Newsletter-cum-magazine of Oasis Movement YEAR 6  I ISSUE 22  I Dec 16, 2013

‘હું છું જ્યોતિર્ધર’ અભિયાન

Campaign to Create Radical Change in the field of Education

Ripple Effects Of Jyotirdhar Abhiyaan Begin...

How it began -

It began with the dream of one person - Mahadevbhai Desai. The pioneer of 'Vanche Gujarat' Movement and a genuine teacher by heart; he dreamt of elevating the stature of teachers to a height where they are deeply respected by students as much as by the society. Where teachers instil greatness within themselves and thereby also carry an intense desire to make their students great human-beings. When he met Sanjiv Shah of Oasis, who also carried a similar dream of revolutionizing the educational system whereby it generates happy, responsible & honorable citizens, together they envisioned a new journey. Christened "Hun Chhu Jyotirdhar" Abhiyaan, the movement of heralding radical changes in education system began in Sept 2012, under the leadership of Sanjiv Shah & Mahadevbhai Desai.

Among the first 75 teachers who joined Jyotirdhar Abhiyaan, and underwent the first year of special 4-year course designed by Oasis, Mital Desai was one of them. Being a young and dynamic teacher at D.D. High school for Girls, Navsari (India), she had a deep desire to help girls at the school. Inspired by Oasis Course, she got ready to go out of her way to help the young girls.

During Oasis workshops, she attended one session of Hiral Soni - Student of std. 11 & the youngest member of Oasis Team - who shared her story of how she became responsible and took charge of her life. Inspired by the moving story, Mital decided to organize a special session of Hiral for the girls at D.D. High school.

2Hrs. Session That Touched Hearts Of Some 100 Girls

Above photos - Girls enjoying Hiral's session at their high school.

Going back to school, Mital talked with girls about Oasis, Jyotirdhar Abhiyaan and the workshops she is attending at Oasis Valleys. Girls got interested and Mital organized a special session of Hiral on 11th Oct 2013 at her school, which turned out to be very inspirational for some 100 girls.

The reflections of the girls will tell about the effect of the session...

“આ સેશનથી મને એટલી બધી હિંમત આવી ગઈ છે કે કેટલી પણ મુશ્કેલી આવે, હું સામનો કરીશ..

..જાણે મારી જિંદગીમાં તે એક ગિફ્ટ મળી ગઈ છે”

Crux of reflections from the girls about the session:

હું તમારી જેવી જ બનીને દેશનું રક્ષણ કરવા માગું છું

જ્યારે હું સેશનમાં જોડાઈ ત્યારથી મારી જિંદગી બદલાઈ ગઈ હોય તેવું લાગે છે. આ સેશનના ઘણા બધા હેતુઓ છે અને એ હેતુઓ પૂરા થઈ જશે એવી આશા છે. ખરેખર આ સેશન ખૂબ જ પ્રેરણાદાયક છે. જે માણસ સાવ નિરાશ થઈ ગયો હોય અને એણે આશા છોડી દીધી હોય કે હું સફળ થઈશ ત્યારે આ સેશનમાં ભાગ લે તો નિષ્ફળતાથી સફળતા તરફ કદમ માંડવા લાગે છે. હિરલબેન, મને તમારાથી ખૂબ જ પ્રેરણા મળી છે. તમારી વાતોથી, લડાઈથી, ત્યાગથી ખૂબ જ શીખવાનું મળ્યું છે.

~ નેન્સી શાહ

અત્યાર સુધી મને એવું થતું હતું કે મારી લાઇફમાં હું કંઈ જ નથી, મારી લાઇફ ખરાબ છે, મારે નથી જીવવું પણ મને હવે એવો અહેસાસ થાય છે કે ભગવાને મને ગિફ્ટ આપી છે, જન્મ આપ્યો છે, જીવન આપ્યું છે. તેથી હું ખૂબ જ ખુશ છું કે હું મારું જીવન એટલી ઉત્કટતાથી જીવીશ કે મને મારી લાઇફનો એક એક દિવસ ઓછો લાગશે. આ બધી સમજ મને સેશનમાં ભાગ લેવાથી મળી છે, એટલે કે સંજીવભાઈ અને હિરલ સાથે મળીને થઈ છે.

