Oasis Nachiketa Awards in Gujarat: Part 2

ઓએસિસનો અનોખો પ્રયોગ: નચિકેતાઓની ખોજ 

Reflections by Guests

On 1st August 2024 at Vadodara (Vanijya Bhavan) 'Oasis Nachiketa Awards - Prize Distribution Ceremonywas organised.  We are happy to share the reflections by our guests in this issue. 
 
What Guests Said About Oasis Young Team

I Congratulate Team Oasis for Such Noble Efforts
 

Fantastic⁠: Idea, Name Generation of Award & Complete Execution
 
Shri Swami Ishatamayanandaji 
Secretary, Ramakrishna Mission Vivekananda Memorial, Vadodara
Shri Haardik Nayak 
Navsari Management Association, Navsari 

કાર્યવાહી, વાણી, ભાષા, વિનય, રજૂઆતને સોમાંથી સો અંક આપવા વિવશ થવું પડે
 

નવી ટીમનુ સંકલન ખૂબ સારું રહ્યું

 
Shri Rajanikant Kataria
Writer, Translator, Vadodara 
Shri Bhanuprasad Panchal 
Retd, Sec. Examination Dept & D.E.O Panchmahal, Govt of Gujarat
Flashback
1989: Birth of Oasis

સૂખા વેરાન રણમાં મીઠી વીરડી. ખારા સમુદ્ર વચ્ચે આવેલો ટાપુ, દ્વીપ. 34 વર્ષ પહેલા દીર્ઘદૃષ્ટા શ્રી સંજીવ શાહે પ્રસ્તુત કરેલી અવધારણાનું વટવૃક્ષ. યુવાપેઢીના ચારિત્ર્ય નિર્માણ કરનારી પરિયોજના.

વડોદરાનાંં ભાડાનાં એક ઘરમાં શરૂ થયેલી વૈચારિક ક્રાંતિ આટલા ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ફલક પર કઈ રીતે વિસ્તરી તેની ઐતિહાસિક ગાથા. એક વ્યક્તિનો વિધેયક વિચાર કઈ રીતે હજારો યુવક-યુવતીઓને આકર્ષીને સક્રિય થવા જોડી શકે છે તેનું ઉજ્જવળ ઉદાહરણ. આટલાં વર્ષોમાં આ સંસ્થાએ અનેક શૈક્ષણિક પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરી, વિભિન્ન વિદ્યા અને કુશળતા ધરાવતાં હજારો યુવક-યુવતીઓને નિષ્કામ સેવામાં સક્રિય કર્યા છે. 

સરકાર, સરકારી અધિકારીઓ, સાર્વજનિક સેવાસંસ્થાઓ, શાળા–મહાશાળાઓ, યુનિવર્સિટીઓનો સથવારો લઈને આ સંસ્થાએ સ્વપ્નસેવી યુવાધનને આકર્ષ્યુંં. બે હાથવાળા આ વિચાર પ્રવર્તકને સમાજ સુધારા માટે હજારો હાથ મળ્યા. તેમણે પરમાત્માની સૃષ્ટિ-સર્જન અને સંચાલનની રીત અજમાવી. 

પોતાના વિચારને પોષણ આપે એવું પ્રાચીન તથા અર્વાચીન સાહિત્ય તેમણે ઉપયોગમાં લીધું. વિચારક સારા લેખક, અનુવાદક, સંકલનકાર પણ હોય એવું ઓછું બને છે. સંજીવભાઈમાં એ બધી વાતોનો સુભગ સમન્વય થયો, તેમાં પણ ઈશ્વરીય યોજના જ કામ કરી ગઈ. પછી તો યુવા લેખકો, અનુવાદકો, ટાઈપ-સેટર, ગ્રાફિક્સ આર્ટિસ્ટ્સ , શિક્ષકો, ઇજનેરો, ડૉકટરો, સમાજ સેવકો અને વિભિન્ન વિદ્યાઓના નિષ્ણાતો આવી મળ્યા. 

