|
Newsletter-cum-magazine of Oasis
Movement |
YEAR 6 I ISSUE 4 I Feb 16, 2013 |
Life Camp Continues To Captivate Students At Oasis Valleys |
શ્રી વશિષ્ઠ વિદ્યાલય, સુરતના વિદ્યાર્થીઓ શીખે છે જીવનના અગત્યના પાઠ -
આત્મવિશ્વાસ, એકાગ્રતા, હકારાત્મક વિચારસરણી, પર્યાવરણ પ્રત્યે પ્રેમ... |
|
36 students of Shree Vashishtha VIdhyalaya, Vav, Surat, participated in Life Camp at Oasis Valleys during 18 to 20th January, 2013. The camp was facilitated by Dr. Pallavi Raulji (Trustee, OASIS).
Photos top: Groups of students beaming with joy after their camp.
Photos bottom: Various indoor as well as outdoor activities were undertaken during the 3 days camp. |
“શિબિરમાંથી શીખવા મળ્યું કે હું કોઈ પણ કામ કરું, તે કામ પૂરી નિષ્ઠા અને ખુશીથી કરીશ” |
વિદ્યાર્થીઓના પ્રતિભાવો (સંક્ષિપ્તમાં): |
સૌથી વધુ અમે ગ્રામ્ય જીવન વિશે જાણવા ગામમાં ગયા તે વાત સ્પર્શી ગઈ
“શિબિરમાં અમને જે ફિલ્મો બતાવવામાં આવી, વાર્તાઓ કહેવામાં આવી, અલગ અલગ મુદ્દાઓ શિખવાડવામાં આવ્યા હતા તે મને વધુ સ્પર્શી ગયા. સૌથી વધુ અમે ગ્રામ્ય જીવન વિશે જાણવા માટે ગામમાં ગયા તે વાત સ્પર્શી ગઈ કારણ કે આપણા દેશમાં ઘણા બધા લોકો ગામડાંમાં રહેતા હોય છે અને તેઓ પોતાના જીવનમાં કેવી હાડમારીઓ ભોગવે છે તે સમજાયું. શિબિરમાંથી અમને પોઝિટિવ થિન્કિંગ કરવું, હિંમત ન હારવી - આ બે મુદ્દાઓ ઉપયોગી થશે. અમે કોઈ મુશ્કેલીમાં હોઈશું તો પોઝિટિવ વિચારો કરશું અને હિંમત હાર્યા વગર મુશ્કેલીઓનો સામનો કરીશું.”
~ પુર્વિત ખુંટ
અમને અલગ અલગ એક્ટિવિટી કરવાની ખૂબ મજા આવી
“અમને કહેલી આત્મવિશ્વાસની બધી વાતો ખૂબ જ ગમી કારણ કે આપણે કંઈ પણ કાર્ય કરવું હોય તો તેમાં આત્મવિશ્વાસની જરૂર પડે છે... અમને અલગ અલગ એક્ટિવિટી કરવાની ખૂબ મજા આવી.”
~ જેનીશ ધામેલિયા, નિક્ષિત ધરસેડિયા
કુદરતને માણવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો
“અમને ઘણી બધી બાબતો શીખવા મળી. અમને વર્મી-કમ્પોસ્ટ કેવી રીતે ઉપયોગી છે, ગાયનું દૂધ સૌથી શ્રેષ્ઠ કેમ છે, બાયોગેસનો ઉપયોગ કેવી રીતે થાય, જુદાં જુદાં પક્ષીઓ વિશે અને પેસ્ટિસાઇડ વિનાનો ખોરાક ખાવો જોઈએ - આ બધી બાબતો જાણવા મળી.”
~ મિત્સુ સોલંકી |
આત્મવિશ્વાસ અને પર્યાવરણની બાબત અમને સૌથી વધુ ગમી
“શિબિરમાં આત્મવિશ્વાસ અને પર્યાવરણની બાબત અમને સૌથી વધુ ગમી. તેમની શિખવાડવાની પદ્ધતિ ખૂબ સ્પર્શી ગઈ. આ શિબિરમાં શીખેલી આત્મવિશ્વાસ, એકાગ્રતા, પર્યાવરણની બાબત જીવનમાં ઉપયોગી થશે કારણ કે તે જીવનમાં પ્રગતિ કરવા મદદરૂપ થાય છે.”
