// Year 12 // Issue 15 // 26 July 2019   NEWSLETTER CUM MAGAZINE OF OASIS MOVEMENT



Oasis Children's Freedom Movement


Journey Towards Real Freedom -

Wiping Out Old Paradigms 


 
Children, parents & teachers - all in the learning processes 
 Aisi Ki Taisi Movement

Saving children from fear of exams & results

 
Young facilitator spreading awareness about the importance of exams 
 About Aisi Ki Taisi Movement
 
Aisi Ki Taisi (AKT) Movement is an initiative to make children aware about the importance of their hard work over the end result of their exams, in order to reduce the fear of examinations. Examinations are a source of immense anxiety and stress for students all over the world, which should not the objective behind conducting examinations. We remind students to work hard and do their best, while also remind them that examinations are just a part of their life and not their entire life. Oasis wants to make children realize that Exams or Results are not a life-jacket that could save them in life; but, their talent, hard work and willingness to learn are.
Enjoying the session in a cheerful manner

Participants' reflections for 'Exam Ki Aisi Ki Taisi' sessions

વિદ્યાર્થીઓનો એક અવાજે મળેલો પ્રતિભાવ
"આપણે એક્ઝામથી ડરવાની જરૂર નથી; તેનો સામનો કરવો જોઈએ. અને જે લોકો એકઝામથી ડરાવે છે તેમને નિષ્ફળતામાં જ સફળતા છુપાયેલી છે તેનું મહત્ત્વ હું સાબિત કરીને બતાવીશ... Due to this session, my fear of exams went away. I feel a lot more relaxed. Thanks to Oasis for talking about this issue...આજે હું સમજ્યો છું કે એક્ઝામ કરતાં જીવનનું મહત્ત્વ વધારે છે... હું હવેથી પરીક્ષાને ચેંલેજ આપું છું કે તું કેટલી પણ અઘરી હશે હું તને પાસ કરીને જ રહીશ... દરેક વિષયમાં એક સરખા માર્ક્સ નથી આવવાનાં પણ જે વિષયમાં આપણને વધુ રસ પડે છે તેમાં વધારે મહેનત કરવાથી તેનું પરિણામ તો વધુ સારું મળશે... એક્ઝામએ આપણે કરેલી મહેનતનું જ પરિણામ છે. માટે પાસ કે ફેલ થવું મહત્ત્વનું નથી પણ આપણે કેટલું નવું શીખી શક્યા છે તે બાબત જ મહત્ત્વની છે." 
 
"આપણે કેટલું નવું શીખી શક્યા છીએ તે બાબત જ મહત્ત્વની છે"
 

'Likhitang...Tamara Bagdela Vidyarthio' - Sessions on book

Taking pain of students to heart of teachers


 
Sensitising teachers through sessions on the book

'લિખિતંગ... તમારા બગડેલા વિદ્યાર્થીઓ’ પુસ્તક શા માટે વાંચવું

વાચકના મતે

જાન્યુઆરી 2019 ઓએસિસ વૅલીઝ વડોદરા ખાતે ત્રણ દિવસમાં ચાર પુસ્તકોનું વિમોચન થયું. તે પૈકીનું એક અનોખું પુસ્તક ‘લિખિતંગ...તમારા બગડેલા વિદ્યાર્થીઓ.’ સાંપ્રત સમયનાં શાળા જીવનમાં શારીરિક અને માનસિક હિંસાના બનાવોનો માત્ર ‘હિમશીલા’ સમાન ખ્યાલ આપતું હૃદયદ્રાવક પુસ્તક છે.