જે વિચાર, યોજના અને કાર્યક્રમ શુભ હોય, કલ્યાણકારી, સરળ, સહજ હોય તેનો પ્રચાર-પ્રસાર-પ્રગતિ ઝડપી થાય એ સ્વાભાવિક છે. 

સંસ્થાએ અનેક શૈક્ષણિક કાર્યક્રમો ક્રમશઃ હાથ ધર્યા જેના કેન્દ્રમાં બાળઉછેર, સ્ત્રી-સશક્તિકરણ, ચરિત્ર નિર્માણ, સ્વાસ્થ્ય-રક્ષણ અને આર્થિક સ્વનિર્ભરતાનો સમાવેશ થાય છે. પરિણામે સમાજનો યુવા બુદ્ધિજીવી વર્ગ અને ઓછું ભણેલી બહેનો પણ તેમાં જોડાયાં. ખેતીવિકાસ, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કર્યા વગર ઉત્તમ અનાજ તથા ફળોના ઉત્પાદન માટે નર્મદા કિનારે ઓએસિસ વૅલીઝનું નિર્માણ પ્રમુખ વિચારકની દીર્ઘદૃષ્ટિનો પરિચય આપે છે. તે સાથે એ સ્થળ કુદરત વચ્ચે શિક્ષણ-પ્રશિક્ષણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, તે દીર્ઘદૃષ્ટિનો પરિચાયક છે. 

આ પ્રકારના અનેક શૈક્ષણિક કાર્યક્રમો વચ્ચે એક અનોખો પ્રયોગ વિચારાયો – “નચિકેતાઓની ખોજ”.

Shri Rajanikant Kataria
Writer, Translator, Vadodara 

Blessings for Young Team
Vivekanand's Ardent Follower:
Ideal Chief Guest for Honouring Nachiketas
Character & Nation Building Project is Praise Worthy

I am thankful for inviting to an event of Oasis -
Nachiketa Awards Celebration.

In the current scenario, when everyone is thinking for the self, conceptualizing and successfully executing this type of Character Building - Nation Building project is praise worthy. It is matter of a joy that Oasis is working on children and youth to make their life purposeful and meaningful.
I congratulate Team Oasis for such noble efforts and pray to God to grant strength in making a positive impact on society.

With prayers and best wishes.

Yours in the Service of Lord,
Swami Ishtamayanandji
Ramkrishna Mission Vivekananda Memorial, Vadodara
I am happy that I could attend this interesting event!
Dear Young Team of Oasis, 

1. Time Management- Superb
2. Passionate anchoring- Superb
3. ⁠Idea generation of award, name of award , complete execution- Fantastic
4. ⁠Energy of participants- Very positive
5. Social impact visualisation- Powerful, if efforts continue with same zeal n enthusiasm. 
Also, I would be happy to give a donation as token of appreciation for the young team. 

I am happy that I could attend this interesting event.

Love and regards, 
Shri Haardik Nayak 
Navsari Management Association, Navsari
મારી નવી ટીમને શુભેચ્છાઓ
ખૂબ જ સારો કાર્યક્રમ હતો. નવી ટીમનું સંકલન ખૂબ જ સારું રહ્યું. ઉદ્દઘોષક તરીકે પ્રશંસનીય કામગીરી. 

સારી સંખ્યામાં જિલ્લાઓની ઉપસ્થિતિ હતી, લાંબા સમયથી યોગ્ય આયોજન/સંકલન અને પ્રયાસથી સારું પરિણામ.  વિદ્યાર્થીઓના ચહેરાઓ પર ચમક હતી, આયોજક ટીમના ચહેરા પર પણ ખુશી દેખાતી હતી. 

