Newsletter-cum-magazine of Oasis Movement YEAR 6  I ISSUE 19  I Oct 16, 2013

જ્યોતિર્ધર અભિયાન

કેળવણીના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન માટેનું અભિયાન

Campaign to Create Radical Change in the field of Education

Completing 1st Year, ‘Jyotirdhar’ Teachers Find Oasis Course Unparalleled, Extraordinary And Mind-blowing

Part of Jyotirdhar Project, the teachers of three batches out of four, completed 1st year of Oasis L3 Course during September & October 2013. Workshops were held at Oasis Valleys. The above photo-collage shows highlights of the whole year. Fourth batch will end their 1st year by next month end.

Sharing, here, reflections from teachers after completing 1st year...

“જીવનની સાચી પાઠશાળા એટલે ઓએસિસ કાર્યશાળા;
મડદામાં પ્રાણ પૂરી જીવંત બનાવ્યા”

“સફળ વ્યક્તિ બનવા માટેના પુસ્તકો, સેમિનારો કે કાર્યશાળાઓ અગણિત હોય છે,
પરંતુ અસરકારક વ્યક્તિત્વનું નિર્માણ કરનાર, હૃદયથી જીવતાં શીખવનાર તો એકમાત્ર આ કોર્સ જ છે”

Crux of reflections from participants about the 1st year of Oasis Course:

The experience was Mind-blowing

The course has created a new world for me. It makes us realize that we are at the root of our problems. It also taught us how to understand other persons’ feelings. The whole process is self-churning process and a new person is born. I will recommend to each and everyone to join this course, especially teachers, because they are the pillars of the foundation in our society.

~ Arpita Desai

• સંવેદનશીલ બન્યો – રડતા શીખ્યો, જીવનની પળેપળ માણતા શીખ્યો.
• સમય આયોજન શીખ્યો.
• પસંદગીની સ્વતંત્રતા શીખ્યો. લક્ષ્ય સ્પષ્ટ થયું, રાજપથ સ્પષ્ટ થયો.
• ૨૦ વર્ષ બાદ લગ્નજીવનમાં માધુર્ય આવ્યું, પ્રેમાળ પતિ, અતિપ્રેમાળ પિતા બન્યો.
• ૪ વાલી શિબિરને અંતે ૩૦૮ કુટુંબોને Parentingની સમજ મળી.
• ધ્યેય, શ્રદ્ધા, હૃદય સાથેની યાત્રા વણથંભી, રોમાંચભરી, અવિરત...”

~ ડૉ. કૌશિક દેસાઈ

ઝાંખી થવા આવેલી જ્યોતિ, ફરી પ્રકાશિત બની ઝળહળી ઊઠી છે

અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત...આ સિવાય બીજા શબ્દો નથી. મારો ‘સ્વ’ સાથેનો પરિચય થયો. મારી મર્યાદાઓ, ખામીઓ મારી આગળ સ્પષ્ટ થઈને આવી. જીવનમાં નવા સંબંધોથી બંધાઈ, તમામ સંબંધો દિવ્યતાથી સભર છે એ અનુભવ્યું. મારા હૃદયના દરવાજા ખોલી નાખ્યા, આત્મવિશ્વાસ વધુ બળવત્તર બનાવ્યો. કૌટુંબિક સંબંધોમાં વધુ આત્મીયતા સ્થપાઈ. દાંપત્યજીવન વધુ પ્રેમસભર બન્યું. જે તમન્નાઓ સાથે જીવતી હતી તેને વ્યવહારમાં સ્થાપિત કરવાનો સપોર્ટ મળ્યો. સંવેદનાઓનું તોફાન ફરી ઊઠ્યું, જિંદગી ફરી જીવવા માટે વધુ સોહામણી બની ગઈ.

~ જ્યોતિ જોષી

Such a wonderful experience!

