Newsletter-cum-magazine of Oasis Movement YEAR 6  I ISSUE 17  I Sept 16, 2013

જ્યોતિર્ધર અભિયાન

કેળવણીના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન માટેનું અભિયાન

Campaign to Create Radical Change in the field of Education

The teachers, part of Jyotirdhar Project (Campaign to Create Radical Change in the field of Education), underwent the second workshop of the 1st year of Oasis L3 Course during July & August 2013. Workshops were held at Oasis Valleys. The above photo-collage shows highlights of the workshops.

“Excellent experience; Once again such an environment was created that all our emotions came out naturally”

“આ કાર્યશાળા જીવન જીવવાના સાચા માર્ગ માટેની પથદર્શક બની રહી છે”

Crux of reflections from participants about the workshop:

A wonderful eye and heart opener

A wonderful eye and heart opener was this workshop format. And I was so relaxed and feeling stress-free after the processes done here. Such revolution in my attitude was possible only here. I am sure my personal & professional relationship will be much much stronger after this workshop.

~ Rushin Naik

• ખૂબ જ સંતોષકારક તથા પ્રેરક એવી કાર્યશાળા
• ખૂબ જ ઉચ્ચ કક્ષાનું પ્રેરણાદાયી વૈચારિક ભાથું પ્રાપ્ત થયું.
• કાર્યશાળામાં ધ્યેયલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા સારો, આવકારદાયક અનુભવ થયો.

~ કિશોરચંદ્ર પટેલ

કાર્યશાળા યોગ્ય તેમ જ સાચા જીવનની રાહ બતાવનાર એક પ્રવાહ છે

આ કાર્યશાળાથી મારા જીવનના મહત્તમ પ્રશ્નોનો ઉકેલ મળ્યો છે. કાર્યશાળા યોગ્ય તેમ જ સાચા જીવનની રાહ બતાવનાર એક પ્રવાહ છે. આ પ્રવાહ દરેક માનવીના જીવનને મળવો જોઈએ. ખરેખર રણમાં ભ્રામક વિચારો આવે ત્યારે જે દેખાય તેમ જ આજના જીવનમાં જ્યારે માનવી માનવતા ભૂલતો જાય છે ત્યારે આવા પ્રવાહમાં “Oasis” એ સાચું જીવન જીવવાની દિશા બતાવનાર યોગ્ય સંસ્થા છે તેમ હું માનું છું.

~ સાવન ઢોડિયા

વિચારોને એક નવી દિશા મળી

પહેલાં આપણે બીજાને સુધારવાની વાતો પર ધ્યાન આપતા હતા જે કઠિન લાગતું હતું પરંતુ ખરેખર તો શરૂઆત આપણાથી કરવાની હોય છે. સ્વ પર વિજય મેળવ્યા બાદ આગળ વધવાનું હોય છે, જે આપણા હાથમાં હોય છે એ સમજાયું. વિચારોને એક નવી દિશા મળી અને જિંદગીમાં જે કંઈ અધૂરપ છે તેને માટેની જવાબદારી સ્વીકારીને જો સંબંધોને નવા દૃષ્ટિકોણથી જોવામાં આવે તો જીવન સરળતાથી જીવાય તે સમજાયું.

~ દર્શના દેસાઈ

હકારાત્મક પરિવર્તન ધીમે-ધીમે મળી રહ્યું છે

આ કાર્યશાળા જીવનમાં આમૂલ પરિવર્તનનું અગત્યનું માધ્યમ બની છે અને હજુ વધારે બની રહેશે એવું હું અંતઃકરણથી અનુભવું છું. વ્યક્તિ તરફ જોવાનો દૃષ્ટિકોણ બદલાયો છે, અભિગમો, માન્યતાઓ બદલાઈ છે અને હકારાત્મક પરિવર્તન ધીમે-ધીમે મળી રહ્યું છે તે બદલ ઓએસિસ સંસ્થા અને કાર્યશાળાના સંચાલકોનો ખૂબ ખૂબ આભાર.

~ સંજય અંક્લેશ્વરીયા

જે જ્ઞાન વિદ્યાભ્યાસ દરમ્યાન શાળા અને કૉલેજમાંથી ન મેળવી શક્યા એવું બધું જ જ્ઞાન આ કાર્યશાળામાંથી મેળવી રહ્યો છું. આ કાર્યશાળા દ્વારા સારું જીવન કેવી રીતે જીવાય તે જાણી શક્યો છું. ખૂબ જ અદ્ભુત કાર્યશાળા છે.

