New Wave Of Oasis L3 Workshops in Gujarat Misaal Prize Workshops Begin in 8 Regions of Gujarat
Misaal Winners 2024 Enters the World of Self Development Living-Loving-Learning (L3) Workshops at Regional Level
About Misaal
Our education system produces experts in various fields but fails to empower good heartsto deal with problems of life, society or country at large. Through Misaal, promising young leaders of the society (after being screened) to provide support to become change makers and they are gifted with Oasis Greatness Course -Living-Loving-Learning (L3) Series of Workshops which enables them to be Change Agents in society.
L3 Workshop at Kachchh District
L3 Workshop was conducted by Young Trustee of Oasis, Aatmaja Soni at Kachchh district. 31 leaders got benefit of workshop along with Oasis Nachiketa Award winners from 6th to 10th November, 2024 in Mundra and 12th to 15th November, 2024 in Bhuj.
Participants' Reflections
આ કાર્યશાળાના ત્રણ સ્ટેપ હતા એવું હું કહી શકું.
૧. પહેલા વિચારવાનું,
૨. પોતાની અંતરાત્માને પૂછવાનું,
૩. જો એ હા પાડે તો એના પર કામ કરવાનું.
જેનાથી મને ઘણી બધી મદદ થાય છે.
~ Vanshi Mota, Mundra, Kachchh
આપણો પ્રથમ અભ્યાસ એ આપણા જીવનને સમજવાનો છે અને ત્યારબાદ આપણે અભ્યાસ કરીએ છીએ. તેથી આ કાર્યશાળા દરમિયાન શીખવેલા સિદ્ધાંતો, વિચારો, અનેક એવા પ્રશ્નો અને તેના જવાબો, એ મને મારા અભ્યાસમાં ઘણા ઉપયોગી થશે.
~ Kheemshree Gelva, Bhuj, Kachchh
આ કાર્યશાળા મારા અભ્યાસમાં અને કારકિર્દી બંનેમાં ઉપયોગી થશે.
તે મારા અભ્યાસમાં નિયમિતતા કેળવવામાં અને ભવિષ્યની મારી કારકિર્દીનો પાયો નાખવામાં મદદરૂપ થશે.
~ Rajveer Bhatt, Bhuj, Kachchh
L3 Workshop at Surat District
L3 Workshop was conducted by Young Trustee of Oasis, Avadhi Shah at Surat district. 12 leaders got benefit of workshop from 6th to 8th November, 2024.
Participants' Reflections
મને આ કાર્યક્રમ ખરેખર ગમ્યો. હું પહેલા કરતાં હવે સારી રીતે લોકોને સમજી શકું છું. શાળામાં પુસ્તકનું જ્ઞાન મળે છે અને કાર્યશાળામાં જીવનનું જ્ઞાન મળે છે. કાર્યશાળામાં નવું નવું જાણી, મને (મારા જીવનમાં) તેનો અમલ કરવાનું ગમ્યું.
~ Priyanka Rathod, Surat
I learnt to see every situation from new perspective. I learnt that how can I solve my problems by my own. It will help me to build better relations with others. It will help me to make better life decisions.
~ Palak Mathukiya, Surat
આ કાર્યશાળામાં જીવનનાં મહત્ત્વના ભાગો વિશે અમારો દૃષ્ટિકોણ જણાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ અમારા જ મતોની ચકાસણી, અમારા જ અંતરાત્મા પાસેથી જવાબ મેળવી અમારા દૃષ્ટિકોણ બદલવામાં આવ્યા હતા. દરેક વ્યક્તિ એક અભિગમ પર જાતે જ પોતાના હૃદયથી આવી જાય તે રીતે જીવનના મૂલ્યોને સ્વીકારવાનો દૃષ્ટિકોણ આપી શિખવાડવામાં આવ્યું હતું.
~ Nimisha Pardeshi, Surat
L3 Workshop at Anand District
L3 Workshop was conducted by Young Trustee of Oasis, Dinkal Gayakwad at Anand district. 11 leaders got benefit of workshop along with Oasis Nachiketa Award winners from 7th to 9th November, 2024.
Participants' Reflections
નિષ્ફળતા જેવું કશું છે જ નહીં, તે સફળતા તરફ લઈ જનાર પગથિયાં છે. હવે હું હંમેશા સકારાત્મક રહીશ અને નિષ્ફળતાથી હાર નહીં માનું તેની મને પ્રેરણા મળી.
~ Mihir Bharwad, Anand
હું શીખ્યો કે જો હું હકારાત્મક રહીશ તો મારી આસપાસ પણ એવું જ વાતાવરણ ઊભું થશે.હવેથી હું દરેકસમસ્યા કે પરિસ્થિતિ દરમિયાન હકારાત્મકતા રાખી, વિચાર કરી અને સામેવાળી વ્યક્તિના દૃષ્ટિકોણથી તેને સમજવાનો પ્રયત્ન કરીશ.
