Oasis Nachiketa Awards in Gujarat: Part 3
Glimpses of Participants' Reflections on Leadership Camp
Organised at Oasis Valleys on 25-31 July 2024
80+ Students from 17 districts of Gujarat attended the 7 days Final Leadership Examination Camp from 25th to 31st July 2024 at Oasis Valleys, Chanod, Gujarat.
Total 45 Students were Awarded on 1st August 2024 at Vadodara (Vanijya Bhavan).
Let's have a glance to the hearty Reflection of Nachiketas...
Reflections of Nachiketa Winners on Leadership Camp
હું અત્યાર સુધી જીવનને જાણવાની દોડમાં હતી પણ ઓએસિસે મને જીવનને માણતા શીખવ્યું છે. અહીં આવતા પહેલા હું ખાણમાંથી મળેલા કાચા સોના જેવી હતી, પણ આ સાત દિવસની તાલીમથી હું સોનાનું સુંદર આભૂષણ બની ગઈ છું. મારા જીવનનો આ શ્રેષ્ઠતમ અનુભવ હતો.

~ નીરજા માંકડ, કચ્છ ભુજ 

મને ખૂબ ગમ્યું, જ્યારે અમારા ફોન જપ્ત કરી લેવામાં આવ્યા. કારણ કે મેં નોંધ્યું કે જો ફોન અમારી પાસે હોત તો બધા ફોનમાં જ પોત-પોતાની રીતે વ્યસ્ત હોત. ફોન સાથે ન હોવાથી અમે ખૂબ સારી મિત્રતાનો અનુભવ કરી શક્યા.

~ સચિન ગૌતમ, રાજકોટ

પહેલી વાર મારા જીવનમાં સ્માર્ટફોન, મિત્રો, મોજ-શોખ જેવા એડિક્શનથી દુર રહી, પ્રકૃતિની ગોદમાં રહીને મેં મારી જાતને સમય આપ્યો. હું મારી જાતને સમજી અને પોતાની સાથે વાત કરી શકી.

~ છબિ શિંદે, સુરત
જ્યારે મારા બે મિત્રો ઘરે પાછા જતાં રહ્યાં, ત્યારે મને પણ વારે-વારે ઘરે પાછા જતા રહેવાના વિચારો આવતાં હતાં. પણ અહીં રહીને જ્યારે બધી ચેલેન્જનો સામનો કર્યો, ત્યારે આજે મને મારા માટે ગૌરવની લાગણી થાય છે. હવે તો હું બીજા યુવાનોને પણ અહીં આવવા માટે પ્રેરણા આપીશ.

~ હિત બકુત્રા, રાજકોટ
હૉલમાં કોઈ મિત્રો કુદરતને માણી રહ્યા  હતાં, કોઈ વાતો કરી રહ્યા  હતાં અને હું બધાને નિહાળી રહ્યો હતો. ત્યારે એમના ચહેરાની ખુશી જોઈને મને અંદરથી જે ખુશી થતી હતી, એ મારી અંદરનો બદલાવ હતો કે કોઈની ખુશી જોઈને મને ખુશી થતી હતી.

~ આર્યન જોશી, રાજકોટ
હું શીખ્યો કે હું વિજેતા થાઉં કે ન થાઉં એનું દુઃખ ક્યારેય ન થવું જોઈએ કારણ કે મેં આ પ્રવૃત્તિમાં ભાગ લીધો અને અહીં સુધી પણ પહોંચ્યો એ જ મોટી વાત છે. ભલે મારું સિલેકશન નથી થયું પણ મને એનો કોઈ અફસોસ નથી. હું એવું વિચારીશ કે મારાથી શું ચૂક રહી ગઈ અને હવે કેવી રીતે તેને સુધારી શકાય.

~ વિકાસ પાંડે, સુરત
Insightful Sessions
જીવનમાં પુસ્તકિયું જ્ઞાન તો મેં ખૂબ મેળવ્યું છે પણ જીવનનું કેળવણી રૂપી ભાથું મને ઓએસિસે આપ્યું છે. અને હવે એ મારી જવાબદારી બને છે કે આ ભાથું હું બીજા યુવાનોને પણ પીરસું અને તેમની અંદર છુપાયેલા નચિકેતાને ઉજાગર કરું.

~ મિતાલીબા ઝાલા, કચ્છ ભુજ 
પહેલી વાર મારા જીવનમાં મને એવું શીખવા મળ્યું કે મિત્રતા કેવી રીતે કરવી. અહીં ઘણા મિત્રો હતા જેમના માટે મારા મનમાં એવી છાપ હતી કે, "આ તો સાવ આવો છે, પેલો તો આવો છે" પણ જ્યારે એમના જીવન વિશે સાંભળ્યું તો એટલું હૃદયસ્પર્શી લાગ્યું! મને સમજાયું કે તેઓ પોતાના જીવનમાં કેટલો સંઘર્ષ કરીને શીખે છે. માટે એમની પાસેથી પણ મારે ઘણું શીખવાની જરૂર છે.

