Newsletter-cum-magazine of Oasis Movement YEAR 6  I ISSUE 13  I July 16, 2013

“જ્યોતિર્ધર બનીએ”

Teacher’s Self-duty Awareness Campaign

In 1st Phase, 71 Teachers Of Gujarat Take Lead
To Join 4-Year Oasis L3 Course


Collage above: During the months of April & May 2013, 71 teachers (mainly from Navsari Dist.) joined the first phase of the campaign, participated in their 1st workshop of the 4 year course in four different batches facilitated by Sheeba Nair & Sanjiv Shah, Mahadevbhai Desai, Parag Shah and Siddharth Mehta respectively.

Launched in October 2012 from Navsari (Gujarat), an Innovative Training Experiment to make 10000 teachers of Gujarat, Aware & Active - "Let us be Torch-bearers, A Campaign for Awareness & Fulfillment of Teacher's Self-duty", is a joint project undertaken by Shree Sayaji Vaibhav Public Library (Navsari), Shree Narendra Heeralal Parekh Gnandham (Navsari) & Oasis.

The main objectives of the campaign are -

  1. Character Building & professinal preparedness of 10000 teachers of Gujarat.
  2. To prepare these teachers to bring sweeping revolutionary changes in Gujarat & India by being part of the education system.
  3. To generate such dedicated teachers who can contribute their efforts to the service of our motherland Inda and offer great personalities to the world.
  4. To contribute to the character building of the students, nurture ideal citizens and consequently provide a new direction to the social development & nation building process through the collective efforts of these teachers.
  5. To prepare teacher who can be torch-bearers & who can continue this campaign.

The Program -

Working on Self-development & Character Building Education with hundreds of professionals, youths & children for last 23 years, Oasis has developed a revolutionary course for Self-transformation. This course, named as 'The Philosophy, Art & Science of Living, Loving & Learning', is a series of workshops for total 40 days spread over 4-5 years. Rated by participants - from accross the country and from some parts of Europe & USA - as one of the best course on Self-development; it has been taken as basis for Social Change & Nation Building through radical changes in our education system.
Based on this unique course, a special course of 40 days, spread over 4 years (i.e. 10 days/year) has been designed for the campaign. Workshops of 3 days will be organized every 3/4 months. Participants will go through the series in batches of 20-25 each.

Let's see what the first group has to say after their first workshop....

“Superb Workshop, ખૂબ જ Creative, Something Magical;

‘સંજીવની’ મળી હોય એવી લાગણી, કંઈક અલગ જ આનંદની અનુભૂતિ”

Crux of reflections by participant-teachers about the first Workshop:

૧૦૦% અભિયાન સફળ થશે અને વિશ્વક્રાંતિ સંભવ છે

તાલીમ હૃદયસ્પર્શી રહી. ખૂબ નવું-નવું જાણવાનું અને સમજવાનું મળ્યું. અમારી કલ્પનાઓ અને અંદાજો ખોટા પડ્યા. અપેક્ષા કરતાં વધારે મળ્યું. ખરેખર આ તાલીમ દ્વારા સ્વવિકાસ સંભવ છે જ. અભિયાનને અનુકૂળ તાલીમો થઈ રહી છે.

~ ડૉ.અતુલકુમાર ઉનાગર, પ્રાધ્યાપક, સરકારી આર્ટસ અને કોમર્સ કૉલેજ, સોનગઢ

ખૂબ જ અગત્યની, પ્રેરણાદાયી તથા જીવનનાં બંધ બારણાં ઉઘાડનાર કાર્યશાળા

શિબિર attend કરવાથી અંગત રીતે તથા સામાજિક રીતે, શૈક્ષણિક સેવા ક્ષેત્રે ખૂબ જ લાભ થશે એવી અનુભૂતિ થાય છે. સ્વને ઓળખવાની તક મળી.

~ રાજેશભાઈ ટંડેલ, પ્રિન્સિપાલ, એચ.સી. પારેખ હાઇસ્કૂલ

જિંદગીને જીવવા માટેની સાચી સમજ મળી

આ કાર્યશાળામાં જોડાવાના પોતાના નિર્ણય પર ખુશી થઈ. ખૂબ જ સારી લાગણી અનુભવી. જિંદગીને જીવવા માટેની સાચી સમજ મળી. આ ત્રણ દિવસમાં જ લાગ્યું છે કે કંઈક છે આ પ્રોગ્રામમાં અને આ પ્રોગ્રામથી દરેક જોડાયેલ વ્યક્તિને લાભ થશે. મારે કઈ બાબતોમાં સુધારો લાવવો જોઈએ એની જાણ થઈ.