આખા વર્ષમાં ઘણા અનુભવ થયા, જે મારા Self development માટે ઉપયોગી બન્યા છે. દરેક કામને તેની અગ્રિમતા મુજબ પૂરી કરવાનું શીખી. બીજાને Blame કરવાનું નહીં, એ શીખી. પોતે જ પોતાની જિંદગી માટે જવાબદાર છો. બીજાને સમજવાનો પ્રયત્ન કરતા શીખી. વચનોને પાળતા શીખી અને જિંદગીની દરેક ક્ષણને માણતા શીખી.

શાળામાં બાળકોની લાગણીઓ સમજવા માટે વધુ ને વધુ પ્રયત્ન કરતા શીખી. ખાલી ભણાવવા કરતા તેમના Self development માટે કોઈ ને કોઈ પ્રવૃત્તિ કરીશ અને ચાલુ કરી દીધી છે.

~ અનુપા પટેલ

સમગ્ર સ્ટાફે કૌટુંબિક વાતાવરણની અનુભૂતિ કરાવી

ઓએસિસ વેલીઝનું વાતાવરણ આધ્યાત્મિકતાની અનુભૂતિ કરાવે છે. કુદરતના સાંનિધ્યમાં આટલા દિવસો સુધી રહેવાનો અનુભવ ખરેખર અનન્ય રહ્યો. ત્યાંનું સાત્વિક ભોજન પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. બધી જ સગવડ ખૂબ જ સુંદર છે. સમગ્ર સ્ટાફ કૌટુંબિક વાતાવરણની અનુભૂતિ કરાવે છે.

~ વિપુલ પટેલ

અદ્ભુત અને અવર્ણનીય

જિંદગીમાં કંઈક કરવું હતું પણ ખબર નહોતી પડતી. પણ હવે ચોક્કસ દિશા મળી છે. નવી ચેતનાનો સંચાર – નવી દિશા – ચોક્કસ દિશા મળી. જિંદગીમાં પ્રથમ વાર કોઈ કાર્યશાળા પછી ‘સંપૂર્ણ સંતોષ’ની લાગણી થઈ.

આખું જીવન જ બદલાઈ ગયું. બધાં વાદળો જાણે હટી ગયાં ને ખુલ્લું આકાશ મળી ગયું. કૌટુંબિક તથા વ્યવસાયના સ્થળે તો અદ્ભુત વાતાવરણ સર્જાઈ રહ્યું છે. બંને જગ્યાએ જાણે ફક્ત પ્રેમનું જ સામ્રાજ્ય હોય એવો અહેસાસ થાય છે.

~ પ્રતીકસિંહ પરમાર

• આ કાર્યશાળા જીવનને પુનઃ સજીવન કરવાની ક્ષમતા ધરાવતા પારસમણિ સમાન છે.
• વ્યક્તિ પરિવાર, સંસ્થા અને સમાજને અસહ્ય પીડા આપતી સંકુચિતતા અને સ્વાર્થને સહજ રીતે દૂર કરી તમામને અનહદ આનંદ અને સંતોષ આપે એવી રીતે તાર્કિક અને વૈજ્ઞાનિક રીતે જીવનને ધન્યતા અને દુનિયાને દિવ્યતાની જાદુઈ અનુભૂતિ કરાવે એવો છે.

~ ડૉ. કિશોર નાયક

જીવનમાં આવતા પડકારોનો ચટ્ટાનની જેમ અડગ રહી પ્રતિકાર કરવાનો પાઠ શીખ્યો

ઓએસિસ કાર્યશાળાથી -
• પ્રેમ, લાગણી, ઉષ્મા, સર્વધર્મ સમભાવની ભાવના અનુભવી
• આપણને સ્વભાન કરાવી સાચું અને સારું જીવન જીવવાની ઉત્તમ ગુરુચાવી પ્રાપ્ત થઈ.

~ હસમુખલાલ પટેલ

આંતરદર્શન, નૂતન સ્ફૂર્તિ મળી!

ઓએસિસ એક યજ્ઞ છે, જ્યાં અંધકારના છાણાં બળે, ગેરસમજની આહુતિ અપાય, વિચારોનો અગ્નિ પ્રગટે, સમજનું તેજ પ્રસરે, અને પ્રકાશ અને પ્રેમના ‘ઓઝોન’ પડ બંધાય. જીવનમાં અનોખું દર્શન – આંતરદર્શન, નૂતન સ્ફૂર્તિ મળી!