~ યોજશ પટેલ, આણંદ
અહીં બધાના જીવનના સંઘર્ષ વિશે વાતો સાંભળીને મને સમજાયું કે મારા જીવનમાં તો મેં કોઈ સંઘર્ષ કર્યો જ નથી. મારું જીવન તો કેટલું સારું છે. એટલે મને થયું કે જે મિત્રો સંઘર્ષ કરે છે, તેમના માટે મારે કંઈક કરવું છે, મારે તેમને મદદ કરવી છે.

~ યેશા મહેતા, અમદાવાદ
Inspiring Young Team
Reflection about Oasis Young Trustees

અહીંના યુવા મિત્રો મને મારા ભાઈ-બહેન જેવા લાગ્યા. 'હું બીજી જગ્યાએથી આવી છું.' એવું મને ક્યારેય ન લાગ્યું. આ મિત્રો મારા પ્રેમ, દુઃખ, સુખની લાગણીના સાથી અને મારો જ પરિવાર છે એવું મેં અનુભવ્યું.

~ વંદના વસાવા, પંચમહાલ
અહીંના યુવા મિત્રોની વાર્તા સાંભળી સમજાયું કે જીવનમાં કોઈએ આત્મહત્યા કરવાની જરૂર નથી. આપણી પાસે જીવનમાં ઘણા રસ્તા છે. અને હું પણ એમની સાથે જોડાઈ શકું છું. હું શીખ્યો કે જિંદગીમાં ગમે તેટલી મોટી મુશ્કેલી પણ કેમ ન આવે, પણ તેની સામે લડવાની તાકાત હોવી જોઈએ.

~ નૈતિક શર્મા, વડોદરા
Promises to Self & Country
પહેલાં એવું લાગતું હતું કે ભારતનું હવે કોઈ ભવિષ્ય નથી. પણ અહીં આવીને લાગે છે કે હજી ભારતનું ભવિષ્ય છે. હજી કાંઈ બગડી નથી ગયું. હું વચન આપું છું કે આવનારા વર્ષોમાં હું ભારત દેશમાંથી ગરીબી હટાવીશ અને લોકોને શિક્ષિત કરીશ.

~ જીનલ મહેશ્વરી, કચ્છ ભુજ 
જિંદગી તો હું જીવતો જ હતો પણ સાચી જિંદગી હું અહીં આવીને જીવતા શીખ્યો છું. આ સ્પર્ધાએ મને મારા સ્વપ્નો સાકાર કરવા માટેનું એક પ્લેટફોર્મ આપ્યું છે. એટલે એક જવાબદાર નચિકેતા તરીકે મારા દેશમાંથી હું અંધશ્રદ્ધા દૂર કરીને જ્યોતિની જેમ પ્રકાશ ફેલાવીશ.

~ અનંત રાઠવા, છોટાઉદેપુર
હું મારી જાતને વચન આપું છું કે આપણા દેશની બીજી દીકરીઓને તેમના સ્વપ્નો સાકાર કરવામાં મદદ કરીશ. હું એવું નથી ઇચ્છતી કે કાલે ઉઠીને કોઈ દીકરી એવું બોલે કે મારા પરિવાર કે સમાજના કારણે મારે મારા સ્વપ્નોને છોડવા પડ્યા અથવા મને દીકરી હોવાનો અફસોસ છે.

~ સોનબાઈ રવિયા, કચ્છ ભુજ 

જો મને તક મળે તો હું આપણી હાલની શિક્ષણ પ્રણાલી, જે ખૂબ જ નબળી છે, એને નાપાસ કરીને મારા જેવા નાપાસ થનારા જેટલા પણ મિત્રો છે, જેમને સપોર્ટ નથી મળતો અથવા કોઈ તક નથી મળતી, તેમને હું આ તક અપાવડાવીશ.

~ પ્રથમ સોની, સુરત
Thank you Oasis! 
Website Website
Alive Archive Alive Archive
Subscribe Subscribe
YouTube YouTube
Oasis Alive Editorial Board

Editor-In-Chief: Riya Shah, Aatmaja Soni,
Divya Hadiya

Editorial Team: Sanjiv Shah, Sheeba Nair
IT Team: Alkesh Raval, Mehul Panchal
Alive Newsletter/ Magazine
29 August 2024
Year 17, Issue 18

 
You receive this newsletter because you may be one of the participants of Oasis activities or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family, and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive a copy of the same. If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details. In case if you do not want this Newsletter, you may unsubscribe it.