~ અનુપા પટેલ, મદદનીશ શિક્ષક, બી.એલ.પરીખ પ્રાઈમરી સ્કૂલ

કાર્યશાળામાં મને પ્રેમ અને હૂંફ મળ્યાં

આ કાર્યશાળામાં મને પ્રેમ અને હૂંફ મળ્યાં, મારી ફરિયાદો દૂર કરી અને જે કામ માટે હું આ દુનિયામાં આવી છું એ કામ ઓએસિસની મદદથી જરૂર ચોક્કસપણે કરીને જ જઈશ. હું આ સંસ્થાનો ખૂબ આભાર માનીશ કે મને આ બધું મળ્યું.

~ પ્રેમલતા સજવાણી, મદદનીશ શિક્ષક, શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક શાળા

મારો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાયો

કાર્યશાળા જે ઉચ્ચ હેતુસર યોજવામાં આવી હતી તેને અનુલક્ષીને ખૂબ જ સરસ સમજ અપાઈ. મારો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાયો અને વધુ મહત્વાકાંક્ષા અને ઉત્સાહસભર થઈ હું જાઉં છું.

~ ફાલ્ગુની દેસાઈ, પ્રિન્સિપાલ(તત્કાલીન), બી.એલ.પરીખ પ્રાથમિક શાળા

રોમાંચિત શક્તિ સંચરણ થયું. હકારાત્મક લાગણીઓનું સંક્રમણ સતત થવાનું છે. અધૂરા જ્ઞાનને શબ્દબ્રહ્મ માની લીધેલું, હું જ સાચો દુનિયાને જણાવી દીધેલું, (કાર્યશાળામાં) પડ્યા સંસ્કરણના એવા બીજ, જે જૂનું હતું એને જડથી ઉખાડી મૂક્યું.

~ ડૉ. ઉદય નાયક, મદદનીશ શિક્ષક, તાતા ગર્લ્સ હાઇસ્કૂલ

જીવન જીવવાની કળા એટલે ઓએસિસ(ની કાર્યશાળા)

હવે પછીનું જીવન, વર્તન, વાણી, વ્યવહાર પહેલાં કરતાં જુદા પ્રકારનાં હશે. સદૈવ સકારાત્મક વિચાર અને સકારાત્મક દૃષ્ટિ તથા અભિગમ રાખવા માટેની સાચી તાલીમ મળી. ‘વિશ્વ બંધુત્વ ભાવના’ અંગેની વાતો તો બહુ થાય છે પરંતુ અહીં ખરેખર વાતો નહીં, ભાષણ નહીં, પરંતુ આવા પ્રકારની ભાવના ઉત્પન્ન થયાનો અનુભવ થયો. હવે પછીનાં વર્ષોમાં ખરેખર સમાજ અને દેશ માટે કાર્ય કરવાની તક મળશે.

~ ભરત વ્યાસ, ડીપાર્ટમેન્ટ હેડ, આર્ટ, સાયન્સ અને કોમર્સ કૉલેજ, કામરેજ ચોકડી, સુરત

એવું વ્યક્તિત્વ ખીલવવાની પ્રેરણા મળી કે જેને જોઇને બીજાને પણ એવું બનવું ગમે

The workshop is an Asset. Well begun is half done. The beginning itself is so beautiful that anxiety has reached to extreme height for the future programs. The program itself is more interesting and inspiring. It develops strong bond or feelings amongst the trainees which will definitely help to become a complete person (human being).

~ પ્રકાશ પટેલ, શિક્ષક, ભકતાશ્રમ અંગ્રેજી માધ્યમ શાળા

કાર્યશાળા જીવંત રહી

• કાર્યશાળામાં ભાગ લેનાર સહુ પોતાના વિચારો-પ્રતિભાવો મુક્તપણે રજૂ કરી શક્યા.
• કાર્યશાળામાં થયેલ પ્રવૃત્તિઓ સમયબદ્ધ રીતે ગતિશીલ બની રહી, સમયનો વ્યય થતો હોય એવું સહેજ પણ અનુભવાયું નહીં.
• કાર્યશાળામાં પ્રાયોગિક-સૈદ્ધાંતિક ચર્ચાનાં તમામ પાસાંઓ આવરી લેવાયાં, બતાવવામાં આવેલ ચલચિત્રો ખૂબ અસરકારક રહ્યાં. કાર્યશાળામાં વિષયવસ્તુ, સિદ્ધાંતો, પ્રસંગકથા, દૃષ્ટાંતો, પ્રાયોગિક કાર્ય- એવી જરૂરી તમામ બાબતોનો સાયુજ્યપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો.