જે આ અવસર ચૂકશે તે જીવનનો આવો મર્મ, ધર્મ, કર્મ સઘળું ચૂકશે. ઓએસિસ માનવમંદિર છે જ્યાં માનવીની મૂરત ઘડાય છે, માનવીની સૂરત ઘડાય છે, માનવી ખૂબસૂરત થાય છે.

~ ગૌતમ મહેતા

જ્યાં સલાહ નથી, વાતોના વડાં નથી, અસરકારક, ધારદાર રજૂઆત છે

ખૂબ જ અસરકારક, ફળદાયી કાર્યશાળા. જ્યાં સલાહ નથી, વાતોના વડાં નથી, અસરકારક, ધારદાર રજૂઆત થકી વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને વ્યક્તિ જાતે એક નવા જ પરિપ્રેક્ષ્યમાં , નવી જ દૃષ્ટિથી, તટસ્થપણે, સંપૂર્ણ નિખાલસ બનીને મૂલવતા શીખે છે, જે તેને તેની વર્તનતરાહને આમૂલ રીતે પરિવર્તિત કરવા માટે પ્રેરિત કરે છે.

~ ગિરીશ નાયક

સૈદ્ધાંતિક તથા પ્રાયોગિક કાર્યો ખૂબ રસપ્રદ રહ્યાં

પ્રથમ વર્ષનો અનુભવ સુંદર, પ્રેરણાદાયી, ઉત્સાહવર્ધક તથા જાણકારી-જ્ઞાનમાં વધારો કરનારો થયો. સૈદ્ધાંતિક તથા પ્રાયોગિક બંને પ્રકારના કાર્યો ખૂબ રસપ્રદ રહ્યાં. કાર્યશાળામાં ભાગ લીધા બાદ હજુ ઘણું શીખવાનું બાકી છે અને જીવન સફળતાથી જીવવા માટે અત્યંત જરૂરી છે એવું ભાન થયું.

~ કિશોરચંદ્ર પટેલ

ચારિત્ર્ય ઘડતર કરવું હોય તો તાળાની ચાવી અહીં જ પડી છે

સંબંધોને જીવવા હોય તો ઓએસિસમાં આવો. માણસ કેવો હોવો જોઈએ તે જાણવું હોય, કોઈકને હૃદય આપવું હોય, તમારા હોવાપણાનો અહેસાસ કરવો હોય તો અહીં આવો; સમસ્યાનો ઉકેલ જોઇતો હોય, દુનિયાને જોવાની તમારી દૃષ્ટિ બદલવી હોય, જીવનને જો તમે તમારી જવાબદારી ગણવા માંગતા હોવ તો અહીં આવો, મૃત્યુનો ઉપયોગ જીવન જીવવા માટે કરવો હોય, Leadership મેળવવી હોય, તમારે જૂથની તાકાત બનવું હોય, કોઈકને (દરેકને) સાંભળીને, સમજીને પ્રેમ કરવો હોય તો અહીં આવો; Most Welcome…

~ મિતલ દેસાઈ

જ્યોતિર્ધર બનો અભિયાન એ વ્યક્તિના સ્વ-પરિવર્તન અને પરિવર્તન માટે ખરેખર ખૂબ જ ઉપકારક છે. વ્યક્તિએ સારી રીતે અને સાચી રીતે જીવન કેવી રીતે જીવવું અને સમાજને ઉપકારક કેવી રીતે બનવું તેનો આ અશ્વમેઘ યજ્ઞ છે. આ યજ્ઞમાં હોમાયેલી એક એક આહુતિઓ નક્કી સમજ પરિવર્તન કરશે તેમાં શંકાને સ્થાન નથી. જીવન જીવવા માટેનું શિક્ષણ કેવું હોવું જોઈએ તે માટે સંજીવભાઈ શાહની તપશ્ચર્યા ખરેખર પ્રશંસનીય છે. નક્કી આ અભિયાનથી અનેક શાળા/કૉલેજો નવપલ્લવિત થશે જ તેમાં શંકાને સ્થાન નથી. આ અભિયાન ફરી ઋષિતુલ્ય ગુરુઓનું નિર્માણ કરવા સમર્થ છે.