~ દિશાંત હિરપરા
“મને સૌથી વધારે આત્મવિશ્વાસની અને લક્ષ્ય-ધ્યેય વગેરેની વાત ગમી ગઈ, કારણ કે આત્મવિશ્વાસ હશે તો જ આપણે આગળ વધી શકીએ અને ધ્યેય હોય તો જ આપણે સફળતા તરફ જઈશું.”
~ ધ્રુવ ભૃત, કેશા નાયક |
શિબિરમાં ટાઈમ મૅનેજમેન્ટ શીખ્યા
“શિબિરમાં મને ટાઈમ મૅનેજમેન્ટ કેવી રીતે કરવું તે બાબત શીખવા મળી. મારા જીવનમાં મને કેવી રીતે, કયા સમયે કયું કાર્ય કરવું તે બાબત શીખવા મળી.”
~ જૈમિન વૈષ્ણવ
અહીંયાં એક પણ પ્રાણી કે પક્ષીને મારતાં નથી એ બહુ ગમ્યું
“બાયોગેસ પ્લાન્ટ અને પાણી શુદ્ધીકરણ પ્લાન્ટ મને બહુ ગમ્યા હતા. અહીંયાં તે લોકો એક પણ પ્રાણી કે પક્ષીને મારતાં નથી એ મને ખૂબ ગમ્યું... આપણે આવો બાયોગેસ પ્લાન્ટ ઘરે બનાવવો જોઈએ.”
~ જયદીપ વાઘાણી |
આ શિબિરથી મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો છે
“આ શિબિરમાં આપણને જે જીવનમાં ઉપયોગી થાય તેવા મૂવી બતાવે છે કારણ કે આવા મૂવીમાં ખૂબ જ જાણવા મળે છે. આ શિબિરથી મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો છે... શિબિરમાં બતાવેલ ફિલ્મોના બોધ જીવનભર ઉપયોગી થશે, એ અમે અમારા જીવનમાં ઉતારીશું.”
~ સાગર સાવલિયા, મનન પટેલ
“અમે ઘંટીવાળા ભાઈનો ઇન્ટરવ્યૂ લીધો ત્યારે મને એ વાત સ્પર્શી ગઈ કે ગામડાનું જીવન સૌથી વધુ સંતોષી છે.”
~ વત્સલ મહિડા |
તેઓ અમારી સાથે ફ્રૅન્ડની જેમ રહ્યા
“અમને શિબિરના સંચાલક પલ્લવીદીદી ખૂબ જ ગમ્યાં. તેઓ અમારી સાથે ફ્રૅન્ડની જેમ રહ્યાં. તેઓએ અમને ફુલ્લી ફ્રીડમ આપી હતી તે અમને ખૂબ જ ગમ્યું. તેઓ હંમેશાં ખુશ રહેતાં હતાં.”
~ હર્ષલ મોદી
અમને ખૂબ જ સારી રીતે પ્રૅક્ટિકલ સ્ટાઇલ દ્વારા સમજાવતાં હતાં
“શિબિરના સંચાલક પરફેક્ટ સમયે જે વસ્તુ કરવાની હતી તે અમને કરાવતાં હતાં. તે અમને સફળતા માટે ખૂબ જ સારી રીતે પ્રૅક્ટિકલ સ્ટાઇલ દ્વારા સમજાવતાં હતાં.”
~ વર્ષિલ ધામેલિયા |
|
ધ્યેય પ્રાપ્તિ, મહેનત, ઊંચા સ્વપ્નો, નિઃસ્વાર્થતા, સામુદાયિક જીવન...
જિંદગીના અમૂલ્ય પાઠ લાઇફ કૅમ્પ થકી શીખતાં સેન્ટ જોસેફ સ્કૂલ, વડોદરાના વિદ્યાર્થીઓ |
|
On 16 & 17th January, 2013, 41 students of St. Joseph School, Vadodara, participated in Life Camp at Oasis Valleys, which was facilitated by Dr. Pallavi Raulji.