~ મિનલ સોની

આ કાર્યશાળા જેવી કોઈ બીજી કાર્યશાળા હોઈ જ ન શકે

અહીંનું વાતાવરણ ખૂબ આનંદદાયક, પ્રફુલ્લિત, ઉલ્લાસભરેલું રહે છે. અહીંથી મેં ઘણું બધું જીવનલક્ષી જ્ઞાન મેળવ્યું છે અને હજુ ઘણું બધું મેળવવાનું બાકી છે. આ કાર્યશાળા ખૂબ જ જીવનલક્ષી અને સંપૂર્ણ રીતે લોકોને સમર્પિત કાર્યશાળા છે. આ કાર્યશાળાના હેતુઓ ઘણા ઉમદા છે અને એ હેતુઓ પાર પાડવા માટે અમને માધ્યમ તરીકે જે તક મળી છે એ માટે હું ઘણી જ આભારી છું.

~ ઉર્વી ભટ્ટ

આ પહેલાં આવી અનુભૂતિનો અનુભવ કર્યો નથી

આ કાર્યશાળાથી જીવનનાં ઘણાં બધાં પાસાં, મૂલ્યો અને સંબંધો જીવંત થાય છે, નવી-નવી કૂણી-કૂણી લાગણીઓની કુંપળ પલ્લવિત થઈને સ્વની ઓળખનું એક સુગંધી પુષ્પ મહેકી ઊઠે છે. ભગવાનને પ્રાર્થના કરું છું કે ઓએસિસમાં જોડાવાનું સૌભાગ્ય મને તો મળ્યું છે, સાથે સાથે મારા જેવા અન્યોને પણ આ અભિયાનમાં જોડવા માટેના મારા પ્રયત્નોમાં પ્રભુ તું મને સફળ બનાવ!

~ હેમા રાજપૂત

ખૂબ જ સફળ કાર્યશાળા!!!

ખૂબ જ ઉપયોગી અને આંખ ઉઘાડનાર કાર્યશાળા. વ્યક્તિને ઉપદેશ આપ્યા વિના એની વર્તનતરાહ(Behavioural Pattern)ને બદલવા મજબૂર કરે એવી કાર્યશાળા. દરેક Participantને ઊઘડવાની પૂરી તક મળે છે અને દરેક Participantનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો. જીવન-મૂલ્યોનું સિંચન કોઈ પણ ભાર વિના થયું. પ્રશંસાના કોઈ પણ શબ્દો ઓછા પડે તેમ છે.

~ ગિરીશ નાયક

આ કાર્યશાળા માનવજાત વિશે સભાનતા લાવે છે. દરેક મનુષ્યને પોતાના મહત્ત્વ અને કાર્યક્ષમતા અંગે સભાન બનાવે છે. દૃષ્ટિકોણ અને વિચારશક્તિ પૉઝિટિવ બનાવી સમસ્યાના સર્જક અને નિવારક બન્ને આપણે જ છીએ તે અંગે સભાન બનાવે છે, સ્વ-જાગૃતિનું કાર્ય કરે છે.

~ સુનિતા શિરોયા

કાર્યશાળા અનન્ય અને રસપ્રદ છે

કાર્યશાળાના દરેક સભ્યો શાલીન, કર્મશીલ, વત્સલ અને સમર્પિત છે. આ કાર્યશાળા એની ઉત્કૃષ્ટ બાબતોને લીધે એટલી બધી રસપ્રદ બને છે કે સમયનો સહેજ પણ ખ્યાલ રહેતો નથી. જીવનના વિવિધ તબક્કાઓમાં અનેક આયામો પર આ કાર્યશાળા અમને સૌને અત્યંત ઉપયોગી નીવડશે જ એવી અમને શ્રદ્ધા છે.

~ મિનેષ ગોહિલ

જે કાંઈ પણ શીખ્યા છે એ આપણા વાસ્તવિક જીવન માટે ખૂબ જ ઉપયોગી છે

• જીવન જીવવાનો પ્રવાહ બદલાય છે.
• જોવાના દૃષ્ટિકોણ બદલાય છે.
• ખૂબ જ મુક્ત રીતે ખુલ્લા થઈ જવાય છે, હળવા બની જવાય છે.
• જીવન જીવવાનો એક ધ્યેય નક્કી થાય છે.
• અહમ્, ઈર્ષ્યાથી થોડા હળવા થવાય છે.
• ભૂલોનો અહેસાસ થાય છે અને ક્ષમા દ્વારા મુક્ત થવાય છે.
• કૃતજ્ઞતાની લાગણી સાચા અર્થમાં અનુભવાય છે.

