Newsletter-cum-magazine of Oasis Movement YEAR 6  I ISSUE 21  I Dec 1, 2013

Special SummerHill Camp For Young Leaders Of Future India

"Enjoy - Learn - Create - Together" : Their New Mantra
Inspires Tallest Human Values & Practices -

Freedom Responsibility Independence Joy...


Photo highlights of the SummerHill Camp organized specially for selected young leaders.

This Biannual Summerhill Camp during Diwali 2013 (from 11 to 18th Nov.) was special. Participants consisted of selected teenagers with leadership qualities who were chosen from around 10 Summerhill camps organised at Oasis Valleys over the last 2 years. The empowered and confident youngs took charge of the camp from Day 1 and proved their capacity as leaders, mesmerising all faculties& facilitators!! Be it ensuring the values & discipline, learning to enjoy together, creating bonds of friendship or challenging the fairness of adults or be it fighting for their rights responsibly or be it accepting their mistakes sportingly!! They deservingly received standing ovation from the adults!!

{To know more about Oasis Summerhill Camps & the principles we follow, please click here}

“Oasis Summerhill camp always gives a sense of responsibility
which comes along with freedom”

Crux of reflections from children about what they learnt that made them happy:

Taught me to be an Independent person

I have learnt that if you have freedom, then equivalent to the freedom we should take responsibility. It has taught me how to be an independent person.

~ Kanishk Rathod

આ સમરહિલ કૅમ્પની પાર્લામેન્ટમાં હું એ શીખ્યો કે કોઈના જીવનમરણનો સવાલ હોય તો બધા આપણી વિરુદ્ધ કેમ ન હોય પણ મક્કમતાથી તેમનો વિરોધ કરવો, જેનાથી હું ખૂબ ખુશ છું. તે ઉપરાંત આપણે એક નેતા છીએ તો આપણે કઈ કઈ બાબતે કાળજી રાખવી એ શીખવાની મળી જેનાથી હું સારો નેતા બની શક્યો.

~ લય નાયક

I liked this camp so much

I have learnt so many things from this SummerHill camp but the most important is how to stay without your parents. I have learnt how to learn new things, how to live your life, how to be helpful to each other and how to make friends.

~ Isha Mehta

હું જિંદગીના પ્રશ્નોના ઉકેલ લાવતા શીખ્યો

આ સમરહિલ કૅમ્પમાંથી હું જિંદગીના પ્રશ્નોના ઉકેલ લાવતા શીખ્યો અને તેના કારણે હું ખૂબ ખુશ છું. કારણ કે મારા હિસાબે મારા જીવનનો જે સૌથી મોટો પ્રશ્ન હતો તે હું અહીંથી સૉલ્વ કરીને લઈને જઈ રહ્યો છું. અમે જો કદાચ આ સેશન ન રાખ્યો હોત તો આખા કૅમ્પમાં હું દુઃખી જ રહેત અને કંઈ પણ બોલી શક્યો ન હોત. હું આ શીખ્યો છું એ માત્ર મારા જ નહીં પણ બીજાના જીવનમાં મદદરૂપ થઈ રહે તેનું ધ્યાન રાખીશ.

~ અભિ પટેલ

Every time I come to Oasis Valleys, I feel so much joy & happiness of having joined such a life changing experience – OASIS. Oasis Summerhill camp always give a sense of responsibility which comes along with freedom which we experience here. I have learnt to become Independent & have experienced self-realization. I have also learnt to be humble & have done progress in improving my behavior.