~ જીનલ પટેલ

સેશનમાં સાંભળવાથી હિંમત આવી ગઈ

અમુક વખત જીવનમાં મુશ્કેલી આવતી અને તેનો કઈ રીતે સામનો કરવો તેની કંઈ જ ખબર ન પડતી; પણ હવે મને એમ થાય છે કે જિંદગીમાં કેટલી પણ મુશ્કેલી આવે તો હું સામનો કરીશ. આ સેશનમાં સાંભળવાથી મને એટલી બધી હિંમત આવી ગઈ છે કે જાણે મારી જિંદગીમાં તે એક ગિફ્ટ તરીકે મળી ગઈ છે.

~ રમીલા ચૌધરી

અમારામાં પરિવર્તન આવે તેવું અમે કરીશું, દેશ માટે કંઈક કરીશું

આપણા જીવનમાં કેટલી પણ મુશ્કેલી આવે આપણે તેનો સામનો કરવો જોઈએ. આપણે તે મુશ્કેલી આવે તો ચૂપ બેસી રહેવું જોઈએ નહીં. આપણે આપણા દેશ માટે કંઈ કરવું જોઈએ. અમને હિરલે આ બધી વાત કીધી તે અમને ખૂબ જ ગમ્યું. હિરલમાં જેવી રીતે પરિવર્તન આવ્યું તેવું પરિવર્તન અમારામાં આવે તેવું અમે કરીશું, દેશ માટે કંઈક કરીશું.

~ રોશની સોલંકી

આ જીવન આપણા માટે અમૂલ્ય છે

જીવન જીવવું એ પણ એક કળા છે તેના પર સંજીવભાઈ અને હિરલે શીખ આપી. જીવનને આપણે એક શાપ તરીકે નહિ પણ એક સુનહરી તક તરીકે જોવું. આ જીવન આપણા માટે અમૂલ્ય છે, જેનો કોઈ મોલ નથી... આપણું જીવન એ આપણી જવાબદારી છે.

~ રેખા સોનકર

જ્યારે હિરલે છોકરા-છોકરી વચ્ચેના ભેદભાવ વિશે વાતો કરી ત્યારે ખૂબ દુઃખ થયું. મને એમ કે મારા ઘરમાં જ મારી સાથે ભેદભાવ કરવામાં આવે છે પણ બધી છોકરીઓ સાથે આ ભેદભાવ કરવામાં આવે છે. હું પણ ઇચ્છું કે આ ભેદભાવ નીકળી જાય અને છોકરા-છોકરી એકસમાન ગણાય... હિરલને સાંભળીને મારા જીવનમાં ખૂબ જ ફેરફાર થયા છે; હું પણ મારી મમ્મીને ખૂબ જ પ્રેમ કરતી થઈ છું. હું તેને પહેલાં દુશ્મન સમજતી હતી પણ હિરલ તારો આભાર માનું છું કે હું મારી મમ્મીને સમજી શકી... હિરલની વાતોથી મારામાં થોડી હિંમત આવી છે. જ્યારે કોઈ પણ ખીજવાય ત્યારે હું નીચું મોઢું કરીને સાંભળતી નથી પણ હું પણ તેમને સાચો જવાબ આપી શકું છું. કેમ કે હું સાચી હોઉં તો હું શું કામ માનું?

~ રજનીકા વસાવા

અમને પણ થયું કે અમે પણ કાંઈક અમારું સ્વપ્ન સાકાર કરીએ

સેશનમાં અમને ઘણું બધું નવું શીખવા મળ્યું છે. સેશનમાં અમારી જિંદગીમાં અમે કંઈક બનીશું, કંઈક નામ કમાઈશું તેવો અમને અહેસાસ થયો છે... અમારું જીવન એ અમારી જવાબદારી છે એને ધ્યાનમાં રાખીને અમે આગળ વધીશું... અમે હિરલને મળ્યા એ અમારા માટે ખૂબ ગર્વની વાત છે. હિરલ તમે એકલાં નથી પરંતુ તમારી સાથે અમે તમારા ફ્રૅન્ડ છીએ.