~ પ્રજ્ઞા કેવટ

“સારા આચાર્ય, શિક્ષક અને માતા બનવામાં જે ક્ષતિ રહેલી છે તે દૂર થઈ”

“આ કાર્યશાળાથી હું એક શિક્ષક તેમ જ એક માનવ તરીકે સાચું અને સાર્થક જીવન જીવી જઈશ”


Above photos - Teachers in action and workshop moments.

Crux of reflections from participants about usefulness of the workshop:

જીવનમાં સંબંધોની જાળવણી અને સફળતાનો જ અવકાશ

• કાર્યશાળા દ્વારા અન્ય સામી વ્યક્તિને ખૂબ જ શાંતિથી સાંભળવું, એમ કરવાથી સામી વ્યક્તિને સંતોષ થાય અને આપણું પણ વ્યક્તિત્વ ઘડાતું જાય. જો આપણામાં અને બાળકોમાં આવી ટેવ (Habit) કેળવાય તો કેટલી મજા પડે!
• શિબિરની બાબતોનો મહાવરો કરવાથી જીવનમાં સંબંધોની જાળવણી તથા વૈચારિક, આધ્યાત્મિક શાંતિ તથા વ્યાવસાયિક જીવનમાં પણ સફળતાનો જ અવકાશ રહે છે. ખૂબ જ લાભપ્રદ બાબત.

~ રાજેશ ટંડેલ

વિદ્યાર્થીઓને, તેમની વર્તનતરાહને, વિદ્યાર્થીઓના મનોવિશ્વ, તેઓના ભાવજગત, તેઓના ગમા-અણગમા, ક્રિયા-પ્રતિક્રિયા, ક્રિયા-પ્રતિક્રિયા, તે પાછળનાં પરિબળોને સમજવામાં, શિક્ષણકાર્યને સફળ, ધ્યેયલક્ષી, જીવનલક્ષી બનાવવામાં આ કાર્યશાળા ખૂબ જ ઉપયોગી પુરવાર થશે.

~ ગિરીશ નાયક

વિદ્યાર્થીઓને સમજવાનું પીઠબળ મળશે

આ કાર્યશાળા સાચા અર્થમાં જીવન જીવતા શીખવે છે. ઘણી સરખી બાબતો જાણતા હોવા છતાં તેને અનુસરી શકતા નથી. અહીં તેને અનુસરવાની પ્રેરણા મળે છે જેથી આપણા અંગત, પારિવારિક સંબંધોને પોષણ મળે છે. આ તાલીમથી આપણે વિદ્યાર્થીઓને ઘણી સારી રીતે સમજવાની ટેકનિક અને પ્રેરણા મળે છે જે તેઓને શ્રેષ્ઠ નાગરિક બનવાનું બળ પૂરું પાડશે.

~ ડૉ. મિતલ દેસાઈ

આ કાર્યશાળા અંગત વ્યક્તિગત વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે.

સમાજમાં આધુનિક પ્રવાહમાં મૂળગત પરિવર્તન લાવવું, પરંતુ સંઘર્ષથી નહીં, પ્રેમથી, સર્વેનો સાથ-સહકાર પ્રાપ્ત કરીને – એ દૃષ્ટિકોણ ખૂબ જ ગમ્યો. વ્યક્તિગત આત્મવિશ્વાસ અને સ્વમૂલ્યાંકન કરી પોતાના પરિવર્તન વડે સમાજના પરિવર્તન સુધીનું ખૂબ જ સરળ અને સચોટ માર્ગદર્શન પૂરું પાડે છે.

~ નેહા વ્યાસ

પડકારજનક પ્રસંગોમાં કઈ રીતે ધ્યેયને વળગી રહેવું એ અંગે સમજ કેળવાઈ, વ્યાવસાયિક જીવનમાં કઈ રીતે અસરકારક રીતે આપણા કૌશલ્યોનો ઉપયોગ કરવો એ અંગેની સમજ કેળવાઈ.