~ Vipasha Naik

હું સમયનું મહત્ત્વ શીખ્યો તેથી ખૂબ જ મજા આવી

આ કૅમ્પમાંથી મને એવું શીખવા મળ્યું કે આપણા જીવનમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે અને પાર્લામેન્ટના બધાના અનુભવો જાણવામાં તથા એક-એક પળ આપણા માટે કીમતી છે, તેથી તેનો સદુપયોગ કરવો જોઈએ એમ હું સમયનું મહત્ત્વ શીખ્યો, તેથી ખૂબ જ મજા આવી. અને મારા ક્રોધને શાંત કરી સારા મિત્ર બનવાનો પ્રયત્ન કર્યો તેથી ખૂબ જ મજા આવી. સજા સાથે સમયનું મહત્ત્વ સમજાયું.

~ મહેન્દ્ર મકવાણા

હું એ શીખ્યો છું કે પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું

હું આ સમર કૅમ્પમાંથી ઘણું બધું શીખ્યો છું પરંતુ સૌથી મહત્ત્વની વાત હું એ શીખ્યો કે પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું, ખરેખર સજા કોને કહેવાય, અને ખરેખર આપણા માટે શું સારું છે – ટૂંક સમયની મજા કે લાંબા સમયનો આનંદ.

~ ફારૂક પઠાણ

જો અમને કોઈ વસ્તુમાં ખૂબ જ મજા આવી હોય તો તે છે Freedom જેના કારણે આપણને પોતાની જવાબદારીનું ભાન પણ થાય છે અને અમારો આત્મવિશ્વાસ પણ ખૂબ જ વધ્યો છે.

~ પ્રશાંત મેકવાન

“We learnt 4 magical words, I will follow them for my life”


To make the camp most memorable, children were given four key words - ‘Enjoy’, ‘Learn’, ‘Create’, ‘Together’.

They took an oath -

૧. આ કૅમ્પમાં અમને પૂરી સ્વતંત્રતા હોવાથી અને બધું જ અમારા હાથમાં હોવાથી અમે કેમ્પને સર્વોચ્ચ આનંદથી માણીશુ.
૨. અમે અહીંની અમારી વ્યક્તિગત જિંદગી અને નાનકડા ભારતમાં સહિયારા સ્વપ્નાના સ્તરે જીવવાની પૂરેપૂરી જવાબદારી ઉઠાવીશું.
૩. અમે હંમેશા સત્યનિષ્ઠ રહીશું અને કોઈ પણ ભેદભાવ અથવા ડર વગર દરેક પરિસ્થિતિમાં પૂરો ન્યાય કરીશું.
૪. આ કૅમ્પ જીવનભર યાદગાર બની જાય તે માટે અમે સૌથી સુંદર સર્જનો તૈયાર કરીશું.

The whole camp was reviewed frequently keeping the four words and the oath in the center.

ચાર શબ્દોથી ખૂબ નવા અનુભવો થયા

આ સમર કૅમ્પમાં મને Enjoy, Learn, Create અને Together દ્વારા ખૂબ જ નવા અનુભવો થયા, જીવનમાં આગળ વધવા મદદરૂપ થાય એવા આ ચાર શબ્દો હતા.

~ અશ્વિની પટેલ

સૌથી વધુ ફ્રૅન્ડસ અને ફૅસિલિટેટરનો પ્રેમ માણ્યો

આખા સમરહિલ કૅમ્પ દરમ્યાન મેં સૌથી વધુ ફ્રૅન્ડસ અને ફૅસિલિટેટરનો પ્રેમ માણ્યો. કારણ કે બહારની દુનિયામાં માતાપિતા સિવાય સાચો પ્રેમ કરનાર બહુ ઓછા લોકો મળે છે, જ્યારે અહીં બધા એકબીજાને સાચો પ્રેમ કરે છે.

~ શ્રદ્ધા પટેલ

It is simply Awesome…!

I learnt to make new friends. I learnt this because I am a girl whose nature is very choosy. I generally don’t like to make friends because of some reasons. But this time I was happy by making new friends. I learnt how to adjust with other because this time most of us were new to each other. So I learnt to adjust with other people. I thank Summer Camp heartily for making improvements in me.