~ અતુલકુમાર ઉનાગર

ઓએસિસ કાર્યશાળાએ ખરેખર જીવન શું છે તે દૃષ્ટિ આપી

કાર્યશાળાએ કેવું અને કેવી રીતે જીવવું તેનો રસ્તો પણ બતાવ્યો જેને કારણે હવે પછીનું જીવન આપણે ખરેખર કઈ રીતે ગોઠવવું તેનો ખ્યાલ આવી શકે.

કાર્યશાળામાં ખૂબ જ પરિવર્તન લાવવાની શરૂઆત કરવાની પ્રેરણા મળી જેના કારણે ઘરનાનું તો જીવન સુંદર બનશે જ પણ શાળામાં વિદ્યાર્થીઓની નજીક આવવા તેમજ તેમને સાંભળવા માટે હું તૈયારી બતાવી શકીશ.

~ સુનિતા શિરોયા

જીવનને ઝીણવટથી જોતા, જીવતા શિખવાડ્યું

જિંદગીનાં અકબંધ પાસાંઓને સ્પર્શવાનો અનેરો આહ્લાદક મોકો મળ્યો. હિંમત-સંબંધો – કેવા સમૃદ્ધ બની શકે છે! - એ સફર આનંદિત રહ્યો. આપણી જિંદગીના ઘડવૈયા આપણે જ છીએ એ વાત સ્પર્શી. ખરેખર આનંદસાગરમાં હિલ્લોળા લેવાનું ખૂબ જ ગમ્યું. સ્વઆનંદ-સહસર્જન ખરેખર જ હૃદયસ્પર્શી રહ્યાં.

~ સ્નેહલ પરમાર

જીવન પ્રવાસ કે મુસાફરી નહીં પરંતુ યાત્રા બની રહે એવું ભાથું મળ્યું

જીવન પ્રવાસ કે મુસાફરી નહીં પરંતુ યાત્રા બની રહે એવું ભાથું આ કાર્યશાળા થાકી અમે પ્રાપ્ત કરી શક્યા છીએ. જીવનની દરેક ઘટનાઓને અનેક આયામો થકી મૂલવવાની દૃષ્ટિ આ શૃંખલાના પ્રથમ વર્ષની મહામૂલી ભેટ છે. ‘સ્વ’ને જ નહીં, પરંતુ ’સર્વ’ને સંભાળવા અને સમજાવવાનો અભિગમ અત્યંત આવકાર્ય બની રહ્યો.

~ મિનેષ ગોહિલ

“શાળામાં બાળકો સાથે આત્મીયતા, નિકટતા કેળવી;
બાળકો ખુલ્લાં મન સાથે અને ઉત્સાહથી મારી પાસે આવે છે”

“એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓમાં વધુ પ્રિય બનીને શિક્ષણકાર્યને વધુ સફળ, જીવનલક્ષી, હૃદયસ્પર્શી બનાવવામાં ઓએસિસ કાર્યશાળાઓનું અમૂલ્ય યોગદાન રહયું છે”

Above photos - Teachers in action during their workshops..

Crux of reflections from participants about usefulness of the course in their lives:

કાર્યશાળાઓ દરેક જગ્યા પર સમગ્ર રીતે મદદરૂપ થઈ

અમારી અંદર સમુદ્રમંથન કરીને અંદર રહેલા ઝેર અને અમૃત બંનેનો અનુભવ થયો. ખૂબ જ સહજતાથી, સરળતાથી, જાતને સમજવાની રીત, પદ્ધતિ, અવસર મળ્યો, બીજાને સમજવાની તૈયારી કરી શક્યાં. કુટુંબ, શાળા, કૉલેજમાં જે ભાવાવરણ થાય છે એ ભાવાવરણ કે જે દરેક વ્યક્તિની પાયાની જરૂરિયાત છે તે જરૂરિયાત પૂર્ણ થતા દરેક જગ્યા પર દરેક વ્યક્તિ આનંદમય, ખુશખુશાલ દેખાય તે ભાવાવરણનું નિર્માણ કરતા આ કાર્યશાળાએ શીખવ્યું.