~ કિશોરચંદ્ર પટેલ, રિટાયર્ડ સુપરવાઈઝર, ડી.ડી. હાઇસ્કૂલ ફોર ગર્લ્સ

આ કાર્યશાળા જીવન જીવવાની એનર્જી પૂરી પાડે છે

• આ કાર્યશાળા વડોદરા કે નવસારી પૂરતી જ નહી પરંતુ સમગ્ર દેશ અને વિશ્વમાં વિસ્તરવી જોઈએ. આ કાર્યશાળા જીવન જીવવાની એનર્જી પૂરી પાડે છે. આ કાર્યશાળામાં જોડાવાથી આપણું ભાવનાત્મક પાસું વિકસે છે.
• આ કાર્યશાળા જ્ઞાનગંગામાં ડૂબકી મારવાની તક આપે છે, જીવન અને મૃત્યુનું રહસ્ય સમજાવે છે. અભ્યાસક્રમ ખૂબ જ સચોટ બનાવ્યો છે. વ્યક્તિ વિકાસ માટેનો આ ક્રમ ખૂબ જ ઉમદા છે.

~ હિતેશ રાજગોર, શિક્ષક, નવનિર્માણ હાઇસ્કૂલ, મરોલી બજાર

જીવન માટેનો અતિકિંમતી ખજાનો અહીંથી અમને પ્રાપ્ત થયો છે

આ કાર્યશાળામાં અમે જે કંઈ પણ શીખ્યા છીએ તેનો ઉપયોગ જીવનની દરેક બાબતોમાં કરીશું અને સમાજમાં જઈ અમે આ કાર્યશાળાનો સંદેશો અન્ય વ્યક્તિઓને પણ આપીશું અને જીવનનો ખરો અર્થ બધાને સમજાવીશું.

~ વસંત તડવી, તાલિમાર્થી, શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા

Never experienced such open and free environment

I have never experienced such open and free environment. All my emotions & questions have come out. Paragbhai, very carefully and painstakingly listened to them and helped me to analyze them. 8 hours for 3 days and still I was hungry and wanted to learn more.

~ Rushin Naik, Teacher

જીવનની ઘણી બધી દિશાઓ સ્પષ્ટ થઈ

અત્યાર સુધી એક જાતના અજ્ઞાનમાં જીવતા હતા. આજે ખરા અર્થમાં એવું લાગે છે કે આ ત્રણ દિવસો જીવનભર મારા માટે, મારા પરિવારજનો, મિત્રો, વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનાં પુરવાર થશે. અને હવે પછી જ્યારે સંપૂર્ણ કોર્સ પૂરો કરીશું ત્યારે કેટલું પરિવર્તન આવશે એ વિચાર માત્રથી ઉત્તેજિત થઈ જવાય છે. અગ્રિમતા પ્રમાણે આપણા મનોબળથી કામ કરવાનું છે તો સફળતા મળવાની જ છે. આપણે જ આપણા વિધાતા છીએ.

~ દર્શના દેસાઈ, મદદનીશ શિક્ષક, વિદ્યાકુંજ પ્રાથમિક શાળા

હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું

• આવી કાર્યશાળામાં આવી શકી તે માટે હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું.
• બીજાએ આ કાર્યશાળામાં જોડાવું જ જોઈએ એમ માનું છું.
• આ કાર્યશાળામાં વારંવાર આવવાનું પસંદ કરું છું.

~ કક્ષા નાયક, મ.શિક્ષક, વિદ્યાકુંજ હાઇસ્કૂલ, નવસારી

ખૂબ જ સફળ કાર્યશાળા!!!

ખૂબ જ ઉપયોગી અને આંખ ઉઘાડનાર કાર્યશાળા. વ્યક્તિને ઉપદેશ આપ્યા વિના એની વર્તનતરાહ(Behavioural Pattern)ને બદલવા મજબૂર કરે એવી કાર્યશાળા. દરેક Participantને ઊઘડવાની પૂરી તક મળે છે અને દરેક Participantનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો. જીવન-મૂલ્યોનું સિંચન કોઈ પણ ભાર વિના થયું. પ્રશંસાના કોઈ પણ શબ્દો ઓછા પડે તેમ છે.

~ ગિરીશ નાયક, મ.શિક્ષક, વિદ્યાકુંજ હાઇસ્કૂલ, નવસારી

આ કાર્યશાળા અંગે મનથી ખૂબ ઊંડા કાર્યસ્તંભ જેવી લાગણી અનુભવું છું. કાર્યશાળામાં શ્રેષ્ઠતા જોવા મળી.