~ Radha Patel

જો અમને સ્વતંત્રતા આપવામાં આવે તો અમે દેશ પણ ચલાવી શકીએ

આપણને મોટા માણસો અવારનવાર કહેતા હોય છે કે તમને સ્વતંત્રતા આપવામાં આવે તો પણ તમે કશું કરી શકતા નથી, પણ જો અમને સ્વતંત્રતા આપવામાં આવે તો અમે દેશ પણ ચલાવી શકીએ છીએ... અહીંથી પાછા ગયા પછી અમે સૌથી વધુ મિસ બધા શિક્ષકોને અને રસોઈ બનાવવાવાળાને કરીશું. આવા શિક્ષકો અમને ક્યાંય જોવા મળ્યા નથી.

~ ભાવેશ ચારણિયા

4 Magical words : ‘Enjoy, Learn, Create, Together’ – આ wordsથી બહુ શીખવાનું મળ્યું

~ ચાર્મી રાજવીર

Children's Parliament: The Most Exciting & The Most Liked Session

Given Freedom & Opportunity, Children Are Capable To Sort Out
Their Problems On Their Own And That Too, Creatively

The above photo-collage give glimpses of Children's Parliament run everyday evening during the camp.

Through Parliament, children learn to enjoy their freedom with highest of responsibilities; they learn the principles of Fairness & Justice, they learn to think from the perspectives of others, they become courageous & sensitive at the same time,.... and so on. Children's Parliament is the heart of Summerhill Camp. After 10 such camps at Oasis Valleys in past two years, children have again and again proven that, given a chance - opportunity, children can solve their own problem, creatively.

Crux of reflections from children about the parliament:

Parliament session was my most favorite session

Parliament session was my most favorite session from the whole camp because in our society, we never get this type of chance to complain on our adult and here at Oasis we are getting such chance. So I am very happy, that Oasis is doing such type of camps.

~ Kabir Giri

I liked the Children Parliament system as it makes us more responsible, independent, philosophical and mentally strong. It made children solve their own problems on their own.

~ Shreet Dave

મને બાળકોની પાર્લામેન્ટ બહુ ગમી કેમ કે આપણે ઘરે આપણી ભૂલ સુધારી શકતા નથી પણ અહીંયાં તો આપણે શું શું નથી શીખી શકતા? બધું શીખી શકીએ છીએ.

~ પ્રેશિત પરમાર

Through Parliament system we can solve any problem in our life

I like the Children’s Parliament system at Oasis SummerHill Camp because the implementation and the thoughts were so great that they can solve any problem in their life. And their sense of humour was also so great.

~ Isha Mehta

I really enjoyed & also learnt a lot from Parliament. Parliament has immensely helped me in my personal growth. It made me more responsible, open minded & independent.

~ Vipasha Naik

I learnt to take my decisions rightly and correctly

From Children’s Parliament system at Oasis SummerHill Camp I learnt to take my decisions rightly and correctly. I learnt that we should be honest and polite to each other.

~ Radha Patel

It helped me express my views effectively and confidently

I liked the parliament system because it helped me express my views and points very effectively and confidently. It has taught me that how to be an independent person. The parliament system shows me that how the parliament works in our country. It has also taught me that how to make decisions and suggestions.

~ Kanishk Rathod

અદાલતથી અમે અમારી પ્રગતિ સાધી શકીએ છીએ

જે રીતે અમે પાર્લામેન્ટમાં અમારા મુદ્દા મૂકીને ચર્ચા કરતા હતા તે માટે બાળકોની અદાલત ખૂબ ખૂબ ખૂબ ખૂબ ગમી. સમાજમાં નાનાં બાળકોના પ્રશ્નો વડીલો સૉલ્વ કરે છે અને અમને નાનાં ગણે છે તો (બાળકોની) અદાલત દ્વારા એવું સાબિત કરી શકીએ છીએ કે અમે વડીલો જેટલા જ મહાન છીએ. હું એક વાત કહું તો અદાલત એ અમારો એ દાદર છે જેનાથી અમે અમારી પ્રગતિ સાધી શકીએ છીએ.