~ નેહા વ્યાસ

વિદ્યાર્થીઓને, તેમની વર્તનતરાહને, વિદ્યાર્થીઓના મનોવિશ્વ, તેઓના ભાવજગત, તેઓના ગમા-અણગમા, ક્રિયા-પ્રતિક્રિયા, ક્રિયા-પ્રતિક્રિયા પાછળનાં પરિબળોને સમજવામાં; શિક્ષણકાર્યને સફળ, ધ્યેયલક્ષી, જીવનલક્ષી બનાવવામાં આ કાર્યશાળા ખૂબ જ ઉપયોગી પુરવાર થશે.

~ ગિરીશ નાયક

કાર્યશાળાએ સ્વ વિશે જાગૃત કર્યા

Introspection થવાથી ઘણી સમસ્યાઓ હલ થતી હોય એમ લાગ્યું. કાર્યશાળાએ સ્વ વિશે જાગૃત કર્યા અને જીવનને અન્યના દૃષ્ટિબિંદુથી પણ જોતા, સમજતા થયા. પારિવારિક જીવન વધુ આનંદિત થતું જણાયું. વ્યાવસાયિક જીવનમાં નવો પ્રાણ પૂરાયો હોય એમ લાગ્યું.

~ રાજેશ ટંડેલ

એક નવી અને અનોખી અનુભૂતિ મને જીવનમાં મળી

આ કાર્યશાળાએ મારા જીવનમાં અદ્ભુત પરિવર્તન આણ્યું છે. મારા મનાંકનો, મારું વર્તન, મારી લાગણીઓ, મારા સંબંધોમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. કાર્યશાળાને પ્રત્યક્ષ રીતે મારા જીવનમાં લઈ આવી છું જેને કારણે મારા વણ-ઉકેલાયેલા પ્રશ્નો ઉકેલાવા માંડ્યાં છે, અવ્યક્ત લાગણીઓ વ્યક્ત થવા માંડી છે, ગુમાવેલા સંબંધો મળવા માંડ્યા છે.

~ તેજલ રાણા

Communication Gap હતી તે ધીરે-ધીરે ઓછી થઈ રહી છે

પતિ-પત્ની તેમજ પોતાના બાળક સાથેનાં સંબંધમાં જે Communication Gap જોવા મળી રહી હતી તે ધીરે-ધીરે ઓછી થઈ રહી છે. હું કુટુંબ/પરિવાર/સમાજ માટે જે કરી રહ્યો હતો તે ફક્ત મારી લાગણીઓને વાચા આપતો હતો. હવે હું તે હૃદયબળ સાથે કરી રહ્યો છું એવું અનુભવી રહ્યો છું.

~ કેયુરકુમાર નાયક

જિંદગી કેવી રીતે જીવાય અને કેમ જીવાય તે જાણ્યા વગર જ અમારા કેટલાં વર્ષો વેડફાઈ ગયા. સાચી રીતે કેમ જીવવું તે તો મને ઓએસિસે જ શીખવ્યું. શીબાબેનને તો મેં મારા રોલ મોડેલ બનાવ્યાં છે જેમને કારણે હું મારી જાતમાં બમણો આત્મવિશ્વાસ અનુભવું છું. ધૂળમાંથી સુવર્ણરજ બનવાનો આ મોકો છે, ચૂકશો નહીં, ગુમાવશો નહીં.

~ અવની દેસાઈ

વ્યક્તિત્વ ઘડતર માટે, સૂક્ષ્મ ચિંતન માટે ઉપયોગી બની છે

પહેલા હું પોતાનું જ વિચારતી હતી, હવે સામેવાળાની Feelingsને સમજવાનો પ્રયત્ન કરું છું. પોતાની અંદર રહેલી સારી બાબતોને જાણવા માટે, આત્મવિશ્વાસ વધારવા માટે, જિંદગીની દિશા નક્કી કરવા માટે, નકારાત્મક વૃત્તિ દૂર કરવા માટે, વ્યક્તિત્વ ઘડતર માટે, સૂક્ષ્મ ચિંતન માટે કાર્યશાળા ઉપયોગી બની છે.