મને ખૂબ પરિચિત સજ્જનોને મળવાનો મોકો મળ્યો. મારી નવી ટીમને શુભેચ્છાઓ. 
Shri Bhanuprasad Panchal 
Retd, Sec. Examination Dept & D.E.O. Panchmahal, Govt of Gujarat
આ સંસ્થાના ઉજ્જવળ ભવિષ્યની આશા જાગી
મેં ધાર્યું હતું, કે આ પ્રવૃત્તિના પ્રાણ સમાન શ્રી સંજીવભાઈ શાહ અને મારી બંને પુત્રીઓ સાથે સંસ્થાના પ્રારંભે જોડાયેલા તમામ સિનિયર ભાઈ-બહેનો સમગ્ર સંચાલન કરી રહ્યાં હશે. તદ્દન નવી પેઢીનાં ભાઈબહેનો સમગ્ર સંચાલન કરી રહ્યાં હતાં.  આ દૃશ્ય અને સ્થિતિ મારી માટે અભિભૂત કરનાર હતી. સાંપ્રત સમયમાં રાજનીતિમાં, વ્યવસાયમાં અને સત્તા સ્થાને બેઠેલા વૃદ્ધ લોકો પોતાના સ્થાન છોડવા તૈયાર નથી, ત્યાં આ સંસ્થાના પૌઢ પાયાના પથ્થરો આટલા નિર્મોહી! નવી પેઢીને તૈયાર કરી પોતે વાનપ્રસ્થ થવું, માર્ગદર્શક બની રહેવું, સાચા અર્થમાં સંન્યસ્તાવસ્થાના ધર્મનો નિર્વાહ કરે છે.

પછી તો મને થયું કે આ નાની-નાની છોકરીઓ શું ઉકાળશે? પરતું એ લોકોએ મારી ધારણા ખોટી પાડી.
મેં બાવીસ વર્ષના મુંબઈ વસવાટ દરમિયાન અસંખ્ય કાર્યક્રમોનું સંચાલન કર્યું છે. પરંતુ, મારે સ્વીકારવું પડ્યું કે આ યુવાન બહેનોએ જે રીતે સંપૂર્ણ કાર્યક્રમનું સંચલન કર્યું તે સંપૂર્ણ રીતે યોગ્ય અને વ્યવસ્થિત હતું. ક્યાંય કશું ખૂટતું ન હતું, અવ્યવસ્થિત ન હતું. ખાસ કરીને જે બે બહેનો આત્મજા અને અવધિ ઉદ્ઘોષક, સૂત્રધાર અને સંચાલનકાર હતી; તેમની કાર્યવાહી, વાણી, ભાષા, વિનય, રજૂઆતને સોમાંથી સો અંક આપવા માટે વિવશ થવું પડે.  

સૂત્રધાર બેલડીએ વ્યવસ્થિત રૂપે આચાર્યો, શિક્ષકો, અને આ ચયન–પ્રક્રિયામાં સહયોગી થનાર સ્રોતોનો પરિચય કરાવીને તેમનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં સેવા આપનાર નવી પેઢીના યુવા કાર્યકરોનો પરિચય પ્રાપ્ત કરીને સૌના મનમાં આ સંસ્થાના ઉજ્જવળ ભવિષ્યની આશા જાગી હતી. વિજેતા ભાઈબહેનોના પ્રતિભાવો સાંભળીને અમારો આશીર્વાદ દૃઢ થયો હતો. એ દૃશ્ય મનોહરી અને ગૌરવપૂર્ણ હતું.


Shri Rajanikant Kataria
Writer, Translator, Vadodara 
Glimpses of Experiences by Principal & Parent

આપ દ્વારા વિદ્યાર્થીમાં વાવેલ વિચારબીજ સક્ષમ, સમૃદ્ધ, સુસંસ્કૃત ભારતનો પાયો બનશે

કાર્યક્રમ ખરેખર ખૂબ જ સુંદર હતો. આપ સૌનું વિચારબીજ ચોક્કસ વટવૃક્ષ બનશે...

આપનું ટીમ વર્ક, મેનેજમેન્ટ અને પ્રેઝન્ટેશન ખૂબ સરસ રહ્યું. આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અમારી વિદ્યાર્થિનીઓના  ચહેરા પરની ખુશી બતાવી રહી હતી કે આપ દ્વારા એમનામાં વાવેલ વિચારબીજ સક્ષમ, સમૃદ્ધ અને સુસંસ્કૃત ભારતનો પાયો બનશે. આપ સૌને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન.