'સિક્રેટ સુપરસ્ટાર્સ
(પુસ્તકમાં પત્રો જે બાળકોએ લખ્યાં છે તેમને મળેલું સંબોધન) અને શ્રી સંજીવ શાહ સંકલિત-સંપાદિત આ પુસ્તક પત્ર શૈલીમાં લખાયું છે. ભોગ બનનાર વિદ્યાર્થીઓએ પોતાના અપરાધી શિક્ષકને ઉદ્દેશીને પત્ર લખેલ છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોના નામ આ પુસ્તકમાં બદલી નાખેલ છે. સંપાદકની પ્રસ્તાવના અને ઉપસંહાર ભોગ બનનારને, અપરાધીને અને વાચક-ભાવક્ને થોડી શાતા આપે છે.
પ્રત્યેક વિદ્યાર્થી અને શિક્ષક આ પુસ્તક અવશ્ય વાંચે એવી મારી નમ્ર અરજ છે. કોઈ પણ શિક્ષકને આ પુસ્તક વાંચતા અપરાધભાવ થાય તો એ સારી બાબત છે. પોતે વિદ્યાર્થીઓને જે પણ રીતે દુ:ખ પહોંચાડયું હોય તેમને માફી પત્ર લખી શકાય. મોકલીએ તો વધુ સારું. પરંતુ હવે પછી તો આપણે આપણા વિદ્યાર્થીઓને નુકસાન તો નહીં જ કરીએ. દરેક વિદ્યાર્થી પોતાની સાથે થયેલ દુર્વ્યવહારને યોગ્ય જગ્યાએ પ્રામાણિકતાથી અને નિર્ભયતાથી રજૂ કરે એવી અભિલાષા.
- સ્નેહલ વૈદ્ય, ભુજ


"A teacher affects eternity, he can never tell

where his influence stops"


 
Teachers in the session, reading book and trying to understand students' pain
About the Likhitang Book Sessions
 
"Likhitang..." session gives participants (teachers) an understanding of the importance of Emotional Intelligence that will prepare them to increase their EQ, including skills like self-awareness, control on negative emotions, apology & its science and understanding and accepting different personality types of students wholeheartedly. 

It creates experiences which challenge participants to travel through areas like empathic communication & listening and stress management. The workshop includes discovery of their own mental & behavioral aspects which affect children, using discussion and sharing their stories and also reading letters from the book that touched them in both the ways as a victim or as an assailant.
 

Teachers tried 

to understand

students' pain

and they 

also realized 

their mistakes

and apologized

for mistakes


Reflections from the participants of 'Likhitang...' sessions
“Initially, I felt very uncomfortable while reading the ‘Lihitang..” book. But, after reading 3-4 letters, I realized that from beginning to end, this book brings out deep pain felt by students and it touched my heart.  When I read the ending of the book, I understood I should apologize for my mistakes. Thanks to the author, Sanjiv Shah, for guiding teachers like us in the right way.”
– Alpa Baraiya
“‘લિખિતંગ... તમારા બગડેલા વિદ્યાર્થીઓ’ વાંચ્યા પછી એક શિક્ષક તરીકે તમામ મિત્રોને વિચારવા માટે મજબૂર કરે છે. પહેલી દૃષ્ટિએ પુસ્તક માત્ર વિદ્યાર્થીઓનો રોષ, ગુસ્સો તેમજ દ્વેષ માત્ર લાગતો હતો. પણ જ્યારે તેના તર્ક સમજીએ છીએ ત્યારે તો વિદ્યાર્થીની ભાવના, લાગણી તેમજ સહનશીલતા જાણતા-અજાણતા દુભાઈ છે તેમ અનુભવાય છે. આ પુસ્તક સૌને પોતાના વ્યક્તિત્વ અને વિદ્યાર્થી પ્રત્યેના વર્તનમાં પૂરતું ધ્યાન આપવાં ઉપર મજબૂર કરે છે. તેમજ વિદ્યાર્થી અને શિક્ષકને એક-બીજાને નજીક લાવવામાં મદદ કરે છે.”
- ચિરાગ ગાબાણી
"We could know the suffering of children from this session, and if we put ourselves in their situations and try to understand, we can have equal pain which children suffer from. I resolve that I will teach children with love and affection only. This workshop will make teachers aware of fulfilling their duties with more awareness."
   – Shilpa Patel
“આ પુસ્તક જે શીર્ષક ધરાવે છે તેનું અનુમાન અને તેમની વાસ્તવિકતા તદ્દન વિભિન્નતા ધરાવે છે. પુસ્તક વાંચતાં વિદ્યાર્થીના મનની વાતોની ઝાંખી આપની સમક્ષ રજૂ થાય છે. તેમજ ખ્યાલ આવે છે કે આપણે જાણતા-અજાણતા કઈ ભૂલો કરી ગયા છીએ. અહીં સમજવા એ મળે છે કે શિક્ષકે  પણ પોતાની ભૂલ સ્વીકારી, અહંકાર છોડીને એક વાલી તરીકેનું વર્તન કરતા, આ કોમળ ફૂલોને ખીલવામાં મદદ કરવાની છે, નહીં કે તેમના ઉપર ક્રૂરતા દાખવતાં તેમનું છેદન!!!”
- પિયુષ લાખાણી
Group of teachers in Likhitang session
 