~ મીનાક્ષી ચાંપાનેરી

મારી સમસ્યાઓનાં મૂળ શોધવામાં મદદ મળશે

મનાંકનો બદલાશે, બાળકો સાથેનો વ્યવહાર બદલાશે, જીવનનાં મૂલ્યો બદલાશે. સ્વનો વિકાસ થશે. મારી સમસ્યાઓ માટે હું જ જવાબદાર છું, બીજા જવાબદાર નથી માટે મારી સમસ્યાઓનાં મૂળ શોધવામાં મદદ મળશે. મારે કોઈ પણ કામ કરવું હોય તો પ્રથમ શા માટે કરવું છે – What to & Why to તે મળશે તો How to આપોઆપ મળી જશે.

~ કક્ષા નાયક

પરિણામલક્ષી, ખૂબ ઉપયોગી કાર્યશાળા

અંગત તેમ જ વ્યાવસાયિક જીવનમાં કાર્યશાળા દરમ્યાન શીખેલું અને જાણેલું અમલમાં મૂકીને સારા પરિણામ મેળવી શકાશે. અનેક વિષયોમાં માહિતી હોવા છતાં જે કાર્ય કરવા અમલીકરણ ન થઈ શકતું હતું તે નવા દૃષ્ટિકોણો અને પરિણામો જાણવાથી ખૂબ જ ઉપયોગી નીવડશે.

~ રામચંદ્ર નામજોશી

કાર્યશાળાની દરેક કાર્યપદ્ધતિ ખરેખર શ્રેષ્ઠ છે. હું માનું છું કે આ દરેક બાબત જેવી કે શિક્ષક તરીકેના સ્વધર્મની ફરજનું જ્ઞાન, અહીંની દરેક વ્યવસ્થા મારા માટે પ્રેરણાનો સ્રોત સમાન બની ગઈ છે. અહીંથી મળતી સ્વક્રાંતિ અને પ્રેરણા મારા જીવનનાં બન્ને અંગત અને વ્યાવસાયિક પાસાને તબક્કાવાર મજબૂત અને વિકસિત કરી રહ્યા છે.

~ ઉર્વશી ચૌધરી

આ કાર્યશાળા અમારા માટે વરદાનરૂપ છે

વ્યક્તિગત, પારિવારિક તેમ જ સામાજિક સંબંધો કેવી રીતે વિકસાવવા તેમ જ તૂટતા સંબંધોને કેવી રીતે જોડવા, તેનું જતન કરવું તેમ જ તેને સાચવી રાખવા તેની પૂરેપૂરી સમજ અમને આ કાર્યશાળા આપી રહી છે. આ કાર્યશાળા દ્વારા અમને અમારા અંગત જીવનના પ્રશ્નો તેમ જ વ્યાવસાયિક જીવનના મૂંઝવતા પ્રશ્નોના જવાબો સંચાલકો દ્વારા સરળતાથી મળતા જણાય છે. ખરેખર આ કાર્યશાળા અમારા માટે વરદાનરૂપ છે કે જે હરહંમેશ અમારા માટે જીવનનો માર્ગ સરળ કરી રહી છે.

~ સોહિના ચૌધરી

“શિક્ષણ પરિવર્તન માટેના નિજ-પાગલ માણસોની ઝુંબેશ ગુજરાતના શિક્ષણ પ્રવાહોને સકારાત્મક રીતે બદલી શકશે જ”


The workshops were facilitated by team of facilitators which includes Sanjiv Shah, Sheeba Nair, Mahadevbhai Desai, Parag Shah and Siddharth Mehta. The above photos show facilitators in action.

Crux of reflections from participants about the facilitators:

His lively examples make our concepts very clear

Mahadevbhai is full of knowledge. Lively examples make our concepts very clear. Very good listener who gives equal opportunities to all. A very accurate analyzer. There’s lots to be said about his ability of inspiring people like us. Last but not the least his memory fascinates me.

~ Prakash Patel

કાર્યશાળાના સંચાલક શ્રી મહાદેવભાઇનું એક અદ્ભુત વ્યક્તિત્વ, પ્રભાવશાળીપણું, કર્તવ્યનિષ્ઠા, પ્રેમાળ સ્વભાવ, સહનશીલતા અને વિદ્વાનપણું અમારી સમક્ષ છતું થયું. એમની કાર્યશાળાનું સંચાલન કરવાની પદ્ધતિઓ શ્રેષ્ઠ લાગી.