Photo above: Students were happy after their 2 days camp. |
“અમે શીખ્યા કે જિંદગીમાં ગમે તેવી મુશ્કેલી આવે, આપણે તેનો સામનો કરવો જોઈએ” |
વિદ્યાર્થીઓના પ્રતિભાવો (સંક્ષિપ્તમાં): |
મારા જીવનમાં આનાથી સુંદર પ્રવાસ નથી જોયો
“મારો અહીંનો કૅમ્પ સરસ રહ્યો. અહીંની બધી જ એક્ટિવિટી ખૂબ જ ગમી, પરંતુ સૌથી વધારે અમને એકબીજાનો પરિચય આપવાનો હતો એમાં બધાનું સ્વપ્ન, એક પ્રસંગ, શોખ વગેરે કહેવાનું હતું એ મને બહુ જ ગમ્યું. મારા જીવનમાં આનાથી સુંદર પ્રવાસ નથી જોયો. હું અહીંથી શીખીને જાઉં છું કે હંમેશાં નવી નવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ.”
~ કિંજલ પરમાર
આપણે આપણા લક્ષ્ય સુધી કેવી રીતે પહોંચીએ તે શિખવાડ્યું
“અહીં લાઇફમાં આપણે આપણા લક્ષ્ય સુધી કેવી રીતે પહોંચીએ તે શિખવાડ્યું અને કોઈ ધ્યેય પ્રાપ્તિ માટે મહેનત કરવી જરૂરી છે તે પણ શિખવાડ્યું.”
~ નૈસર્ગી મકવાણા |
આ અનુભવ અમારી જિંદગીમાં અમને ખૂબ જ મદદરૂપ થાય એમ છે
“બે દિવસનો અમારો સૌથી વધુ સારો અનુભવ અમે જે સાથે રહ્યા તે છે. બધા ઘરના સભ્યોની જેમ રહ્યા તે અનુભવ અમારી જિંદગીમાં અમને ખૂબ જ મદદરૂપ થાય એમ છે... આ બે દિવસ કેવી રીતે પસાર થઈ ગયા તે ખબર જ ન પડી.”
~ પ્રીતિ પરમાર, ભાવેશ સોલંકી
પ્રેમાળ રીતે બધી એક્ટિવિટીમાં ભાગ લેવાની હિંમત આપી
“શિબિરના સંચાલક પલ્લવીદીદી અમારી સાથે ખૂબ જ સારી રીતે વર્તતાં હતાં. તેમણે અમને પ્રેમાળ રીતે બધી એક્ટિવિટીમાં ભાગ લેવાની હિંમત આપી.”
~ ટ્વિંકલ પરમાર |
અમને અહીં નવું-નવું શીખવા મળ્યું
“અમને અહીં નવું-નવું શીખવા મળ્યું. પ્રવૃત્તિઓમાં ભાગ લીધો, અમને બહાર ફરવા લઈ ગયા ત્યારે નવા વૃક્ષોની માહિતી મળી. અહીંનું રહેવાનું, ભોજન પણ કંઈક અલગ જ. એનાથી અમે ખૂબ ખુશ થયા છીએ.”
~ માનસી મેકવાન
કોઈ મસ્તી કરતું હોય તો તેને વહાલથી સમજાવતાં
“અહીંના અમારા સંચાલક પલ્લવીદીદી ખૂબ સારા સ્વભાવના અને પ્રેમાળ છે. તેઓ કોઈને કદી પણ મારતાં તથા બોલતાં નહીં. અને જો કોઈ મસ્તી કરતું હોય તો તેને વહાલથી સમજાવતાં અને અમને જીવન જરૂરિયાતની શિખામણ આપતાં અને સારી સલાહ આપતાં.”
~ અશ્વિની મેકવાન |
|
News In Brief |
Children Learnt About 'Importance Of Dream & Goal In Life'
In ASHA Health Classes, Bangalore |
|
During their ASHA health classes, children of various govt. schools of Bangalore participated in a discussion on 'Importance of Dream & Goal in Life' in the months of Dec'12 & Jan'13. This program was conducted in 20 schools benefiting some 900 children.