~ ગુણવંત મોરાવાલા, મદદનીશ શિક્ષક, શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક શાળા

“પૂર્ણ લોકશાહી અભિગમ સાથે કુશળ નેતૃત્વ પૂરું પાડ્યું...
અદ્ભુત પ્રેમ અને લાગણી સહ વિષયને સ્પર્શ કરાવી ગંભીર બાબતો સમજાવવાની આવડત...
સમગ્ર કાર્યશાળા દરમ્યાન અમારા મિત્ર, માર્ગદર્શક અને તત્વજ્ઞાની રહ્યા...
મૃદુભાષી, નિખાલસ, હસમુખા, પ્રેમાળ, લાગણીશીલ, ઉમદા વ્યક્તિત્વ...

Crux of reflections by participants about the Facilitators:

Facilitator: Mahadevbhai Desai

શ્રીમાન મહાદેવભાઈના નિખાલસ, પ્રેમાળ વ્યક્તિત્વએ અમને સતત પ્રેરણા આપી

મહાદેવભાઈએ આપેલાં ઉદાહરણો તે માટેના સિદ્ધાંતોને સમજવા માટે ખૂબ જ મદદરૂપ બન્યાં. વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ દ્વારા તેમણે કરાવેલું મનોમંથન અવર્ણનીય હતું. એક શિક્ષકને શ્રેષ્ઠતાની કક્ષા સુધી મોકલવાની તેમની આ નેમ અમો સૌ સારસ્વતોને નવીન પ્રેરણા બક્ષે છે.

~ મિનેષ ગોહિલ, મદદનીશ શિક્ષક, એચ.સી.પારેખ હાઇસ્કૂલ

એમની કાર્યશાળાનું સંચાલન કરવાની પદ્ધતિઓ શ્રેષ્ઠ લાગી

કાર્યશાળાના સંચાલકશ્રીઓનું એક અદ્ભુત વ્યક્તિત્વ, પ્રભાવશાળીપણું, કર્તવ્યનિષ્ઠા, પ્રેમાળ સ્વભાવ, સહનશીલતા અને વિદ્વાનપણું અમારી સમક્ષ છતું થયું.

~ ઉર્વશી ચૌધરી, મદદનીશ શિક્ષક, શેઠ પી.એચ.સ્કૂલ

He is very inspiring person

Mahadevbhai’s method of explanation is so simple that one can understand the things very easily. He is very inspiring person and has ability to change anybody’s weakness into strength. His tireless efforts fascinate me. He can sow the seeds of self-confidence in anyone.

~ Prakash Patel, Teacher, Bhaktashram Eng. Med. School

Facilitator: Parag Shah

અમારી વાતો ખૂબ શાંતિથી અને હૃદયપૂર્વક સાંભળી

પરાગસરે અમારી વાતો ખૂબ શાંતિથી અને હૃદયપૂર્વક સાંભળી અને તેને સમજવાનો પ્રયત્ન કર્યો. તેમણે દરેક જણની મૂંઝવણ/સવાલને ઝીણવટપૂર્વક સમજીને તેનું solution કાઢી આપ્યું. અમે કાર્યશાળાના મુદ્દા અને વિષયોને સારી રીતે શીખી શક્યા.

~ ગાર્ગી દેવળે, શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા

સંચાલકનું વિષય-જ્ઞાન અને પ્રભુત્વ ઘણું જ સારું છે

કાર્યશાળાના સંચાલકનું વિષય-જ્ઞાન અને પ્રભુત્વ ઘણું જ સારું છે. તેમ જ ઉદાહરણો ખૂબ જ સુંદર રીતે આપીને વિષયની સમજ પૂરી પાડી શકે છે. મૈત્રીપૂર્ણ સ્વભાવના કારણે કાર્યશાળાનું વાતાવરણ ખૂબ જ આહ્લાદક અને હળવું રાખી શકે છે.

~ મિનલ સોની

Paragbhai is very calm & good listener

Paragbhai created a very beautiful environment which was very friendly. I have started to open up. I could freely speak out the thoughts which aroused in my mind.

