમળ હોય, આપણા મોઢા પર સ્માઇલ હોય તો આપણે સુંદર હોઈએ છીએ. આ બધું શિખવાડવા બદલ હું કોમલદીદીનો આભાર માનું છું.” ~ મેહુલ રાઠોડ

“આ કૅમ્પમાં અમને ‘ચક દે ઇન્ડિયા’ મૂવી બતાવી તે ગમ્યું કારણ કે એવું શીખ્યા કે આપણે એકબીજા પ્રત્યે વેરઝેર રાખીએ તો એ કામ સફળ થતું નથી. જો આપણે બધા જ પ્રત્યે પ્રેમ, લાગણી, વિશ્વાસ રાખીએ અને એકબીજાનો સાથ આપીએ તો એ કામ આપણે ચોકસાઈથી કરી શકીએ અને એ કામમાં આપણને હંમેશાં સફળતા મળવાની જ છે.” ~ કિરણ રાઠોડ

“અમને રિપેર-વિપેરમાં ખૂબ જ રસ પડ્યો. મને પહેલાં ખબર ન હતી કે રિપેર-વિપેરમાંથી શું શીખવા મળે પણ જ્યારે હું તે ક્લાસમાં ગયો ત્યારે મને ખૂબ મજા આવી. રિપેર-વિપેરનું જેટલું પણ યાદ રહ્યું એટલું બધું જ ઘરે કરીશ.” ~ તેજસ પટેલ

ખાસ મહેમાનોના જીવન-સંઘર્ષો અને સફળતાની કહાનીમાંથી હિંમત મેળવતાં વાત્સલ્યધામનાં બાળકો

‘दुनिया में कितना गम है, मेरा गम कितना कम है’

Collage above: Glimpses of Special session with the guests.

Three guests were invited for a special session with the children during the camp. Mr. Vijay Kaushal (Program Coordinator, VIKSAT, Nehru Foundation, Ahmedabad), Dr. Ravindra Ghasi (Ahmedabad) & Shri. Keshav Chatterjee (Director and Managing Trustee, Prabhat Education Foundation, Ahmedabad) came to Oasis Valleys on a special request. The common things between them were, a very struggleful childhood and being successful by overcoming all the odds. They shared their stories with children and interacted with them.

ખાસ મહેમાનો સાથેના વાર્તાલાપના અંતે બાળકોએ આપેલા પ્રતિભાવોના અંશો:

“આ કૅમ્પમાં મારો પ્રિય સેશન મહેમાનો આવ્યા હતા અને તેઓએ પોતાના જીવન વિશે અમને જે જણાવ્યું એ હતો. એટલા માટે કે કોઈ વ્યક્તિ કેટલી પણ ગરીબ હોય પરંતુ જો એ હિંમત રાખીને કામ કરે તો એને આખરે સફળતા મળે જ છે. હું એવું માનતી હતી કે કબ્બડીની રમતમાં નેશનલ લેવલે રમવાનું મારું સપનું અધૂરું રહેશે, મને મોકો મળ્યો હતો પણ મને રમવા જવાની ના પાડી હતી. છતાં મેં મારું સ્વપ્ન જોવાનું ચાલુ રાખ્યું છે અને હું આ સ્વપ્ન પૂરું કરીને જ રહીશ.” ~ પ્રેમિલા ભોયા

“મારો સૌથી પ્રિય સેશન ગેસ્ટનો હતો કારણ કે એમણે જે વાતો share કરી હતી એ બધી વાતો મારા જીવનને લગતી હતી. તેમાંથી હું ઘણું બધું શીખી છું. આપણે હંમેશાં હિંમતથી કામ કરવું જોઈએ. આપણે એમ માનીને બેસી રહીએ કે મારા મમ્મી નથી, પપ્પા નથી, અમે ગરીબ છીએ, અમારામાં કંઈ આવડત નથી, અમને બોલતા નથી આવડતું પણ એવું કંઈ હોતું નથી. જેની પાસે શરીરના બધા જ અવયવો હોય તે માણસ દુનિયાનો સૌથી અમીર માણસ છે. આપણામાં જો બધા ગુણો હોય તો આપણે દુનિયાના ખૂણા-ખૂણામાં આપણું નામ રોશન કરી શકીશું.” ~ હિના ઝાંઝર

મહેમાનોના પ્રતિભાવો સંક્ષિપ્તમાં -

કંઈક શીખવવા કરતાં, શીખવાની ભાવના સાથે હું સમરહિલ કૅમ્પમાં ગયો હતો. નખશિખ કુદરતના ખોળે સર્જાયેલ અદભુત કૅમ્પસ જોઈને આફરીન થઈ જવાયું. મારું જીવન પૂર્ણપણે સંઘર્ષોથી ભરેલું છે. પરંતુ સામે પક્ષે મારે જે બાળકોની સાથે પરામર્શ કરવાનો હતો તે બાળકોનું જીવન પણ એક સંગ્રામથી ઓછું નથી. તેઓ પણ યોદ્ધાની જેમ જ જીવનના તમામ સંઘર્ષોનો સામનો કરી રહ્યાં હતાં. આવી પરિસ્થિતિ છતાં પણ તેમનું બાળ સહજપણુ, બુદ્ધિ ચાતુર્ય, તેમનું વર્ક અને ટાઈમ મૅનેજમેન્ટ – આ દરેક માટે મારા મુખેથી માત્ર એક જ શબ્દ સરી પડ્યો, ‘અદભુત’. જીવનનાં સંભારણાં આપતી મુલાકાત... બાળકોની અમારા પ્રત્યેની લાગણી, તેમનો અમારા પ્રત્યે નિ:સ્વાર્થ પ્રેમ અવિસ્મરણીય...
~ ડૉ. રવિન્દ્ર કે. ઘાસી, અમદાવાદ