~ અનુપા પટેલ

Oasis course and the facilitator brings transformation

The power of Oasis course and the facilitator brings transformation in common beings like us. The peaceful and heavenly atmosphere away from all the commotion of the world was heart-touching. Such was the experience that 14 hrs. per day of the workshop galloped in just 14 seconds!

~ Prakash Patel

સંબંધોમાં સહૃદયતા, સંવેદનશીલતા આવી

મારા કુટુંબમાં, પતિ-પત્નીના સંબંધોમાં સહૃદયતા, સંવેદનશીલતા આવી. મારાં મનાંકન બદલાયા તેથી મારા બાળકોમાં બદલાવ આવ્યો. વધારે સારી રીતે અભ્યાસ કરતાં થયાં. મારામાં ખોટી રીતે સાંભળવાની ખરાબ ટેવો હતી તેનો ખ્યાલ આવ્યો અને તેના સુધારાનો અમલ હું મારા પરિવાર કે શાળામાં કરી શકીશ.

~ કક્ષા નાયક

જીવનનું એક મિશન મળ્યું અને મારી ખામી અને ખૂબીના સાથે જ હું કંઈક કરવા માગતી હતી તે માટેના રસ્તા દેખાવા માંડ્યા. હું બધાનો વિચાર કરીને ચાલવાવાળી વ્યક્તિ છું. પરંતુ અમુક બાબતમાં ‘ના’ પડતાં પણ આવડવું જોઈએ એ અહીંથી શીખી અને મને હવે જીવન ખૂબ જ મજાથી અને એક મિશન લઈને જીવવું જોઈએ એવું લાગે છે અને તે હું કરીશ જ.

~ ફાલ્ગુની દેસાઈ

કાર્યશાળાએ આંતરિક જ નહી પણ બાહ્ય જીવનમાં પણ મદદ કરી

પત્નીના મનોવિશ્વ, ભાવવિશ્વની અંદર ડૂબકી મારતા શીખ્યો, પપ્પા- મમ્મીની જરૂરિયાતો તરફ જાગૃત થયો, મિત્રોને, સહકર્મચારીઓને હકારાત્મક દૃષ્ટિથી જોતો થયો. ઘરની, શાળાની દરેક પરિસ્થિતિને સહજતાથી સ્વીકારતા શીખ્યો. શાળામાં વિદ્યાર્થીઓનાં વર્તન, વ્યવહારો, આચાર્યશ્રી, સહકર્મચારીઓના વર્તન વ્યવહારો સમજતો થયો અને તેઓને જાણતો થયો.

~ સંજયકુમાર અંકલેશ્વરીયા

અમારા જીવનને બદલીને નવપલ્લવિત કરી દીધું

ઓએસિસ કાર્યશાળાઓએ અમારા જીવનને બદલીને નવપલ્લવિત કરી દીધું છે. જે સામાન્ય લગતી બાબતો તરફ અમે ધ્યાન આપતા થયા છીએ અને માનવીય સંબંધોને કેવી રીતે એક જ દોરીમાં બાંધી રાખવા તેની ગુરુચાવી અમને આપી છે.

~ સોહિના ચૌધરી

“Amazing team work, Loving nature of all facilitators;
Oasis is like a heaven & all facilitators are like angels”

The workshops were facilitated by team of facilitators. The above photos show facilitators of three batches in action.
(Clockwise from top left) In first photo - Mahadevbhai Desai during one of his workshop; In second - Sanjiv Shah seen engrossed in workshop; In third - Sheeba Nair listening to participants and in fourth - Siddharth Mehta in action during the workshop.

