|
Newsletter-cum-magazine of Oasis
Movement |
YEAR 6 I ISSUE 6 I Mar 16, 2013 |
Oasis Health Education Programs |
ASHA (Oasis) Celebrates International Women's Day
At Madurai, Tamil Nadu |
|
On 7th, 8th March ASHA(Oasis) conducted series of mini workshops on adolescence at 7 different urban and rural locations of Madurai (Tamil Nadu) for 7th & 8th std. girls. The whole program was organized by The Madurai District Administration, Tamil Nadu and was facilitated by Dr. Neha Vakharia, Trustee Secretary, OASIS. Some 1600 girls participated and benefited from the program. (Above photo collage gives glimpses of the program.)
Topics covered in the program:
1. Good Touch- Bad Touch
2. Physical, Mental and Emotional changes happening during adolescence
3. Gender Bias
4. Menstruation and its hygiene
5. Child sexual abuse
Some Reflections by students & teachers:
“Whatever you taught is very important for us. We learnt so many things. When we find some unknown person (during some bad touch situation), we should 1. Run away, 2. Shout, 3. Tell this to some elderly person.”- S. Ramya, Student
“This program was very nice. There were many games. I felt very happy to learn while playing games. I wish that the organization which has organized this program should grow a lot. It is very useful for adolescent girls. Happy Women’s Day.” - S. Fatima, Student, Kasturibai Gandhi Corporation girls’ high school
"Students realized about themselves. They are now aware of good touch and bad touch. They now feel better, relaxed and without any hesitation and fear. Really this training is useful and productive, beneficial." - N. Renuka, Block Resource Teacher Educator, Madurai, North |
|
|
Hygiene Camp For Students Of Vatsalyadham, Kukeri |
|
On 19th February, Hygiene Camp was organized at Vatsalyadham, Kukeri for their 97 students. Meghaben Naik & Chitraben Iyer conducted the camp on behalf of Oasis.
Some Reflections from students:
“આજની સ્વચ્છતા શિબિરમાં આખા શરીરની કાળજી કેવી રીતે લેવાની તે હું શીખી. નાહીને પછી ટુવાલથી શરીર બરાબર સાફ કરવાનું જેથી આપણી મૃત ચામડી નીકળીને નવી ચામડી આવે. હું પણ દરરોજ શિખવાડ્યું એવી રીતે જ બ્રશ કરીશ અને ચંપલ વગર ગમે ત્યાં નહિ જાઉં. આજની શિબિરમાંની બધી જ વસ્તુઓ ગમી. એ બાબતોમાં ઘણી ખબર ન હતી તેથી તે જાણીને મને ખૂબ ગમ્યું. થેન્ક યુ.” – હિના ઝાંઝર