~ પૂજા સોલંકી

હવે મેં પ્રતિજ્ઞા લીધી કે હું કોઈ પણ કામ ઇમ્પૉસિબલ હોય તો તેને પૉસિબલ બનાવીશ, ભલે મારે ગમે તેટલી વિપરીત પરિસ્થિતિમાંથી ગુજરવું પડે, પણ હું તે કરીને જ રહીશ. મેં ઠાની લીધું કે હવે ગમે તેટલો સંઘર્ષ કરવો પડે પણ હું આ જીવનને નકામું નહીં સમજું.

~ નિશા રાણા

તમારા તરફથી અમને મળતી પ્રેરણા અને હિંમત કાયમ રહે

જે તમે દુનિયાને બદલવાનો ધ્યેય નક્કી કર્યો છે તેમાં હું પણ તમારી સાથે જ છું. જે તમે શિક્ષણપ્રથાને બદલવાની કોશિશ કરી છે તે તમારી હિંમત અને શિક્ષણ પ્રત્યેનો પ્રેમ કાયમ રાખજો કે જેથી તમારા તરફથી અમને મળતી પ્રેરણા અને હિંમત કાયમ રહે... હિરલ, જે તારી પાસે અમૂલ્ય વસ્તુ છે તે કોઈ દિવસ ખોઈશ નહીં અને એ અમૂલ્ય વસ્તુ એટલે આત્મવિશ્વાસ, નીડરતા, વિવેક અને મુખડા પરની નાનકડી ખુશી.

~ નિશાદ મેનુ

હું મારી જિંદગીમાં મારાં મમ્મી-પપ્પા અને પોતાના માટે તેમ જ મારા વહાલા દેશ માટે કાંઈક વિશેષ કરવા માગું છું. હિરલની વાતો મારી જિંદગીના એક ખૂણાને સ્પર્શી રહી છે. મધ્યમ વર્ગની છોકરીઓને આજે તેં એટલી હદ સુધી હચમચાવી નાખી છે કે આજે મને ખબર પડી ગઈ કે હું પણ કંઈક કરી શકું છું. દેશપ્રેમની ભાવના, કાંઈક વિશેષ કરવાની ઇચ્છા હંમેશાં મનના એક ખૂણામાં દબાયેલી હતી. તને મળીને તે ઇચ્છાઓ ઊભરીને બહાર આવી... મારા જેવી છોકરીઓ દેશના ખૂણા-ખૂણામાં પડેલી છે જેને નિરાશાના ઊંડા સાગરમાંથી બહાર લાવવાનું કામ, હિરલ, તારું છે જેને તું છોડીશ નહીં. અમે તારી સાથે જ છીએ.

~ ગુલપ્શા શેખ

હું મારી સાથે થતા અન્યાયો સામે કોઈ દિવસ ઝૂકીશ નહીં

સંજીવભાઈ અને હિરલના વિચારો ખૂબ જ ઊંચા હતા. તેઓ ગમે તેવી મુશ્કેલીમાં પણ ખૂબ જ હિંમતથી અને બહાદુરીથી સામનો કરતા. હિરલની દરેક વાત મારા જીવનમાં લાગુ પડે છે.... તેણે કહ્યું કે આજે કોઈ વિદ્યાર્થી હોશિયાર કે ઠોઠ નથી, દરેક વ્યક્તિ કોઈ એક કાર્યમાં તો કુશળ હોય જ છે.

~ જાગૃતિ બોડા

જિંદગીમાં દુઃખ આવે તો તેને સહન કરીને આગળ વધવું

મને પણ કોઈ દિવસ એટલો ગુસ્સો આવે કે મારે મરી જ જવું છે. પણ જ્યારે હું હિરલને મળી ત્યારે મને થયું કે જીવન આપણને જીવવા માટે મળ્યું છે તો શું કામ મરવું? જિંદગીમાં દુઃખ આવે તો તેને સહન કરીને આગળ વધવું જોઈએ.

~ પ્રિયંકા તિવારી

“હિરલ જેટલી નાની છોકરીનો દેશપ્રેમ જોઈ એમ લાગ્યું કે
ખરેખર ભારત સમૃદ્ધ દેશ છે જેની રક્ષા માટે હિરલ જેવી છોકરીએ જન્મ લીધો છે”

Above photos - Hiral Soni (on the left) and Students in session.