~ ઉર્વશી ચૌધરી

ધીરજવાન, સરળ અને સ્પષ્ટવક્તા

સિદ્ધાર્થભાઈ કોઈ પણ વાતને મૂળ સુધી લઈ જવાનો ધીરજપૂર્વક પ્રયત્ન કરે છે અને સરળ રીતે સ્પષ્ટ સમજૂતી આપે છે. તથા તે સ્પષ્ટવક્તા હોવાથી બાબતો સ્પષ્ટ રીતે જણાવી દે છે અને ઉદાહરણપૂર્વક વિષયવસ્તુથી અમને પરિચિત, માહિતગાર કરે છે જે ખૂબ જ મહત્ત્વની બાબત છે.

~ સંજય અંક્લેશ્વરીયા

સિદ્ધાર્થભાઈ ખૂબ જ સચોટ, ઊંડાણપૂર્વક દરેક બાબત સમજાવે. સાંભળવાનો અખૂટ ભંડાર, શ્રવણશક્તિ ઉત્તમોત્તમ. Positivity અદ્ભુત, really by heart. વર્કશોપની વાતોને જીવનમાં ઉતારી લીધેલું એવું જ એમનું વ્યક્તિત્વ. Wonderful.

~ સ્નેહલ પરમાર

પરાગભાઈ એક સહૃદયી, હિતેચ્છુ મિત્ર છે

તેઓ ખૂબ જ પ્રોત્સાહન આપીને પોતાનાં જ ઉદાહરણો રજૂ કરીને દરેક વાત સમજાવે છે. અને અમને અમારા જીવનની સમસ્યાઓ રજૂ કરવા તેના ઉકેલની ચર્ચા વિચારણા કરવા પ્રેરે છે અને સમગ્ર કાર્યશાળામાં એવા વિશ્વાસનું વાતાવરણ સર્જાય છે કે એક પોતીકાપણાની લાગણીથી બધી ચર્ચાઓ થાય છે.

~ દર્શના દેસાઈ

શીબાબેનની આંખોનું તેજ અને મોહક સ્મિત જોઈને જ આનંદિત થઈ જવાય. એમની નમ્રતા અને સરળપણું ખરેખર પ્રેરક છે. અને વિષયપ્રભુત્વ વિશે તો લખીએ તો ઓછું પડે!!! અદ્ભુત પ્રેમ અને લાગણી સહ વિષયને સ્પર્શ કરાવી ગંભીર બાબતો સમજાવે.

~ જ્યોતિ જોશી

Photo News

Love Camp For Students Of Shreyas School, Surat

“જો હું આ કૅમ્પમાં ન આવ્યો હોત તો પ્રેમનો મતલબ ક્યારેય ન જાણી શક્યો હોત”


18 teenagers from std. 11, Shreyas School, Surat, participated in Love Camp organized at Oasis Valleys during 26-28 August 2013. The camp was facilitated by Pallavi Raulji.

Some reflections by students -

આ કૅમ્પમાં આવવાથી આત્મવિશ્વાસમાં ઘણો વધારો થયો. અહીં જે શીખવા મળ્યું તે કોઈ શીખવતું નથી. હું શીખી કે કોઈ પણ બાબતનો ડર ન રાખવો જોઈએ. કોઈ આપણને ગમે તેવું બોલી જાય છતાં આપણે આપણને સાચું લાગે તે જ કરવું જોઈએ. કૅમ્પમાં પ્રેમ વિશે સમાજમાં જે ખોટી માન્યતા છે તે દૂર કરી, જે ખૂબ જ જરૂરી છે જેની સમજ પડી. સાચા પ્રેમ અને કાચા પ્રેમની સમજણ પડી.