~ અભિ પટેલ

Star Assembly : Positive Affirmation Nurtures The Growth

At Oasis, We Believe That The Primary Role Of A Teacher Is
To Enjoy & Affirm Children

The above photo gives glimpses of morning Star-assembly.

As an important part of the camp, everyday morning, in the Star Assembly, children are given stars as recognition to their learning of the previous day. In more than dozen categories, the stars are given for their exemplary performance, new learning, displaying good character traits, taking up responsibilities, helping others and making new friends, taking initiatives for community benefit, ... and so on. Camp facilitators attempt to see that not a single positive act is gone unnoticed.

Daily Sessions: Platform Where Children Practice How Freely
& Joyfully They Learn

“જે રીતે હું આ બધા સેશનમાં શીખ્યો એ મને જિંદગીમાં ખૂબ કામ લાગશે
અને હું જે શીખ્યો છું એ જીવનમાં બીજાને પણ શીખવીશ”

Photo glimpses of daily sessions. More than 15 subjects were offered daily (more than 45 subjects in total) for children to choose and learn. Subjects were carefully selected to give some important learnings to children which they do not experience in their routine life.

Special guest sessions seen in above photo-collage. On the guest day, special classes were organized for children.

In Summerhill Camps, Teachers & Volunteers from various cities of Gujarat & India come specially to be with children, even for a single day.

In above photos, Tough Mountain Jogging and Toilet cleaning - test the mental toughness of children and prepare them.

Physical training is also an integral part of Oasis Summerhill Camps. Morning Exercises, Afternoon Duties (to keep their residence clean & arranged) and Evening Games check the physical being of children. Children enjoy all the three sessions and do their duties almost unsupervised.

It Is A Place Where Students Inspire Teachers

“અમારા જેવી મોટી વ્યક્તિઓ માટે અઘરું હોય તેવું કામ આ બાળકોએ કર્યું”

“I was amazed at their mature way of handling the most difficult complaints”

Photos of children returning love they had received from teachers during their classes.

Reflections from Teachers about the children, Summerhill Camp and their feelings :

Children’s Parliament was a very unique experience

Being part of the children’s Parliament was a very unique experience. The school runs under a true children’s government and I got to witness firsthand how and why the children are the bosses of themselves. I was amazed at their mature way of handling the most difficult complaints and a very democratic way of handling and finding solutions to all problems.

During the brief period that I spent at the camp I got so much unconditional love from all the children and also learnt a lot from them.

~
Tina Vasudeva (Manager, Designs & Products, Kaybee P. Ltd., Delhi), Teacher - Design Your Bag

It was a superb one! What a democratic way!
छोटा बच्चा समझके हम को ना गभराना रे… પંક્તિઓ અહીં સાર્થક ગણાય.
આવતીકાલના નાગરિકોને સાચુકલી રીતે આજે મળવાનો આનંદ થયો...

બાળઝરણું વહેતું અખૂટ,
નથી ઉપરીઓ/વાલી/શિક્ષકનો દંડો
ખૂબ જ ગમ્યું!

~
ગૌતમ મેહતા (આચાર્ય, વિદ્યાકુંજ પ્રા. શાળા, નવસારી), શિક્ષક - કાવ્યભાવ, હાઈકુ, કવિતા

બધા સાથે રહી મારી ખુશીનો પાર નથી

ઓએસિસ પુષ્પો(બાળકો)થી ઘણું-ઘણું શીખવા મળ્યું છે અને આ પુષ્પોની મહેકથી મારું જીવન મહેકી ઊઠે એવી આજીવનની ચાહત છે. આમ તો દરેક બાળક પોતાની રીતે ખીલેલું હોય છે પણ સવિશેષ આ બાળકો અહીં ઓએસિસ વેલીઝમાં આવીને મુક્તપણે ખીલે છે, ખુલ્લા મને નદીની જેમ ખળખળ વહે છે, ભમરાની જેમ ગુંજન કરે છે, પંખીની જેમ કલરવ કરે છે.