Crux of reflections from participants about the facilitators:

મહાદેવભાઈને ફેસિલિટેટર તરીકે પ્રાપ્ત કરીને ધન્યતાની લાગણી અનુભવી

તેમનું પ્રેમાળ વ્યક્તિત્વ, અદ્ભુત જ્ઞાનનો ખજાનો, અસરકારક સમજાવવાની અને અમને સમજવાની પદ્ધતિ, દરેકેદરેક વિષયને અંત સુધી જકડી રાખવાની ક્ષમતા, કાર્યશાળાના દરેક વ્યક્તિના મનને સમજવાની સૂઝ ખરેખર અદ્ભુત છે.

~ ઉર્વશી ચૌધરી

મહાદેવભાઈ ઉત્તમ ફેસિલિટેટર છે. “મહાન હૃદયના સારે....”ને ક્ષણેક્ષણ જીવે છે અને તેથી જ તેઓએ કાર્યશાળામાં પોતાનાં વ્યક્તિત્વનું સર્વશ્રેષ્ઠ પ્રદાન કર્યું છે. સંપૂર્ણપણે ઓતપ્રોત થઈ ક્ષણેક્ષણનો સુંદર ઉપયોગ કરે છે. સૌને શાંતિથી, ધીરજથી, એકચિત્તે સંભાળે છે અને યોગ્ય માર્ગદર્શન આપે છે. દરેકેદરેક મિત્ર ખૂલે અને ખીલે તેની મહેનત કરે છે.

~ દીપક પરીખ

સંજીવભાઈ, શીબાબેન સાથેનો અનુભવ સંપૂર્ણપણે સંતોષપ્રદ

બન્ને વ્યક્તિવિશેષોની તજજ્ઞતા અને તત્પરતા, પ્રામાણિકતા અને પ્રતિબદ્ધતા, વિદ્વતા અને વિવિધરૂપતા ઉત્તમ કક્ષાના અને વર્તન-વ્યવહાર ખૂબ જ સ્નેહાળ, સંવેદનશીલ, પ્રેરણાદાયી અને મજબૂત.

~ ડૉ. કિશોર નાયક

પ્રેમમાં પડી જવાય એ હદનું નિર્મળ, આકર્ષક, પ્રેમાળ વ્યક્તિત્વ. સંજીવભાઈ એટલે સંજીવભાઈ. જેઓ અમ જીવનમાં પ્રેમરૂપી સંજીવની લાવ્યા અને અમોને એમાં તરબોળ કરી દીધા.

શીબાબેન - માતાની ભૂમિકામાં પ્રેમાળ અને પોતાના બાળકના વિકાસ માટે કડવા ઘૂંટડા પિવડાવવાની તૈયારીવાળું વ્યક્તિત્વ.

~ ડૉ. કૌશિક દેસાઈ

સ્પષ્ટવક્તા અને એકદમ નિષ્પક્ષપાતી વ્યક્તિત્વ

સિદ્ધાર્થભાઈ તો ઘણાં જ ઉમદા વ્યક્તિ છે. તેમના સંવાદો, તેમની વાણી પણ એટલી જ ઉત્તમ પ્રકારની છે. તેઓ અમારી દરેક સમસ્યાને સાંભળે છે અને બને ત્યાં સુધી તેનું નિરાકરણ લાવવા મથે છે. તેઓ ક્યારેય પણ અમને સલાહસૂચનો નથી આપતાં, પણ અમારી સમસ્યાઓને અમે જાતે જ દૂર કરી શકીએ એવો અવકાશ પૂરો પાડે છે, રસ્તો બતાવે છે.

~ ઊર્વી ભટ્ટ

સિદ્ધાર્થભાઈ એવા ફેસિલિટેટર છે કે જેઓ અમારી વાતોને કલાકોના કલાકો સુધી સાંભળે છે. અને જ્યાં સુધી બાબત અમને ન સમજાય ત્યાં સુધી સમજાવે છે, બિલકુલ કંટાળતા નથી અને બાબતને છોડી પણ દેતા નથી. આવા ફેસિલિટેટરનો પ્રથમ વખત જ અનુભવ થયો.

~ સંગીતા પટેલ

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Jolly Madhra

Kshama Kataria

Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.