“આજની સ્વચ્છતા શિબિરમાં દીદીએ અમને કેવી રીતે દાંત સાફ કરવાનું, જમતા પહેલાં હાથ ધોઈને જમવા જવાનું, જાજરૂ કરવા જાય ત્યારે ચંપલ પહેરીને જવાનું, અઠવાડિયામાં બે વાર વાળ ધોવાનું અને બે વાર નાખ કાપવાનું શીખવ્યું તે ખૂબ ગમ્યું.” – યોગિતા સરનાયક
“મને આજની સ્વચ્છતા શિબિર ખૂબ ગમી. આવી સ્વચ્છતા શિબિર અમારી શાળામાં એટલે કે બધા જ બાળકોને કરાવે તો ખૂબ સારું. આ શિબિર માટે મેઘાદીદી અને ચિત્રાદીદીનો ખૂબ ખૂબ આભાર.” – જયેશ પટેલ |
|
Life Camps Motivate Students For Better & Meaningful Life |
સત્યનારાયણ સ્કૂલ, વડોદરાના વિદ્યાર્થીઓ ઊંચાં સ્વપ્નો જોતાં અને હિંમત કેળવતાં શીખે છે |
|
25 students of Std. 9, Satyanarayan Vidhyalaya, Vadodara participated in Life Camp at Oasis Valleys during 18-19 February, 2013. The camp was facilitated by Praksha Desai (Oasis) & Dr. Pallavi Raulji (Trustee, OASIS). |
“દ્રઢ નિશ્ચય, આત્મવિશ્વાસ, હિંમત.... ઘણું બધું શીખ્યા આ શિબિરમાંથી...” |
Photo Collage above: Students engrossed in various activities. |
વિદ્યાર્થીઓના પ્રતિભાવો (સંક્ષિપ્તમાં): |
શિબિરમાં શીખેલી બાબતો હિંમત, આત્મવિશ્વાસ અને પોતાનો અનુભવ જીવનમાં ઉપયોગી થશે
શિબિરમાં અમને મૂવી દેખાડ્યું તે બહુ ગમ્યું કારણ કે તેમાં શીખવા મળ્યું કે કોઈ પણ પરિસ્થિતિમાં હિંમત ન હારવી જોઈએ. આ શિબિરમાં શીખેલી બાબતો હિંમત, આત્મવિશ્વાસ અને પોતાનો અનુભવ જીવનમાં ઉપયોગી થશે કારણ કે હિંમત વગર જીવનમાં કશું થતું નથી અને આત્મવિશ્વાસ હોય તો કોઈ પણ કામ અશક્ય નથી.
~ મેહુલ વ્યાસ
હિંમત હાર્યા વગર આપણે આપણું લક્ષ્ય પૂરું કરવું જોઈએ
આ શિબિરમાંથી શીખવા મળ્યું કે આપણે જીવનમાં આગળ વધવું જોઈએ અને હિંમત હાર્યા વગર આપણે આપણું લક્ષ્ય પૂરું કરવું જોઈએ. આ બંને બાબતો મને મારા જીવનમાં જે મારું સપનું છે તે સાકાર કરવામાં મદદરૂપ થશે કારણ કે જો મારું સપનું પૂરું કરવામાં મુશ્કેલી આવશે તો આ બાબતો યાદ કરીને આગળ વધીશ.
~ દિવ્યા પારેખ, પૂજા પરમાર |
આત્મવિશ્વાસ વધ્યો, સ્ટેજ ફિયર દૂર થયો
કૅમ્પ દરમ્યાન જે વસ્તુ ભોજનમાં હોય તે ખાતાં શીખ્યા, સવારે વહેલા ઊઠીને આપણી પોતાની પથારી જાતે લઈ લેતાં શીખ્યા. અમારો આત્મવિશ્વાસ વધ્યો, સ્ટેજ ફિયર દૂર થયો અને બધા સામે બોલવાની તાકાત મળી. આ મારા માટે બહુ ઉપયોગી થશે.
~ રાહુલ પંજાબી
શિબિરમાં સૌથી વધુ ગમ્યું કે પોતાને જે ગમે તે અને આત્મવિશ્વાસ વધે તેવું કરવું જોઈએ કારણ કે આત્મવિશ્વાસ વધવાથી આપણે આગળ વધી શકીએ છીએ અને આપણને ગમતું હોય તે કરવાથી આપણી જિંદગી ખુશ રહે છે.
~ જિજ્ઞાસા રાઠોડ |
આત્મવિશ્વાસ વધારવાની પ્રવૃત્તિ ખૂબ જ ગમી
શિબિરમાં જેરી અંગે કહેલી વાર્તા ખૂબ જ ગમી કારણ કે તે વાર્તા પરથી આત્મવિશ્વાસ ન ખોવાનો અને હિંમત ન હારવાનો ગુણ મેળવી શક્યા છીએ. આત્મવિશ્વાસ વધારવાની પ્રવૃત્તિ ખૂબ જ ગમી અને તે જીવનમાં ઘણી ઉપયોગી થઈ શકે છે.