Crux of reflections for session facilitators:

તેને જોઈને અમારામાં પણ અન્યાય વિરુદ્ધ લડવાની શક્તિ જાગે છે...

હિરલ જેટલી નાની છોકરીનો દેશપ્રેમ જોઈ એમ લાગ્યું કે ખરેખર ભારત સમૃદ્ધ દેશ છે જેની રક્ષા માટે હિરલ જેવી છોકરીએ જન્મ લીધો છે. હિરલે કોઈ પણ વાતમાં ખોટો દેખાવ કર્યો ન હતો જે અમને ખૂબ જ ગમ્યું હતું... સૌથી મોટી વાત તે અમારી ઉંમરની જ છે. હિરલથી અમારામાં હિંમત આવી છે. હિરલ ઘણી નાની ઉંમરની હોવા છતાં તે કોઈ પણ વાતથી ગભરાયા વગર હિંમતથી એ વાતનો સામનો કરે છે... હિરલમાં નાનપણથી જ અન્યાય વિરુદ્ધ લડવાની શક્તિ છે તેમ જ તે ન્યાયમૂર્તિ જેવી છે.

~ સ્વાતિ તિવારી

અમને હિરલ તરફથી પ્રેરણા મળી કે જે અમને ન ગમે અમારે તેને વાપરીને ગમતું બનાવવું જોઈએ. જે રીતે હિરલ પોતાના ધ્યેય માટે સખત પરિશ્રમ અને મહેનત કરે છે તે રીતે અમે પણ સખત મહેનત અને પરિશ્રમ કરીશું અને અમારા ધ્યેયને પ્રાપ્ત કરીશું. હિરલ આટલી નાની ઉંમરે પણ કેટલું સારું બોલી શકે છે, એટલું તો મોટી ઉંમરવાળા પણ નથી બોલી શકતા.

~ રીના સોનકર

સંજીવભાઈ સૌના દિલમાં ઊતરીને જીવન સારું જીવવાની શિખામણ આપે છે

તેઓ સાથે બે-ત્રણ કલાક વિતાવીને અમને ખબર પડી કે જિંદગી એ શું છે. સંજીવભાઈનું મન એટલું બધું કોમળ છે કે તે સૌ કોઈના દિલમાં ઊતરીને તેમના જીવનને સારી રીતે જીવવાની શિખામણ આપે છે અને હિરલ જાણે સંજીવભાઈ શાહની નાનકડી છબી છે. હિરલ ખૂબ જ નાની છે પરંતુ તેના વિચારો ખૂબ જ ઊંચા અને હૃદયસ્પર્શી છે. હિરલે અમને ખૂબ સારી વાતો કરીને અમારું જીવન સમૃદ્ધ બનાવી દીધું છે.

~ આમેના

હિરલ, તું અમારી સ્કૂલમાં આવી તે બદલ Thank you... તારી વાતો સાંભળી અમે નિર્ણય કર્યો કે ખોટી વાતો થાય તો તેના પર અવાજ ઉઠાવીશું... તેમાંથી અમને ઘણું શીખવાનું મળ્યું કે કેટલું પણ દુઃખ આવે તો પણ આત્મહત્યાનો વિચાર કરવો નહીં કે ડરી જવું નહીં પરંતુ હિંમતથી સામનો કરવો. હિરલ, તેં એક પ્રશ્ન કર્યો હતો કે છોકરા-છોકરી વચ્ચે ભેદ શા માટે હોવો જોઈએ? આ પ્રશ્નથી અમે ખૂબ જ પ્રભાવિત થયા હતા... અમને તારામાંથી સાહસ, હિંમત, વગેરે સારા ગુણો પ્રાપ્ત થયા છે.

~ મોહિની પાટીલ

હિરલનું વક્તવ્ય મને ખૂબ જ ગમ્યું

તેની બોલવાની speech મને ખૂબ જ ગમી. સંજીવભાઈએ પણ અમને અમારા જીવનને લગતી ઘણી બધી વાતો કહી અને બધી વાતોમાં મને કંઈક ને કંઈક શીખવા મળ્યું... હિરલ તો મને ખૂબ જ ગમી અને જ્યારે મેં તેને જોઈ અને જ્યારે તેની વાતો સાંભળી ત્યારે જ તે મારી ચાહિતી બની ગઈ.