Some reflections:
“I want to become teacher when I grow up. My dream is to do good to others and spread knowledge to others. I will take all kinds of training to become a good teacher. I will acquire good qualities to become a good teacher. I will do social work, help my relatives and others.” ~ V. Shwetha, 7th std., Govt. School, Kaikondrahalli
“We learnt stories and we enjoyed much and we got self confidence and we felt that we can reach our goal. I talked in front of my class and now I know that I also have self-confidence.” ~ Bhaskar S., Std. 7, Dr. N.S. Hardikar Bharath Sevadal School, Bangalore |
'Growing up, Good touch - Bad touch & Gender awareness'
A Mini Workshop For ASHA Health Classes Children, Bangalore |
|
To help adolescents understand various physical, psychological and behavioural changes during the period of adolescence, scientifically, a mini workshop on "Growing up, Good touch - Bad touch & Gender Awareness" was organised for ASHA Health Class students of various govt. schools of Bangalore during Dec'12 & Jan'13. The workshop included a movie show on 'Adolescence'. This workshop was conducted in 20 schools through which more than 1000 children were benefited.
Reflection by a student:
“After seeing the film on Adolescence, I understood what is good touch and what is bad touch. I also learnt that a girl can play football and a boy can learn dance. I went home and told this to my family members and they also understood.” ~ Kamala S., 8th Std., Govt. Higher School
Reflections by ASHA Health teacher:
“It went on very well as the movie was very informative and interactive. Students responded very well even though it was 2 hours 45 minutes long session. They participated in every game of the session. As adolescence topic is very sensitive one, I felt this movie helped me a lot to make students understand well. It was fun and learning for students. Over all it was wonderful workshop I have ever conducted in my life.” ~ Babitha |
|
Special Announcement |
Voted By Children As The Most Innovative Camp;
Much Loved By Children As Well As Teachers;
'Summerhill Camp' Is Back Again This Summer : May 4 - 10;
Registration Is Open, Now;
Parents! Don't Miss The Golden Opportunity! Hurry...! |
|
ઓએસિસ વેલીઝ પર ફરી ઉજવાશે શીખવાનો મહા-ઉત્સવ!
मस्ती की पाठशाला
એ એવી પાઠશાળા છે કે જ્યાં...
• સ્વતંત્રતા એ જ એક માત્ર નિયમ છે
• બધા જ શીખનારા હોય છે અને બધા જ શિક્ષકો હોય છે
• પ્રેમ, જિંદગી અને મિત્રતાના પાઠો સરળતાથી એકબીજા સાથે ગૂંથાઈને આપોઆપ શીખાતાં હોય છે
ત્યાં એક એવો પરિવાર રચાય છે જેમાં...
• તમામ સદસ્યો એકબીજાનો આદર કરતા હોય છે અને જેમાં મોટાઓની સરમુખત્યારી ચાલતી નથી
• સૌથી નાના સદસ્યને પણ સૌથી મોટા સદસ્ય જેવો અને જેટલો જ મત આપવાનો અધિકાર છે
• ભૂલમાંથી માત્ર શીખવાને જ અગત્યતા અપાય છે અને એ સિવાય ખરેખર ભૂલોની કોઈ ગણના થતી નથી
• વય અને અન્ય તફાવતોને ધ્યાનમાં ન લેતાં દરેક જણ નેતૃત્વ પૂરું પાડી શકે તેવું વાતાવરણ હોય છે
• બાળકોને મનગમતી ૫૦થી વધુ પ્રવૃત્તિઓ/વિષયો
• નેતૃત્વ, ભાઈચારો અને ટીમ-વર્ક જેવા ગુણો કેળવવા માટેનું અનન્ય પ્લૅટફૉર્મ
• ભારત દેશના ભાવિ જવાબદાર નાગરિકો તૈયાર કરતી અનોખી શિબિર
• બાળકની છુપાયેલી શક્તિઓ(ટૅલેન્ટ)ને બહાર કાઢવાની અમૂલ્ય તક
|
|
વધુ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સંપર્ક કરો: ઓએસિસ ઑફિસ - (0265) 232 1728 અથવા પ્રીતિ નાયર - 09924343087 |
|
Team Alive |
Alive Archives |
Alkesh Raval
Jolly Madhra |
Kshama Kataria
Mayuri Gohil |
Mehul Panchal
Sanjiv Shah |
Sheeba Nair
Umesh Patel |
To View Alive Archives, Please Click here>>> |
|
You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details. |
To unsubscribe from this group, reply with
"Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self
Leadership Education for Community Development, Vadodara, Gujarat,
India.
|
|