'Ek Pitano Mafi Patra' - Sessions on book


Inspires parents and teachers equally 

To understand children heartily


 
 Facilitator explaining the process of session


'એક પિતાનો માફી પત્ર' પુસ્તકનો ઉદ્દેશ્ય  જણાવતા લેખક કહે છે...
"મને ખબર છે કે આ પત્રરૂપે લખેલ બાબતો ઘણાને કઠશે.

બધાં માબાપ પોતાનાં બાળકોને દિલોજાનથી પ્રેમ કરતાં હોય છે જ. મારી તેમને અરજ છે કે તેઓ આ પત્રની બાબતો પર જરૂર ગંભીરતાથી વિચાર કરે. આપણાં બાળકોનાં જીવનનો સવાલ છે. બાળકોની શક્તિઓ અને સંભાવનાઓમાં વિશ્વાસ ન રાખીને આપણે માબાપ તરીકે સૌથી મોટી ભૂલ કરીએ છીએ. બાળકોનાં આત્મવિશ્વાસના અભાવનાં મૂળિયાં આપણી એમને જોવાની આ ખોટી દૃષ્ટિમાં છે.

શાળાઓ અને શિક્ષકોની લાગણી દુભાય તેવી શક્યતાઓ વધારે છે. તેમને મારે એટલું જ કહેવું છે કે આ પત્રમાં સત્ય કહેવા સિવાય મારો બીજો કોઈ ઇરાદો નથી. હું પણ એક શિક્ષક જ છું. આપણે બધા ખોટી શિક્ષણ વ્યવસ્થાનો ભોગ બનેલા છીએ. સમજદાર શાળાઓ અને શિક્ષકોને મારી એ જ વિનંતી હોય કે પ્રશ્નો ઉઠાવો, જેટલું બને તેટલું સાચું કરવાની ઝુંબેશ આદરી દો. મને શ્રદ્ધા છે કે આવી નૈતિક હિંમત બતાવનારાઓની આજે પણ કોઈ ખોટ નથી.
અને બાળકો, હું પણ તમારાં માતાપિતાની જગ્યાએ છું. અમે ઘણી વાર દુનિયાના પ્રવાહમાં આવી તમને અન્યાય કરી બેસીએ છીએ. અમને પણ કોઈએ શીખવ્યું નહોતું. તેથી અમારી ભૂલો માટે અમને માફ કરજો. તમે સમજવાની કોશિશ કરશો તો સમજી શકશો કે કોઈ માબાપનો ઇરાદો ક્યારેય ખરાબ નથી હોતો. બધું ખોટું છેવટે અજ્ઞાનથી થતું હોય છે."

 
“Receive the children in reverence

Educate them in love, And

send them forth in freedom"
~ Rudolf Steiner

 
About Ek pitano mafi patra sessions
 
The main purpose of this session is to awaken the conscience of teachers and parents so that they are inspired to look at their own mistakes in dealing with their own children which are detrimental for their growth. Here, the intention is not to hurt anyone’s feelings. In fact, the respectful disagreement is the heart of the session.
 
We all are victims of the system. All wrong things are done in ignorance, but with courage and moral values, a positive change can be brought about. The purpose is to instill deep rooted self-confidence in children, keeping deep faith in their potentials and strengths.

Why for the teachers?