~ જાગૃતિ ગુપ્તા

હિરલની વાતોમાંથી મને જે પ્રેરણા મળી તેમાંથી થયું કે મારી ઉંમરની છોકરી જો બીજાના તથા દેશના માટે આટલું બધું કરી શકતી હોય તો હું એમાંથી થોડું પણ ન કરી શકું? ખરેખર હિરલ જેવી બહાદુર, વિનમ્ર, દયાળુ, પ્રેમાળ અને શિસ્તવાળી છોકરી અત્યાર સુધી પહેલીવાર મેં જોઈ. હું હિરલ જેવી બહાદુર અને દેશપ્રેમવાળી બનીશ તથા સૌને સન્માન આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ... દેશ માટે કંઈક ને કંઈક કરવાની તમન્ના રાખીશ, લોકોની મદદગાર બનીશ, પોતાના માટે, સમાજ, રાષ્ટ્ર અને દેશ માટે પ્રગતિ કરીશ.

~ મેઘના પટેલ

The Love Extended...

After the session, girls were charged up. They saw their own struggles in Hiral's story. For the first time in their life many girls got courage to see a dream of taking charge of their life. As Mital says, "The girls were very happy to hear Hiral & Sanjivbhai. I told them, Hiral is just like me and just like them, an ordinary girl. If she can dare to see tall dreams, they also can. I also shared my experience with Oasis Course and the changes it brought into my life. Then I proposed to have a camp at Oasis Valleys and 50 girls got ready for it."

So, Oasis Camp was organized at Oasis Valleys in the month of November.

Life Camp At Oasis Valleys For D D High School For Girls, Navsari

Inspired Girls Strengthen Their Confidence

Photo highlights of Oasis Life Camp organized for the Girls of D D High school, Navsari.

After highly inspirational session at their school, Life camp was organized at Oasis Valleys during 29th Nov to 1st Dec 2013, for the girls of std. 11th & 12th. 50 girls participated in it. The camp was facilitated by Pallavi Raulji, supported by Hiral Soni and guided by Sanjiv Shah.

“આ શિબિરમાં આવીને મારો આત્મવિશ્વાસ મજબૂત થયો
અને મને એ પણ હિંમત મળી કે કોઈ દિવસ હાર ન માની લેવી”

Crux of reflections from the girls about the camp:

શિબિરમાં જીવન જીવવા અંગે ખૂબ જ મદદ થઈ

શિબિરમાં આપણા જીવનનાં સપનાં કઈ રીતે પૂરાં કરવા તેની અમને દિશા મળી તે વધુ સ્પર્શી ગયું. કારણ કે પહેલાં અમારાં સપનાં તો હતાં પણ તેને પૂરાં કઈ રીતે કરવા તેની દિશા, તેનો માર્ગ અમારી પાસે નહોતો. પણ, હવે છે. શિબિરમાં જ્યારે એકબીજાની વાતો સાંભળવા મળી, તે પરથી લાગે છે કે કોઈ પણ વ્યક્તિને આપણે મદદ કરવી જોઈએ.

~ મોનિકા ફેફર

શિબિર દરમ્યાન મને એ જાણવા મળ્યું કે માણસ એ કાચા માલ જેવો છે, જે ઓએસિસમાં આવ્યા પછી પૂરેપૂરો તૈયાર થાય છે. જેમ કે કોઈ નકામી વસ્તુનો ઉપયોગ કરી તેને અદભુત આકાર આપીએ તેમ. હિંમત, જુસ્સો, આત્મવિશ્વાસ, દૃઢ નિશ્ચય, સાચા મિત્રો, સાચા ગાર્ડિયન... આજની તારીખમાં મારી પાસે આ બધું જ છે.

~ ગુલપ્શા શેખ

સપનાં સાકાર કરવામાં રુકાવટ આવે તો સામનો કરવો

શિબિરમાં કહ્યું હતું કે આપણામાં આત્મવિશ્વાસ હોય તો આપણે આપણાં સપનાં સાકાર કરી શકીએ છીએ. આ શિબિરમાં હું એવું શીખી કે પોતાનાં સપનાં સાકાર કરવામાં કોઈ રુકાવટ આવે તો તેનો સામનો કરવો.