કૅમ્પના સંચાલક પલ્લવીદીદીની સહનશીલતા ઘણી છે. વિદ્યાર્થીઓ એટલી મસ્તી કરતા પણ એમણે દરેક બાબત એટલી પ્રેમથી શીખવી છે. એ બધાને સમજવાની શક્તિ ધરાવે છે અને બધાનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખે છે. ~ દિપાલી માળી

આ કૅમ્પમાં પ્રેમ વિશે શીખવા મળ્યું. સાચો પ્રેમ કેવો હોય, આત્મવિશ્વાસ અને હિંમત કેવી રીતે રાખવા તે અમને ખૂબ સારી રીતે સમજાવ્યું. અમારો આત્મવિશ્વાસ વધ્યો. આ જ્ઞાન અમે હંમેશાં યાદ રાખીશું. અમારા સ્વભાવમાં ઘણો ફેરફાર થયો છે. અમને જે શીખવવામાં આવ્યું છે તે અમે બીજાં બાળકોને પણ શીખવાડીશું. ~ તેજસ લાહોર

આ કૅમ્પની બધી પ્રવૃત્તિઓમાંથી સાચો પ્રેમ, સાચી મિત્રતા અને જિંદગી વિશે શીખવા મળ્યું. પોતાની જાતને ઓળખવા માટે આ કૅમ્પમાં મને ખૂબ મદદ મળી છે. આપણું જીવન કેવી રીતે જીવવું અને જ્યારે મુશ્કેલી આવે ત્યારે તેને કેવી રીતે દૂર કરવી તે હું શીખી. પહેલીવાર ઓએસિસની શિબિરમાં આવી હતી ત્યારે આગળ આવી વાત કરતાં ખૂબ ડર લાગતો હતો. પ્રક્ષાદીદીએ આત્મવિશ્વાસ વિશે શીખવ્યું હતું ત્યારથી મારામાં હિંમત અને વિશ્વાસ વધ્યાં છે. ~ શ્વેતા મિસ્ત્રી

જ્યારથી ઓએસિસના કૅમ્પ મારી જિંદગીમાં આવ્યા છે ત્યારથી મને સમજાયું છે કે આપણે કેવી રીતે જીવવું જોઈએ. આ કૅમ્પમાં અમને પ્રેમ વિશે સમજાવ્યું. એ પહેલાં તો હું જુદું જ માનતી હતી. પ્રેમ શું છે? – જે વાત કોઈ ન કહેતું તે મને ઓએસિસના કૅમ્પમાંથી સમજાઈ છે. ~ પાયલ રાઠોડ

ઓએસિસની શિબિરમાં કુદરતના ખોળે વિદ્યાર્થીઓને એમના જીવનના અત્યંત કઠિન માર્ગ પર સરળતાથી કઈ રીતે ચાલવું અને જીવવું તે શીખવાડવામાં આવ્યું. ઓએસિસના કાર્યક્રમોને કારણે પછાત વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ વર્ગમાં તથા સમાજમાં આગળની હરોળમાં સ્થાન દીપાવવા લાગ્યા છે. એ ખૂબ ગર્વની અને માનની બાબત શાળા તેમ જ સમાજ માટે ગણી શકાય. ધીમો પરંતુ અસરકારક પ્રભાવ નિહાળવા મળ્યો. ~ બળવંતભાઈ લાડ અને તન્વી પરમેશ્વરલાલા (શિક્ષકો)

  News In Brief

ASHA News for August, 2013

Workshops on Adolescent Education for 7th and 8th std. underprivileged children of various schools of Bangalore were organized by ASHA team during the month of August, 2013. Total 2905 children of some 10 schools were benefitted by the program.

Following topics were covered in the workshop -

1. Good Touch - Bad Touch
2. Physical, Mental and Emotional changes happening during adolescence
3. Gender Bias
4. Menstruation and its Hygiene
5. Child sexual abuse

  Reflections

Wah, OASIS! Thanks for alerting me in this field of Education. "Team Alive" deserves compliments.

I don't know how I [the Retired Man] could be helpful to such events. Education for the Rurals / Poors is the basic need of the day for which U People are dedicated. Dr.Kalam's mission of 'PURA' - Providing Urban amenities in Rural Areas seems to be realized, I REPEAT.

With all-the-best to Sanjiv, Sheeba, Alkesh and all-n-all. Yours,

~ Pradyumnabhai Joshi,
Vadodara

Hello Sheeba and Preeti,

It was a real pleasure to read the latest newsletter (...Alive, Aug 1, 2013 issue) of Oasis giving opinions of various students who attended the camp (Summerhill Camp for School On Wheels Students, June 2013). Their opinions, in their own words, describe their experiences at the camp. Obviously these reports should give all of you satisfaction, from the fact that your efforts did satisfy the expectations of the participants.

We thank you all for your dedication and hope that these children implement in their lives the lessons they learned during the camp.

~ Asha and Vijay Dalal,
U.S.A.

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Jolly Madhra

Kshama Kataria

Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.