Because, along with the formal education, schools also focus on character building. Children are unique in themselves. But if we treat them like machines, they wither in confidence.

The role of parents and teachers is very important in children’s life. So, the purpose is to awaken them and make them more self-aware.
Participant shares experience with all
Facilitator Purvi Dalal taking session

 

Participants'
reflections for the 'Ek pitano mafi patra' sessions
“‘એક પિતાનો માફી પત્ર’ પુસ્તકનાં વાંચન પછી બાળકને જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. મેં મારા બાળકનું જીવન પણ યંત્રવત બનાવી દીધું હતું. હવે એ ભૂલ મેં સ્વીકારી તેને ભાર વગરનું ભણતર મળે એવું નક્કી કર્યું છે. હું મારા બાળકોને ખૂબ દબાણ આપતી હતી પરંતુ આ કાર્યશાળા પછી મને એવું લાગ્યું કે, બાળકોનાં પરિણામથી કાંઈ ફરક પડતો નથી. હવે હું મારા બાળકને જે વિષયો ગમતા હશે તેના પર જ વધારે ધ્યાન આપીશ. તેની પસંદગી યોગ્ય છે તે હું તેના વલણો પરથી નક્કી કરીશ. તેને યોગ્ય માર્ગદર્શન આપીશ. પ્રેમથી, ક્રોધ વગર તેમજ હકારાત્મક વિચારો હવે હું અમલમાં લઈશ. હવે હું બાળકોમાં સારા ગુણો  જોવાનો પ્રયત્ન કરીશ. તેમણે કરેલ કાર્યને અભિનંદન આપીશ  તેમજ ઉદાસ બાળકોને પ્રોત્સાહન આપી તેમની સમસ્યાનું સમાધાન કરીશ.”
- ઉષાબેન
"I have learnt a lot from this workshop. We realized our mistakes as parents. The time once passed never comes back, so, now on, I will try not to make any mistake. After this workshop, I will understand my child better, will always support him when he makes any mistake and will be with him.”
– Poonam Godiya
“આ કાર્યશાળા ખૂબ જ સુંદર હતી. આ કાર્યશાળાથી આપણે બાળક પર આપણા સપના સાકર કરવાનું સપનું જોઈને તેના પર આપણા વિચારો થોપવાનો જે પ્રયત્ન કરીએ છીએ તે દૂર કરવાની ખૂબ જ સારી સમજણ આપેલ છે. દરેક બાળકને પોતાની ક્ષમતાથી ખીલવા દેવાની વાત સુંદર રીતે રજૂ થઈ છે તથા બાળક પોતાની ઇચ્છાથી જે પણ ક્ષેત્ર પસંદ કરે તેમાં તે પોતાનું સંપૂર્ણ આપે તો પોતાની અલગ ઓળખ બનાવી શકે છે, તે સારી રીતે સમજાવ્યું છે.”
- જલ્પાબેન પટોળિયા

 
શિક્ષણ જગતમાં ક્રાંતિકારી પરીવર્તન લાવવાનાં ઉદ્દેશ્ય સાથે ઓએસિસ પ્રકાશનની શિક્ષણ સુધાર શૃંખલાના પુસ્તકો બાળકો, શિક્ષકો અને વાલીઓ સુધી પહોંચાળી, પુસ્તકનાં લખવા પાછળનો હેતુ સિધ્ધ થાય તે માટે કાર્યશાળાઓનું આયોજન કરી એક નવી પહેલની શરૂઆત કરી છે.  મિત્રો, આપ સૌ પણ આ અભિયાનમાં જોડાઈ શકો છો. શિક્ષણને લગતા આપના અમૂલ્ય વિચારો અમારી સાથે વહેંચશો તો અમને ખૂબ ગમશે...
Website Website
Alive Archive Alive Archive
Subscribe Subscribe
YouTube YouTube
TEAM ALIVE
Alkesh Raval
Hiral Patel
Jay Thakkar
Jolly Madhra
Krishna Patel
Kshama Kataria
Mehul Panchal
Sanjiv Shah
Sheeba Nair
You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same. If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.