I learnt a lot from Oasis's philosophy and objectives & can be seen in all of those who are on that campus. What a spirit of dedication, commitment, love and team spirit is spread all over the place! I was also impressed with the amount of commitment and real love, care that the children receive. These days, everybody talks about democratic learning, especially for children, but actually one sees lots of interfering by adults. But at Oasis children owned their space and they were the managers. I could also see that they have developed leadership qualities. These children are very intelligent and have curiosity to learn from all directions. I continue to believe that whatever the medium of instruction, whether in town or village, if children are provided a platform for self-learning, they progress rapidly and learn things which are useful for real life.
~ Keshav Chatterjee (Director and Managing Trustee), Prabhat Education Foundation, Ahmedabad

પ્રેમ ઝંખતાં બાળકોને શિક્ષકોએ દિલ રેડીને શીખવ્યું...

લાગણીભીનાં બાળકોએ ભરપૂર પ્રેમ પાછો વાળ્યો...

Collage above: Children reflecting their love for teachers

ડ્રામા અને વેસ્ટમાંથી બેસ્ટનાં શિક્ષક ક્રિશ્ના નાયક બાળકોની પ્રશંસા કરતાં કહે છે...
“આ સમરહિલ કૅમ્પનાં બાળકોએ અઠવાડિયામાં જે પ્રેમ મને આપ્યો છે એ પ્રેમ કદાચ હું જેને ૧ વર્ષથી ભણાવું છું તે બાળકો પણ આટલો ન આપી શકે. રીયલ નિર્દોષ પ્રેમ કોને કહેવાય એ હું શીખી. Thanks. આ બાળકો જે રીતે દિલથી, બિલકુલ ઝઘડો કર્યા વગર ટુકડીકાર્ય કરે છે, તેમને કોઈ કામમાં નાનમ નથી, બધા જ કામ એ લોકો ખૂબ જ સારી રીતે એકબીજાને મદદ કરવાની ભાવનાથી, ટીમવર્કથી કરે છે તે મને ખૂબ ગમ્યું. આ કૅમ્પ મારા વિચારની બહારનો હતો કારણ કે આવો સરસ કૅમ્પ મેં ફર્સ્ટ ટાઈમ જોયો- જે બાળકો માટે આટલું બધું કરે છે અને ખૂબ પ્રેમથી બાળકો સાથે વર્તે છે. એક હૂંફાળી લાગણી મેં અહીં નિહાળી. એનાથી વિશેષ તો બીજો કોઈ શબ્દ નથી...”

સમરહિલ કૅમ્પનો પહેલો અનુભવ વર્ણવતા ડાન્સના શિક્ષક ઉલુપી પટેલ બાળકોની પરિપક્વતાની પ્રશંસા કરે છે...
“હું તો અચંબામાં પડી ગઈ કે મારા જેવા લોકો ઘણીવાર નાની કે મોટી મુશ્કેલીઓનો સરળતાથી હલ લાવી નથી શકતા, જેટલું આ નાનાં બાળકો લાવી શકે છે. ખૂબ જ નિખાલસ, ન્યાયી રીતે, તટસ્થપણે મુદ્દાનો નિકાલ કેવી રીતે લાવવો તે હું તેમની પાસેથી શીખી. આ સમરહિલ કૅમ્પમાંથી હું એ શીખીને જાઉં છું કે આજ પછી હું ક્યારેય પણ નાની નાની વાતોમાં કમ્પ્લેઇન નહીં કરું પણ ખેલદિલીથી જીવન જીવીશ. સૌથી વધુ બાળકો પાસેથી મળેલાં પ્રેમ અને હૂંફ ગમ્યાં. એનાથી મને એક શક્તિ મળી છે, મારા જીવનને વધારે સારી, સરળ, નિખાલસ રીતે જીવવાની. બહુ બહુ બહુ જ પ્રેમથી મારું મન ભરાઈ ગયું છે. એક નાનું બાળક જીવનમાં આપણને જિંદગી કેમ જીવવી એ કેટલી સરળતાથી શીખવી જાય છે એ જાણીને ખૂબ જ આનંદ થયો. હું Oasis Valleysની આભારી છું કે એમણે મને આ તક આપી.”

સામુદાયિક જીવન થકી એકબીજા પ્રત્યે સંવેદનશીલતા કેળવતાં બાળકો

Collage above: Glimpses of community living at Oasis Valleys during the Summerhill Camp.

અંતિમ સાંજે કૅમ્પ ઉજવણીના કાર્યક્રમમાં પોતાની આવડત બતાવી બાળકોએ આત્મવિશ્વાસ વધાર્યો

Collage above: Children showing their talents on the last eve.

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Jolly Madhra

Kshama Kataria

Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.