~ મહેશ વાઘેલા, શરણદાસી પરમાર |
અમને કુદરતને માણવાનો સુંદર અનુભવ થયો
અમને જે ઝાડ, ફૂલ, ફળ વિશે ખબર ન હતી તે બધું જાણવા મળ્યું અને સમજવા મળ્યું. અમારી જોડે આવેલ દિનેશભાઈએ અમને બધાં ફળો, ફૂલો, ઝાડો વિશે બધું જ્ઞાન આપ્યું તેમ જ કેટલીક શાકભાજીઓ પણ બતાવી અને કાજુનું ફળ પણ બતાવ્યું.
~ ભરત રાઠોડ
શિબિરના સંચાલક પ્રક્ષાદીદી અને પલ્લવીદીદીએ અમને જે શિખવાડ્યું તે અમને ખૂબ જ ગમ્યું. તેમણે અમારી સાથે મજા પણ કરી. આ બે દીદીએ અમને જીવનમાં આગળ આવવાની તક આપી છે.
~ મનિષા સોલંકી |
બંને સંચાલકોએ સૌથી શ્રેષ્ઠ સમજણ પૂરી પાડી છે
શિબિરના સંચાલકો - પલ્લવીબેન અને પ્રક્ષાબેન - બંનેએ સૌથી શ્રેષ્ઠ સમજણ પૂરી પાડી છે. તેઓ ખૂબ સારી રીતે સમજાવતા હતા. તે એવી રીતે બોલતા હતા કે જેથી બધાને ખબર પડતી હતી. તેમનો સ્વભાવ સૌથી સારો અને ખુશીવાળો હતો. તે હંમેશાં આવી રીતે બધાને શીખવે તો બધાને બધી જ ખબર પડશે.
~ અર્જુન સુથાર, મિત ઠક્કર |
|
During 21-22 February, 41 students of Std. 11, Satyanarayan Vidhyalaya, Vadodara participated in Life Camp at Oasis Valleys. The camp facilitators were Praksha Desai (Oasis) & Dr. Pallavi Raulji (Trustee, OASIS). |
“બધાનાં સ્વપ્નો જાણ્યાં અને તેને સાકાર કરવાનું જે સ્વપ્નું આપ્યું તે દિલને સ્પર્શી ગયું” |
|
Photos above: Students engrossed in a hot discussion during their debate session. |
વિદ્યાર્થીઓના પ્રતિભાવો (સંક્ષિપ્તમાં): |
શિબિરમાં મને આત્મવિશ્વાસ અને બિલ્ડિંગની રચના, બંને ખૂબ સ્પર્શી ગયાં
શિબિરમાં સૌથી વધુ ડિબેટ સ્પર્શી ગઈ છે. તેમાં જે દલીલો કરી તે સારી હતી. આ શિબિરમાં આવીને મારો આત્મવિશ્વાસ વધી ગયો છે અને હવે તે જીવનમાં ઘણો ઉપયોગી બનશે. શિબિરમાં મને આત્મવિશ્વાસ અને બિલ્ડિંગની રચના, બંને ખૂબ સ્પર્શી ગયાં.
~ જયેશ ચૌથાણી, હાર્દિક પ્રજાપતિ
પોતાના પર કેવી રીતે વિશ્વાસ લાવવો શીખવા મળ્યું
શિબિરમાં શીખ્યા કે કોઈ આપણને જે કાંઈ નકારાત્મક બોલે તેનું હકારાત્મક આપણે ૧૦વાર બોલવું જોઈએ. પોતાના પર કેવી રીતે વિશ્વાસ લાવવો અને સ્ટેજ પર આવીને કેવી રીતે બોલવું તે શીખવા મળ્યું. શિબિરની બિલ્ડિંગ ખૂબ જ હવા-ઉજાસવાળી છે. રહેવાસની સગવડ પણ ખૂબ જ સારી છે.