~ Yojash Patel, Anand
તરત કોઈ બાબતનેપ્રતિક્રિયા આપવી એ શ્વાનવૃત્તિ કહેવાય અને વિચારીને પ્રત્યુત્તર આપવો એ માનવવૃત્તિ કહેવાય એટલે હવેથી હું પહેલા વિચાર કરીશ અને સમજીને પ્રત્યુત્તર આપીશ.
હું મારી જિંદગીમાં કોઈ પણ પરિસ્થિતિ આવશે તો તેમાં ખુશ રહીશ અને હું ખતમ થઈ જઈશ પણ ક્યારેય હાર નહીં માનું.
~ Jignesh Parmar, Anand
L3 Workshop at Rajkot & Junagadh District
L3 Workshop was conducted by Young Trustee of Oasis, Divya Hadiya at Rajkot & Junagadh district. 12 leaders got benefit of workshop along with Oasis Nachiketa Award winners from 6th to 8th November, 2024 of both districts.
Participants' Reflections
આ કાર્યશાળામાં આવતા પહેલા મને મારામાં માત્ર ખામીઓ જ દેખાતી હતી પણ હવે મારો જોવાનો દૃષ્ટિકોણ બદલાયો છે.
બીજા તાલીમ કાર્યક્રમોમાં લોકો અમારું સાંભળતા નથી, બસ પોતે જે શીખવવા આવ્યા છે તે જ કરે છે પરંતુ આ કાર્યશાળામાં એવું નથી.
~ Hemangi Badiyani, Rajkot
બીજી તાલીમોમાં આપણે જીવન કેવી રીતે જીવવું એ કહેવામાં આવે છે, જયારે આ કાર્યશાળામાં જીવન કેવી રીતે જીવવું એ શીખવવામાં આવે છે.
અહીં મેં અનુભવ્યું કે અમને અમારાં વિચારો વ્યક્ત કરવાની તક મળે છે અને મને માત્ર સાંભળવામાં જ નહીં પણ સમજવામાં પણ આવે છે.
~ Dhairya Ramavat, Junagadh
આ કાર્યશાળા મને મારાદૈનિક જીવનમાં ખૂબ ઉપયોગી થશે. આ કાર્યશાળામાંથી મને જાણવા મળ્યું કે સમસ્યાઓને કેવી રીતે પોતાના નિયંત્રણથી વર્ગીકૃત કરી શકાય અને તે મને મારા જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરશે.
~ Heet Bakutra, Rajkot
Inspiring Facilitators Participants' Feedbacks about Facilitators
આત્મજાદીદી (ફેસિલિટેટર) ખૂબ જ સરળ રીતે બીજાના મનને કે બીજાના પ્રોબ્લેમ જાણી, સમજી, તેમજ તેમાંથી બહાર કેવી રીતે નીકળવું તે તેઓ ખૂબ સારી રીતે સમજતા. તેમનું મન ખૂબ જ સાફ છે અને તેઓ હંમેશા હસતા ચહેરા સાથે સમજાવે છે.
~ Nehal Ahir, Bhuj, Kachchh
Avadhididi (facilitator) managed this workshop so well. Her calming nature and way of communication is so attractive. She dealt very well and uniquely with every participant. She has very charming presence.
~ Palak Mathukiya, Surat
દિંકલદીદી (ફેસિલિટેટર) અમને યાદ રહી જાય એ રીતે સમયસર પુનરાવર્તન કરાવતા અને ન સમજાય તો વારંવાર સમજાવતા. ખૂબ શાંત રહીને વાર્તા દ્વારા સમજાવતા.
~ Rahul Dharajiya, Ahmedabad
દિવ્યાદીદી (ફેસિલિટેટર) મિત્રની જેમ રહે છે અને કોઈ પણ વિષયને વાર્તાના સ્વરૂપમાં સમજાવે છે. તેઓ કોઈ શિક્ષક છે તેમ નહીં પણ પોતે એક વિદ્યાર્થી તરીકે શીખે છે અને બીજાને શિખવાડે છે.
~ Akshi Davda, Rajkot
Facilitators of Workshops Young Trustees of Oasis
Aatmaja Soni Representative of Kachchh Region
Avadhi Shah
Representative of South Gujarat Region
Dinkal Gayakwad
Representative of Central Gujarat Region
Editor-In-Chief: Riya Shah, Aatmaja Soni,
Divya Hadiya
Editorial Team: Sanjiv Shah, Sheeba Nair
IT Team: Alkesh Raval, Mehul Panchal
Alive Newsletter/ Magazine22 November 2024
Year 17, Issue 26
You receive this newsletter because you may be one of the participants of Oasis activities or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family, and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive a copy of the same. If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details. In case if you do not want this Newsletter, you may unsubscribe it.