~ Shilpa Pradhan, Teacher, SGM Shiroiya Sr. Secondary School

Facilitator: Siddharth Mehta

શ્રી સિદ્ધાર્થભાઈ મહેતા મૃદુભાષી, નિખાલસ, હસમુખા હતા

કાર્યશાળાના સંચાલક શ્રી સિદ્ધાર્થભાઈ મહેતા મૃદુભાષી, નિખાલસ, હસમુખા, ફરીફરીને વિશેષ ઉદાહરણો આપી સિદ્ધાંતોને સમજાવતા હતા. એટલું જ નહીં, પરંતુ દરેકને ભાગીદાર બનાવી અભિપ્રાયો માંગતા હતા. બસ એટલું જ કહેવાનું મન થાય છે કે સિદ્ધાર્થ આગળ વધો

~ રતિલાલ પટેલ, મ.શિક્ષક, એલ.એમ.પી.રેવા & એમ.સી.ઝેડ.શાહ સ્કૂલ

ખૂબ જ ધીરજથી વ્યવસ્થિત અને સરળ રીતે કાર્યશાળાનું સંચાલન કર્યું

સંચાલક શ્રી સિદ્ધાર્થભાઈએ ખૂબ જ ધીરજથી વ્યવસ્થિત અને સરળ રીતે કાર્યશાળાનું સંચાલન કર્યું. તેમના સંચાલનમાં અનુભવની સુવાસ જોવા મળી. અમને ખબર ન પડે તો પ્રેમથી, ફરીથી સમજૂતી આપતા અને પછી જ બીજી બાબતોમાં આગળ વધતા હતા.

~ સંજય અંક્લેશ્વરીયા, વિદ્યાસહાયક, શ્રી ઠક્કરબાપા કુમાર પ્રાથમિક શાળા, સુરત

સંચાલક ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે

કાર્યશાળાના સંચાલક ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે. તેઓએ અમને શાંતિથી સાંભળી અમારી સમસ્યાઓ વિશે અમને સભાન કરાવી એમનો ઉકેલ કેવી રીતે લાવવો એના વિશે જાગૃત કરાવ્યા તે બદલ હું તેમની આભારી છું.

~ ઉર્વી ભટ્ટ, પ્રાથમિક શિક્ષક, શ્રીમતી ન.ચી.શાહ & શ્રીમાન ચી.ન.શાહ પ્રાથમિક શાળા, મરોલી

Facilitator: Sheeba Nair

Sheeba is very good mentor

She is so sharp in handling workshop and she beautifully conducted. Presence of mind increased.

~ Pratiksinh Parmar, Trustee & Director, Navnirman Highschool, Maroli

તેમના સ્વાનુભવો વધારે અસરકારક લાગ્યા

• સુંદર ટીચિંગ
• હસતું વ્યક્તિત્વ – પ્રેરક બનવું
• તેમના પોતાના સ્વાનુભવો વધારે અસરકારક લાગ્યા
• ઉચ્ચાર શુદ્ધિ બેનમૂન તથા પ્રેરક
• તમામ બાબતો મોટે ભાગે જીવનમાં ઉતારી છે એવી અનુભૂતિ થઈ

~ આશિષ પટેલ, આચાર્ય, વિદ્યાકુંજ હાઇસ્કૂલ, નવસારી

વાક્પટુતા અદભુત, ચહેરા પર નિર્મળ હાસ્ય, ભાષા પ્રભુત્વ, વિષયના હાર્દ તરફ લઈ જવાની સાહજિકતા

~ ડૉ. કૌશિક દેસાઈ, આચાર્ય, એસ.એમ.કે.આર.વસી હાઇસ્કૂલ, મરોલી

ઉત્તમ કક્ષાની વિદ્વત્તા

• સ્નેહાળ વ્યક્તિત્વ
• Dynamic Personality
• કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાઓ શ્રેષ્ઠ
• તેમનાં ધ્યેયોની સ્પષ્ટતા અને એને પાર પાડવાની મથામણ/પુરુષાર્થ ખૂબ સુંદર

~ ડૉ. કિશોર નાયક, આચાર્ય, શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા

આદરણીય, માનનીય, પ્રેમાળ વ્યક્તિત્વ

• સફળ સંચાલક
• Convincing Explanation
• ખૂબ સારા વક્તા.

~ નેહા વ્યાસ, આચાર્યા, ભકતાશ્રમ અંગ્રેજી માધ્યમ શાળા

Facilitation of New Facilitators of Jyotirdhar Abhiyaan


On 15 & 16 June'13, training workshop for new batch of 10 facilitators joining the Jyotirdhar campaign was held at Oasis Valleys. It was facilitated by Sheeba Nair, Trustee, Oasis and Sanjiv Shah, Facilitator, Oasis Movement.

Photos above: upper - Participants busy in their training workshop. Lower - Sheeba Nair seen in the dialogue with participants.

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Jolly Madhra

Kshama Kataria

Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.