Shri Pradipkumar Patel
Principal, Sarvajanik Madhymik Shala, Fanaswada, Valsad
અમારી પુત્રીના જીવનની અલૌકિક ક્ષણ: ઓએસિસ સંસ્થાના સાંનિધ્ય માટે પસંદગી
આપ સૌએ ભારતના ભવ્ય ભૂતકાળને પરત લાવવાની જે ચળવળ ઉપાડેલ છે તે અંગે આપ સૈાને વંદન...

(૧) આપની સંસ્થા દ્વારા નચિકેતા ઍવોર્ડનું વિતરણ કરી યુવાનોમાં ચારિત્ર્ય-ઘડતરનું ભગીરથ કાર્યના પ્રારંભે આરાધ્ય શિવ પાસે પ્રાર્થના કે આપ સૈાને શિવ આ રાષ્ટ્ર જાગરણનું ભગીરથ કાર્ય કરવા હજુ વધુ સાર્મથ્ય અર્પે.
(૨) અમારી પુત્રી નિરજાના જીવનની અલૌકિક ક્ષણ એટલે ઓએસિસ સંસ્થાના સાંનિધ્ય માટે પસંદગી અને ત્યારબાદ નચિકેતા ઍવોર્ડ ૨૦૨૪ માટે સયુંકત રીતે પસંદગી.

(૩) આથી અમો ખાત્રી આપીએ છીએ કે આપશ્રીની સંસ્થા દ્વારા અપાયેલ રૂ.૧૭૦૦૦/–રાષ્ટ્રહિતના કાર્યમાં વપરાશે, વ્યક્તિગત કાર્ય માટે કદાપી નહીં.

(૪) ઍવોર્ડ વિતરણ કાર્યક્રમ દરમ્યાન અમને બન્ને માતા–પિતાને ઉપસ્થિત રહેવાની તક મળી અને આપ સૌ ઋષિતુલ્ય કાર્યકર્તાઓને મળવાની દિવ્ય તક પ્રાપ્ત થઈ. તેમજ, મંગલદિને મહાનુભાવો પ.પૂ. સ્વામીશ્રી ઈષ્ટમયાનંદજી, શ્રી ભાનુભાઈ પંચાલ સાહેબ, શ્રી રજનીકાંતભાઈ કટારિયા, શ્રી હાર્દિકભાઈ નાયકનાં વકતવ્યો એ અમારા માટે કોઈ આધ્યાત્મિક શિબિર સમાન હતાં.

(૫) કોઈ પણ સાજ કે સાજીંદાઓ વિના સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર બન્ને મિત્રો અવધિબેન અને આત્મજાબેને કોઈ સુરીલી સંગીતસંધ્યા જેવું વાતાવરણ ખડું કરી શ્રોતાઓને ચાર કલાક હિપ્નોટાઈઝ કરી નાખ્યા હતા. ફરી... ફરી... અમારી એ જ લાગણી કે ૨૪×૭...૧ ૬ ૮ કલાક દીકરી નિરજાએ જે વૈભવી ક્ષણો માણી, જીવનના રંગમંચ પર પાત્ર ભજવવા માટે આપ સૌએ જે ઘડતર કર્યુ એના માટે હું તથા ધાત્રી આપના ઋણી છીએ.


Adv Nipun C. Mankad
Advocate, Gujarat High Court, Bhuj, Kachchh 
For further News, stay tuned!
Website Website
Alive Archive Alive Archive
Subscribe Subscribe
YouTube YouTube
Oasis Alive Editorial Board

Editor-In-Chief: Riya Shah, Aatmaja Soni 
Editorial Team: Sanjiv Shah, Sheeba Nair
IT Team: Alkesh Raval, Mehul Panchal
Alive Newsletter/ Magazine
15 August 2024
Year 17, Issue 16
You receive this newsletter because you may be one of the participants of Oasis activities or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family, and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive a copy of the same. If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details. In case if you do not want this Newsletter, you may unsubscribe it.