~ નેહા મેઘવાણી |
બધી જ બાબતો ૧૦૦% મારી લાઇફમાં આગળ મને ઉપયોગી બનશે જ
આ શિબિરમાં મારો આત્મવિશ્વાસ વધ્યો છે અને સ્ટેજ પર બોલવાની હિંમત આવી છે. ખોટી વાતો ધ્યાનમાં ન રાખવી. આપણે આપણું ધ્યેય/સપનું પૂરું થતા સુધી તેની પાછળ મહેનત કરતાં રહેવું જોઈએ. ખોટી વાતોની સામે દલીલ કેવી રીતે કરવી એનો અનુભવ થયો છે. આ બધી જ બાબતો ૧૦૦% મારી લાઇફમાં આગળ મને ઉપયોગી બનશે જ.
~ મિત્તલ સિંધા
શિબિરમાં જે ટીમવર્ક કર્યું હતું તે સૌથી વધુ સ્પર્શે તેવી બાબત છે. ટીમવર્કથી સહકાર વધે છે. આ શિબિરમાં ડિબેટ યોજી હતી તે ખૂબ ઉપયોગી થશે. જો આગળ મીટિંગમાં જવાનું થાય તો કોઈ ટૉપિક પર અમે બોલી શકીએ છીએ.
~ જુહી વાઘ |
શિબિરમાં અમને જે ઇન્ટ્રોડક્શન કરાવી તેનાથી અમારો કૉન્ફિડન્સ વધ્યો. અમને સારા ગુણો અને સંસ્કાર મળ્યા.
~ આરતી રાજ |
કૅમ્પસ ટુરમાંથી અમને અનેક નવાં નવાં વૃક્ષ અને છોડ વિશે જાણવા મળ્યું
કૅમ્પસ ટુરમાંથી અમને અનેક ઔષધીઓ અને નવાં નવાં વૃક્ષ અને છોડ વિશે જાણવા મળ્યું. અમને ગંગામાનું ચક્ર જાણી, ઓછી મહેનતે વધુ ઉત્પાદન કેવી રીતે કરી શકાય છે તે જાણવા મળ્યું. ગ્રીન હાઉસ અસર અને વૃક્ષો વિશે જાણવા મળ્યું.
~ ચિરાગ લઢેર, ભાર્ગદીવ પઢિયાર
મને રોજ આપણને જેટલું નકારાત્મક સાંભળવા મળે તેટલું હકારાત્મક બોલવું તે બાબત શિબિરમાં સૌથી વધુ સ્પર્શી ગઈ. કારણ કે આનાથી આપણો આત્મવિશ્વાસ વધે છે. આપણે પોતાની જાતને વધારે શ્રેષ્ઠ માનવું.
~ નિલોફર મલેક, આરતી નાયક |
વાત કરવાની પદ્ધતિ, સમજાવવાની પદ્ધતિ ખૂબ જ સારા છે
કૅમ્પના પલ્લવીમૅડમ અને પ્રક્ષાદીદી અમને ખૂબ જ, ખૂબ જ, ખૂબ જ ગમ્યા છે. તેમની વાત કરવાની પદ્ધતિ, સમજાવવાની પદ્ધતિ ખૂબ જ સારા છે.
~ ધ્રુતિકા પટેલ, અક્ષય પરમાર |
|
News In Brief |
College Students Learn Principles Of Successful Life
In Life Camp At Oasis Valleys |
|
14 college students from different colleges - C. K. Prajapati Management Institute, Gorwa, Vadodara; I.T.I., Gorwa, and others - attended Oasis Life Camp during 11-12 February, organized at Oasis Valleys. The camp was facilitated by Dr. Pallavi Raulji (Oasis).
|
|
Team Alive |
Alive Archives |
Alkesh Raval
Jolly Madhra |
Kshama Kataria
Mayuri Gohil |
Mehul Panchal
Sanjiv Shah |
Sheeba Nair
Umesh Patel |
To View Alive Archives, Please Click here>>> |
|
You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details. |
To unsubscribe from this group, reply with
"Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self
Leadership Education for Community Development, Vadodara, Gujarat,
India.
|
|