~
મીનાક્ષી સોની (વડોદરા), રસોઈકળાના શિક્ષક

બાળકો પાસેથી અવનવું શીખ્યા અને ખૂબ જ મજા આવી

આ સમરહિલ કૅમ્પ એ મારો પહેલો અનુભવ... બાળકો પાસેથી અવનવું શીખ્યા અને કાર્યકર તરીકે પણ ખૂબ જ મજા આવી છે... પાર્લામેન્ટમાં આવડી ઉંમરનાં બાળકો જે ફરિયાદ કે સૂચનો લઈને નિર્ણયો લેતાં હતાં તે જોવાની ખૂબ જ મજા આવી. આખા દિવસમાં સૌથી વધારે પાર્લામેન્ટની રાહ જોતા કે ક્યારે સમય થાય અને પાર્લામેન્ટ શરૂ થાય.

~
ગોરલ મંકોડી (રાજકોટ), મદદનીશ શિક્ષક - ડ્રામા

બાળકો ખૂબ જ હોશિયાર છે અને શીખવવાની ખૂબ જ મજા આવી. બાળકો પાસેથી પણ ઘણું શીખવાનું મળ્યું. Amazing Experience… સમરહિલ કૅમ્પમાં બાળકોને જે આઝાદી તથા જવાબદારી આપવામાં આવે છે એ ખરેખર સૌથી વધારે ગમ્યું... બાળકોની અદાલત ખૂબ સુંદર/સરસ લાગી. જરાય વિશ્વાસ/ખ્યાલ ન હતો કે બાળકો આટલું સુંદર સંચાલન કરી શકે છે. Excellent – Outstanding. સમગ્ર સમરહિલ કૅમ્પની સંપૂર્ણ સત્તા – નાનામાં નાના નિર્ણયો પણ બાળકો દ્વારા લેવામાં આવે છે તે Freedom અને Time Discipline કૅમ્પની વિશેષતા અને ખાસિયત છે.

~
પ્રતીકસિંહ પરમાર (ટ્રસ્ટી, નવનિર્માણ હાઈસ્કૂલ, નવસારી), Teacher - Life is Positive

પ્રથમ અનુભવ, શીખતા-શીખવતા, આનંદદાયક અનુભવ

સ્વશાસન – બાળકો પોતાને મળેલ સ્વતંત્રતાનો કેવી રીતે ઉપયોગ કરે છે, તે દરેક બાબતનું નિરીક્ષણ કરી, નાનામાં નાની વાત પણ કેવી ધીરજથી સાંભળી ઉકેલે છે, really, it was great experience for me! જવાબદારી નક્કી કરવાની – ગ્રૂપના હિતમાં કર્મ કરવાનું અને બધીય બાબતને વળગી રહેવાની વાત મને ગમી. સૌથી મોટી વાત – હૃદયની વિશાળતા – પ્રાયશ્ચિત અને ભૂલનો એકરાર – સમૂહ સામે વચન આપવા અને નિભાવવા જેવી બાબતો દિલને સ્પર્શી ગઈ.

~
સ્નેહલ પરમાર (નવસારી), Food Serving Volunteer, Desi Games

બાળકોને આપવામાં આવેલો મુક્ત રીતે બોલવાનો, વર્તવાનો માહોલ અદ્ભુત છે

બાળકોમાં કેટલી અદ્ભુત શક્તિઓ છે તે તેમને જ્યારે મુક્ત રીતે બોલવાનો, વર્તવાનો માહોલ આપવામાં આવે ત્યારે જ જાણી શકાય છે એ સત્ય અહીં આવીને જાણવા મળ્યું.