~ નિકિતા રાઠોડ

શિબિરમાં જીવન જીવવાની રીત વધુ ગમી

શિબિરમાં સૌથી વધુ તો મને આત્મવિશ્વાસની વાત કરી તે ગમી ગઈ. આત્મવિશ્વાસના કારણે કોઈ પણ કાર્યમાં પાછળ રહી જવાતું નથી. શિબિરમાં જીવન જીવવાની રીત વધુ ગમી, જીવનની પસંદગી કેવી રીતે કરવી અને બીજા સાથે સારી રીતે વર્તવું, આત્મવિશ્વાસને કારણે આપણે આપણી મુશ્કેલીઓનો હલ કેવી રીતે લાવી શકીએ છીએ... એટલે શિબિરમાં થયેલ અનેક વાતો મને ગમી.

~ કવિતા પુરોહિત

શિબિરમાં અમને ખબર પડી કે અમારું દુઃખ કંઈ જ નથી; આ દુનિયામાં અમારાથી વધારે દુઃખવાળા વ્યક્તિઓ છે. આ શિબિર મને ખૂબ જ ઉપયોગી બની કારણ કે મને ખબર હતી કે મારું લક્ષ્ય શું છે, પણ હું એવું માનતી હતી કે હું મારા લક્ષ્ય સુધી પહોંચી નહીં શકું. પણ આ શિબિરમાં આવીને મારો આત્મવિશ્વાસ મજબૂત થયો અને મને એ પણ હિંમત મળી કે કોઈ દિવસ હાર ન માની લેવી.

~ રીતુ સોનકર

હું એવી શપથ લઉં છું કે હું નવસારી ગામમાંથી સ્ત્રીભ્રૂણ હત્યા અને દહેજપ્રથા નાબૂદ કરીશ.

~ સીમા પાટીલ

કૅમ્પમાં આવી ત્યારે મને ખબર પડી કે ધ્યેય એટલે શું

શિબિરમાં મને સૌથી વધુ ધ્યેય વિશેની વાત સ્પર્શી ગઈ કારણ કે ધ્યેય એટલે શું તે મને તો ખબર જ નહોતી. અને હું જ્યારે ઓએસિસ કૅમ્પમાં આવી ત્યારે મને ખબર પડી કે ધ્યેય એટલે શું. ધ્યેય હોય તો તેને ધ્યાનમાં રાખીને આપણે કામ કરી શકીએ છીએ.

~ હેતલ પટેલ

આ શિબિરમાં મને સૌથી વધુ સ્પર્શી હોય તો એ બાબત છે કે આપણે જે નજરે દુનિયાને જોઈએ તેવી જ આપણને દેખાય છે. જ્યારે મારી ફ્રૅન્ડે પોતાનો પરિચય આપ્યો, પોતાનું સપનું કહ્યું ત્યારે મને વિચાર આવ્યો, “જો બધાનાં સપનાં હોય તો મારું સપનું કેમ ન હોય”. ત્યારથી મેં નક્કી કર્યું કે હું ટીચર બનીને છોકરીઓને ભણાવીશ. આ શિબિરથી મને મારું લક્ષ્ય મળી ગયું છે.

~ રજનીકા વસાવા

શિબિરમાં બધા દિલની વાતો share કરી શકે છે

શિબિરમાં સૌને સમાન મનાવામાં આવે અને બધાનાં દિલમાં જે વાત હોય તે share કરી શકે છે, આ બાબત મને ખૂબ જ સ્પર્શી ગઈ. આ શિબિરમાં અમને શીખવેલી હિંમત, આત્મવિશ્વાસ, લક્ષ્ય... આ બધી વાતો અમને જીવનમાં ઉપયોગી થશે કારણ કે હિંમત વગર કંઈ શક્ય નથી.

~ રુક્શાર શેખ

“શિબિરના સંચાલકો ખૂબ કુશળ અને પ્રેમાળ છે;
શાંતિથી અને નિખાલસતાથી બધા પ્રશ્નોના ઉત્તર આપતાં હતાં”

Above photos - Camp facilitators in actions: From top left clockwise - Pallavi Raulji appreciating the camp participant; Hiral Soni answering queries; Pallavi Raulji helping girls; Sanjiv Shah addressing the participants.