~
દર્શના દેસાઈ (મ.શિક્ષક, વિદ્યાકુંજ પ્રા.શાળા, નવસારી), Teacher - Art of Living

I enjoyed the whole camp a lot!

My experience at Oasis Summerhill Camp was Awesome. Learnt many things and develop a new approach towards freedom. I loved parliament the most. It let u think from all the different perspective! Some issues and their solutions were simply amazing!!

~
Nirali Dhum (Engg. student, Surat), Camp Volunteer

મારો અનુભવ ખૂબ સારો અને સર્જનાત્મક રહ્યો

મારા માટે આ કૅમ્પમાં જાતે જ ઘણું બધું શીખવાનું હતું. જ્યારે આપણે કોઈને કશું શીખવવાનું હોય ત્યારે કઈ કઈ બાબતો કેટલી ધ્યાનમાં રાખવી તે મને સમજાયું. આ સમગ્ર કૅમ્પની વિશેષતા અને ખાસિયત દરેક પળે, દરેક ક્ષણે, દરેક ભૂલમાંથી, સજામાંથી, દરેક વ્યક્તિમાંથી આ લોકો જે શીખે છે અને વિકસે છે તે છે.

~
હસ્મિતા પરમાર (વિદ્યાર્થીની, વડોદરા) , Teacher - I can Dance

બાળકોની અદાલતની પ્રક્રિયા ગમી

બાળક પોતાની ભૂલને સમજી શકે અને જાહેરમાં પોતાની ભૂલનો સ્વીકાર કરતા શીખે. ભૂલનું પ્રાયશ્ચિત કરી તેમાંથી હળવા થઈ ફરી ઊભા થાય, જે મારા માટે કે બીજી કોઈ મોટી વ્યક્તિ માટે પણ અઘરું હોય છે તે તેમણે કર્યું.

~
પૂર્વી નાયક (નવસારી), Camp Volunteer

Display Of Children's Creativity & Performances On The Last Eve

On the last evening, children exhibited what they have learnt in 7 days at Oasis Summerhill Camp. A small show was organized and performances & creations were on the display.

Moments Of Camp

ભાવભીની શ્રદ્ધાંજલિ

સમરહિલ કૅમ્પ દરમિયાન થોડાક કલાકોની ટૂંકી મુલાકાત લઈ બાળકોને એમનું નવું નાટક શીખવવા આવેલા હેમલભાઈની અંતિમ તસવીર. સમરહિલ કૅમ્પ માટે હેમલભાઈએ ખાસ એક નાટક લખ્યું હતું - "શૂન્યની પેલે પાર", જે કૅમ્પના છેલ્લા દિવસે બાળકોએ ભજવ્યું હતું.

મિત્રો,

તાજેતરમાં જ આપણે ઓએસિસ ઝુંબેશ અને જ્યોતિર્ધર અભિયાનના એક યુવા સાથીદારને ગુમાવ્યા છે. શ્રી હેમલ ભટ્ટ, જે નવસારીના વતની હતા અને જેઓ ઉત્તમ કક્ષાના નાટ્ય કલાકાર, લેખક અને દિગ્દર્શક હતા; અત્યંત લાગણીભીના, દેશ માટે કંઈક કરી જવાની ઊંડી ભાવના ધરાવતા ઉમદા મનુષ્ય હતા. અચાનક આવેલી ટૂંકી માંદગી બાદ તેઓ અવસાન પામ્યા છે. હેમલભાઈને ગુમાવવાથી ફક્ત એમના કુટુંબ, ઓએસિસ, નવસારીને જ નહીં, પરંતુ સમગ્ર કલાકાર સમુદાયને અને સમાજને પણ મોટી ખોટ પડી છે.

You will always stay with us, Hemalbhai...

ઓએસિસ પરિવાર તરફથી દિવંગતને અશ્રુભીની શ્રદ્ધાંજલિ.

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Jolly Madhra

Kshama Kataria

Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.