Crux of reflections for the facilitators:

અમારી અંદરના આત્માને જગાડી અમને વિશ્વાસ, હિંમત અપાવ્યા

શિબિરના સંચાલક પલ્લવીબેને અમને ઘણી સારી રીતે સમજાવ્યું. અમારી અંદરના આત્માને જગાડી અમને વિશ્વાસ, હિંમત અપાવ્યા. અને સંજીવભાઈ અને હિરલની ઘણી બધી વાતોથી જીવનની પસંદગી કેવી રીતે કરવી તે શીખ્યું.

~ રુક્શાર શેખ

દરેક સંચાલક જીવન જીવવાની કળા અને પદ્ધતિ શિખવાડે છે

આ શિબિરના સંચાલક મને ખૂબ જ ગમ્યા. તે કેટલી શાંતિથી, નિખાલસતાથી બધા વિદ્યાર્થીઓને પ્રશ્નોના ઉત્તર આપતા હતા. પલ્લવીદીદી, સંજીવભાઈ, હિરલ બધા ખૂબ કુશળ અને પ્રેમાળ સંચાલક છે. મને તેમના દરેક સુઝાવ ગમ્યા. પલ્લવીદીદી ખૂબ જ સારા મિત્ર છે.

~ સુમિતા પાંડે

કોઈ પણ સમસ્યાનું નિરાકરણ જાતે લાવી શકીએ તેવી હિંમત આવી

ત્રણ દિવસની શિબિર દરમ્યાન થયેલ વાતચીતથી અમારી સમસ્યાના હલ લાવી શક્યા અને બીજી કોઈ પણ સમસ્યા હોય તો તે અમે જાતે નિરાકરણ લાવી શકીએ તેવી હિંમત આવી. પછી તો હિરલ અને પૂર્વીબેન દ્વારા પણ ઘણું જાણવા મળ્યું તે પણ ખૂબ સરસ હતું.

~ કવિતા પુરોહિત

Love Returned By Girls

Above photos - Happy & Joyful girls returned their love for their facilitators & teachers: From top left to right - Pallavi Raulji, Sanjiv Shah & Hiral Soni, seen. On bottom left to right - Mital Desai & Purvi Naik with girls.

The Jyotirdhar Teacher & The Inspirer - What They Have To Say...

Mital Desai, Teacher,
D D High School For Girls, Navsari

“જ્યોતિર્ધર તરીકે જે સ્વપ્ન મેં ઓએસિસમાં બેસીને જોયું હતું તે પૂરું થઈ રહ્યું છે તેનાથી હું ખૂબ ખુશ છું. મારે માણસની સંવેદનાને બુઠ્ઠી કરી દેતી શિક્ષણ વ્યવસ્થાને બદલવી છે. શિક્ષણમાં ઉત્પાદન નહિ, સર્જન લાવવું છે. મેં આ જે યજ્ઞની શરૂઆત કરી છે તેને પૂરો કરીને જ જંપીશ.”

~ મિતલ દેસાઈ

"I am only one, but still I am one. I cannot do everything, but still I can do something; And because I cannot do everything I will not refuse to do the something that I can do."

~ Helen Keller

Mahadevbhai Desai

“હજુ તો જ્યારે “હું છું જ્યોતિર્ધર” અભિયાન પા પા પગલી માંડી રહ્યું છે, હજુ જ્યારે એ તેના પ્રારંભિક તબક્કામાં છે ત્યારે, થોડા દિવસોની તાલીમમાં શિક્ષકોમાં જે ચેતના પ્રગટી છે અને જે રીતે તેઓ કેળવણીમાં પરિવર્તન લાવવા કટિબદ્ધ થયા છે, તે મોટી ક્રાંતિના એંધાણ આપે છે. જો એક કટિબદ્ધ શિક્ષક આ કરી શકે તો, જ્યારે ૧૦૦૦૦ એવા શિક્ષક તૈયાર થશે ત્યારે હાલની આપણી બધી કલ્પનાઓ ઊણી ઊતરશે.”

~ મહાદેવભાઈ

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Jolly Madhra

Kshama Kataria

Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.